Search This Blog

17/02/2010

ખોટાં બેસણાંમાં

ઘણાં ભાવકોને હજી બીજાના બેસણા ઉપર સરખો હાથ બેઠો ન હોવાથી પ્રવર્તમાન બેસણાં પદ્ધતિને તેઓ સમજી શક્યા નથી અને લોચા મારીને આવે છે.

પ્રસ્તુત ભાવલેખમાં નવોદિત બેસણાંકારોને તાલીમ આપવાનો નમ્ર પ્રયાસ થયો છે. (બેસણાં દરમ્યાન મોંઢા પર રાખવાના હાવભાવો દર્શાવતા કલર- ફોટોગ્રાફ્સની રંગીન પુસ્તિકા માટે આજે જ અમારું સૂચિ-પત્રક મંગાવો.)

(૧) તમે જાઓ તો એવી રીતે જાઓ કેબહારવટે આવ્યા છો કે બેસણાંમાંતેની એટલીસ્ટ શોકગ્રસ્ત પરિવારજનોને ખબર પડવી જોઈએ. આમાં રૂમઝુમ કરતા જવાય નહિ. તમારા ચેહરા ઉપર શોક અંદર બેઠા હો ત્યાં સુધી દેખાવો જોઈએ. બેઠા પછી બાજુવાળો કોક ઓળખીતો નીકળે. તો રાજી થઈને એના ખબર અંતર ન પૂછાય, ‘આહા... તમે અહીં ક્યાંથી ? બહુ વખતે મળ્યા...!’ તમને એ ખબર હોવી જોઈએ કેપેલો અહીં બેસણું છે માટે આવ્યો છે. રમી રમવા નથી આવ્યો. તમારો બીજો સવાલે ય અભદ્ર છે. પેલાના નસીબ એટલાસારા છે કેએ તમને બહુ વખતે મળ્યોરોજેરોજ બેસણાંમાં જવાનો એણે વાર્ષિક પાસ કઢાવી ન રાખ્યો હોય કેએ રોજેરોજ મળે.

(૨) બેસણામાં બેસવાની એક સ્ટાઇલ હોય છે. રાત્રે બંધ દુકાનના ઓટલે ઢીચણ ઊંચો કરીને હાથના ટેકે બેઠા હોએમ અહીં ન બેસાય. અહીં કેવી પલાઠી વાળીને બેસવુંબેઠાબેઠા નીચે પાથરેલી ચાદર તરફ શોકગ્રસ્ત નજરે જોયે રાખવુંકેટલીવાર બેસવું તેમજ ઊભા થતી વખતે બાજુમાં બેઠેલાના પગના આંગળા ચગદાઈ ન જાય તેનું ઘ્યાન કેવી રીતે રાખવું. તે સમજી લેવું જરૂરી છે. કેટલાક લોકો બેસણાંમાં અદબ વાળીને ટટ્ટાર બેઠા બેઠા બધા આવતા- જતાને જોયે રાખે છે. જોતી વખતે એમના ભાવ બરોબર હોતો નથી. કેમ જાણે એમને નવાઈઓ લાગતી હોય કે, ‘ અહીં ક્યાંથી ? આના બેસણાંમાં તો હું જઈ આવ્યો છું.’ આ પદ્ધતિ બરાબર નથી.

(૩) મરનારનો ફૂલ ચઢાવેલો ફોટો જોઈને એમના તેજઐશ્વર્ય અને પ્રભાવના વખાણ કરો- ખોડ ન કરોબેઠા પછી વાંકા વળીને બાજુવાળાને એવું ન પૂછાય કે, ‘સદ્ગત મૂછો ઉપર બી મેંહદી લગાવતા હતા. નહિ ?’ આ સવાલ તેઓ જીવિત હતા ત્યારે પૂછી લેવો જોઈએ. સદ્ગત તો આંખોની ભ્રમર ઉપરે ય હેરડાઇ લગાવતા હોય તેનું આપણે શું કામ છે ? આ તો એક વાત થાય છે.

(૪) ઘેર મળવા ગયા હોતો પહેલા એ જાણી લો કેમરનારના જવાથી ઘરના બધાને પારાવાર દુઃખ થયું છે કેએ લોકો ડોહાથી માંડ છૂટ્યા છેએની કળ વાળીને બેઠા છે ? ઘણાંના ઘેર આવું થતું હોય છે કેઘરવાળા તૂટી ગયા હોયડોહો છેલ્લા ૪- ૫ વર્ષથી પથારીમાં પડ્યા પડ્યા, ‘‘આજે જઉં છું... કાલે જઉં છું...’’ના દિલાસા આપી આપીને ખેંચે રાખતો હોયએની જ ઉંમરનાએની ખબર કાઢવા આવનારાઓ સમજી- વિચારીને આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળ્યા હોય ને આવડો આ હજી ટટ્ટાર બેઠો હોય. એની સારવારમાં ઘર આખાની આવક અને બચત હજમ થઈ ગઈ હોય. જેટલું ટકેએટલો ખર્ચો જ હોય. કોઈ બહાર ન બોલે પણ, ‘હવે કાકા છૂટે તો સારું...’ એવા નિહાકા ઘર આખું ખાતું હોય. હકીકતમાંડોહો ફાઇનલી ઉપડે ત્યારે આખું ઘર એની બૉડી પચ્ચીસવાર ચેક કરી લે કેડોહો આખો મર્યો છે કેશરીરના કોઈ અંગમાં થોડો જીવે ય બાકી રહી ગયો છે ? આખો ના મર્યો હોયને બે-ચાર અવયવો હજી ચાલતા હોયતો ય ફફડાટ પેસી જાય. ખાત્રી થાય કેહવે ખેરખર ગયો છેપછી જ એ લોકો પંચમહાભૂતોને બોલાવે. એ લોકોએ આને પાછો પોતાનામાં વિલીન કરવો હોયએટલે પાંચે મહાભૂતો નગરપાલિકાની જન્મ મરણની નોંધણી કચેરી થઈને આવે. ખોટો ધક્કો ના પોસાય.

(૫) દાખલ થતાં પહેલાં જક્યારે ઊભા થવાનું છેતેની ગોઠવણ વાઇફ સાથે પહેલેથી કરી લેવી. મહી બેઠા પછી વાઇફને ‘છીછ... છીછ...’ વાળા સિસકારા મારીને નહી બોલાવવાની. એને બદલે કોઈ બીજી ઊભી થઈ જાય તો તકલીફમાં તમે આવી જાઓ. આટલા માટે જબેસણામાં નજરના બાણ મારીને વાઇફને ઉભા થવાનું નહિ કહેવાનું. બાણોનું કંઈ નક્કી ન કહેવાય. વાઇફને સમયસર ઊભી કરવાનો એક કોડ-વર્ડ રાખી લેવો સારો.

(૬) બની શકે કેમરનાર વિશે તમારી પાસે કોઈ બાતમી પાકી ન હોય તો ભૂલમાં ખોટા બેસણામાં જઈ ચઢો. પહેલો ઝાટકો તો સદ્ગતના ફોટાને જોઈને જ લાગે કેમરતા પહેલા તો કાકા પુરુષ હતા... મર્યા પછી સ્ત્રી કેવી રીતે થઈ ગયા ? અત્રે યાદ રહે કેખોટા બેસણે ચઢી બેસવાની તમને ખબર પણ પડે તો ય શોક તો સાચી જગ્યાએ કરવો. તમારા વાળી પાર્ટી ન મરી હોય ને અહીં ફોટો બીજાનો હોય તો ચિંતા નહી કરવાની હવે તો ખિસ્સે ખિસ્સે મોબાઇલ થઈ ગયા છે. ત્યાં બેઠા બેઠા જ પૂછી લેવાનું કે, ‘આપણાવાળા ભાનુકાકા છે કે ગયા... ?’ ઘ્યાન એ રાખવાનું કેસામે છેડે ફોન ઉપાડનાર ભાનુકાકો પોતે ન હોય.

ખોટા બેસણાંમાં જઈ ચઢવાનો મોટો ફાયદો એ થાય છે કેત્યાં આપણે સાચો શોક કરવો પડતો નથી. મોંઘાભાવની શોકની બચત થાય છે અને ખરે વખતે એ જ શોક વાપરી શકાય છે. વળીઆવા બેસણામાં આપણું કોક ઓળખીતું આપણને જોઈ ગયું તો છાપ સારી પડે છે કે, ‘જોયું ? અશોક દવે કેવા વ્યવહારૂ છે... સાવ નામની જ ઓળખાણ હશેતો ય આવા પ્રસંગે હાજર થઈ ગયા ને ?’

(૭) અલબત્તહવેના મોડર્ન બેસણાં સવારે ૮થી ૧૦માં ભરાયએને જ નથી ગણતાતમે એ વખતે ન જઈ શકો તો ‘અમે રહી ગયા ને તમે લઈ ગયાનો ખેદ વ્યક્ત કરવા લોકોને આવું જ એક બીજું બેસણું ગોઠવી દેવાની ફર્માઇશ કરી શકાતી નથીપણ અઠવાડિયામાં તમારી અનુકૂળતા મુજબ જઈ આવવાનું હોય છે. ‘નેકસ્ટ’ ટાઇમ આમાં ફોર્માલિટીને બદલે તમારો અંગત ‘ટચ’ આપવાની ભાવના રહેલી છે. અહીં બેઠા પછી પૂછવાપાત્ર થતા સવાલોનો સેટ બજારમાં તૈયાર જ મળે છે. ૧. કાકાને શું થયુંતું ?, ૨. માંદા હતા ?, ૩. ઉંમર કેટલી હતી ?, ૪. આ ત્રીજો એટેક હશે... નહિ ?

યાદ રાખો. આવી વિઝીટોમાં એટલો જ શોક વ્યક્ત કરોજેટલો એ લોકોને લાગ્યો હોય.

(૮) વાઇફને સાથે લઈ જતી વખતે ખાસ ઘ્યાન રાખવાનું કે એ આર કરેલી કડકકડક સફેદ સાડી પહેર્યા પછી વાળ છૂટા ન રાખે. બેસણામાં તમારી વાઇફફિલ્મ ‘કોહરામાં પર્વતની ટોચ ઉપર આંટા મારતી વહિદા રહેમાન જેવી ન લાગવી જોઈએ.

(૯) કદી કોઈના પણ બેસણાંમાં ઉભા થતા થતા, ‘‘ચલો ત્યારે.... હજી બીજા બેસણાંમા જવાનું છે... ફરીવાર આવું કંઈ હોય તો કહેવડાવજો...’’ આવું ન બોલાય. એવી જ રીતે રાજ કપૂર ભલે કહી ગયા કે, ‘મેહમા જો હમારા હોતા હૈવો જાન સે પ્યારા હોતા હૈ... હોઓઓ’ બેસણામાં કદાપિ ચા-પાણીની અપેક્ષા રાખવી ન જોઈએ. અલબત્તએ લોકોને આઘાત બહુ ભારે લાગ્યો હોય અને બધાના ગયા પછી અંદર ‘ડ્રિન્ક્સ’ રાખ્યું હોયતો ના ય ન પાડવી.

(૧૦) બેસણાંમા તમારી બાજુમાં બેઠેલા અજાણ્યા સાથે સવાલ- જવાબોમાં ન ઉતરી પડવું. મને એનો માઠો અનુભવ છે. ‘આપ... ? આપ કોણ... ?’ એવું મારી બાજુવાળાએ મને વાંકા વળીને પૂછ્યું. મને એમ કેઆ લોકોના બસણામાં ખરખરો કરવા આવનારે ફૉર્મ-બોર્મ ભરવાનું હશેએટલે મેં કહ્યું, ‘હું અશોક...
જી આપ શું કરો છોઅશોકભાઈ ?’

જીમારે નારોલ અને વટવામાં દેસી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ છે...

જી.... ???’

 વધારાનું ‘જી’ બોલાઈ ગયું પછી એ બીજું કાંઈ બોલ્યા વિના ઊભો થઈ ગયો અને સીધો ફોટાવાળા પાસે પહોંચ્યો. કાનમાં કંઈ બોલ્યો હશેએટલે ઝભ્ભાવાળો બેઠો બેઠો ઊંચો થઈ ગયો. દસ મિનિટમાં આખું બેસણું સમેટાઈ ગયું.

સિક્સર
પાકિસ્તાની ક્રિકેટરોનું ઇંગ્લિશ... તોબા- તોબા... અને એમાં ય ઇન્ઝીભાઈ... ઇન્ઝમામ-ઉલ-હક્ક ? મેચ જીત્યા પછી કમૅન્ટેટર શું પૂછશે. એનો અંદાજો હોય એટલે કોઈને પૂછીને સ્ટાન્ડર્ડ જવાબ તૈયાર રાખ્યો હોય પણ ટોની ગ્રૅગે ઇન્ઝીને જુદો જ સવાલ પૂછ્યો, ‘‘વાહ ઇન્ઝી... તારી વાઇફ બીજી વખત પ્રેગનન્ટ બની છે. તમને ખૂબ આનંદ થતો હશે...’’

ઇન્ઝીનો જવાબ: ‘‘થેન્ક્સ ટૉની... ઑલ ક્રેડિટ ગોઝ ટુ બોયઝ... બધાએ ખૂબ મહેનત કરી હતી... ખાસ તો આફ્રિદીએ. એ દાવ લેવા ગયો ત્યારે સીચ્યુએશન જરા ટાઇટ હતી. પણ ઇન્શાઅલ્લાહ... બઘું અમારા કોચની નજર હેઠળ હતું અલ્લાહને ચાહા તો દુસરી બાર ભી હમ સબ જોર લગા કે ઐસા હી રીઝલ્ટ લાયેંગે...!’’

No comments: