Search This Blog

19/10/2016

આજે કોનો હૅપી બર્થ ડે છે...?

અસલના જમાનામાં ગામમાં કોક મરી ગયું હોય ને કોક ખબર આપવા આવેએને તળપદી ભાષામાં 'મોકાણના સમાચારકહેવાતા. આજના જમાનામાં.... આપણે તો અફ કૉર્સશુભ-શુભ બોલવાનું હોય પણ કોઇની બર્થ-ડે પાર્ટીમાં જવાનું આવેએને ઉત્તરસંડા અને સિધ્ધપુર બાજુના લોકો મોકાણના સમાચાર કહે છે. દેખિતું છેઠેઠ ઉત્તરસંડાથી અમદાવાદના સી.જી. રોડની કોઇ રેસ્ટરાંમાં કોકની બર્થ-ડે પાર્ટીમાં આવવામાં તો માણસ છોલાઇ જાય છે કે નહિ આવામાં ય પાછું ઘેરથી નીકળતી વખતે મોંઢાં હસતા રાખવાના... વાઇફ સાથે હોય તો પણબોલો...! આમાં એને કયા ઉમળકા ચઢ્યા હોય તે મોંઢા હસતા રાખે આ તો એક વાત થાય છે !

બર્થ-ડે પાર્ટીઓનું તો કેવું છે કેબર્થ-ડે પાર્ટીઓનું તો એવું જ હોય છે ! જમવાનું કીધું હોય એટલે તો જવું પડે જ ! અને ગયા પછી જમીને જ આવવું પડે. જમવું જરૂરી એટલા માટે છે કેઆપણા પર્સનલ કોઇ જાતના ઉમંગ-ઉલ્લાસ વગર  ૫૦૦/-થી માંડીને  ,૦૦૦/-ની ગિફ્ટ રૅપરમાં વીંટાળીને લઇ ગયા હોઇએઆપણા પોતાના કપડાં ઉપર મોંઘા ભાવના ફ્રેન્ચ-પરફ્યૂમો છાંટયા હોયસોસાયટીવાળા આપણને જોઇ શકેએ માટે ગાડીમાં બેસતા વારો વધારે લગાડી હોય, (વાઇફોઝની વાત થાય છે ! - સ્પષ્ટતા પૂરી) માણસને બદલે ભૂત થયા હોત તો વહેલા પહોંચતએવા વિચારો આવે એટલો રાક્ષસી ટ્રાફિક-જામ દર બબ્બે કીલોમીટરે. ગાડીનું એ.સી. ચાલુ ન રાખો તો ફ્રેન્ચ-પરફ્યૂમને બદલે ઘાસલેટ છાંટીને નીકળ્યા હોએવી વાસ મારે ! અને બસ્સો-અઢી સોનું પેટ્રોલ બાળ્યું હોયએ બધું વસૂલ તો કરવું પડે ! આ કારણે ગયા પછી જમ્યા વિના પાછું ન અવાય ! આમ જોવા જાઓ તો પાર્ટીમાં ન જાઓ ને બહાર હોટેલમાં જમી લો તો બે જણનું  ૫૦૦-૭૦૦માં પતી જાયપણ પાર્ટીમાં ગયા વિના કોઇનું ચાલ્યું છે એ પોતે રહેતા હોય બોપલમાં ને આપણે મણીનગરમાંએટલે હોટલે ય બોપલવાળી રાખી હોયએમાં આપણે એવા સિવાઇ જઇએ કેએક બંગલો બોપલમાં ય રાખી લેવો સસ્તો પડે ! આના કરતા કોકના બેસણામાં જઇ આવવું સારૂં પડે! કોઇ ખર્ચો તો નહિ ને બે જણા સાથે હોઇએ તો બન્ને બેસણાં કિફાયતભાવે પડે ! એક રીક્ષામાં બે બેસણાં પતે. એમાં ય, એક જ એરીયામાં બે-ત્રણ બેસણાં બતાવવાના હોય તો બહુ સસ્તાં પડે ! બર્થ-ડે પાર્ટીઓ એક જ એરીયામાં હોય ને બે પતાવવાની હોય તો ઉપરથી મોંઘી પડે... જમવાનું એકમાં ને ગિફ્ટો બે ય માં ! સુઉં કિયો છો ?

તમે જોઇ જુઓ કેબર્થ-ડે પાર્ટીઓ આપણી પાસે કેટલું જુઠ્ઠું કરાવે છે ! ગાડીમાંથી ઉતરતી વખતે ગમે તેવો મૂડ હોયપણ હૉટલના ગૅટ પર પહોંચતા મોંઢા ઉપર ખડખડાટ હસવાનું મહોરૂં પહેરી લેવાનું...! સાલું કઇ કમાણી ઉપર એના બર્થ-ડે ઉપર આપણને આટલી ખુશી થતી હોય...એમને મળતા વ્હેંત કારણ વગરની 'જોક્સોમારવાનીએ તો જુદું ! એના કરતા ય એની ફાલતુ જોક ઉપર આપણે હસવું પડેએ હવે નથી પોસાતું... ભાઇ... નથી પોસાતું !

પાર્ટીમાં પહોંચી ગયા પછી ય ક્યાં સુખ હોય છે આપણી માફક દરેક પાર્ટીમાં પહોંચી જનારા ત્યાં હોય જ... આમંત્રણ ભલે ને નામનું મળ્યું હોય ! એમની સાથે પાછી દેશની સુરક્ષાની વાતો કરવાની તેમ જ મોદીએ શું કરવું જોઇએએની સલાહ પેલી પાર્ટીને આપણે આપવાની ! આપણું ધ્યાન વૅલકમ-ડ્રિન્ક્સ પીતી એની વાઇફ પર હોયજેને ગુલાબી રંગની મૂછો ચોંટી હોય ! (સૌજન્ય ખાતરે ય... આપણાથી એ મૂછો કાઢી ય ન અપાય !... આમાં તો બન્નેની બાઓ ખીજાય !)

એક બાજુ બડી જોરોં કી ભૂખ લાગી હોય ને એ લોકો જમવાનું સ્ટાર્ટ કરતા ન હોયકારણ કે હજી કૅક કાપવાની બાકી હોય ! કૅકો કપાવાના પાછા ટાઇમિંગો કોઇ ના હોય... એ તો મન થાય ત્યારે કપાય. આપણા જીવો અને પેટો અધ્ધર પહોંચ્યા હોય છતાં એ લોકોના મનો ના થાય. આપણે હોટેલની બારી પાસે અદબ વાળીને ઊભા રહી રહીને કેટલું ઊભા રહીએ બહાર જોવામાં ય નીચે પાણી-પુરીની લારીવાળો દેખાતો હોય ! એ પછી ઘંટ વગાડીને કેક કાપવાની જાહેરાત થાય. હોળી પ્રગટાવવાની હોયએની પહેલા ભક્તજનો એની આજુબાજુ ગરબાના આકારે ગોઠવાઇ જાય છે. બરોબર એ જ આકારે હૅપી બર્થ ડેની પાર્ટીમાં કૅકની આજુબાજુ આપણા 'દેસીઓભક્તિભાવથી ગોઠવાઇ જાય છે. એક તોનાના છોકરાઓની જેમ મોંઢા ઉપર બાઘડા પહેરીને પાર્ટીમાં લેવા-દેવા વગરના બધા હસહસ કરતા હોયએમાં બર્થ-ડે કોની છેએની ખબર ન પડે. કારણ કોઇને ખબર નથીપણ ફૂંકો મારવાની હોયએની પહેલા લેવાદેવા વગરની લાઇટો ઑફ કરી દેવામાં આવે છે અને અંધારા ઘોરમાં ફોટોગ્રાફર બર્થ-ડે બૉયને 'સ્માઇલ પ્લીઝ'ની બૂમો પાડતો રહે... તારી ભલી થાય ચમના... તું તારે આડેધડ ફોટા પાડે રાખ ને... સૅલ્ફીના જમાનામાં તારા ફોટા જોવા કોઇ નવરૂં નથી ! સાલો છપ્પન વરસનો ઢાંઢો થયો હોય તો ય કહેવાય 'બર્થ-ડે બોય' ! જન્મદિવસ એની બાનો હોય તો એને 'બર્થ-ડે બાકહેવાય ?

મને ખબર નહિ કેમપણ કોઇની બર્થ-ડે પાર્ટીમાં ફૂંક મારેલી કૅક ખાવી ગમતી નથી. જેની બર્થ-ડે હોયએણે સળગતી મીણબત્તીઓ હોલવવા થૂંક ન ઊડેએ  રીતે મસ્સમોટી ફૂંક મારવાની હોય છે. એમાં ફૂંકે-ફૂંકે ફેર પડે.... ઘણાની મીણબત્તીઓ ત્યાંની ત્યાં ઊભી હોય ને કૅક સામેની ભીંતે  જઇને ચોંટેએવી તોતિંગ ફૂંકો મારી હોય ! નાનું બાળક હોય તો હજી સમજ્યા. પણ ભરચક તમાકુ ખાનાર કે બીડીઓ પીનારાની બર્થ-ડે પાર્ટી હોયએ પણ કૅક ઉપર ફૂંકો મારીને થૂંકો ઊડાડતો મીણબત્તાઓ હોલવેએ તો ક્યાંથી સહન થાય કબડ્ડી-કબડ્ડી રમતો હો.એમ આપણને કૅક ખવડાવવા ધસી આવેલો હાથ ધોયા વગરનો ચમનો સીધો આપણા મોંઢામાં નાંખેએ ય મારાથી સહન ન થાય ! મને હજી આંખે પૂરતું દેખાય છે અને પ્લેટમાંથી મારી જાતે હું કૅક લઇ શકું એમ છુંછતાં, ''આઆઆ...આઆચલો મોંઢું ખોલો જોઇએ... ચલોઆઆઆઆ...!'' એમ પરાણે આખા પાર્ટામાં બધાના મોંઢા ખોલાવીને છેલ્લે એવા એંઠા હાથે આપણી પાસે આવ્યો હોય...  આપણાથી પાછી બહુ નાઓ ય ના પડાયનહિ તો ઉત્સાહમાં આપણા નાકમાં કૅક પરોવી આવે !

(લાવોપેલું લક્ષ્મણવાળું ધનૂષ્ય ક્યાં ગયું...?)

પણ પાર્ટીનો મોટ્ટો મજો 'હૅપી બર્થ ડે ટુ યૂગાવાનો... આઇ મીન સાંભળવાનોઆઇ મીન જોવાનો આવે છે. ગીત અંગ્રેજીમાં હોવા છતાં રામદેવ પીરનો હેલો ગાતા હોયએવા સાદે એકસામટા તાળીઓ વગાડતા શરૂ થાય. એકે યની તાળી બીજા સાથે મેળની ન હોયજાણે તીનપત્તીના પત્તાં ચીપતા હોય કે જયઆદ્યાશક્તિની આરતી ગાતા હોય એવી તાળીઓ સાથે કોઇ મેળ વગરનું 'હૅપી બર્થ ડે ટુ યૂ...ગાવામાં જોડાય. ખરા ભરાઇ જાયબર્થ-ડે બૉયનું નામ આવે ત્યારે ! કોકનો એ ડોહો મામો થતો હોયકોકનો સસરોકોકનો હજી આ ઉંમરે ય જમાઇ થતો હોય અને બાકીના માટે એ આજે ય 'કાળીદાસભાઇજ હોય અને આવા કાળીદાસભાઇને બર્થ-ડે સૉન્ગમાં બેસાડવામાં ભલભલા ભરાઇ જાય છે. ન સૂરનું ઠેકાણું રહેન પ્રાસનું કે ન આખા નામનું ! હવે આ ઉંમરે ડોહાના નામની આગળ 'ડીયરલગાડવાની ક્યાં જરૂરત હતીપરિણામે બર્થ-ડે સૉન્ગ ત્યાં જ પડતું મૂકીને કૅક ખવાઇ જાય!

સાચું પૂછો તો કૅક આપણા દેશની રીતરસમ નથી. બધું બ્રિટિશરોનું અનુકરણ છે. કૅકને બદલે ભલે ઢોકળું ન કાપીએપણ એવું કાંઇ પણ કાપાકાપીની જરૂર શી કાપાકાપી આપણું કલ્ચર નથી. આપણા એકે ય તહેવાર કે પૂજનવિધિમાં છરી-ચપ્પા આવતા નથી.... અને ન જ રહેવાતું હોય તો કૅકને બદલે આખું છોડીયાવાળું નારીયેળ કાપવાનું રાખો ને !

સિક્સર
ભગવાનશ્રી રામે લંકામાં સર્જીકલ ઑપરેશન કર્યું હતુંએના કોઇ પૂરાવા છે જવાબ આપવાને બદલેતમારી સૅન્સ ઑફ હ્યૂમર કસો અને આપો જવાબ કે આવા કયા કયા પુરાવા કેજરીવાલ કે રાહુલ ગાંધી પાસેથી માંગી શકાય ?

1 comment:

MANHAR SHUKLA said...

દાદુ,લેખ ખૂબ ગમ્યો અને આવી પાર્ટીને અલગ અલગ એંગલથી દેખાડી જેમ કે તમાકુ વાળા મોંથી ફૂંક મારે તે બધું મજા કરાવે છે. સિકસરનો જવાબ નથી આપતો. -બા ખીજાય.
-મનહર શુકલ.(હજુ સિડની)