* દુઃખ આવતું રહ્યું
છે ને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળવું પડે, એનું નામ જિંદગી. આ બાબતે આપનો અભિપ્રાય ?
- છાપું અને ટોયલેટ... બન્ને પતી ગયા પછી સુખ આપે છે.
(દીપક આશરા, ગાંધીનગર)
* ચા એ પુરુષવાચક છે કે સ્ત્રીવાચક ?
- એ સવારે કોણ બનાવી આપે છે, એના ઉપર આધાર છે.
(મૂકેશ પડસાલા, અમદાવાદ)
* ફિલ્મ 'દંગલ'માં હીરો તમે હોત તો ?
- આ હું નહોતો, એમાં ₹ ૧૦૦ કરોડનો બિઝનેસ થયો.
(રવિ દિયોરા, સુરત)
* આલિયા ભટ્ટે રાહુલ ગાંધીને કહ્યું કે- લોકોએ તો મને બેવકૂફ ચીતરી હતી..
- તમારે માટે એવી મેહનત તો કરાવો.
(મલ્હાર બ્રહ્મભટ્ટ, વડોદરા)
* કોઇ પંખો ચાલુ કરો... એ વાક્યથી તમે શું સંદેશો આપવા માંગો છો ?
- આખો 'દિ એસી ચાલુ ન રખાય. બા ખિજાય.
(તરુણા પુરોહિત, દહીંસર-પૂર્વ)
* તમે હાસ્યકલાકારની ક્રેડિટ કોને આપો છો ?
- ક્રેડિટમાં કાંઇ નહિ આપવાનું... બધું રોકડેથી જ !
(પાયલ દુધરેજીયા, જામનગર)
* જીવનમાં પ્રેમ જરૂરી કેમ હોય છે ?
- એ તો બસ.. એમ જ !
(શાહિસ્તા કાજી, રાજકોટ)
* વિરોધ પક્ષોએ સંસદ ચાલવા ન દીધી... ક્યાં સુધી આવું કરશે ?
- જે લોકો પોળને ઓટલે બેસવાને લાયક નહોતા, એ પાર્લામેન્ટમાં બેસી ગયા... અંજામ-એ-ગુલિસ્તાં ક્યા હોગા ?
(પ્રવીણ ઓઝા, સુરત)
* વૈભવી ગાડીઓમાં ફરનારાઓ ટૉલટૅક્સ ભરવા કેમ ઠાગાઠૈયા કરતા હશે ?
- ટૉલટૅક્સ શાને માટે અને ક્યાં સુધી ભરવાનો હોય, એ જાણી લેશો તો આ સવાલ નહિ પૂછો.
(જિતેન્દ્ર કેલા, મોરબી)
* સ્ત્રી હોવાની ગરીમા હોય છે. સ્ત્રીઓ જ શા માટે સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદ મિટાવવા માંગે છે ?
- તોડફોડ એમનો પહેલેથી સ્વભાવ.
(જય પટેલ, સુરત)
* તમારે કોઇ સ્ત્રી સાથે ઝગડો થાય કે નહિ ?
- પ્રેમો કરવાના ફાંફાં છે ત્યાં ઝગડા ક્યાંથી કરવા ?
(દિલીપ સુથાર, દેવકાપડી-ભાભર)
* તમને સૌથી વધુ ગુસ્સો ક્યારે આવે ?
- ગુસ્સો નહિ પણ દયા આવે, જ્યારે ૫૦થી વધુ ભારતીયો ભેગા થયા હોય ને રાષ્ટ્રગીત ન ગવાય !
(પ્રતીક અંતાણી, ભાવનગર)
* અનામતો રહે ત્યાં સુધી સમરતતાનો ભાવ ક્યાંથી જગવવો ?
- સાંભળ્યું છે કે, હવે બ્રાહ્મણો, વૈષ્ણવો, સિંધી અને પારસીઓ માટે ય અનામતો આવી રહી છે.
(હલક હિમતભાઇ ત્રિવેદી, સુરેન્દ્રનગર)
* પશુચિકિત્સકો વિશે તમારું શું માનવું છે ?
- એટલું જ કે, મારે માટે હજી સુધી એમની જરૂર પડી નથી.
(મધુરી કોડિયાતર, ગાંધીનગર)
* શિયાળામાં તડકે ઊભા રહેવાથી વિટામિન-ડી મળે, તો ઉનાળામાં કેમ નહિ ?
- ઠેઠ શિયાળે ઊભા હો અને ઉનાળે બેસો, એ બહુ લાંબું ન પડે ?
(નીલેશ જી. વાળા, સરખડી-કોડિનાર)
* આજકાલ ડિમ્પલ ભાભીનો ઉલ્લેખ ઓછો કરો છો.. બ્રૅક-અપ ?
- લખુ... આઈ મીન લક્ષ્મણ... તુમ સે યે ઉમ્મીદ નહિ થી !
(જયેશ અંતાણી, ભાવનગર)
* મેહમાનો ન આવે, એટલા માટે સોફા ઉપર કૂવૈચ લગાવો છો, તો બા ખિજાતાં નથી ?
- પછી તો સોફો જ કાઢી નાંખ્યો !
(દીપક એસ. માછી, વડોદરા)
* નામ તો આવી ગયું છાપામાં... હવે ફોટો છપાવવા શું કરવું ?
- અમારી 'ઝગમગ' પૂર્તિમાં ભૂલકાંના ફોટા છાપે છે.
(કૌશલ પંડયા, અમદાવાદ)
* પત્ની અને પ્રેમિકા વચ્ચે શું તફાવત ? એમાં કોની બા ખિજાય ?
- પ્રેમિકા સુધી બરોબર છે... એની બાને જાવા દિયો !
(નયન રાઠોડ, વડોદરા)
* આપણા દેશ ઉપર સૌથી વધારે જોખમ કોનું ? તમારા દોસ્ત જેન્તી જોખમનું કે રાહુલ ગાંધીનું ?
- બસ. મરતા પહેલાં જેન્તી એક આંટો દિલ્હી મારી આવ્યો હોત...
(મહેશ ચાવડા, ગાંધીનગર)
* ફિલ્મોવાળાઓનું લગ્નજીવન ડામાડોળ કેમ હોય છે ?
- આપણે શી પંચાત ?
(ચંદ્રકાંત બગરીયા, પૂણેં-મહારાષ્ટ્ર)
* ભૂદેવ બની આશીર્વાદ આપો છો, છતાં ચમનાની ભલી કેમ થતી નથી ?
- એ મફતમાં આશીર્વાદ લઇ જાય છે, બોલો !
(બકુલ એચ. વૈદ્ય, રાજકોટ)
* હું માનું છું કે, લોકો પ્રેમનો અસલી અર્થ જાણતા નથી. તમે જાણો છો ?
- ના.
(ચેતન ત્રિવેદી, અમદાવાદ)
* કહે છે, દીવાલોને કાન હોય છે... હશે, પણ એમને જીભ હોતી નથી, તો પછી વાત બહાર જાય ક્યાંથી ?
- દીવાલોની પાછળ પડોસી રહેતા હોય છે. એમને કાન હોય છે.
(રોહિન્ટન બાંધાનવાલા, મુંબઇ)
* માત્ર 'એનકાઉન્ટર' વાંચવા છાપું મંગાવવું પડે છે.
- મારે 'લખવા' મંગાવવું પડે છે.
(સોનલ પ્રદીપ જોશી, ભાવનગર)
* તમે ફ્રેન્ચ-કટ દાઢી વધારી ? છાપામાં ફોટો તો મૂકો ?
- હું પછી બહુ હૅન્ડસમ લાગું, એ મને ના ગમે...!
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)

No comments:
Post a Comment