Search This Blog

10/02/2010

તમારા ઘરમાં કેટલા પુસ્તકો છે ?

વચમાં એક લેખકે ગુજરાતના સાહિત્યકારોને પ્રશ્ન પૂછ્યો હતો, ‘‘તમારી અંગત લાયબ્રેરીમાં કેટલા પુસ્તકો ?’’

જવાબ તો બધાએ યથાશક્તિ આપ્યો હતોપણ જે સાહિત્યકારોને આ રીતે પણ મોટા ગણાવવું હતું. તેમના જવાબમાં ઘણી ભવ્યતા દેખાઇ આવતી હતીઅને કેટલાકે તો ‘‘ઓહ...હશે કોઇ ૪-૫ હજાર !’’ એવો જવાબ લખી માર્યો હતો.

એક લેખકના ઘરમાં ૪-૫ હજાર પુસ્તકો...?? ખૂબ અંજાઇ જવાય એવી વાત છે ને એક તો એ લેખક હોવા છતાં આટલું મોટું મકાન કઇ કમાણી ઉપર ઉપાડી લાવ્યો હશે કેજેમાં ૪-૫ હજાર પુસ્તકો સમાવી શકાયએની ગતાગમ ન પડે.

બીજો પ્રશ્ન : એક પુસ્તકની સરેરાશ કિંમત રૂ.૧૦૦/- ગણીએ તો ૪-૫ હજારનો ખર્ચો જરા ગણી જુઓ તો કેટલો આવે સહેજે રૂ. ૪-૫ લાખ થઇ ગયા આ તો વાચકોને ખબર ન હોયએટલે ભાંડો ફોડી નાંખું છું કેગુજરાતના એકે ય લેખકને એની લખાણપટ્ટીના મહિને સરેરાશ રૂ. ૫,૦૦૦/-થી વધારે શકોરૂં ય મળતું નથી. (આ તો મોટા લેખકોની કમાણીની વાત છે...જેમનું હજી બહુ નામ થયું નથીએવા નવોદિત લેખકોને તો વર્ષના બે હજારે ય મળતા નથી...એમાંના ઘણાને સામેથી આપવા પડતા જરૂર હશે !) પછી એ કૉલમ લખવાની આવક હોયકે બહાર પડેલા એના પુસ્તકોની ટોટલ રૉયલ્ટી. તમે જે કોઇ મોટા લેખકને ઓળખતા હોતે પણ આટલી આવકમાં આવી ગયો.

અમેરિકાના લેખકો પોતાના પુસ્તકોની રૉયલ્ટીમાંથી એટલું કમાય છે કેએમાંના કેટલાક પાસે પોતાની માલિકીના પ્રાયવેટ ઍરપૉર્ટ અને વિમાનો હોય છે. (અહીં તમે ધારો તો મજાક કરી શકો છોગુજરાતી લેખકોની પ્રાયવેટ માલિકીનું શું શું હોય છેતે મુદ્દે...!) અમેરિકાના વાચકો ખુશ થાય તો એમના પ્રિય લેખકને કાર કે બંગલો ગિફટમાં આપી દે છે. આપણે ત્યાં વાચક ઘરે આવ્યો હોય તો સાલા ઘરઘાટીને ય ઉપાડતા જાય છે...!

બીજી વાત. ગુજરાતનો માંડ એકાદ અપવાદ બાદ કરતા કોઇ સાહિત્યકાર ખાધે-પીધે સુખી ઘરનો નથી. (ખાધે’ તો કદાચ ૪-૫ ટકા ય સુખી હશેબાકી પીધે’ તો બધા મફતીયાઓ હોય છે...! એમને પીવડાવનારા પીધે’ દુઃખી થઇ જાય છે !) મોટા ભાગના સાહિત્યકારો લૉઅર-મિડલ કલાસમાંથી માંડમાંડ બે પાંદડે થયેલા છે અને આ બે પાંદડે એટલે પોતાના ખર્ચે ગાડી ખરીદી શકે એટલા નહિ. ગાડી લઈ આવ્યો હોય તો એની બીજી કોઇ આવકના જોર પર. હિસાબ સીધો છે. ખાધે-પીધે સુખી ઘરનો હોય તો લેખક બનવાની જરૂરે શી પડે બેઠો બેઠો ધીકતી કમાણી ન કરે ?

મતલબ કેઆ રૂ. ૪-૫ લાખ પુસ્તકો પાછળ ખર્ચવાની વાતમાં ગોટાળો મોટો છે. ઍક્ચ્યૂઅલી થાય છે એવું કેમોટા ભાગના લેખકોને પુસ્તકો મફતમાં મળે છે. કાં તો નવો લેખક આની પાસે પોતાના પુસ્તક વિશે ક્યાંક બે લાઇનો લખાવવાની લાલચે ભેટ આપી જાય ને કાં તો પ્રકાશકો અવલોકનાર્થે’ મોકલાવે. આ આપણો મોટો લેખક ગાન્ડો થોડો થઇ ગયો છે તે એમાંનું એકે ય પુસ્તક વાંચે ઇચ્છા હોય તો ય મફતમાં એટલા બધા પુસ્તકો આવતા હોય કેપ્રૅક્ટિકલી એ વાંચી ય ન શકે. બસ. એમાં આંકડો પેલા ૪-૫ હજાર પુસ્તકો ઉપર પહોંચ્યો હોય અને ઘેર આવેલાને આંજી નાંખવા માટે ડ્રૉઇંગ-રૂમની દિવાલો પર પુસ્તકો પૂરતા છે. દિવાલને રંગરોગાન કરાવવા કરતા પુસ્તકો ઈન્ટરીયર-ડૅકોરેશનમાં સસ્તા પડે. (સસ્તા...?? આઇ મીનમફતમાં પડે !)

બીજી વાત. માની લો કેઅંગત લાયબ્રેરીના તમામ પુસ્તકો એણે વાંચ્યા છેતો સવાલ થયો કે હજી રાખી કેમ મૂક્યા છે એ કાંઇ બીજી વાર વાંચવાનો તો નથી. આવું બઘું વાંચવાઘરમાં એના જેવા બીજા નવરા ન હોય. આ કોઇ સીડી કે MP3 નથી કેવારંવાર સાંભળવાના કામમાં આવે. રૅફરન્સ-બૂક્સ સમજ્યા કેરાખી મૂકવી પડે. એની જરૂર પડે. પણ બાકીના પુસ્તકો એમને એમ જીંદગીભર પડ્યા રહેવાના છેએ જાણવા છતાં કોઇ જરૂરતમંદ વાચક કે લાયબ્રેરીને ભેટ કેમ આપી દેતો નથી સાલાતેં પૈસા ખર્ચ્યા નથી. તું વાંચવાનો નથી કેઠાઠઠઠારો કોઇને બતાવવા થાય એટલેતું એને પસ્તીમાં ય આલી દેવાનો નથીતો શું કામ ખોટો દંભ કરશભાઆય...?

આ લોકો મૂંઝાઇ ત્યાં જાય છેજો ઘરમાં પુસ્તકો ન દેખાય તો પ્રજા એને સાહિત્યકાર કેમ માનશે એમાં કોઇ સાહિત્યિક પ્રવચનમાં બીજા કોઇ લેખકે આના સંદર્ભમાં મંચ પરથી કીઘું કે, ‘‘તેઓશ્રીનું ઘરએટલે જીવતું જાગતું પુસ્તકાલય...! અહોઅહોઅહો....! કેટલા માતબર પુસ્તકો છે એમને ત્યાં...!’’ બસ. કોઈ આવા વખાણ કરેએટલે પૈસા વસૂલ.

અચ્છા. મેહમાનોને દેખાય એવા પુસ્તકો પાછા કોઇ ઑર્ડિનરી ન હોય...પ્રભાવ પડે એવા હોય... (શું પડે એવા હોય જવાબઃ પ્રભાવ પડે એવા હોય ! જવાબ પૂરો) મેહમાનો જોઇ શકે શૉ-કૅસમાં તમે અંજાઇ જાઓએવા એવા વિષયના પુસ્તકો લટકતા હોય. જે. કૃષ્ણમૂર્તિબર્ટ્રાન્ડ રસેલ કે ઍરક્રાફટ-મિકેનિઝમ’ નામના પુસ્તકો જોઇને સાલી હેડકી આવે કેઆવડો આ અત્યાર સુધી તો વાચકોને બનાવતો હતો...અચાનક વિમાન બનાવતો ક્યારથી થઇ ગયો તારી ભલી થાયચમના....!

અહીં લેખક થઉ-થઉ કરતા મજૂરોને સૂચના કેસારા તો જાવા દિયોપણ જાણિતા લેખક થવું હોય તો ફોરેનના સાહિત્યકારો-કવિઓના નામો ગોખી જ મારો. તમારા લખાણોમાં વિધાઉટ-ફૅઇલ પરદેશના સર્જકોના નામો ઝળકવા જરૂરી છે. અલબત્તએ સીસ્ટમ થોડી જૂની થઇ ગઇ છેકારણ કેપરદેશમાં ય હમણાં હમણાંથી કોઇ નવા સર્જકો બન્યા નથીએટલે એકના એક નામો લઇને બૉર થઇ જવાય છે. સોસ્યૂરચોમ્સ્કીકાફકામોલિયર કે શૅક્સપિયર શું કહેતો હતોએનો ઉલ્લેખ પોતાના પ્રવચન કે લેખમાં કરવો પણરણછોડભઇ મફાભઇ પટેલ શું કહેતા હતાતેનો કોઇને અણસાર ન આવવા દેવો. (રણછોડ કેતો તો કેઆપણા ઍરિયામાં બે દહાડા વીજળી બંધ છે....!)

ભારે દોડધામ અને હૈયાવરાળો પછી ગુજરાતી કાવ્ય અને ગઝલ સાહિત્યમાં નવો શબ્દ મળી આવ્યો છેજે હરકોઇ ગુટખાની માફક વાપરે રાખે છે. શબ્દ બહુ અંજાઇ જવાય એવો છે. એના અર્થની મને ખબર નથી-રિક્તતા. આ રિક્તતા’ જ્યાં સુધી તમારી કવિતા ગઝલમાં ન આવેત્યાં સુધી તમે કોઇ સાયકલ-મીકેનિકે ય ન ગણે...ગઝલકાર તો બહુ દૂરની વાત છે. હજી સુધી એકપણ ગુજરાતી કવિડો જન્મ્યો નથીજેની રચનામાં તમને કૂંપળ’ જોવા ન મળે. મોટી થઇને એજ કૂંપળ હળકડી બને છેફૂલ બને છેઘાસ બને છેએમાંનું કાંઇ જોવાની જરૂરત નથી-કૂંપળ આવવું જોઇએ. ગુજરાતીમાં મૌલિકતાનો ખૂબ ખ્યાલ રખાય છે-બીજાની મૌલિકતા...બીજાની રિક્તતા.

હા. એક બીજો ખ્યાલ પણ રાખવાનો. સાહિત્યજગતમાં તમને કોઇ મોટો હોદ્દો-બોદ્દો મળે...(આ બોદ્દો’ શબ્દ અત્યારે જ આપણે શોધેલો છે. નવોદિત કવિઓને એમની સંરચનાઓમાં મારો આ બોદ્દો’ વાપરવાની મારી અનુમતિ છે...રચના’ અને ‘સંરચના’ વચ્ચે શો ફેરએ મને ખબર પડશે તો તમને જણાવી દઇશ !!!) તો સમગ્ર સાહિત્ય-જગત અંજાઇ જાય તમારી નમ્રતા ઉપરએવું નિવેદન હોદ્દો સ્વીકારતા પહેલા આપી દેવાનું કે, ‘‘મારી તો લગીરે ઇચ્છાખેવના કે મહત્વકાંક્ષા આ સ્થાન શોભાવવાની નહોતી. પણ મિત્રોનો આગ્રહવાચકોનો પ્રેમ અને આ બાજુ મારી કેડનો દુઃખાવો...મારે કમને આ સ્થાન સ્વીકારવું પડ્યું...!’’

તમે સાહિત્યકારોને રૂબરૂ મળો તો રાજકારણીઓ ઓછા દંભી લાગશે...!

સિક્સર
એક રીક્ષાની પાછળનું લખાણ વાંચીને હું ખડખડાટ હસી પડ્યો,
‘‘આવો તો વૅલકમજાઓ તો ભીડ કમ.’’

No comments: