સૌ પ્રથમ તો આ લેખ લખવા બદલ
મારી ધરપકડ થવી જોઈએ કારણ કે, જાણવા છતાં કે ભૂકંપની અફવાનો મજાકમાં ય ઉલ્લેખ કરવામાં લોકો ફફડી
જાય છે. જેમનું કાંઈ-કશું ગયું નથી, એમને માટે ભૂકંપની વાતો મજાક-મશ્કરીથી વિશેષ કાંઈ નથી એટલે મજાકમાં ય
‘‘બૉસ... આ ૧૦મીએ મોટો આવવાનો છે... કોઈકે ઇન્ટરનેટ પર ચલાવી છે... !’’ એવું કહી
શકે છે. આવા થર્ડ કલાસ લોકો વિશે લેખ લખવો એ પણ હલકાપણું કહેવાય, એ જાણવા છતાં બીજો એક
ગૂન્હો કરી લેવો છે. પત્રકારત્વની નૈતિકતાઓ (હા, ક્યારેક ‘નૈતિકતા’ નામનો
શબ્દ પત્રકારત્વની સાથે પણ જોડી શકાય છે... આઈ મીન, મજાકમાં!) મુજબ, કોઈ પણ સમાચાર કે લેખમાં
પ્રજા ઉશ્કેરાય એવું કાંઈ પણ લખી ન શકાય એ જાણવા છતાં હિંમત કરીને પ્રજાને અપીલ
કરવી છે કે, ભૂકંપની આગાહી બાબતે કોઈ પણ વ્યક્તિ મજાકમાં/ ગંભીરતાથી/માહિતી ખાતર
કે પછી/ બસ, એમ જ પૂછપરછ કરતી હોય તો સણસણાવીને બે તમાચા ચોડી દેજો.
‘‘એ... શું... આ ૧૦મીનું સાચું લાગે છે?’’ એવી બેવકૂફી ભરી વાત કરીને
આવો કે આવી એકાદ ઇડિયટ વાતની શરૂઆત કરે છે. ‘‘આપણે તો ખાલી સાંભળ્યું છે... કહે છે
કે, બહુ
એનાલિસીસ કરીને... આજ સુધીનાં તમામ ધરતીકંપોની તારીખો કાઢીને એની એવરેજ કાઢી છે...
એમાં ૧૦મી માર્ચ આવી છે.’’
સાલી આવી વાતો આપણને પૂછવા
આવે. આપણે અમથા ય ધરતીકંપની વાતોથી હવે અકળાયા હોઈએ એટલે આવી ફાલતું વાતનો જવાબ
આપવાની પણ જરૂર ન હોય પણ પૂછનાર ભણેલ-ગણેલ હોય-અધરવાઇઝ સન્માન્નીય હોય એટલે ગુસ્સો
ગળી જવો પડે, નહિ તો સોલ્લિડ ચચરે એવી થપ્પડો ઝીંકી દેવાની ઇચ્છા થાય. આ દુનિયામાં
એક માણસ પેદા થયો નથી જેને ધરતીકંપની આગાહી બાબતે એક ઇંચનું ય નોલેજ હોય! જે લોકો
ધરતીકંપ બાબતે સમજણા થયા ત્યારથી અભ્યાસ કરી રહ્યાં છે અને વિશ્વના સર્વોચ્ચ
વિજ્ઞાની બન્યાં છે, એ લોકો સ્પષ્ટ કબુલ કરે છે કે, ભૂકંપ બાબતે મહિનાઓ કે સપ્તાહો
પહેલાં તો ઠીક, બસ સેકન્ડ પહેલાં ય આગાહી કરવી શક્ય નથી. કોઈને માટે. ભૂકંપનું નોલેજ
પોટેશ્યમ સાયનાઇડ જેવું છે. જગતનું સૌથી ફાસ્ટેસ્ટ ઝેર આ સાયનાઇડ છે, જેનો સ્વાદ કેવો છે, એ હજી સુધી કોઈ વૈજ્ઞાનિક
જાણી શક્યો નથી. જીભને અડતાંની અડધી સેકન્ડે જ એ માણસને મારી નાંખે છે. કોઈને યાદ
હોય તો રાજેશ ખન્ના-શર્મિલા ટાગોર વાળી ફિલ્મ ‘સફર’માં ફિરોઝખાન સાયનાઇડ પી જાય છે
ને ક્ષણના ય સોમાં ભાગમાં જીંદગી પૂરી થઈ જાય છે. ભૂકંપનું ય એકઝેક્ટ એવું છે.
એનું એકેય રહસ્ય જાણી શકાયું નથી. જે લોકોએ આ રહસ્યો પામવામાં લેબોરેટરીઓથી માંડીને
જ્યાં જ્યાં એપિસેન્ટરો હતાં, ત્યાં રૂબરૂ જઈ, વર્ષોનાં વર્ષો મેહનત-અભ્યાસો કર્યાં, એ વૈજ્ઞાનિકો નમ્રતાપૂર્વક
કબુલ કરે છે કે, ‘અમે આખી જીંદગી આના અભ્યાસ પાછળ ખર્ચી નાંખી... પણ એની આગાહી વિશે
તસુ પણ જાણતાં નથી’ - ને બીજી બાજુ આપણાં સાલાં લલ્લુ-પંજુ જેવા જ્યોતિષીઓ, પાનને ગલ્લે ઊભા રહેનારાઓ
કે પછી ઓફિસોમાં ટોળે વળનારાઓ વગર મેહનતે બસ, આસાનીથી કહી દે છે, ‘‘બૉસ... આ દસમીએ ૬.૯ વાળો
આવવાનો છે!’’
અલ્યા, બારમાના મેથ્સમાં તારે પૂરા
૧૦૦માંથી ૬.૯ માર્કસ નહતાં આવ્યાં ને તું અહીં રિચટર-સ્કેલના આંકડા બોલવા માંડ્યો
છે? એ તો પછી
ખબર પડે, કે મૂળ તો ભ’ઈ વરલી-મટકાનાં જૂનાં ખેલાડી... ! ૨૬મીએ પહેલો ભૂકંપ
૬.૯નો આવ્યો એમાં એ એટલું જ સમજ્યો હતો કે બંધમાં છગ્ગો ખૂલ્યો!
ઈન ફેક્ટ, જે લોકોએ આ ધરતીકંપમાં
થોડુંય ગૂમાવ્યું છે એમને હિંમત આપવા ખાતર પણ આવી નોનસેન્સ વાતો બંધ કરવી જોઈએ. (યોગાનુયોગ
છે... ૪થી માર્ચ, ૨૦૦૧ને રવિવારે બપોરે ૧.૨૩ વાગે સારો એવો આફટર-શોક આવ્યો. હું લખી
રહ્યો છું એમાં ઉપરના પહેલાં વાક્યમાં ‘‘જે લોકોએ આ...’’ શબ્દો લખ્યા, ત્યાં જ બઘું હલબલ્યું...
અમારું ફેમિલી ટેરેસ પર જતું રહ્યું... પાછો લખવા બેઠો છું બરોબર ૧.૨૮ મિનીટે! જીવ
મને ય વહાલો છે. હું ય કોઈ હીરો નછી, પણ પરમેશ્વરે પોઝિટિવ થિન્કિંગ કરતું ભારે શક્તિશાળી મગજ આપ્યું છે.
ઉપરવાળો ઝાટકા આપી આપીને બ્હીવડાવી રહ્યો છે એ એનો નેગેટિવ અર્થ થયો અને
ભાવનગરવાળાઓની માફક આપણને હવે તૈયાર કરી રહ્યો છે - ટેવાઈ જાઓ. નિશ્ચિંત થઈ જાઓ.
જે દિવસે જે થવાનું હશે એમાં પાંચમની છઠ થવાની નથી. મારું મૃત્યુ (હમણાં ટીવી
વાળાઓએ પોપ્યૂલર કરેલા શબ્દ) ‘મલબા’ નીચે લખાયું હશે તો મારી જ્યોતિષી પત્ની ય મને
બચાવી શકવાની નથી. મારી પોતાની ઇચ્છા મારી ૧૦૭ વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ પરથી
ભૂસકો મારીને દેહત્યાગ કરવાની છે. બહુ લાંબુ જીવવાની મને લાલચ નથી. કારણ કે, એ જ ઉંમરે મારે
વાયા-એવરેસ્ટ ‘‘ઉપર’’ જવાનું હોય તો ગમે તેટલાં ધરતીકંપો ય મારું શું તોડી લેવાનાં
છે? અમેરિકાથી
આવેલાં એક ભાઇએ કહ્યું, ‘‘આ ભૂકંપ બી સાલો વર્લ્ડ-ટુર પર નીકળ્યો છે.’’ અમેરિકામાં રહેતાં એક
ડોકટરનેમેં પૂછ્યું, ‘‘તમારે ત્યાં ય આયો?’’ તો મને કહે, ‘‘દાદુ, તમને મારી ઉપર ડાઉટ નથી ને?’’ ગાંધીનગરના નિરંજન શુકલ ધરતીકંપની બરબાદીઓ જોઈને કહે છે, ‘હવે કોઈને હું બરબાદ થઈ
ગયો’ એવું ઇંગ્લિશમાં કહેવું હશે તો કહેશે, ‘‘I was Bhachuaed’’ અથવા ‘‘લ્લી ુચજ છહલચિીિગ’’ અથવા ‘‘જીરી ુચજ ર્મ્રર્લીગ’’ કહેશે! અમારા જામનગરવાળા નવી
કટ લઈ આવ્યાં છે. એ કહે છે, ‘‘આજકાલ અમદાવાદમાં ટેલીફોન પર કોઈ ‘હલ્લો’ બોલતું નથી... એના બદલે
‘‘હલ્યું?’’ એવું પૂછે છે!
સ્વયં ભગવાને ય વિકૃત થતો
જાય છે. સાફ કરવા હોય તો એક ઝાટકે પતાવી દેને, ભ’ઈ! આમ ઝટકે-ઝટકે શું કામ
ઊંચા કરી નાંખે છે? ખુદ તારે શેષનાગને બદલે ફલેટ છોડીને તંબુમાં સુવાનું આવ્યું હોત તો
ખબર પડત કે, ઝાટકા કેવા લાગે છે!
દોસ્તો, માનવતામાં થોડો ય વિશ્વાસ
હોય તો ધરતીકંપની આગાહી વિશેની કોઈ પણ ચર્ચા ઊગતાં જ ડામી દો. એ વિષય તમારો નથી.
આમાં તો આવી વાત શરૂ કરનારનું અપમાન જ કરવું પડે. ‘‘શું લાગે છે ૧૦મી માર્ચનું?’’ એ પૂછતાની સાથે જ બે થપ્પડ
એને પડી જવી જોઈએ. જે હરામજાદાઓ દાવો કરે છે કે, મારી આગાહી સાચી પડી હતી, એ બધાંની બોચી પકડીને પૂછો
તો ખરાં, કે, ‘‘૨૬ જાન્યુઆરી પહેલાં તમે ક્યાં હતાં?’’
સ્વયં હું જ ઇચ્છું છું કે, મારા આજના લેખનાં કોઈ વખાણ
ન થાય... ! લેખને બહાને તમને હોરર યાદ કરાવવાનો અપરાધ મેં પણ કર્યો છે... એટલે, ‘નો સિકસર ધીસ ટાઇમ!’
No comments:
Post a Comment