Search This Blog

30/10/2016

ઍનકાઉન્ટર : 30-10-2016

* વારંવાર શિક્ષણનીતિ બદલવાનું કારણ શું?
-
પાંચ-પાંચ વર્ષે શિક્ષણમંત્રી ય બદલાય છે... કંઈક તો કરી બતાવવું ને?
(
વૃંદા વાઘેલા, વડોદરા)

* છોકરીને પ્રપોઝ કરતી વખતે ધ્યાનમાં શું રાખવાનું?
-
એ જ કે, 'છોકરી' છે કે નહિ!
(
પ્રશાંત મજીઠીયા, ગારીયાધાર)

* દર વખતે ચાલુ કરાવવા માંગો છો, તે બગડેલો પંખો વેચવાનો છે?
-
હવે તમે બહારના ઓર્ડરો ઉપર પૂરતું ધ્યાન આપતા હો, તો ઓફર મૂકું.
(
રમણભાઈ કટારા, ગોધરા)

* તમને બધી ઋતુઓમાં ધાબે સૂઈ જવાની ટેવ છે..!
-
એકલા કદી નહિ!
(
પુરંજય જોષીપુરા, અમદાવાદ)

* નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ્ય સારો છે, પણ રીઝલ્ટ નથી દેખાતું..! સુઉં કિયો છો?
-
કેટલાક હરામજાદાઓ સર્જીકલ સ્ટ્રાઈકના ય પ્રૂફ માંગે, એ સાંભળ્યા પછી મનમાં બેસે છે કે, સૈનિકોની એ ટુકડીએ પીઓકે જતા પહેલા અહીં કેટલીક સાફસૂફી કરવા જેવી હતી!
(
રાજેશ શેલત, વડોદરા)

* 'એનકાઉન્ટર'ના જવાબો  અમે ધારીએ એનાથી તદ્દન વિપરીત જ કેમ હોય છે?
-
તમે ધારો છો ને હું ધારતો નથી, માટે!
(
વૈશાલી ભાનુશાળી, મુંબઈ)

* 'એનકાઉન્ટર' ફક્ત રવિવારે જ કેમ?
-
માણસને અઠવાડીયામાં એક દિવસ તો શાંતિ જોઈએ ને?
(
ડો. હેમંત રાઠવા, વલ્લભવિદ્યાનગર)

* આ બ્લૉગ લખવાનું કે'દિ ચાલુ કર્યું?
-
મેં હજી સુધી મારો બ્લોગ જોયો નથી. જાપાનથી એક ભાઈ એ બધું સંભાળે છે ને સારું સંભાળે છે.
(
ધવલ ભટ્ટી, સુરત)

* નાનું બાળક બાવાના નામે કેમ ડરતું હોય છે?
-
બની શકે એટલા વધુ ને વધુ ગંધાતા દેખાવાની બાવાઓને હૉબી હોય છે.
(
અર્થવ ભાવસાર, બડોલી-ઈડર)

* નવી દિલ્હીમાં કેજરીવાલે ગાડીઓની નંબર પ્લેટો વારાફરતી કર્યા, તેનો ઈરાદો શું?
-
આપણે તમામ ભારતવાસીઓએ સમજી લેવા જેવું છે કે, આ માણસ દર બબ્બે દિવસે કોઈને કોઈ વિકૃતી જાહેર કરીને બેવકૂફ મીડિયા પાસેથી મફતમાં પબ્લિસિટી મેળવે છે. મીડિયા ભલે ન સમજે, આપણે નાગરિકોએ આવા રાજકારણીઓનો નામોલ્લેખ પણ નહિ કરવો જોઈએ.
(
ડૉ. મિલિંદ શાહ, વડોદરા)

* મેં 'એનકાઉન્ટર'માં તમને અનેકવાર સવાલો પૂછ્યા, છતાં એકનો ય જવાબ નથી. મારે તમને લાંચ આપવી પડશે?
-
માયાવતીની નકલ ન કરો, બેન!
(
નીતા દેસાઈ, મુંબઈ)

* આ સંજય નિરૂપમ જેવાઓને ટીવીવાળા આટલું મહત્ત્વ કેમ આપે છે? કાઢી કેમ નથી મૂકતા?
-
પોસિબલ છે, એક વાર ટીવી પર ચમકવાના કોઈ ૨૦-૨૫ લાખ રૂપીયા એની પાર્ટીવાળા ટીવી-ચેનલોને પધરાવતા હશે!

* ઈંદિરા ગાંધીના સમયમાં કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન ગાય-વાછરડું હતું, એ અત્યારે સોનિયા-રાહુલને લાગુ પડે છે કે નહિ?
-
સનતભાઈ, ભારતમાં ગાયને બહુ પવિત્ર દ્રષ્ટિએ પૂજવામાં આવે છે...
(
સનત કે. દવે, ભાવનગર)

* 'આલીયા' અને 'માલીયા' વચ્ચે શું ફરક?
-
મહેશ ભટ્ટનો જમાઈ આવશે, એને લોકો 'માલીયા' કહેતા હશે!
(
ડૉ. ગિરિશ પંડયા, મિડલસેક્સ-યુ.કે.)

* ગાડી ચલાવતા સ્કુટર અને રીક્ષાઓનો ભય વધુ લાગે છે...
-
હું તો 'આર.ટી.ઓ.'માં ડામર પાથરવાનું રોડ-રોલર ચલાવવાનું લાયસન્સ માંગવા જવાનો છું!
(
જયદેવ એચ. વ્યાસ, અમદાવાદ)

* મારા સવાલોનો જવાબ આપતા તમને બહુ સમય લાગે છે. અર્થાત્, મારા સવાલો વાંચીને તમને કંટાળો આવે છે કે, મારા સવાલો અઘરા હોય છે?
-
અઘરો કંટાળો આવે છે.
(
જીજ્ઞા ગેવરીયા, મુંબઈ)

* હજારો પોલીસો અને સૈનિકોના બંદોબસ્ત વચ્ચે ધાર્મિક સરઘસો કઢાય છે, એના ઉપર પ્રતિબંધ ના મૂકી શકાય?
-
એ મારા-તમારાથી બંધ નહિ થાય... એક જ વખત આતંકવાદીઓ ત્રાટકશે ને સેંકડો મરશે, પછી અક્કલ આવશે.
(
રોહિત યુ. બૂચ, વડોદરા)

* સુરતના કાઠીયાવાડીઓ કાઠીયાવાડને 'દેશ' કેમ કહેતા હશે? જે તે શહેરનું નામ કેમ ન બોલે?
-
તમે વગર પ્રયત્ને 'પરદેસી' થઈ ગયા, એનો કોઈ આનંદ નથી?
(
નિખિલ આર. ગજેરા, સુરત)

* દિગ્વિજયસિંઘ અત્યારે શું કરે છે?
-
હજી બાપ કેમ નથી બન્યા, એની ચિંતા!
(
પ્રમોદ સિંઘલ, આબુરોડ)

* કન્હૈયાકુમારો જેવાના વખાણ કરનારાઓ માટે તમે શું કહેશો?
-
આવાઓને મીડિયાએ નીગ્લેક્ટ કરવા જોઈએ... મફતની ઘાતક પબ્લિસિટી લઈ જાય છે.
(
ચેતન એમ. જાજલ, રાજકોટ)

* વિવિધતામાં એકતા. આ કહેવત કાશ્મિર માટે ક્યારે લાગુ પડશે?
-
જ્યારે ત્યાં કોઈ કાશ્મિરી પંડિતનું રાજ્ય હશે.
(
સંદીપ પુરાણી, હથિથાના-દેવગઢબારીયા)

* સ્વચ્છ ભારત વિશે બે શબ્દો...
-
મારા શહેરમાં એક કચરાપેટી મૂકાય, પછી કહું.
(
મનોજ પંચાલ, મુંબઈ)

* ગરીબી એ પૈસાદારો માટે એક ટૉપિક (હૉબી) છે...
- '
પૈસો હાથનો મેલ છે', એવું કોઈ પૈસાદાર કહેતા સાંભળ્યો નથી.
(
બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

* નડિયાદમાં તમારા લેક્ચરમાં અમે આવી ન શક્યા, એમાં અમે કાંઈ ગૂમાવ્યું કે બચી ગયા?
-
કોકની ધાક કામ કરી ગઈ હશે કે, પૂરા લેક્ચર સુધી કોઈ ઊભું નહોતું થતું, બોલો!
(
ચૈતાલી જે. શાહ, નડિયાદ)

No comments: