* સર, તમને ભારત દેશ વિશે ફક્ત એક જ વાક્ય બોલવાનું કહે
તો શું બોલો ?
- એ તો હું જ નહિ... સવા સો કરોડની વસ્તી એક જ વાક્ય બોલવાની છે, 'ભારત માતા કી જય.' પણ કોઇને પણ 'સર' કહીને બોલાવવાનું છોડી દો... ઇવન સ્કૂલ-કૉલેજના શિક્ષક-પ્રોફેસરોને પણ નહિ ! 'સર' એ બ્રિટનનો ખિતાબ છે, અને પોતાને 'સર' કહેવડાવનારા ટયુશનિયા માસ્તરો ય એનો અર્થ સમજતા નથી. યસ. તમે એમને 'સાહેબ' ચોક્કસ કહી શકો. 'સાહેબ' પણ 'સર' કરતા ઓછું સન્માન નથી.
(રાજ દોશી, ભાવનગર)
* તમે 'કપિલ શર્મા' જેવો શો કેમ શરૂ ન કરી શકો ?
- એનો શો અદ્ભુત છે. નવા સુધારા-વધારાની જરૂર નથી.
(પિનાક બામણીયા, વેરાવળ)
* સ્કૂલમાં તમારા ગુજરાતીના શિક્ષક કોણ હતા ? એમનું સન્માન થવું જોઇએ.
- અમદાવાદની ગુજરાતની સર્વોત્તમ સ્કૂલ સાધના હાઈસ્કૂલમાં અમને સ્વ. સુધાબેન મિસ્ત્રી ગુજરાતી ભણાવતાં, એમનો આ બધો પ્રતાપ છે.
(ધવલ જે. સોની, ગોધરા)
* હમણાં તો કોઇના સમાચાર પુછાય એવા નથી, પણ તમે કેમ છો ?
- તબિયત સારી છે, એટલે 'છું'!
(અપર્ણા ભદ્રેશ દેસાઇ, નાલાસોપારા)
* પ્રજા માટે કહેવાતી સેવા કરવા નીકળી પડયા છે... પ્રસિદ્ધિ માટે !
- હું રોજ મારા ફલૅટ નીચે ઝાડુ લઈને ઊભો રહું છું... કચરો ફેંકવાવાળા તો બહુ આવે છે...ટીવી-કૅમેરા લઇને કોઇ આવતું નથી.
(જીજ્ઞાસા માંકડ, મુંબઇ)
* સામાજિક અર્થવ્યવસ્થા ડોલમડોલ થઇ ગઇ છે. તમને શું લાગે છે ?
- હા, હમણાંથી કોઇની સગાઇ તૂટવાના સમાચારો તો નથી !
(મધુલતા માંકડ, મુંબઈ)
* મોદીજી બ્લૅકમની બહાર લાવી શકશે ?
- આખરે તો, 'ખાધું, પીધું ને રાજ કર્યું' વાળો ખેલ થયો !
(ભારતી ગજ્જર, સિમી વૅલી-કૅલિફૉર્નિયા)
* 'ઑનલાઇન' સીસ્ટમ સારી હશે, પણ એમાં મથામણો બહુ છે. એને સરળ ન કરી શકાય ?
- સર્વોત્તમ ઉદાહરણ શાકભાજીવાળાનું છે. એક હાથ લે, એક હાથ દે...! ને એમાં તો પૈસા બાકી રાખવાની ય સગવડ મળે છે.
(કોમુ ભટ્ટ, ગાંધીનગર)
* સત્તાપ્રાપ્તિ માટે રાજકારણ કૉપી-પૅસ્ટ કરતાં ય આગળ છે, એની કેજરીવાલને સમજ નહિ પડતી હોય ?
- એ મીડિયાએ ઊભું કરેલું બાળક છે. મીડિયા ય એવું જ કરે છે ને ?
(રાજેશ શેલત, વડોદરા)
* અગાઉ સ્મશાનમાં ડાઘુઓ ટુવાલ લઇને જતા.... હવે મોબાઇલ લઇને જાય છે. સારો ચૅઇન્જ કહેવાય ?
- કમનસીબે, હજી સુધી સ્મશાનમાં 'ઓનલાઇન' જવાતું નથી.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)
* આજકાલ લોકોને એકબીજાને ઉતારી પાડવાની ટેવ કેમ પડી છે ?
- ટીવી-ન્યૂસ રોજ જોવાના ને ?
(સંકેત કે. વ્યાસ, રાલીસણા-મેહસાણા)
* ટ્રાફિક-પોલીસની કામગીરી વિશે તમારું શું માનવું છે ?
- જે મોટી શોપવાળાઓ પૈસા વધારે આપે, એના આંગણે ગેરકાયદેસર પાર્કિંગ કરવા દે ! અમારો સ્ટેડિયમ વિસ્તાર કોકવાર જોવા આવો.
(વિમલેશ જાની, ડાભલા-વિજાપુર)
* આપની પાસે કાળું નાણું કેટલું છે ?
- ધોળું થાય નહિ એટલું ?
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)
* રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રેસિડૅન્ટ ક્યારે થશે ?
- ગામનો ચોરો છે...જે આવીને બેસે,
એ મુખી.
(પ્રણવ કારીઆ, મુંબઈ)
* જુગારમાં પોલીસની રેડ પડે, એમાં બધી ૫૦૦ અને ૧૦૦૦-ની જ નોટો હોય તો ?
- ધાર્મિક બની જવાનું. બધી નોટો પોલીસ-વૅલ્ફૅર ફંડમાં દાન કરી દેવાની.
(પંકજ લાખાણી, વાંસદા-નવસારી)
* નશાબંધી અને નોટબંધીમાં સારું શું ?
- શરદીથી મારું નાક ભરાઇ ગયું છે... અત્યારે તો 'નાકબંધી' ચાલે છે.. એ પેલા બે ય થી ભૂંડી છે.
(ઠાકોરભાઈ બારીયા, વડોદરા)
* આજના ઝડપી યુગમાં 'કર્મનો સિદ્ધાંત' ધીમો નથી લાગતો ?
- કર્મ પણ નસીબનું પેટ્રોલ પુરાવો તો ચાલે !
(જયેશ અંતાણી, ભાવનગર)
* જૅનેરિક દવાઓ અને બ્રાન્ડેડ દવાઓના વિવાદમાં સાચું શું ?
- જૅનેરિક દવાઓ કૅમિસ્ટે કમ્પ્યૂટરમાં ટૅલી કરીને આપવી પડે છે. ભૂલ થાય તો ગુન્હો બને. હું જૅનેરિક દવાઓ જ વાપરું છું. ભાવમાં કેવો આસમાન-જમીનનો ફર્ક હોય છે!!
(જુહિત મેહતા, ભરૂચ)
* નામ, સરનામું, મોબાઈલ નંબર...આ બધું શા માટે ?
- કોઇ તમારા નામે આડોઅવળો સવાલ પૂછે નહિ એટલા માટે. પોસ્ટકાર્ડ્સ વખતે તો કેટલાક સવાલ પૂછીને ય ફરી જતા હતા કે, 'મેં પૂછ્યો જ નથી.'
(મહેશ ધાબલીયા, મુંબઈ)
* 'ઍનકાઉન્ટર'માં આપો છો એવા સારા જવાબો ઘરે આપી શકો છો ?
- ત્યાં સાચા જવાબો આપવા પડે છે.
(નિસર્ગ લખતરીયા, કોઠારીયા)
* ભારતમાં આટલી શિક્ષિત બેકારી કેમ ?
- ઓછું ભણેલાઓને ય પાપી પેટ પૂરવા મળે છે, માટે.
(મોના ઠાકર, ધોળકા)
* તમે બધાને જડબાતોડ જવાબો કઇ રીતે આપી શકો છો ?
- લોકસભા-રાજ્યસભાનું લાઇવ-ટૅલીકાસ્ટ રોજ જોવાનું ને ?
(જયેશ બારડ, સુરત)