Search This Blog

09/03/2016

આફટરશૉક્સ

* છાતીની આરપાર નીકળી જાય એવો કૉમન સવાલ આપણા હિતેચ્છુઓ હૉસ્પિટલથી ઘેર આવ્યા પછી પૂછે છે, 'શું બૉસ... મઝા આઇ ?'

* બાકીના હિતેચ્છુઓ ઠપકો આપવામાં લજ્જત પામે છે, 'અરે યાર... આટલી મોટી હૉસ્પિટલમાં દાખલ થયા ને અમને કહેવડાવ્યું નહિ ? હવે બીજી વાર દાખલ થાઓ,ત્યારે અમને ભૂલતા નહિ !'

* દુનિયાભરની હૉસ્પિટલની નર્સોને એક જ કામ સોંપવામાં આવ્યું હોય એમ લાગે, 'કાઆના કાઆયા ?' ગોવાનીઝ, સાઉથ ઇન્ડિયન કે ક્રિશ્ચિયન નર્સોના હિંદી ઉચ્ચારો મુજબ, 'ખાના ખાયા ?'નો અનુવાદ 'કાઆના કાઆયા...?' થાય.

* બાયપાસ સર્જરીવાળા પૅશન્ટ્સને સર્જરી પછી આ જ કાતિલ સવાલ પૂછાયે રાખે છે, 'કંઈ ખાતા કેમ નથી ?' સામે આપણે એ જ પૂછવાનું હોય છે, 'કંઈ ખવાતું કેમ નથી ?' એના જવાબમાં નર્સો પૂછી જાય, 'કાઆના કાઆયા.. ?'

* 'દાદુ...ઘેર આયે હજી મહિનો જ થયો ? ઓહ માય ગૉડ...આમાં તો બેઠા થતા મિનિમમ ચારેક મહિના નીકળી જાય છે.'

* દેસી ઉપચારોના જાણકારો બહુ મળી આવે છે. ગંઠોડાના રસમાં થોડી દાંતે ચોપડવાની છીંકણી ભભરાવીને આદુ સાથે ખાઈ જવી. ચણોઠી મળે તો બહુ ઉત્તમ, નહિ તો એના પાંદડા જીભ ઉપર ઘસતા રહેવું.

* બને તો ઘરમાં ઊંધા માથે સૂવું. છાતીના ટાંકા બહુ દુ:ખતા હોય, તો ચત્તે માથે સુઈ શકાય.

* ઈન્ફેક્શન ન લાગે માટે મેં તમને તમારા રૂમમાં બહુ લોકો મળવા ન આવે, એની સલાહ આપી હતી. પણ હું તો ડૉક્ટર છું. મને ન કાઢવાનો હોય.

* ગામ આખાને દાદુ પૉઝિટિવ થિન્કિંગની સલાહ આપતા હતા...હવે ખબર પડશે, કેવી રીતે થાય છે !

No comments: