Search This Blog

13/04/2011

પ્રેમઘાટ લે ચલો સજનવા

આપણા દેશના સંસ્કાર મુજબ પ્રેમલા-પ્રેમલી જ નહિ, ખુદ પતિ-પત્ની પણ જાહેરમાં કે પોતાના ઘરમાં દીકરા-દીકરીની હાજરીમાં એકબીજાને અડતા નથી. એટલે કે, પ્રેમની અભિવ્યક્તિ અડમઅડી કરીને થઇ શકતી નથી. આજુબાજુ કોઇ નથી એની સૉલ્લિડ તપાસ કરી લીધા પછી ગોરધન માંડ પેલીના ખભે હાથ મૂકવા જાય ત્યાં જ કબાટની પાછળથી આખેઆખી બા નીકળે ને પાછી ખીજાય.

અડઘું તો, બાઓના ખૌફને લીધે ભારતના મોટા ભાગના ગોરધનો એમની વાઇફને દિવસભર બહેનસમજીને જ આયખું ખેંચી કાઢે છે. એ પોતાના બે રૂમ-રસોડાંના ફ્‌લેટને પિંજરૂં સમજીને જીવે જાય છે,

ૐેંહ્લછ[ઝય દ્વય હ્લછરુફ ઝય, ઽયઝ્‌ ઝ ઝ [્‌ઝય દ્વ્‌યપ્...ર્ ં્‌યહ્ય્‌યહ્ય્‌યહ્ય્‌ય!
દ્ધર્‌ંઝ યિં જ્જ્‌ઊં્‌યૈ્‌ ર્ઝંય ઽઢ, ગ્ફઽઝ-ગ્ફઽઝ ઝ્‌યપ્ય,ર્ ં્‌ય ઽયઝ્‌ ઝ ઝ [્‌ઝય દ્વ્‌યપ્...!

ભારતનું મિડલ-ક્લાસ કપલ સૃષ્ટિનું નવસર્જન કરવા કયે ગામ જતું હશે, તેની જાણ માહિતી ખાતાવાળાને ય નથી. પરિવાર સાથે રહેતા નાનકડા ફ્‌લેટમાં પગ મૂકવાની જગ્યા ન હોય, પણ બાળક મૂકવાની જગ્યા થઇ પડે! પણ એની પૂર્વતૈયારી રૂપે, બીજું બઘું તો જાવા દિયો... વાઇફને આઇ લવ યૂકહી શકાય, એટલી પ્રાયવસી હોતી નથી. અરબી ઘોડા જેવા હૈયામાં અરમાનો હણહણતા હોય, ‘તોડી નાંખ તબલાં ને ફોડી નાંખ પેટીની રામઘૂન લાગી હોય, બન્ને આંખના ઈશારે ધુસપુસ કરતા હોય, પણ નાનો ટેણીયો જોઇ જાય એમાં પોણી બાજી બગડી જાય અને ધુસપુસનું ય રીઝલ્ટ શું? બીજો રૂમ હોય તો ઈશારો કામમાં આવે કે, ‘‘તું જા... હું આવું છું..!’’ આ લોકો માટે રૉમેન્ટિક ગીત પણ કરૂણ બની જાય

ૐૐ[્‌પ્ય ઽ્‌ય [્‌પ્ય ર્દ્વં્‌છ, િંઊંઙ્ગયઙ્મ્‌ દ્વ્‌સઝ ર્પ્ં્‌છ, ીગ્ઝય ેંલ્ દ્વફ ઙ્ગઢદ્ધ્‌છ...ર્ ં્‌યહ્ય્‌યહ્ય્‌ય...હ્ય્‌યહ્ય્‌ય!’’ 

આપણે તો જોવા નથી ગયા પણ કહે છે કે, જંગલમાં વાઘ-સિંહને આવી તકલીફ પડતી નથી. મારે જંગલમાં રહેવાનું નહિ, એટલે મારે નીચે મુજબની તકલીફ પડી હતી.

૭૬-માં મારા લગ્ન થયા, ત્યારે ખાડીયાના ખત્રીપોળવાળા ભાડાના મકાનમાં દસ-બાય-દસના ટોટલ બે રૂમમાં અમે રહેતા. હકી તો મોટા ઘરમાંથી આવી હતી. મારે કોઇ ભાઇ-બેન નહિ, પણ માં-બાપની ઉપસ્થિતિમાં હું શમ્મી કપૂરને બદલે રાજેન્દ્ર કુમાર બની જતો અને એ નૂતન... ઠંડીગાર! એ જમાનામાં સ્ટુડિયોમાં પડાવેલા અમારા બન્ને ફોટા જુઓ તો રાજા ભરથરી અને મહાસતિ પિંગળાના ભવાઇવાળા ફોટા પડ્યા હોય એવું લાગે છે. બે વાર તો સ્ટુડિયોવાળો બગડ્યો કે, ‘‘આમ સગા ભાઇ-બેન માતાજીની આરતીમાં ઊભા હોય, એમ શું ઊભા રહ્યા છો...? જરા રૉમેન્ટિક બનો. એકબીજાની નજીક ઊભા રહો..!’’ 

લગ્નની શરૂઆતના ૩-૪ મહિના આવા ટચુકડા મકાનમાં સહન કરી લીધા પછી હકી અકળાઇ કે, ‘‘અસોક... આપણે તો વાતું ય કરી સકાતી નથી... હાલો, કોક હોટલમાં જાંઇને બેસીએ...!’’ 

હું ટાઉન હૉલના કમ્પાઉન્ડમાં એ વખતે આવેલી એક રેસ્ટોરાંમાં બેસવાની વાત કરતો તો એ ના પાડે કે, ‘‘તીયાં તમારા ભાયબંઘુ ગુડાણા હોય... આપણને કોઇ વાતું ય નો કરવા દિયે!’’ 

આમ તો એની વાત સાચી હતી પણ, બપોરના ટાઇમે કોઇ ન હોય, એવી મારી ગણત્રી. એ જમાનામાં સ્ટેજ-કલાકારો અને કવિઓ/લેખકો ત્યાં મળે. પણ બપોરે કોઇ ન હોય. પણ હું હવે ભૂરાયો થયો હતો. અમે ત્યાં જ ગયા. સામસામે બેઠા કારણ કે હજી સમાજ એવી પરવાનગી આપે એવો નહતો. હૉટેલના વૅઇટરની નજરમાંથી ઉતરી જવા કરતા વાઇફની નજરમાંથી ઉતરી જવું સસ્તું પડે. પેલો બીજી વાર બેસવા ન દે... કોકવાર કોક બીજીને લઇને આયા હોઇએ, તો ય ના બેસવા દે. આ લોકોના સંસ્કાર બહુ સારા ન કહેવાય. ટીપ આલવાનો રિવાજ એમની ઉપર બહુ પ્રેમો ઊભરાઇ આવવાને કારણે નથી પડ્યો....! આ તો એક વાત થાય છે. 

હકીને ગમ્યું તો નહિ, પણ આપણને એમ કે અત્યારે કોણ આવવાનું હોય. 

ને ત્યાં જ, ઝાડી પાછળ સંતાઇને બેઠેલો સાવજ ઘુર્‌ર્‌ર્‌ર્રાટો બોલાવીને બહાર નીકળે, એમ ગુજરાતના મિમિક્રી- જગતના ફાધર કાંતિ પટેલની ત્રાડ સંભળાઇ, ‘‘અશોઓઓઓ...ક’’. 

મારા બદલે અચાનક ગભરાઇ ગયેલી હકી બોલી ઊઠી, ‘‘હોઓઓ...!’’ 

‘‘, તું તો દેખાતો જ નથી...?’’ એમ કહીને પ્રેમથી ખભે (મારા ખભે) ધબ્બો મારીને કાંતિ પટેલ મારી બાજુમાં બેઠા. આ જ્ઞાની પુરૂષ સંસારના ૩૩ કરોડ વિષયો પર અસ્ખલિત બોલી શકે છે, એમાંથી અત્યારે એમણે આઠેક પૂરા કર્યા હતા. એમની એક પણ વાત પર હકીનું ઘ્યાન નહોતું અને ખોટાં સ્માઇલો આપવા પડે, એ જબરદસ્તી એને ખણતી હતી. એમને ભગાડવાનો હકીને કાઠીયાવાડી તુક્કો સૂઝ્‌યો. ટેબલ નીચે મને પગ મારીને એ ઈશારા કરીને મને ચેતવવા માંડી કે, ‘આમને ભગાડો...પણ હું બોલવામાં નબળો એની એને ખબર, એટલે મારો જવાબ ન મળવાથી એણે એ પગના અંગૂઠાથી કૅરમ રમતી હોય એમ અંગૂઠો મારવા માંડી. હું તો કાંઇ બોલ્યો નહિ, પણ થોડી વાર પછી ઠંડા કલેજે કાંતિ પટેલે હકીને કીઘું, ‘‘બેન... મને ખબર છે મારે હવે ઊભા થવાનું છે, પણ આ તું ક્યારની પગ મને મારે રાખે છે... મને તો મઝા આવે છે પણ આ ભોળીયા બિચારીને આની કાંઇ ખબર નથી...! લો ત્યારે આવજો..’’ 

ખાસ કરીને ઈંગ્લિશ ફિલ્મો કે ટીવી સીરિયલોમાં હું અને હકી, બે પ્રેમલા-પ્રેમલીને પ્રેમો કરતા જોઇએ છીએ, ત્યારે આજે ય અમારા જીવો બળી જાય છે કે, આ લોકોને આવું સલામત એકાંત મળે છે કેવી રીતે? એ લોકો બિલકુલ ભય કે આતંક વિના એકબીજા સાથે કલાકો કાઢી નાંખતા હોય ને કોઇ એમને ડિસ્ટર્બ કરનારૂં ન હોય! હું તો કહું છું ભલે એ બન્ને એકબીજા સાથે થૂઇ-થપ્પા ના રમતા હોય ને ફક્ત વાતો કરે, તો ય શું? આપણને કદી આવા એકાંતો મળ્યા છે? અરે, લાઈફ-ટાઇમમાં એકાદું માંડ મળ્યું હોય ત્યારે ભરઊંઘમાંથી પોલીસવાળાએ ઉઠાડ્યા હોય! તે દિવસોનો હું એવો ડરી ગયો છું કે, છાપામાં સમાચાર આવે છે કે, ફલાણા ગાર્ડનમાંથી યુગલ પકડાયું, તો ડરની મારી પગમાં ખાલી મને ચઢી જાય છે કે, ક્યાંક મારૂં નામ તો નહિ હોય ને? હું તો મારી જાણ બહાર નહિ પકડાયો હોઉં ને? એ તો સાલી કોઇ લાઇફો હતી....

પ્રેમ કરવામાં લોકો એકબીજાનો ઘાટ ઘડી નાંખે છે. એવી વાતોમાં મને રસ નથી. પણ શાંતિથી પ્રેમ અથવા પ્રેમો કરવા માટે એક સુંદર મજાનો ઘાટ તો જોઇએ, ઇ!....પ્રેમઘાટ. 

‘‘એક ક્ષણ જો યુઘ્ધ અટકાવી શકો, ટેન્ક પર માથુ મૂકી ઉંઘી લઉં..’’ આવી ઉત્તમ રચના (...રોજ ઝગડતા મમ્મી-પપ્પા માટે ૪ વર્ષના બાળકે પણ આ વ્યથા રજુ કરી હોય!) લખનારા મારા જીગરી કવિ માધવ રામાનૂજે પ્રેમઘાટની તપાસમાં નીકળતા આવું નહોતું લખ્યું કે, ‘એક એવું ઘર મળે ઓ વિશ્વમાં, જ્યાં કશા કારણ વગર પણ જઇ શકું....આ માધવનો પ્રોબ્લેમ છે. આપણા આ સદીના ઉત્તમ કવિપુરૂષ અશોકરામાનુજ લખે છે

એક એવો ઘાટ મળે આ વિશ્વમાં, જ્યાં કશા ફફડાટ વગર પેલીને લઇ જઇ શકું...’ 

ધોળીયાઓ પાસેથી આપણે આ જ શીખવાનું છે. આપણે ત્યાં પ્રેમ કરતી વખતે કોઇનું ખિસ્સું કાપતા ઝડપાયા હોઇએ, એવી ખરાબ દ્રષ્ટિથી સમાજ, આપણી બા અને પોલીસ આપણી તરફ જુએ છે અને ત્રણે ખીજાય છે. ધોળીયા સાલાઓ બાપાનું રાજ હોય એમ જ્યાં અવસર મળે, ત્યાં થૂઇ-થપ્પા શરૂ કરી દે છે. મારે તો હજી હમણાં, રસ્તો ક્રોસ કરતી વખતે હકીનો હાથ પકડ્યો, એમાં તો જાલીમ જમાનાના મોટર-બાઇક પર પસાર થતા બે યુવાનોએ બૂમ મારી, ‘‘એ કાકા... શરમ નથી આવતી, તમારી દીકરી જેવી સ્ત્રીનો હાથ પકડીને ચાલતા???’’ તારી ભલી થાય ચમના.... એ મારી સગી અને એકની એક વાઇફ છે, દીકરી નહિ...! પણ જોયું? સમાજને મોઢે થોડી સૅલો-ટૅપો મરાય છે

ચારે બાજુ મંદિરો-દેરાસરો બાંધતા ધર્મપ્રેમીઓને હું ઈવન લૈલા-મજનૂ જ નહિ, રણછોડભઇ મફાભઇ પટેલ ને કાન્તાલક્ષ્મીઓ વતી પણ અપીલ કરૂં છું કે, ભલે તમે બાંધવા હોય એટલા મંદિરો બાંધો, પણ વચમાં ક્યાંક પ્રેમઘાટો પણ બાંધો, જ્યાં આપણા જેવા ઑફિશિયલી પરણેલા મજબુરો અને લાચારો કોઇની રોકટોક વિના એકબીજાને પ્રેમથી મળી શકે. એને આપણે પ્રેમ-મંદિર જેવું આઘ્યાત્મિક નામ આપી શકીશું. (વાચકો, લોચો ના મારતા, મંદિરનો મતલબ એવો નહિ કાઢવાનો કે, વાઇફને સામે બેસાડીને દીવો-અગરબત્તી લઇને એની પૂજા કરવાની કે એના પગ પાસે ભ...મ્મ કરતું નારીયેળ ફોડવાનું ને છેલ્લે, ‘‘બોલ મારી અમ્બે, જય જય અમ્બે’’ની ઘૂન સાથે એકત્રિત થયેલા ભક્તોને પ્રસાદ વહેંચવાનો. પૂજા એકલા તમારે જ કરવાની છે અને એમાં હરિભક્તોની મદદો ન લેવાની હોય. તદઉપરાંત, નામ ભલે પ્રેમઘાટઆપ્યું હોય, પણ વરસ પૂરૂં થાય એટલે તમારા મૅરેજની વરસી વાળવા ય અહીં આવવાનું નથી. (બોલો, જે સી ક્રસ્ણ!) 

હકીકતમાં જેવા સંસ્કાર છે, એ આપણા સંસ્કાર ધોળીયાઓ કરતા વઘુ સારા છે, કે નાના બાળકો અને વડિલોની મર્યાદા જાળવવામાં, પોતાનું ઘણું બઘું ગૂમાવીને પણ ભારતીયો લાજ-મર્યાદા ચૂકતા નથી. પ્રાઇડ ટુ બી એ હિંદુસ્તાની..’ 

સિક્સર
મને ખૂબ હસાવી ગયેલોએક જૉક મસ્ત મજાનો છે : ભયાનક તોફાની વરસાદની અંધારી રાત્રે એક યુવાન પિત્ઝા લેવા ગયો. પિત્ઝા-હટવાળાએ પૂછ્‌યું, ‘‘તમે પરણેલા છો?’’
- ઔર ક્યા...? કઇ માં પોતાના વહાલા દીકરાને આવા વરસાદમાં પિત્ઝા લેવા મોકલે...?

No comments: