Search This Blog

17/04/2017

ઍનકાઉન્ટર : 16-04-2017

* તમે સૌથી મોટું જુઠ્ઠું ક્યારે બોલ્યા હતા ?
-
મને સાઇઝ યાદ નથી.
(
જયેશ અંતાણી, ભાવનગર)

* સાચા દિલના માણસો હંમેશા પાછળ કેમ રહી જાય છે ?
-
એમ.
(
હિરેન લાઠીદડીયા, તળાજા)

* મારા સવાલમાં એવું શું છે કે જવાબની રાહ જોવી પડે છે ?
-
કશું જ નથી.
(
દર્શિલ આર. જેઠવા, ભાવનગર)

* વાહન-વ્યવહારનું પ્રદુષણ દૂર કરવાનો કોઇ ઉપાય ખરો ?
-
સાઇકલ.
(
ભૂમિ સોપારીયા, ભાવનગર)

* અમેરિકા પાકિસ્તાનની આટલી ફૅવર કેમ કરે છે ?
-
ત્યાં અમેરિકાને બુધ્ધિ વાપરવી પડતી નથી.
(
મહેશ ધાબલીયા, મુંબઈ)

* કેજરીવાલને સુધારવાનો કોઇ ઉપાય ?
-
અહીં માનસિક રોગોને લગતા સવાલો લેવાતા નથી.
(
ડૉ. ક્રિષ્ના વિષ્ણુ ટીલવા, જૂનાગઢ)

* મુખ્યમંત્રી કે એવા અન્ય નેતા પસાર થવાના હોય ત્યારે રસ્તાઓ બંધ કેમ કરી દેવામાં આવે છે ?
-
આપણા મુખ્યમંત્રી શ્રી રૂપાણી હજી સુધી તો પ્રજા ઓળખી શકે, એવા પ્રજાભિમુખ થયા નથી. આ બહાને લોકો જુએ.
(
મોહિત યુ. મર્થક, રાજકોટ)

* શું નરેન્દ્ર મોદી પાસે કોઈ દિવ્યશક્તિ છે ?
-
પાકિસ્તાન એવું માને છે ખરું.
(
શિવરાજસિંહ ઝાલા, રાજકોટ)

* સ્ટેજ પર પ્રોગ્રામ આપતા કેટલાક કવિઓ કે કલાકારો દારૂ પીને આવે છે, એ શું બતાવે છે ?
-
ઘર કરતાં ઑડિયન્સ મારે, એ ઓછું વાગે.
(
જય પટેલ, સુરત)

* આપને એવું નથી લાગતું કે, આપનો જન્મ અત્યારના સમયમાં થયો હોત તો વધુ સારું હતું ?
-
એવું મારાં મા-બાપને લાગવું જોઈએ.
(
નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* બાબા રામદેવ હવે 'પુષ્પક વિમાન' બનાવવાના છે ?
-
જો એમાં આયુર્વેદિક પેટ્રોલ ભરી શકાશે તો.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* આપણા લોકો જ આપણા દેશને કેમ ધિક્કારે છે ?
-
એવા લોકોને થપ્પડ મારનાર કોઇ દેખાય છે ?
(
અમિત શાહ, અમદાવાદ)

* મા-બાપ બાળકોને ડૉક્ટર કે ઍન્જિનિયર બનાવવા માંગે છે, સૈનિક કેમ નહિ ?
ભારતમાતાની રક્ષા કરવાની તેમની ફરજ નથી ?
-
દેશને તમારા જેવું વિચારી શકનારાં સંતાનોની જરૂર છે.
(
અલ્ફેઝ શેખ અબ્દુલકરીમ, જૂનાગઢ) અને (સુશીલ વાઘેલા, મંજુસર-સાવલી)

* ભારતમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી કેમ જાય છે ?
-
સ્ત્રીઓની નહિ... સુંદર સ્ત્રીઓની !
(
રીતેશ ગોહેલ, ધારી-અમરેલી)

* બસમાં સ્ત્રીઓ પોતાની બાજુમાં સ્ત્રી જ બેસે એવું કેમ ઇચ્છે છે ?
-
અમારે તો એવું કંઇ નથી થતું. સામેથી બોલાવે છે ને પછી ટિકિટ લેવડાવે છે.
(
મધુકર માંકડ, જામનગર)

* તમે મજાકમાં કીધેલી વાત સાચી પડી ગઇ હોય એવું બન્યું છે ?
-
ઉત્તરપ્રદેશની ચૂંટણીઓમાં માયાવતી ઊંધેકાંડ હારશે, એવું મેં મજાકમાં કીધેલું.
(
તુષાર સુખડીયા, હિંમતનગર)

* વડાપ્રધાન બન્યા અને આજના નરેન્દ્ર મોદી વચ્ચે શું તફાવત દેખાય છે ?
-
સરેરાશ રોજના પાંચ જવાનોને આતંકવાદીઓ મારે છે, તે સહન નથી થતું.
(
રાજેશ શેલત, વડોદરા)

* પતિ સશક્તિકરણ વિશે શું માનો છો ?
-
ચ્યવનપ્રાશ ખાઓ અને ખવડાવો.
(
સિંહા હર્ષવર્ધન, વડોદરા)

* 'આપ' પાસે ઝાડુ છે. કોંગ્રેસ પાસે 'હાથ' છે, છતાં સાફસૂફી નરેન્દ્ર મોદી જ કેમ કરે છે ?
-
એ ત્રણેમાંથી કોઇ સાફસૂફી કરતું હોય એવું લાગતું તો નથી.
(
રોહિન્ટન બોધાનવાલા, મુંબઈ)

* મોટા ભાગનાં હિંદુ દેવી-દેવતાઓના હાથમાં વિનાશક શસ્ત્ર કેમ હોય છે ?
-
હાથમાં ચા-કોફીના કપ સારા ન લાગે.
(
જુભેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* ચા ને બદલે પાણીમાં બિસ્કિટ બોળીને ખવાય ? (તમારા લેખના સંદર્ભમાં)
-
લાકડાનાં બિસ્કિટ આવી ગયાં હોય તો ખવાય.
(
સુનિલ વોરા, મુંબઇ)

* મારા મિત્રને કોઇ ગર્લફ્રૅન્ડ નથી. કોઇ ટીપ્સ આપશો ?
-
ગર્લફ્રેન્ડ મળે ત્યારે એને મળવાનું કહેજો ને તમે ત્યારે... !
(
અનિરુધ્ધ વાસાણી, રાજકોટ)

* તમારી બાયોપિક બને તો તમારો રોલ કરવા કોને પસંદ કરશો ?
-
આવાં કામો કોઇને સોંપાય નહિ.. જાતે જ કરવાનાં હોય !
(
નીતિન ચૌહાણ, વડોદરા)

* ગુજરાતમાં ટ્રાફિક-સૅન્સ ક્યારે આવશે ?
-
મોટા ભાગની રિક્ષાઓ પોલીસવાળાઓની માલિકીની છે.
(
વિજય પટેલ, સુરત)

* આજનું દિલ્હી અગાઉનું હસ્તિનાપુર હતું, એ વાત સાચી ?
-
હું તો એ વખતે યુધિષ્ઠિર હતો... મને ક્યાંથી ખબર હોય ?
(
જગજીવન મેતાલીયા, ભાવનગર)

* જામનગર આવો તો વણેલા ગાંઠિયા ખવડાવું ?
- ખાધા પછી વણવા બેસી જવાનું છે ?
(
હેમલ માંકડ, જામનગર)

No comments: