Search This Blog

24/12/2017

ઍનકાઉન્ટર : 20-12-2017

* ગુજરાત ચૂંટણીના પરિણામો...
- હવે પછીની ચૂંટણીઓ ભાજપ-કોંગ્રેસ વચ્ચે નહિ, જ્ઞાતિ-જ્ઞાતિઓ વચ્ચે લડાશે.
(
મધ્યમ સી. પટેલ, અમદાવાદ)

* ટીવી પર જાહેરખબરોનો મારો જોઈને ત્રાસી જવાય છે...
- ધેટ્સ ફાઈન... મતલબ, સમાચારો જોઈને તમે ખુશખુશ થઈ જાઓ છો!
(
રજાહુસેન બચુભાઈ, મહુવા)

* આ મોંઘવારીમાં માણસ બે છેડાં ભેગા કેવી રીતે કરી શકતો હશે?
- બહુ સહેલું છે. એક એક હાથમાં બન્ને છેડાં પકડીને એકબીજાને અડાડી દેવાના.
(
વિનુભાઈ ભટ્ટ, બાબરા- અમરેલી)

* રાજકારણીઓ દેશને પોતાની જાગીર સમજે છે?
- એમની જાગીર તો છે જ... એ સ્વીકારવું પડે!
(
હસમુખ કાશીપરા, અમદાવાદ)

* તમે નોર્થ કોરીયા જઈને એનકાઉન્ટર કરીને મોટો સફાયો ન કરી શકો?
- ઓે ભાઇ... પેલો જાડીયો અત્યારે તો અમેરિકા ઉપર બૉમ્બ ફોડવાનું નક્કી કરી બેઠો છે... એનું ધ્યાન ન બદલાવો.
(
રમેશ શાં.કોઠારી, મુંબઈ)

* 'જય જવાન, જય કિસાન'...પણ જવાનો આજે શહીદ થઇ રહ્યા છે ને કિસાન પાયમાલ...!
- એ બન્ને જેટલી જ બિહામણી ચિંતા જાતિવાદના રાજકારણની કરવા જેવી છે.
(
વિસનજી નરભેરામ ઠક્કર, મુંબઈ)

* લાલુ યાદવ શ્રી.મોરારી બાપુની કથા સાંભળતા ટીવીમાં જોયા...
- એનાથી ઊલટું થાય તો ચિંતા...!
(
જગદિશ વાલજી સચદે, મુંબઈ)

* બૉલિવૂડની હીરોઇનોના ડ્રેસ ટૂંકા થતા જાય છે...
- થોડી વધારે રાહ જુઓે.
(
ભરત ડી. સાંખલા, ડીસા)

* મને સવાલ પૂછતા કે જવાબ આપતા- બેમાંથી એકેય આવડતું નથી. શું કરવું?
- પહેલી વારના લગ્ન કરી નાંખો... થઇ ગયા હોય તો છાના રહો.
(
દિનેશ રવિશંકર જોશી, મુંબઈ)

* હવે રેડિયો ઉપર ફર્માઇશી ગીતો બંધ થઈ ગયા?
- રેડિયો જ કેટલાને ત્યાં ચાલુ છે?
(
મયંક આચાર્ય, જામનગર)

* 'પતિ' માટે તમે 'ગોરધન' શબ્દ વાપરો છો. જેનું નામ ગોરધન હશે, એને દુ:ખ નહિ થતું હોય?
- જગતભરના ગોરધનો દુ:ખોથી ટેવાઈ ગયા હોય છે.
(
નૈષધ દેરાશ્રી, જામનગર)

* અશોકજી, તમારા નામનો અર્થ થાય છે, 'શોક ન કરવો'. તમારા જીવનમાં એની સાર્થકતા કેટલી?
- શોક કરવાનો ખર્ચો બહુ આવે... અને ખોટા ખર્ચા મને પોસાતા નથી.
(
ફિઝ્ઝા આરસીવાલા, મુંબઈ)

* હવે સફેદ ટોપીવાળા નેતાઓ કેમ દેખાતા નથી?
- હવે એ લોકો ગાંધીજી બની ગયા છે. પોતે ટોપી નહિ પહેરવાની... બીજાને પહેરાવવાની!
(
મીના નાણાવટી, રાજકોટ)

* તમારી પાસે રોજના હજારો પોસ્ટકાર્ડસ આવતા હશે. એમાં તમે નક્કી કેવી રીતે કરી શકો કે, કુટુંબના અનેક સભ્યોના નામે એક જ વ્યક્તિ અનેક સવાલ જુદા જુદા પોસ્ટકાર્ડસમાં લખે છે?
- જવાબ તો મારે એમાંના એકને જ આપવાનો છે. બાકીના રદબાતલ થાય.
(
ટી.વી. બારીઆ, વડોદરા)

* ઘણા સવાલો તદ્દન સ્થૂળ હોવા છતાં તમારા ચમત્કૃતિપૂર્ણ જવાબોને કારણે કૉલમ ચાલે છે!
- એવું આપણે બન્ને માનતા રહીએ, ત્યાં સુધી સારું છે.
(
પ્રતાપભાઈ  ઠાકોર, ખરેંટી- માતર)

* આદ્યકવિ નરસિંહ મેહતાના પત્ની ગૂજરી ગયા, ત્યારે એ બોલ્યા હતા, 'ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ' ...આવા સન્માન્નીય ભગતે પત્ની માટે 'જંજાળ' શબ્દ કેમ વાપર્યો હશે?
- કોક બોલી બતાવે... કોક મનમાં સમજે!
(
અઝમત એ. સૈયદ, પાલનપુર)

* 'અચ્છે દિન કબ આયેંગે?'
- ગયા એ તો.... ૧૫૦- સીટ ન આવી.
(
સુમન વડુકૂળ, રાજકોટ)

* આજના માણસ પાસે બધો વૈભવ છે, પણ દિમાગમાં હિટર શા માટે હોય છે?
- દિમાગને બદલે હોય તો ચિંતા કરવા જેવી નહિ.
(
સંધ્યા પુરોહિત, અમદાવાદ)

* પાકિસ્તાનને જડબાતોડ જવાબની ચર્ચા હજી કેમ થયે રાખે છે?
- મજા આવે છે.
(
સાધના નાણાવટી, ગાંધીનગર)

*...'એક ગરીબ બ્રાહ્મણ હતો', એવું ક્યાં સુધી બોલાયે રાખશે?
- બ્રાહ્મણને ગરીબ બનાવી શકાય... ગરીબને બ્રાહ્મણ ન બનાવાય!
(
મનુભાઈ થાનકી, વડોદરા)

* આસારામ, રાધે મા, રામ- રહિમ, ફાળાહારી બાબા, નિર્મલ બાબા... હવે કોણ?
- જોઉં છું હવે... આ લખાણપટ્ટીનો ધંધો સરખો ન ચાલ્યો તો, ''અશોક બાબા''.
(
મનસુખલાલ થાનકી, વડોદરા)

* પાનમસાલા ખાઈને ગમે ત્યાં થૂંકનારને શું સજા અપાય?
- 'તમારા રસોડામાં આવું થૂંકશો?' પૂછી લેવાય.
(
અજયસિંહ ચંપાવત, હિમ્મતનગર)

* તમે ગઝલ કેમ નથી લખતા?
- એક વાર લખી હતી. વાચનારાએ કહ્યું, ''તમે બહુ હસાવો છો.''
(
પ્રેરણા લક્ષ્મીચંદ, વડોદરા)

*...'ઍનકાઉન્ટર'માં સવાલ છપાય જ, એનો રસ્તો શું?
- જવાબ અપાય જ... એવો સવાલ પૂછવો.
(માલિની જે. ઠક્કર, મુંબઈ)

22/12/2017

નારણપુરાના લાઉડ-સ્પીકરો

ક્યારેક આવો તો, અમદાવાદના અમારા નારણપુરામાં તમને ૯૦-ટકા લોકો બહેરાં જોવા મળશે, આઈ મીન... સાંભળવા મળશે. જે કોઈ મળે, એ પોતાના કાને અથવા તમારા મોંઢે હાથ રાખીને પૂછશે, ''હેં... ? સુઉં કીધું ?'' જગત આખામાં બહેરીયાઓની સંખ્યા નારણપુરામાં હાઇએસ્ટ છે.

આદતને જોરે, એ એટલા તોતિંગ અવાજે બોલશે કે, દૂર મણીનગરમાં ય એનું આ 'હેં... ? સુઉં કીધું ?' સાંભળી શકાય. દુનિયાભરના બાકીના બહેરા માણસોને આ ફાયદો હોય છે કે, એ પોતે શાંતિથી મૃદુ અવાજે બોલતા હોય ને આપણી પાસે ઘાંટાઘાટ કરાવે. એ જાણતા હોય કે, તમે બહેરા નથી... એટલે એ તો સ્વસ્થ બેઠા હોય, આપણે હચમચી જઈએ.

આપણામાંથી મોટા ભાગનાઓ પરણેલા હોઈએ, એટલે આમે ય, મોટેથી બોલવાની હિમ્મત અને શક્તિ રહી ન હોય, પણ આ લોકો પાસેથી છટકવું ક્યાં ? એમની પાસે માત્ર ઘાંટા પાડીને જ નહિ, બબ્બે ત્રણ ત્રણ વખત એકનો એક ડાયલોગ બોલવો પડે અને એ સાંભળી લે, એટલે જાણે કાંઈ બન્યું જ નથી, એટલી શાંતિથી ફક્ત મોઢાના ઈશારે કહેશે, ''હા, ઠીક... !'' આપણે તૂટી ગયા હોઈએ અને એ પ્રસન્નતાથી બોલશે, 'હા, મને ખબર છે.'

નારણપુરા વર્લ્ડ-રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. દર ત્રીજે દિવસે અહીં કોઈને કોઈ ધાર્મિક કે સામાજીક પ્રસંગ ઉજવવા મસમોટા વરઘોડા કાન ફાડી નાંખે એવા લાઉડ-સ્પીકરો સાથે માત્ર સાંભળવા નહિ, જોવા પણ મળશે. આવા બિહામણા ઘોંઘાટો અડધી રાત્રે તો ખાસ ચાલુ.

જેને ત્યાં પ્રસંગ હોય કે પછી નામ ધર્મનું હોય, ખબર આખા નારણપુરાને પડવી જોઈએ કે, અમારે ત્યાં આવો ભવ્ય પ્રસંગ આવ્યો છે તો તમે ય જોઈ શું રહ્યા છો... જોડાઈ જાઓ. કેટલાક ઈર્ષાળુઓ આને 'દેખાડો' કહે છે. અમારા ઘરમાં કે ધર્મમાં આવો શાનદાર પ્રસંગ આવ્યો છે ને તમે ઘસઘસાટ ઊંઘતા હો ?... અને એ ય, ઊંઘની ગોળીઓ લઈને ? ડોહા બિમાર પડયા પડયા છેલ્લા ડચકાં ખાતા હોય તો... આમે ય, આજે નહિ તો કાલે ઉકલી જવાના છે, તો એમાં અમારા વરઘોડા, ભજનમંડળી કે ધાર્મિક સરઘસો વચમાં ક્યાં આવ્યા ?

આટલા મોટા લાઉડ-સ્પીકરો મફતમાં નથી આવતા. આ મોટું ભાડું આપવું પડે છે, ત્યારે નારણપુરા આખું ગરજે છે. કાન ફાડી નાંખે એવા અવાજોથી અમારા ફેમિલીનો, ધર્મનો કે ભજનોનો પ્રચાર કરવામાં કોઈ બહેરૂં બની જતું હોય તો કાનના ડૉક્ટરને બતાવવું જોઈએ... એ ય, નારણપુરાનો હશે તો એ ય કાને (હીયરિંગ-એઈડ) ભૂંગળા નાંખીને બેઠો હશે.

કહે છે કે, બહેરાં હોય, એ બોબડા હોય જ, પણ એ મેડિકલ કારણ થયું. અહીંના બહેરીયાઓ તોતડું બોલે કે ઘાંટા પાડી પાડીને બોલે, એની પાછળનું કારણ લાઉડ-સ્પીકરો છે. અહીંની પ્રજા ઘરની બહાર નીકળે ત્યારે પોતાનું વસાવેલું લાઉડ-સ્પીકર લઈને નીકળે છે, જેથી સામાવાળાને સાંભળવામાં તકલીફ ન પડે. પાછા બન્ને સામસામા લાઉડસ્પીકરો રાખીને વાત કરતા હોય... !

આવું હકીકતમાં બનતું નથી, પણ નજીકના ભવિષ્યમાં બનશે ત્યારે વિશ્વમાં સૌથી મોટી સંખ્યામાં બહેરીયાઓ અમારા નારણપુરામાં મળી આવશે. શક્ય છે, થોડા વર્ષોમાં નારણપુરા પોતાને એક અલગ દેશનો દરજ્જો આપવા આંદોલન ચલાવે. અલબત્ત, આવા આંદોલનો માટે જાહેરસભાઓ ન થઈ શકે... સાંભળનારા તો બધા બહેરીયા જ હોય ને ?

કાન આડો હાથ રાખીને કોઈની વાત સાંભળવી, એ ફેશન તો જૂની થઈ ગઈ... અહીં તો, કાનની આડે ઘરનો દરવાજો મૂકીને સાંભળો તો ય સરખું સંભળાય નહિ. કાનને કમર સાથે કોઈ લેવાદેવા નથી, છતાં જેને પોતાના કાને હાથ મૂકીને સાંભળવું પડતું હોય, એને કમરેથી વાંકા ય વળવું પડે છે. પહેલી નજરે જોનારને એવું ય લાગે કે આ કાનથી નહિ, કમરથી સાંભળતો હશે.

સવાલ એ થાય ખરો કે, મારે ઘેર પ્રસંગ હોય એટલે મને દમદાર ઉજવણીનો હરખ તો થાય. પણ મારા પડોસીઓને એવો હરખ શેનો થાય ? એ લોકોને તો કેમ જાણે આપણે ત્રાસ આપતા હોઈએ, એમ અમારા ઘર/ધર્મના પ્રસંગોના લાઉડ-સ્પીકરોથી ત્રાસી જવાના નાટકો કરે છે.

આમાં ઈર્ષ્યા સિવાય બીજું કાંઈ નથી. એ લોકો એટલું નથી સમજતા કે, લાઉડ-સ્પીકરોથી અમે જગત નહિ તો છેવટે નારણપુરાના ઘરઘરમાં સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે, અમે કમ-સે-કમ લાઉડ-સ્પીકરોનું ભાડું ચૂકવવા જેટલું કમાયા છીએ. અમારા ફેમિલીનો, અમારા ભગવાનનો કે અમારા ધર્મનો પ્રચાર કરીને નામ તો અમારે જ કમાવવાનું છે, એમાં તમારી શેની આટલી બધી બળે છે ?

આ તો રામ જાણે સાલી કઈ સરકાર આવી ગઈ જેણે અમારી નવરાત્રી દરમ્યાન રાત્રે ૧૨-વાગે લાઉડ-સ્પીકરો બંધ કરાવી દીધા, નહિ તો આખી રાત પ્રજાના લોહીઓ પીવાના કેવા ટેસડા પડતા હતા ! અમારી પ્રજા થોડી બેવકૂફ છે ને રાત્રે ૧૨ વાગે બધું બંધ કરી દે છે... અરે, આવામાં તો સવારે જમ્યા પછી આખા ગામમાં લાઉડ-સ્પીકરો ધમધમાવીને બપોરે ૧૨ થી રાતના ૧૨ સુધી ગરબા ચાલુ રાખવા જોઈએ... ગરબા ગાવા ભલે કોઈ આવે કે ન આવે... લાઉડ-સ્પીકરો ચાલુ રહેવા જોઈએ.

કેવા દુ:ખની વાત છે કે, હજી સુધી બેસણાંમાં આવી રમઝટ બોલાવતી ડીજે-પાર્ટીઓ બોલાવવાનું કોઈને યાદ આવતું નથી. હજી આપણે ત્યાં સ્મશાનયાત્રાઓ શાંતિથી બોલ્યા-ચાલ્યા વગરની નીકળી જાય છે. ડાઘુઓ એકલું 'રામે રામો' બોલે રાખે, એમાં શું જલસા પડે ? વરઘોડાની માફક સ્મશાનયાત્રાઓમાં શા માટે બેન્ડ-વાજાંવાળાઓને લાઉડ-સ્પીકરો સાથે ધૂમધામ લઈ ન જવાય ? અલબત્ત, ફેશનને નામે હમણાં હમણાંથી બેસણાં થોડા સંગીતમય બન્યા છે ખરા.

ભક્તિ-સંગીતને નામે બિચારા પોતાનો હરખ પૂરો કરે છે. કમનસીબે, મરનાર ડાન્સ-મ્યુઝિકનો ગમે તેટલો શોખિન હોય, તો પણ બેસણાઓમાં ડીજે-પાર્ટીઓ રખાતી નથી, એ કેટલી શરમની વાત છે ! એવું રાખો તો બેસણું ભલે આપણે ત્યાં હોય, અડોસપડોસમાં ય બધાને ત્યાં બેસણાં હોય, એવી ફીલિંગ્સ આવે.
હજી જો કે, આ પધ્ધતિમાં ક્રાંતિ નથી આવી અને જે હોલમાં બેસણું હોય, ત્યાં પૂરતું સંભળાય એવા લાઉડ-સ્પીકરો રખાય છે. આમાં શું કમાવાનું ? આ પદ્ધતિનો મોટો ગેરફાયદો એ છે કે, માણસ આપણે ત્યાં મર્યું છે, એની સમાજને સરખી જાણ થતી નથી. 'આવા તો રોજના કેટલાય બેસણાં હોય... !' એવું માનીને નફ્ફટો આગળ વધી જાય છે.

છ-સાત કલાકના બેસણામાં રાક્ષસી લાઉડ-સ્પીકરો સાથે ભક્તિ-સંગીત અને સ્વર્ગસ્થનું જીવનકવન વાંચતા રહેવાય તો મરનારની પબ્લિસિટી ય થાય અને બીજાઓને પણ 'મરવું તો આવી રીતે' એની પ્રેરણા મળે. મરનાર એવો શોખિન હોય તો હોલમાં ભલે બેસણું ચાલતું હોય, બહાર કમ્પાઉન્ડમાં 'ટેન્ગો' ડાન્સ-પાર્ટી રાખો તો રમઝટ વધુ બોલે. સુઉં કિયો છો ? આપણે ત્યાં ઘોંઘાટ વગરના લગ્નો હોતા નથી તો બેસણાં શેના થાય ? આ તો એક વાત થાય છે.

કરૂણ ભક્તિ ગીતો અને રામધૂનવાળું ફેક્ટર જોકે મઝા કરાવે એવું નથી હોતું. એમાં કંઈ ટેસ પડતો નથી. બેસણાઓમાં કોઈ સરખો ટાઈમ લઈને ન આવ્યું હોય-સંગીતનો ભારોભાર ચાહક હોય છતાં હાથ જોડતો આવીને ૩૦-સેકન્ડ બેસીને એ 'જેશી ક્રસ્ણ' જ કરી જવાનો છે. આ વખતે કરૂણસ્વરે ગવાતા બેસણાંમાં નથી એ સંગીતમાં ધ્યાન આપી શકતો, નથી સદગત થઈને ઉપડી ગયેલા ફોટાવાળામાં ! સોસાયટીમાં જ મંડપ બાંધીને લગ્નપ્રસંગ કે ધાર્મિક કાર્યક્રમ રખાય તો પડોસીઓ કે વટેમાર્ગુઓ કાને કચ્ચીને હાથ દબાવવા ઉપરાંત આપણી ઈર્ષાઓ કરે છે.

બેસણાંમાં કોઈ ઈર્ષા કરતું નથી અને કરાવવી હોય તો બેસણાં પણ રમઝટ બોલે એવા ગોઠવવા જોઈએ. મરનારની પબ્લિસિટી થવી જોઈએ, જેથી અન્યોને પ્રેરણા મળે.
જસ્ટ એ મિનિટ.... ! ભારતના આટલા બધા શહેરો છોડીને અમદાવાદનું ફક્ત નારણપુરા જ કેમ ? લાઉડ-સ્પીકરો તો બધે એટલી જ ધમાલથી વાગે છે !

વેલ... અમે આ લખાણપટ્ટીના બરાડા છોડીને નારણપુરામાં લાઉડ-સ્પીકરોનો ધંધો શરૂ કરવા માંગીએ છીએ.

સિક્સર
કહે છે કે, હવે તમારા વિઝિટિંગ-કાર્ડ સાથે પણ 'આધાર-કાર્ડ' જોડાયેલું જોઈશે.

'કલયુગ' ('૮૧)

ફિલ્મ : 'કલયુગ' ('૮૧)
નિર્માતા : ફિલ્મવાલા'ઝ (શશિ કપૂર)
દિગ્દર્શક : શ્યામ બેનેગલ
સંગીતકાર : વનરાજ ભાટીયા
કેમેરા : ગોવિંદ નિહલાણી
લેખકો : શ્યામ બેનેગલસત્યદેવ દૂબે અને ગીરિશ કર્નાડ
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ૧૫૨-મિનિટ્સ
થીયેટર : શ્રી (અમદાવાદ)
કલાકારો : શશિ કપૂરરેખાવિક્ટર બેનર્જીરાજ બબ્બરઅનંત નાગકુલભૂષણ ખરબંદાસુપ્રિયા પાઠકસુષ્મા શેઠએ.કે. હંગલરીમા લાગુઆકાશ ખુરાનાઊર્મીલા માંતોડકરવિજયા મેહતારાજશ્રી સારાભાઈઅમરીશ પુરીઓમ પુરીસલીમ ઘાઉસવિનય આપ્ટેમદન જૈનસરિતા સેઠીમુકર્જીસ્વદેશ પાલજી.એસ. દેશમુખઆર.એસ. ચોપરાદાદા કપોતેઅખ્તર મીર્ઝાદિયા બેનર્જીકૅયા બેનર્જીસુનિલ શાનબાગબેબી રૂખસાનારણજીત કપૂરશ્યામક દાવરબેન્જામિન ગીલાણી અને મુરારી.

શ્યામ બેનેગલને વાર્તા કહેતા આવડતી નહિ હોયએમાં જ શશિ કપૂરના લાખો રૂપિયા વેડફાવી નાંખ્યાઆ ફિલ્મ 'કલયુગબનાવરાવીને! ફિલ્મના ટાઈટલ્સ પહેલા તો દરેક ફિલ્મની ફેશન થઈ ગઈ છે,  Disclaimerની કે, 'આ ફિલ્મના તમામ પાત્રો અને પ્રસંગો કાલ્પનિક છેજેમને વાસ્તવિક પાત્રો કે કહાની સાથે કોઈ લેવાદેવા નથી.

છતાં એવું કાંઈ લાગતું હોય તો એ કેવળ સાંયોગિક છે.આવા દાવાઓ 'કાયદેસર'ના લખીને ફિલ્મ નિર્માતાઓની કૉર્ટ-કચેરી કે અન્ય સામાજીક દાવાઓથી છટકી જાય છે. વાસ્તવમાં આ જ ફિલ્મ 'કલયુગ'ની વાર્તા અને પાત્રો હિંદુઓના મહાન ગ્રંથ 'મહાભારતઉપર આધારિત છે. ફિલ્મની બનાવટમાં નજીવા ફેરફારો કરીને છટકી જવાનો પ્રયાસ થયો છે.

બાકી ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક સહુ જાણતા હતા કે પાંડવ-કૌરવોના આપસી વૈમનસ્ય અને પરિણામે મહાભારતના કુરુક્ષેત્ર સુધીના યુધ્ધને મૉડર્ન-ટચ આપીને ફિલ્મ 'કલયુગશ્યામ બેનેગલે નિર્માતા-હીરો શશી કપૂરને ડૂબાડીને બનાવી છે.

શ્યામને વાર્તા કહેતા નહોતી આવડતી તેનું પ્રમાણ આ ફિલ્મથી મળી રહે છે. બે-અઢી કલાકની ફિલ્મમાં દર્શકને વાર્તા કે પાત્રો સમજાય અને ફિલ્મ જુએએવો પ્રયાસ થયો નથી. અમથું યઆટલી મોટી સ્ટારકાસ્ટમાં કયું પાત્ર કોની સાથે જોડાયું છેએ પ્રેક્ષકને સમજતા ફિલ્મ પુરી થતા સુધીમાં ય સમજાય તો જહે નસીબ..! શશી કપૂરરાજ બબ્બરવિક્ટર બેનર્જીરેખા અને અનંત નાગ જેવા ક્લાસ-વન ઍક્ટરોને ફિલ્મમાં વારાફરતી મહત્વ તો આપતા રહેવું પડેએ મહત્વ પ્રેક્ષક સમજવાનો ટાઇમ લેએ પહેલા તો બીજા પાત્રની વાત આવી જાયએમાં મોટી મૂંઝવણ એને સ્ટોરી સમજતા થાય. ફિલ્મમાં દર્શકોને ગળે ન ઉતરે એવી અનેક સીચ્યૂએશનો લેવાઈ છેજેમ કે અનંત નાગ એની વાગ્દત્તા સુપ્રિયા પાઠકને લઈને ડાન્સ-બારમાં જાય છેએમાં ફિલ્મની ૫-૬ મિનિટની પટ્ટી વાપરી નાંખી હોવા છતાંનથી એમાં કોઈ ફિલ્મોપયોગી સંવાદ આવતોનથી કથાવસ્તુ આગળ વધતી કે નથી એ ડાન્સ કે તેની ફોટોગ્રાફીમાં કાંઈ જોવા જેવું અને છતાં પ્રેક્ષકો કંટાળી જાય ત્યાં સુધી આ સીચ્યૂએશનને બસ... લંબાવે રાખવામાં આવી છે. આર્ટ ફિલ્મ બાર્ટ ફિલ્મ... બધી વાત સાચીપણ દર્શકના દિમાગ સુધી તો વાત પહોંચવી જોઈએ નેનથી પહોંચતીએમાં નિર્માતા શશિ કપૂરે દિગ્દર્શક ઉપર વિશ્વાસ રાખીને ખર્ચેલા કરોડો રૂપિયાની શ્યામ બેનેગલે ધૂળધાણી કરી નાંખી. બીજા એવા અનેક દ્રષ્યો છેજ્યાં લેવાદેવા વિનાના સીન ખેંચે રાખ્યા છે.

એક દ્રષ્યમાં બંગલામાંથી કાર નીકળતી હોયએ દેખાતી બંધ ન થાય ત્યાં સુધી કેમેરા ચાલુ રાખીને સાબિત શું કરવાનું? ...એ કેઆગળથી યૂ-ટર્ન લઈને ગાડી પાછી નથી આવીવિજયા મેહતા અને અપંગ પતિની તબિયત સારી ન હોવાથી વ્હીલ-ચેરમાં અંદર રૂમમાં લઈ જાય છે.

એ લોકો ઠીબુક-ઠીબુક જતા હોયએમનું જવાનું પુરૂં થાય ને દરવાજો બંધ કરી ન લે ત્યાં સુધી કેમેરા ચાલુ રાખવામાં સાબિત શું કરવાનુંઆવી આર્ટ-ફિલ્મોમાં તો એક એક દ્રષ્ય કોઈ વાર્તા કહેનારું કે પ્રેક્ષકને કોઈ સોચ આપનારું હોવું જોઈએ.

કબુલ કેઆ જ દિગ્દર્શકે અગાઉ સારી આર્ટ-ફિલ્મો નિશાંતમંથનભૂમિકા અને અંકુર પણ બનાવી હતી. પણ એ બધી ફિલ્મો નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનનેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ કે હેન્ડલૂમ કૉ-ઓપરેટીવ્ઝ દ્વારા સ્પૉન્સર થયેલી હતીએટલે 'કોના બાપની દિવાળી'ના ધોરણે ફિલ્મ નિર્માણના ખર્ચા પપ્પાનો માલ હોય એમ ઊડાડવાના નહોતા.

અહીં તો શશી કપૂર જેવો દાનેશ્વરી નિર્માતા મળી ગયો હતો અને ભોળા માણસે હંમેશની જેમ એના દિગ્દર્શકો પર વિશ્વાસ મૂકીને મનફાવે એવા ખર્ચા કરવાની છુટ આપી હતીપછી શ્યામભ'ઇ ઝાલ્યા રહેઆમે ય, 'મહાભારત'ને ધોરણે ફિલ્મમાં આટલી મોટી સંખ્યામાં કલાકારો લેવાયા હોયપછી દરેકને એક એક બબ્બે મિનિટનું ફૂટેજ આપવામાં વાર્તા ઉપર શેનું ધ્યાન રહે?

થૅન્ક ગૉડ... શશી કપૂરને જરા 'ગ્લોરીફાઇડ-એક્સ્ટ્રાજેટલું ફૂટેજ મળ્યું છેપણ વિલન અનંત નાગની જેમ વાર્તામાં એ બન્નેનું મહત્વ અન્ય કોઈ પાત્ર કરતાં વધુ મજબુત બન્યું છે.

નિર્માતા તરીકે શશી તદ્દન નિષ્ફળ ગયોએનું મુખ્ય કારણ એની ફિલ્મોના દિગ્દર્શકો ઉપર રાખેલો આંધળો વિશ્વાસ. ખુદ શશિ-પુત્ર કુણાલ કપૂરના કહેવા મુજબ, 'મારા પપ્પા જગતના સૌથી નિષ્ફળ નિર્માતા હતા. રાજ કપૂરની ફિલ્મ 'બૉબી'ની દિલ્હી ટેરેટરીના હક્કો શશીએ ખરીદ્યા હતા અને ફિલ્મ ચિક્કાર સફળ થઈ એમાં શશીએ ફિલ્મના એક્ટરો જ નહિનાનામાં નાના ટૅકનિશિયનોને પણ એ જમાનામાં અમૂલ્ય ગણાતા ટ્રાન્સિસ્ટર-રેડિયો ભેટ આપ્યા હતા.

નોર્મલીદેશ કે પરદેશમાં ફિલ્મોનું શૂટિંગ હોય ત્યારે શૂટીંગ સાથે જોડાયેલા નાના કલાકારો કે વર્કર્સ-સ્ટાફને સામાન્ય હોટલમાં સામાન્ય જમવાનું જ હોયએને બદલે શશીની એક ફિલ્મના સિંગાપુરના શૂટિંગ દરમ્યાન આ તમામને શશીએ દુનીયાની સૌથી ભવ્ય પૈકીની એક ફાઇવ-સ્ટાર હોટેલમાં તોતિંગ પાર્ટી આપી હતી (જે ખર્ચામાં એ જમાનામાં તો બીજી એક ફિલ્મ બની જાયએવું સંજના કપૂર કહે છે. શશિ-પુત્રી સંજના કપૂર પપ્પાને સમજાવી-મનાવીને થાકી ગઇ હતી કે, 'પપ્પા... આ લોકો માંગે એટલા પૈસાનો ધૂમાડો કરીને તમે પોતાની જાતને બર્બાદ કરી રહ્યા છો... પ્લીઝકાપ મૂકો.''

પણ હોલીવૂડની ફિલ્મોમાં માત્ર હીરો તરીકે પહેલો અને સૌથી વધુ સંખ્યામાં ફિલ્મો કરનાર આ 'ઈંગ્લિશ કપૂરમાટે અમેરિકાના વિશ્વવિખ્યાત અખબાર 'ધી ન્યૂયોર્ક ટાઈમ્સ'ના લૉરેન્સ વેન જેલ્ડર લખે છે : 'શશી હોલીવૂડની ફિલ્મોના સ્ટીવ મૅક્કવીન અને રૉબર્ટ રેડફોર્ડથી સહેજ પણ કમ નથી.તો જૅમ્સ બૉન્ડની ફિલ્મોના બૉન્ડ અને શશી સાથે ફિલ્મ The Deceiversમાં કામ કરીને ખૂબ ઈમ્પ્રેસ થઈ ગયેલા પીયર્સ બ્રોસનને ખુલ્લેઆમ કહ્યું હતું, ''શશી કપૂરનો ઇંગ્લિશ ઉપરનો કમાન્ડ હૉલીવૂડના કોઇ પણ એક્ટરની બરોબરીએ છે. એની ઍક્ટિંગ માટે તો મારા બારે દરવાજા ખૂલ્લા છે.

એક દ્રષ્યમાં શશીએ મારી સામે ફક્ત જોવાનું હતુંએ સ્માઇલ સાથે જોયુંએમાં તો હજાર શબ્દોના સંવાદો આવી જાયજે કેવળ શશીના લેવલનો એક્ટર જ કરી શકે.'' શશીની બીજી એક ઈંગ્લિશ ફિલ્મ Samie & Rosie Get Laidના પટકથા લેખક હનિફ કુરેશી લખે છે, ''રેસ્ટોરાંમાં શશી દાખલ થાય ત્યારે એવા શાહી અને દમામદાર હેન્ડસમ લાગે કે જોનારા બહુ આભા બનીને એમને જોયા રાખતાછતાં આવી ઘટના તેઓ સાવ સામાન્ય રીતે લઇ શકે... કોઈ ગર્વ વગર!''

પોતાના મોટાભાઈ રાજ કપૂર કરતાં ય થીયેટરને વધુ કમિટ થયેલા શશીએ ફિલ્મી કરિયરનો પહેલો દસકો નિષ્ફળતા અને હડધૂતીમાં કાઢ્યોપણ ફિલ્મ 'ચોર મચાયે શોરઅને 'આ ગલે લગ જા'ની તોતિંગ સફળતા પછી જે નિર્માતાઓ આજ સુધી શશીને ધૂત્કરતા હતાએ બધા શશીના દરવાજે સાચા અર્થમાં લાઈનો લગાવવા માંડયા કે, 'બાબાઅમારી ફિલ્મ પ્લીઝ... સાઇન કરો.'

ફિર ક્યાસિતારો રાતોરાત ચમક્યો હતો અને હાલત એ થઈ કેશશી કપૂરને અત્યાર સુધી મહિનામાં માંડ એકાદી ફિલ્મના શૂટિંગ માટે જવાનું હતું. એને બદલે રોજના ચાર ચાર સ્ટુડિયે-સ્ટુડિયે કરીને શૂટિંગો કરવા જવું પડતું. સગા ભાઈ રાજ કપુરની જ ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ'ના શૂટિંગ માટે પણ શશીબાબાટાઇમ આપી શકતા નહોતા ને આપે તો કલાકો સુધી સેટ પર પહોંચી ન શકેએનાથી ખીજાઇને રાજ કપૂરે શશીને કહી પણ દીધું કે, ''તમે લોકો (ઈવન ઝીનત અમાન પણ ખરી) ઍક્ટરો નહિ.... મુંબઇના રોડ પર ભાડે ફરતી ટેક્સીઓ છો. જે ગ્રાહક ટેક્સી ઊભી રખાવે એને માટે મીટર ડાઉન કરીને બેસાડી દેવાનો!

રાજ સા'બના આ ગુસ્સાથી શશીને ઘણું અપમાન લાગ્યું હતું અને 'સત્યમ શિવમ...'નું શૂટિંગ ચાલુ હતું ત્યારે ય કેટલોક સમય એણે રાજ સા'બ સાથ બોલવાનું બંધ રાખ્યું હતું.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી'નો જે કોઇ અંજામ આવવાનો હશેપણ ભારતની ઐતિહાસિક સમૃધ્ધિને પોતાની 'નવી સ્ટાઈલમુજબ ઉતારવામાં કથાના મૂલ સૅન્ટીમેન્ટ્સને ધ્યાનમાં તો અફકોર્સ રખાવવું જોઈએને એવું કાંઈ થાય તો અમારી ફિલ્મ ક્યાં વળી મહાભારતને અડકે પણ છેજુઓ પાંડવોના રાજાને બદલે અહીં મોટું ઔદ્યોગિક પુરણચંદ ફેમિલીકૌરવોની સાઇડ બતાવવા માટે ખૂબચંદ પરિવાર (કૌરવોનો અંગ્રેજી શબ્દ  K), અને એના કાકાના દીકરા પૂરણચંદનો અને પાંડવોનો P,  ધર્મરાજા યુધિષ્ઠિરને બદલે રાજ બબ્બરનું નામ ધરમ રાજમોડર્ન અર્જુનને બદલે ભરત (અનંત નાગ)એ જ ઢબથી ભિષ્મ પિતામહ ભીષમ ચાચાદ્રોપદી તરીકે રેખા સુપ્રિયાના કિરદારમાંજે પત્ની યુધિષ્ઠીરની હોવા છતાં રહસ્યમય બનીને અર્જુન (અનંત નાગ)ના પ્રેમમાં છેતો આ બાજુ બાણાવળી કર્ણ પણ એક જમાનામાં દ્રોપદીને પામી ન શક્યોએનો જીવ પૂરી ફિલ્મમાં બળતો દર્શાવ્યો છે.

શ્યામને વિશ્વાસ નહોતો કે રેખા એની સાથે કામ કરવાની કદી ય હા પાડશેપણ શશીના મનાવવામાં પહેલી ઑવરમાં જ માની ગઈ... આખરેશશી કપૂરે હિંદી ફિલ્મોની તમામ હીરોઇનો (ઈવન નંદા કરતાં ય વધુ) એવી ૧૮-ફિલ્મોમાં કામ કર્યું છે. શશીની પોતાની ઈચ્છા આ ફિલ્મમાં વિક્ટર બેનર્જી કરે છે એધનરાજનો રોલ કરવા માંગતો હતો અને પોતે કરેલો કરણસિંહનો રોલ અમિતાભ બચ્ચન પાસે કરાવવા માંગતો હતોજેને આવા રોલમાં ખાસ કોઈ દમ ન લાગ્યો એટલે ના પાડી.

છેવટે શશીબાબાએ બંગાળી ફિલ્મોના સુપરસ્ટાર સૌમિત્ર ચેટર્જીને આ રોલ સોંપવા ઈચ્છ્યોપણ એ ભ'ઈની તબિયતનો મામલો આડે ફાટયો માટે શશીએ પોતે કરવો પડયો. આ વાત કટાક્ષમાં હસીને શ્યામ બેનેગલ કહે છે, 'આ શશીની ગ્રેટનેસ છે. એ જાણતો હતો કે સૌમિત્ર કરતા એ પોતે હજાર દરજ્જે સારો હતો.'

'કલયુગ'માં પહેલી વાર કામ કરતા શ્યામના ભાઈ દેવ બેનેગલના કહેવા મુજબકરણ (શશી)ને ખબર પડે છે કેતેની મા કુંતિ છેત્યારે એ એટલો વિહવળ થઈ જાય છે કેરાત્રે પથારીમાં જન્મેલું બાળક માતાના ગર્ભમાં પાછું જતું રહેવા માંગતું હોય એમ શશીને તેના બિસ્તર પર સુવડાવીને ઉપરથી અમે શૉટ લીધો હતો જે આ હિંદી ફિલ્મોના આજ સુધીનો સૌથી સર્વોત્તમ દ્રષ્ય છે.

કલાકારો સેટ પર પહોંચે ત્યારે એકે ય ની પાસે ફિલ્મના સંવાદો ન હોય. વિક્ટર બેનર્જીને હિંદી બોલવા-સમજવાની તકલીફ હતી ને એને ઇંગ્લિશમાં લખેલા સંવાદો જોઈતા હતાજે મળતા નહોતા. આ બધા ગોટાળાઓને કારણે ફિલ્મ બની ત્યારે શશી કપૂરને ફિલ્મની પૂરી ખોટ રૂ. ૧૦-લાખની ગઈ... (આ રકમ ૧૯૮૧ની સાલમાં).

પાંડવ અને કૌરવ પરિવારો એકબીજાને ખલાસ કરવા વૈપારી છળકપટો રમી એકબીજાની જ કત્લેઆમ કરતા રહે છેતે બધું બન્યા પછી ફિલ્મ સાબિત શું કરવા માંગે છેસાર શું કહે છેતે સ્પષ્ટ થતું નથી. ફિલ્મની પટકથા અને પ્લૉટ 'મહાભારતકરતા જુદા છેપણ ફિલ્મના પાત્રો અને તંગદિલીની ક્ષણો 'મહાભારત'થી પ્રેરિત થયેલા છે.

શશિ કપૂર જેનિફર કૅન્ડલ-એક બ્રિટિશ સ્ટેજ આર્ટિસ્ટને પરણ્યો હતો. નાનકડા કરનકુણાલ અને સંજનાને જેનિફર ફિલ્મી દુનિયાથી દૂર જ રાખતી હોવાથી ઘરમાં ટેલીવિઝન પણ નહોતું. એ દિવસે, 'દૂરદર્શનપર સ્વ. પૃથ્વીરાજ કપૂર-સોહરાબ મોદીની ઐતિહાસિક ફિલ્મ 'સિકંદરદર્શાવાની હતી. શશી કપૂર બહારથી એક દિવસ માટે ટીવી 'ભાડેલઈ આવ્યો હતો. સંજના તો દાદાજીને જોઈને જ આભી બનીને ખુશીની મારી ચીસ પાડી ઊઠી, ''ઓહ ન્નો... પાપા બિલકુલ દાદાજી જેવા જ લાગે છે.''

તો આ બાજુ શર્મિલા ટાગોરે તો શશી સાથે સત્તાવાર પ્રેમમાં પડવા પૂરતું જ બાકી રાખ્યું હતું. શર્મીલાના કહેવા મુજબશશીથી વધારે હેન્ડસમ એણે બીજો કોઈ માણસ જોયો નહોતો અને લો કલ્લો બાત...! શમીલાની પહેલી ફિલ્મ શક્તિ સામંતની ફિલ્મ 'કશ્મિર કી કલી'ના શૂટિંગમાં અચાનક શશી આવી ચઢ્યો. શર્મીલા એટલી તો નર્વસ થઈ ગઇ કેએણે શક્તિ દા ને ના પાડી દીધી કેશશી છેએની હાજરીમાં હું શૉટ નહિ આપી શકું.શશી બાબાને જતા રહેવું પડયું. શશી અને શર્મીલાના સંતાનો નાનપણથી સાથે જ રમ્યા ઉછર્યા ભણ્યા છે.

શર્મીલાએ પોતે કીધેલી વાત મુજબએના પટોડી સાથે લગ્ન થયા તે પહેલા શર્મીલા 'અલવિદાઅને 'ખુદા હાફીઝકહેતા શીખી ગઈ હતીત્યારે આંખ મારીને શશીએ શર્મીલાને પટોડી બતાવતા કહ્યું, ''અલવિદા'' એને માટે... અને 'ખુદા હાફીઝમારા માટે!

શશી કૂપર સાથે ૧૪ ફિલ્મો કરનાર અમિતાભ બચ્ચનના જ શબ્દો અક્ષરશ: લઈએ તો, "Shashi-ji was an incredibly handsome man and suited such roles better."

આપણે ત્યાં 'ઘો મરવાની હોય ત્યારે...પછીના કોઇ શબ્દો આવે છે. શશીબાબાએ પોતાની જુનુન૩૬-ચૌરંગી લેનધી હાઉસહૉલ્ડર કે વિજેતા જેવી ફિલ્મો બનાવીને પૈસેટકે મોટી આફતો નોંતરી હતી. પણ એની ખાસ દોસ્ત શર્મીલા ટાગોરે ખેલદિલીથી કહ્યું હતું કેઆટઆટલી જંગી ખોટ જવા છતાં શશીએ કોઇનો પૈસો બાકી રાખ્યો નથી. દરેકને પાઇ-પાઇ ચુકવી દીધી હતી. એ જેન્ટલમેન સ્ટાર હતો.

'કલયુગ'ની આટલી મોટી સ્ટાર કાસ્ટ હોવાથી દરેક મોટા કલાકારને ૨૦-૨૫ સેકન્ડના જ રોલ મળ્યા છે. ક્લૉઝ-અપ તો શશી સિવાય અન્ય કોઇને મળ્યા નથી. સાઉથનો ખૂબ સારો ઍક્ટર અનંત નાગ અહીં ફિલ્મી ધોરણો મુજબ વિલન બન્યો છેતો કુલભુષણ ખરબંદાને સિસોટી વગાડવા સિવાયની કોઈ એક્ટિંગ આવી નથી. રેખા એ દર અડધા કલાકે સ્ક્રીન પર આવીને પોતે આ ઘરની 'બૉસછે, (એવું હોય કે ન હોય...) એવો પ્રભાવ છાંટયો છે. અનંત નાગને આપણે જોયો છે ત્યાં સુધી વિલનના કિરદારો કર્યા છેપણ એ સ્ક્રીન પર આવે તો ગમે છે.

અમરીષ પુરી અહીં સીધોસાધો 'બેટી કા પિતાબનીને અર્થ વગરના સંવાદો બોલે જાય છે. સુપ્રિયા પાઠકને ધૂમધામ સેક્સ ખરબંદા સાથે ફિલ્મના પરદા ઉપર પણ માણવા મળ્યું છે. અમદાવાદને ગમે એવું એક સુંદર પાત્ર શ્યામ બેનેગલે મૂકાવ્યું છે, 'રાજશ્રી સારાભાઈ', જે વિક્ટર બેનર્જીની પત્ની બને છે. જો કેએને જ્યારે સ્ક્રીન પર આવે ત્યારે કોલગેટ સ્માઇલો આપે રાખવાનું છે... એક્ટિંગ-બેક્ટિંગ કરવાની આવી નથી.

શશી કપૂર જેવી અનોખી ફિલ્મી હસ્તિએ આપણી વાત તો પછીની છે... બાકીના હીરોલોગને પણ એણે સ્ટાયલિશ કપડાં પહેરતા શીખવ્યું. પ્રારંભથી છેલ્લ્લે સુધી એની કોઈ પણ ફિલ્મમાં સફેદ કપડાં હોય જ. હિંદી ફિલ્મોમાં હાફ-સ્વીવ્ઝની જર્સીઓ ગુંડા પહેરતા-એ એમની ઓળખાણ હતી.

પણ શશીએ એના ફિગરને શોભે એવી બેનમૂન જર્સી કે સ્વેટરો પહેરીને ભલભલી હીરોઇનોને ઢાંકી દીધી. એની બૉડી-લેન્ગ્વેજમાં સ્ફૂર્તિ હતી. દાખલો સ્થૂળ લાગે પણ મારામારીના દ્રષ્યોમાં વિલનને 'ફૂલ-બ્લડેડ પંચશશી મારતો. બીજા હીરાઓ પોતાની છાતી પાસે કોણી રાખીત્યાંથી મુક્કો મારવાનો પ્રારંભ કરે. શશી મારતો હોય તો તમને વધુ વાસ્તવિક લાગે.

'વક્તજેવી ફિલ્મના ગંભીર રોલમાં એ તમને સ્વચ્છસંસ્કારી અને 'વૅલ-બીહેવ્ડડ્રાયવર લાગે તો 'હસિના માન જાયેગી'માં એવો જ છેલબટાઉ કૉલેજીયન પણ લાગે. એની ચાલ ઉપર ફિદા થઇ શકાય એવું હતું. એ આપણી કમનસીબી ખરી કેઅત્યારે અને હવે પછી આવા તમામ હીરો શક્ય છે વધુ સુંદર હોયપણ ગ્રેસ જાળવીને સ્ટાયલિશલી હૅન્ડસમ તો કાયમ માટે આપણા શશી બાબા જ રહેવાના.