* થોડા વખતે પહેલાં તમે બેન્ક લૂંટના પ્રયાસનો એક લેખ લખ્યો હતો, જેમાં બેન્કનો સ્ટાફ અને કસ્ટમર્સ જમીન પર આડા પડી જાય છે. એ વખતે કોક મહિલાએ તમને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું અને ફોન કરવાનું કીધું હતું. શું તમે એ મહિલાનો સંપર્ક કર્યો?
- હે ભગવાન... તું નહિ તો લોકો ગમે ત્યાંથી પકડી તો પાડે જ છે...! આમાં બેન્કોનો વિકાસ ક્યાંથી થાય?
(ચંદ્રકાંત બગડીયા, પૂણે-મહારાષ્ટ્ર)
* તમારા બા તમારી કઈ વાતે તમારા ઉપર ખીજાય છે?
- એજ કે, 'સાવ બાપ ઉપર ગયો છે...!'
(હર્મિલ ભીમાણી, સુરત)
* મનુષ્ય સંપૂર્ણ સુખી ક્યારે ગણાય?
- ઊંઘમાં.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)
* તમારી સલાહ જોઈએ છે. તમે લગ્ન પહેલાં વધારે સુખી હતા કે લગ્ન પછી?
- મને ખબર જ નથી તમારા લગ્ન ક્યારે થયેલા.
(રામ ઓડેદરા, પોરબંદર)
* મોદીની લહેર હતી... તમારે કોની લહેર છે?
- અહીં તો વાવાઝોડાં છે.
(રાજેશ રાજ્યગુરુ, ભાવનગર)
* બીજેપીની સરકાર વિશે શું માનો છો?
- સરકાર બીજેપીની નથી... મોદીની છે.
(ગૌરાંગ રાણા, ખંભાત)
* કહે છે, અમેરિકા જઈને લોકો બદલાય છે. તમે પણ પોસ્ટકાર્ડને બદલે ઈ-મેઈલવાળી કરીને બદલાઈ ગયા...
- અમેરિકામાં ઘણા લોકો અડધા અડધા કલાકે વાઇફો બદલે છે... હું તો એકમાં ય તૂટી ગયો છું.
(ચંદન, મયામી-અમેરિકા)
* ઉદેપુરમાં શિલ્પગ્રામ આવ્યું ક્યાં?
- ત્યાં એક શિલ્પની બાજુમાં નાનકડું ગામ છે... એ જ શિલ્પગ્રામ.
- બહુ બહુ તો મેં... નવા વાડજમાં 'પસ્તીનગર' શરૂ કર્યું તું...એ ય બંધ પડવા ઉપર છે.
(જયમીન ઠક્કર, અમદાવાદ)
* કોઈ પણ હાસ્યલેખક બીજા બધા લેખો લખી શકે... પણ આ સવાલ-જવાબના ફોર્મેટમાં અશોક દવેની સરખામણીએ એક પણ ચાલે નહીં, એવેેું અમારા બાપુજી કહે છે... આપ સુઉં કિયો છો?
- એવું નથી. બીજાઓ આમાં પડયા નથી... બાકી બધા મારા ય...
(મધુમતિ કા. શાહ, અમદાવાદ)
* તમને સની લિયોનમાં કઈ કવોલિટી દેખાય છે.
- હું એની ક્વોલિટી જોવામાં ટાઈમ બગાડું એવો નથી.
(રાહુલ જૈન, મુંબઈ)
* આપના મતે આગળ વધવા માટે કેવા લોકોનું માર્ગદર્શન લેવું જોઈએ?
- ટ્રાફિક પોલીસનું.
(ઉમંગ દૈયા, ડીસા)
* કુંવારા વધુ સુખી હોય છે કે પરણેલા?
- આ સવાલ મને ૩૬ વર્ષ પહેલાં પૂછવાનો હતો.
(રવિ સોનૈયા, જામખંભાળીયા)
* તમારા મતે સફળ થવા શું કરવું જોઈએ?
- રોજ સવારે દંતમંજન.
(કુલદીપ ભટ્ટ, કોટડા સાંગાણી)
* હું વર્ષોથી જોઈ રહી છું. એકના એક અનેક સવાલો આપને પૂછાય છે, જે બોરિંગ પણ લાગે છે... પણ એક આપ છો કે, એક જ સવાલના દર વખતે જુદા અને હાસ્યસભર જવાબો આપી શકો છો. કોઈ રહસ્ય?
- પેલી રોજ સાંજ પૂછે છે, 'કેમ મોડું થયું?' દર વખતે મારે નવો જવાબ આપવાનો હોય છે... બસ, પ્રેક્ટિસ!
(પન્ના ભૂ. શાહ, અમદાવાદ)
* સોનિયા કે મનમોહન... જેવા કોંગ્રેસી નેતાઓ વાંચીને ભાષણ કેમ કરતા હોય છે?
- એક્ચ્યુઅલી... એ લોકો ઊંઘમાં બોલતા હતા! ઊંઘમાં ય વાંચેલું બબડવું પડે, એવા દિવસો હતા ભાઈ... એવી રાતો હતી...!
(રૂપેશ પટેલ, કોલક-વલસાડ)
* અમેરિકામાં 'ડિમ્પલો' આપણા દેશ જેવી જ છે કે આપણા કરતાં ય સારી?
એક ન્યુયૉર્કને બાદ કરતા આખું અમેરિકા ફરો, ક્યાંય
ગાડીનું હૉર્ન ન સંભળાય. એનો મતલબ એ નથી કે અમેરિકનો રોડ ઉપર નહિ, ઘરમાં ગાડી લાવીને હૉર્નો વગાડતા હશે. પણ ડીસિપ્લીન એ ગજાંની કે, રોડ ઉપર સીધી લીટીમાં ગાડીઓ જતી હોય ને આજુબાજુની લૅન ખાલી હોય, છતાં કોઇ લૅન બદલે નહિ કે હૉર્ન વગાડે નહિ. ગાડીમાં હૉર્ન ક્યાં
આવેલું છે, એની એમને ખબર છે તો ય...! દુનિયાભરની ગાડીઓના હૉર્ન્સ (આપણી ભાષામાં
હૉર્નો...)ની ખામી એ હોય છે કે, એ પિયાનો
કે વાંસળીની માફક સૂરમાં વગાડી શકાતા નથી. અલબત્ત, ગુજરાત
પૂરતી એટલી છુટ હોય છે કે, હૉર્નની
સાથે એક-બે ગાળ ફ્રીમાં અપાય છે. હૉર્ન જો સૂર છે, તો ગાળ
તાલ છે ને શહેરના ટ્રાફિકમાં હરકોઇ એમના પૂજ્ય અથવા સ્વર્ગસ્થ પિતાશ્રીનું રાજ હોય, એમ હૉર્ન કોઇ સાંભળે ય નહિ, ત્યારે
અહીં લખીએ તો મઝા પડે, પણ લખાય નહિ એવી ગાળો
ગાડીની બારીમાંથી ડોકું કાઢીને ચોપડાવવાની હોય છે. જે તાલ (બીટ્સ)માં પરિવર્તીત
થાય છે. એનાથી ટ્રાફિક સુધરતો નથી, પણ
ગાળનું ગ્રામર સુધરે છે. કહે છે કે, હવે તો
ગુજરાતીઓ હૃસ્વ-દીર્ઘની જોડણી વિનાની ગાળો બોલી શકે છે. અમદાવાદમાં એવું કહેવાનો
ફાંકો વર્ષોથી ચાલ્યો આવે છે કે, ''બૉસ...
ગાળો ઉપરની આપણી માસ્ટરી જોવી છે?.... બૉસ, એક શરૂ કરૂં ને સો-સવા સો સુધી તો એકે ય ગાળ રીપિટ ન થાય, વાત શું કરો છો...?''
આપણે વાત એ કરતાહતા કે, હૉર્ન જો
સૂર છે, તો ગાળ એ તાલ છે. હૉર્ન વગાડવું પડે, એ સાથે જ
'તાગી ન ધિનક તિન તાગી ન ધિનક તીન....'ના તાલે
શહેરના સી.જી. રોડ પર ગાળો બોલવાની હોય છે.
પણ અમેરિકા અને ઈન્ડિયા વચ્ચે ફરક એટલો કે, આપણે
ત્યાં હૉર્ન ન વગાડો તો ગાળાગાળી થાય ને અહીં અમેરિકામાં હૉર્ન વગાડો તો મારામારી
થાય! શિસ્ત કોઇ તોડતું નથી અને તોડે તો પોલીસવાળાઓ આખેઆખું તોડી લે છે. અહીં પૂરા
દેશમાં લૅફટ-હૅન્ડ ડ્રાઇવ છે અને સીટ-બૅલ્ટ તો બાજુવાળાને પણ પહેરવો પડે, નહિ તો બળે એટલી ચોંટી જાય. કાયદાનું માનવું એવું છે કે, તમારા જેટલો જ ગાડીમાં તમારી બાજુમાં બેઠેલાનો જીવ કીમતી છે. આપણે
ત્યાં મોટા ભાગે ગાડી ગોરધન ચલાવતો હોય છે ને વાઇફ બાજુંમાં બેઠી હોય છે. એને
બૅલ્ટ પહેરવો પડતો નથી. કાયદો ય સમજતો હોય ને કે, આને
પઇણ્યા પછી અમથો ય બિચારો અધમૂવો થઇને ગાડી ચલાવતો હોય. ઘર હોય કે ગાડી, ચલાવવાના તો પેલીને પૂછી પૂછીને છે....! પેલીને બૅલ્ટ પહેરાવવાની કોઇ
જરૂર નથી.... ઍક્સીડૅન્ટ-ફૅક્સીડૅન્ટ થાય તો, આ ભોળાને
જ એકાદો ચાન્સ મળે...! યૂ સી.... આપનો કાયદો રક્ષક છે, ભક્ષક
નથી. સુઉં કિયો છો?
કાર તમે લૅમ્બર્ગિની કેમ ન ફેરવતા હો, સ્પીડ
કલાકના ૩૫ માઇલ્સથી વધારે ન જવા દેવાય.... એમાં બા નહિ, પોલીસ
ખીજાય. પણ અમદાવાદમાં નારણપુરાથી એરપૉર્ટ સુધીનું માંડ ૮-૧૦ કી.મી. અંતર કાપતા સમય
ગમે તેટલો થાય, તમે થાકી અને કંટાળીને પાછા આવવાને બદલે ઍરપોર્ટ પર જ એક રૂમ-રસોડું
ભાડે લઇ રહેવા માંડવાથી જીવને શાંતિ મળે છે, જ્યારે અમેરિકામાં
૫-૭ માઇલ્સથી જેટલું અંતર તો ઘરના કિચનથી ડ્રૉઇંગ-રૂમ સુધી કાપવાનું હોય છે. જ્યાં
જાઓ, ત્યાં ૧૫-૨૦ માઇલ્સ તો સમજી લેવાના, ભ'ઇ!
અમેરિકામાં રહે રહે જેમણે આપણા દાહોદનું નામ રોશન કર્યું છે, તે વૈષ્ણવજન મોહિત સુરાએ મને કહ્યું તે મુજબ, અહીં
ટ્રાફિકના રૂલ્સ અનોખા છે. રાહદારી રસ્તો ક્રોસ કરતો હોય ને મારા જેવો બાઘો
હોય.... આજુબાજુ જોયા કર્યા વિના રસ્તો ક્રોસ કરવા માંડે, તો સમગ્ર
ટ્રાફિક સ્થિતપ્રજ્ઞા થઇ જાય. કોઇ ગુસ્સા વગર બધી ગાડીઓ ઊભી રહી જાય. તે એટલે સુધી
કે પેલો રસ્તો પૂરેપૂરો ક્રોસ કરી ન લે અને ફૂટપાથ પર નૉર્મલ ચાલવા માંડે, ત્યાં સુધી ગાડી કોઇ સ્ટાર્ટ ન કરે. ''એ
ટોપા.... તારા બાપાના બગીચામાં ફરવા નીકળ્યો છેએએએએએએ...?'' એ સન્માન
આપણે ત્યાં અપાય. એક રાહદારીને ખાતર બન્ને સાઇડની ૧૫-૨૦ ગાડીઓ ઊભી રહી ગઇ હોય, છતાં પેલાને કોઇ ગાળો ન આપે. વૃધ્ધ કે બાળક રસ્તો ક્રોસ કરતું હોય, સ્કૂલની બસ આવતી-જતી હોય, તો
ટૅન્શન ગાડી ચલાવનારને.... આ લોકોને નહિ. રાત્રે બે-અઢી વાગે સૂમસામ રસ્તા ઉપર દૂર
સુધી કોઇ વાહન આવતું ન હોય ને પોલીસવાળો તો ક્યાંથી ઊભો હોય, છતાં ટ્રાફિક-સિગ્નલ પર લોકો ગાડી ઊભી જ રાખે. (એ વાત જુદી છે કે, અહીંની પોલીસ અડધી રાત્રે છુપાઇને કોક અંધાર ગલીમાં ઊભી હોય ને તમારી
ગાડી નીકળે, એટલે ગૂન્હો કર્યો હોય તો પકડી પાડે. પણ બેવકૂફ હોય છે અહીંની પોલીસ!
આપણને પકડે એટલે આદત મુજબ દસની નોટ પકડાઇ ના દેવાય.... સીધા અંદર નાંખી દે. કરપ્શન
પોલીસવાળાઓમાં જ નહિ, ગૃહરાજ્યમંત્રીઓમાં ય નહિ.
કહે છે કે, કરપ્શન હોયતો ય બહુ ઊંચા લૅવલે હોય...
સામાન્ય નાગરિક સુધી તો સરકારના કોઇ ખાતામાં ન આવે. સાલો આ દેશ કેવી રીતે ચાલતો
હશે? એક આંટો ઈન્ડિયા મારી જાઓ, ભ'ઇ... જિંદગીભર પોલીસના નોકરા કરવા નહિ પડે!
રેડ-લાઇટ પર (રેડલાઇટ એરીયાની વાત નથી થતી.... રેડ સિગ્નલની વાત થાય
છે.) સિગ્નલ્સની ઉપર કૅમેરા તમને જોતા હોય ને ચલાવી મારો તો તમારી નંબર-પ્લૅટ સાથે
ઘેર બેઠા ટિકીટ મળી જાય... એ દંડની રકમ તો ગજવા ફાડી નાંખે એવી હોય, બાપ... પણ તમારા પોલીસ-ખાતે પૉઇન્ટ પણ ગણાવા માંડે. ચાલુ ગાડીએ કોઇ
ડૂચો કે કચરો ફેંકો (લિટરિંગ), એટલે
સીધા અઢી સો ડૉલરની ચાકી ચઢી જાય.... પંદર હજાર રૂપિયા.
અર્થાત, અમેરિકનોમાં માનવતા જેવું
નહિ મળે. આટલી નાની વાતને આટલું મોટું સ્વરૂપ આપવાની શી જરૂર? મારા ગુજરાતમાં ચાલુ ગાડીએ પાનની પિચકારી મારો કે લિસોટો સીધો
બાજુમાં જતી ગાડીને પાડતો જાય તો ય મન મોટા, અલ્યા, જેની ગાડી ઉપર લિસોટો પાડયો છે, એ બોલતો
નથી ને તું શેનો અઈડ અઇડ કરે છે? એક નાની
અમથી પિચકારીમાં સંબંધો શેના બગાડવાના હોય? ભલે આપણે
કોઇ પોલીસવાળાના ઘેર દીકરો પરણાવવાનો નથી, પણ આમાં
તો કેવું છે કે, આમાં એવું છે કે, સંબંધો
સાચવ્યા હશે તો કામમાં આવશે. ભ'ઇ. 'અવેરે જ શમે વેર. ન શમે વેર વેરથી'....
(તાળીઓ....!)
અને અહીંના પોલીસવાળા જુઓ ભ'ઇ....
સવા છથી ઓછો તો એક ફૂટે વધારે નહિ, એવી
હાઇટવાળા, પેટ અંદર ને છાતી બહાર. ગૂન્હેગારની પાછળ પગપાળા દોડવું હોય તો પેલા
કરતા આમની સ્પીડ વધારે હોય. મને મારા ગુજરાતનો પરબતસિંહ દિલીપસિંહ- બક્કલ નંબર ૩૪૫
યાદ આવે છે. સાલી કેટકેટલી વિના મૂલ્ય ચીજો મહીં નાંખી નાંખીને પેટનો એક સુંદર
ઘુમ્મટ જેવો ડૉમ બનાવ્યો હોય છે.... હાય મર જાઉં, મિતવા.
ચોર એના કરતા વધારે સ્પીડથી ભાગી શકે છે. એવું કોઇ અભિમાન નહિ. અભિમાન માણસને નબળો
બનાવે છે.
૩૫ કી.મી. લંબાઇ સાથે, પાણી
ઉપરના સૌથી લાંબા બ્રીજ તરીકે એક સમયે ગીનેસ બુક ઑફ રૅકૉર્ડ્સમાં જેનું નામ ચમકતું
હતું, (એ પછી આમે ય ચાયના તો બધાના ઘેર જઇ જઇને ભાંગફોડમાં માને છે...
અમેરિકાનો આ વર્લ્ડ-રૅકૉર્ડ પણ તોડયો. ૧૬૫ કી.મી. લાંબો બ્રીજ બનાવીને) એ ન્યુ
ઑર્લિયન્સના લૅઇક પોન્ટચરટ્રાઇન બ્રીજ આજે પણ પાણી પરનો સૌથી લાંબો બ્રીજ ગણાય છે, એની ઉપર અમારી કાર ૬૫ માઇલ્સની ઝડપે દોડતી હતી. અમેરિકાની આ જ તો
ખૂબી છે. ૪-૫ માઇલ્સની વધઘટ અલગ વાત છે, પણ આ
બ્રીજ પર ૬૫ માઇલ્સથી ઓછી સ્પીડે પણ ન જવાય. (એક માઇલ બરોબર ૧.૬૦ કી.મી.) બ્રીજની
બન્ને બાજુ (બોલતા ય મોંઢામાંથી થૂંક નીકળે, એ)
પોન્ટચરટ્રાઇન સરોવરમાં નારીયેળ, ગલગોટાના
ફૂલની માળાઓ કે કંકુ-ચોખા તરતા ન જોયા. ચાલુ ગાડીએ સિગારેટના ઠૂંઠા ય ન ફેંકાય....
પોલીસ જોતી ન હોય તો પાછળ આવતી ગાડીવાળો પોલીસને સીધો કોલ કરે, એમાં ઠૂંઠાવાળો ૨૫૦ ડોલર્સના દંડમાં હલવાઇ જાય.
આપણે ત્યાં અમદાવાદથી ગાંધીનગરનું અંતર ૩૫ નહિ, ૨૫ કી.મી.નું જ છે, પણ નીચે
પાણી નથી નહિ તો વિકાસ કે નામ પર એક બ્રીજ બની જાત!
(ગીત નં. ૫માં આરતી મુકર્જીનો કંઠ છે, જે ફિલ્મમાં પકડાતો નથી.)
બૉય ફ્રેન્ડ શમ્મી કપૂરના લેવલનો હોય ને માશુકા મધુબાલા હોય તો, એ ફિલ્મ જોવાના તો કેવા જલસા પડી જાય! આમે ય, મધુબાલા દેખાવમાં દેવ આનંદ કે શમ્મી કપૂર સાથે વધુ સોહામણી જોડી બનાવતી હતી. એની સામે રાજેન્દ્ર કુમાર કે પ્રદીપ કુમારને મૂકો તો આઈસક્રીમના કોનમાં ખીચડી ખાતા હો એવું લાગે! જોકે, આવી બુદ્ધિ એનામાં નહોતી. એને તો ભા.ભૂ. એટલે કે ભારત ભૂષણો કે પ્રેમનાથોની હીરોઈન બનવામાં ય કોઈ હરકત નહોતી. કેમ જાણે આપણે તો જીલ્લા તાલુકાના પ્રવાસે ગયા હોઈએ, એટલી ય એનાથી રાહો ન જોવાય!
પણ શમ્મી કપૂર એનો બૉય ફ્રેન્ડ હોય ને સાથે સાથે મુહમ્મદ રફીના પ્લે-બૅકમાં ૪-૫ ગીતો ગાવાનો હોય, તો આપણને ય કોઈ ઈર્ષા ન થાય કે, 'ઓકે... છોકરો સારું કામ કરી રહ્યો છે... કરવા દો.'
મધુબાલા-શમ્મી કપૂર ઝાઝી ફિલ્મોમાં સાથે નથી આવ્યા ને આ ફિલ્મ જેમાં આવ્યા, એ ય તદ્ન વાહિયાત ફિલ્મ હતી. એટલે બંગલાના કમ્પાઉન્ડ માટે હમૉક (બે ઝાડ વચ્ચે બાંધવાનો ને સુતા સુતા ખાવાનો હિંચકો) લેવા ગયા હોઈએ ને પગલૂછણીયું લઈને આવીએ,
ઓકે. ધેટ્સ ફાઈન કે ફિલ્મ શમ્મી-મધુની હોય ને સંગીત શંકર-જયકિશનનું હોય. પછી તો પગલૂછણીયું ય 'મુગલ-એ-આઝમ'ની શાહી કાર્પેટ જેવું લાગે. એ આપણું મોટું મન... પણ તો ય, એ જમાનામાં ટિકીટના પૂરા રૂ. ૧.૪૦ જેટલી માતબર રકમ અપર સ્ટોલ્સની ખર્ચી હોય, એટલે ઠાકૂર તલવાર ઉપર હાથ તો મૂકવાના જ છે ને? નરેશ સાયગલ (મોટા ભાગે રમેશ સાયગલનો ભાઈ) કોઈ ટોપ કલાસ ફિલ્મો બનાવતો ય નહતો. એણે બનાવેલી ફિલ્મોમાં રાજધાની, નાઈટ-કલબ, મૈં નશે મેં હું, પ્યાર કા બંધન, બોય ફ્રેન્ડ, ડાર્ક સ્ટ્રીટ ને ઉજાલા. એ પછી તો ૧૯૮૮ સુધી આનાથી ય વધુ ઘટીયા ફિલ્મો બનાવવાનો એને સાટો ચઢ્યો ને પતી પણ ગયો. તમે આટલી સુંદર સ્ટારકાસ્ટ અને સંગીતકાર લો છો, તો છવાઈ જાઓ પ્રેક્ષકો ઉપર...!
પણ વાર્તા ય પસંદ કરતા ન આવડે, તો શમ્મી-મધુ ને શંકર જયકિશનો ય શું મદદ કરી શકવાના હતા? વાર્તા તો જુઓ : મદન (શમ્મી કપૂર) નાનપણમાં ૮ વર્ષની ઉંમરે એના માં-બાપ (અમીરબાઈ કર્ણાટકી અને શિવરાજ)થી વિખૂટો પડી જાય છે. આપણો અહીં જ પહેલો વાંધો. દરેક ફિલ્મોમાં ગરીબ હીરોઈનનો ગરીબ બાપ બનીને આખી ફિલ્મોમાં હાથ જોડે રાખતો શિવરાજ કોઈ કાળે ય કરોડપતિના રોલમાં ચાલે? (તમારે જવાબ આપવો : ના ચાલે, જવાબ પૂરો.) એને કરોડપતિ બનાવો એટલે તાજ મહલ બાપુનગર કે અસારવામાં બનાવ્યો હોય એવું લાગે. ઓકે. અમીરબાઈ કર્ણાટકી ગાયિકા તરીકે ચરણ છુવા પડે, એવી સન્માન્નીય (ફિલ્મ 'કિસ્મત' અનિલ બિશ્વાસનું કેવા સુંદર ગીતો ગાયા હતા? 'ધીરે ધીરે રે બાદલ ધીરે, મેરા બુલબુલ સો રહા હૈ, શોરોગુલ ન મચા... હોઓઓઓ' કે ફિલ્મ 'ભરથરી'નું ભિક્ષા દે દે મૈયા પિંગળા...) પણ એક એક્ટ્રેસ તરીકે અને એ ય હીરોની માં ના રોલમાં 'બેસૂરી' લાગે. ચેહરો માંનો હોવો જોઈએ એના બદલે, ચેહરો થોડો પુરુષછાપ લાગતો. એ બન્નેને બીજો ય દીકરો છે ધર્મેન્દ્ર, જે પોલીસ ઈન્સ્પેક્ટર છે. આપણે જીવીશું ત્યાં સુધી સમજ નહિ પડે કે, હિંદી ફિલ્મોમાં કેસ ઉકેલવા માટે ઈન્સ્પેક્ટરોને પોતાના હાથમાં લાકડી કેમ પછાડે રાખવી પડે છે? એનાથી શું મુઝરીમ પકડાઈ જાય? હીરોના ઘેર ડોક્ટર આવ્યો હોય, એટલે કોઈ લોજીક-ફોજીક વિના જતી વખતે હીરો બહુ દયામણા મોંઢે ડોક્ટરની પેટી પકડી જ લે છે. ખરેખર તો ડોક્ટરનું ગળું પકડવું જોઈએ કે, એના ગાડીમાં બેસતાની સાથે જ અંદર આની માં ઠૂસ્સ...!
શમ્મી ચોર છે ને ધર્મા ઈન્સ્પેક્ટર અને ફિલ્મોનો ઈન્સ્પેક્ટર તો હંમેશા પ્રામાણિક અને ડયુટી-મીન્સ-ડયૂટી વાળો જ હોય! મોટો થઈને શમ્મી કપૂર કોઈ બાબાના આશ્રમમાં કે રાજકારણમાં જોડાઈ જવાને બદલે, ખિસ્સા કાતરવાના ગૃહઉદ્યોગમાં જોડાય છે, એમાં પોતાના પિતાનો કર્જો ચૂકવવા સ્ટેજ પર ડાન્સ કરીને તનતોડ મહેનત કરીને જીવતી બે અબળાઓ મધુબાલા અને નિશીના પરિચયમાં આવે છે. બન્ને બહેનો પાસે પિતાનું કરજ ચૂકવવા રૂપિયો ય હોતો નથી, પણ બન્ને (આજના ભાવથી ગણીએ તો) મિનિમમ રૂ. પાંચ કરોડના બંગલામાં રહે છે, જેના આ ઉપર, મધુને સ્ટેજ પર કામ આપનાર શિવરાજની બૂરી નજર હોય છે. શિવુનો જ બેટો ઘરમો ઈન્સ્પેક્ટર હોવાને કારણે ફાધરની બદમાશીઓ નથી જોતો ને શમ્મીની જોયે રાખે છે, પછી બન્ને બહેનોની હટે નહીં?
શમ્મી સાથેનો આ બહેનોનો પરિચય રોટરી કે લાયન્સ કલબોમાં જોડાવાને કારણે નથી થતો... મધુબાલા જોવી અને અવસર મળે તો ઘરમાં પર્મેનેન્ટ ફિટ કરાવવા જેવી શમ્મીને લાગે છે. બન્ને શેરબજારની જેમ પ્રેમમાં પડે છે, કારણ કે બન્નેના પ્રેમોમાં 'ભાવો'ની વધઘટ થયે રાખે છે. બેમાંથી એકે ય ની પાસે બા નથી હોતી, એટલે ખીજાવાનો અવસરીયો આવતો નથી. ધરમો છાશવારે રોડાં નાંખતો ફરે છે, પણ અંતે બહું લાંબુ ખેંચ્યા વગર ફિલ્મનો દિગ્દર્શક મધુ-શમ્મીના લગ્ન કરાવી આપે છે, જેથી નિશી-ધર્મેન્દ્રનો રસ્તો ય સાફ થઈ જાય છે.
ફિલ્મ તો ૬૧માં બની હતી, એટલે તમારામાંથી જે કોઈએ એ વખતનું સીમલા કે મુંબઈ જોયું હશે, એ ખુશ થશે. હું તો હજી ય સિમલા ગયો નથી, પણ બહુ ઓછી વસ્તીવાળું આપણું મુંબઈ બહુ રૂપકડું લાગે છે. મુંબઈના આઉટડોર શોટ્સ તો બહો ઓછા લીધા છે, છતાં ય એ સમયનું ચર્ચ ગેટ, કાલા ઘોડા, મરિન લાઈન્સ કે ચોપાટી જોવા ગમે એવા છે. હવે તો બધાને યાદ હશે કે, આપણા એ જમાનામાં આઈસક્રીમ માંડ બે ચાર જાતના મળતા. કસાટા, વેનિલા ને ચોકબાર. 'ક્વોલિટી'ના આઈસક્રીમ તો કદાચ બંધ થઈ ગયા, પણ શમ્મી કપૂર સરદારજી બનીને ચોપાટી પર જે ગીત રફીના સ્વરમાં ગાય છે, તે, 'ક્યું જી? મુઝે પહેચાના...?' ગીત દરમ્યાન આઈસક્રીમના ભાવોનું પાટીયું દેખાય છે, એ દ્રષ્ય ફ્રીજ અને ઝૂમ કરીને જોયું ત્યારે ખબર પડી કે, ચોકબાર એ જમાનામાં રૂ. ૦.૩૦ પૈસામાં મળતો... આજ બાત કહાં તક પહુંચી હૈં? ફિલ્મ શમ્મીની હોય એટલે ગીતો રફીના હોય, એ નિર્વિવાદ છે. આ જ કોલમમાં આ માહિતી જ ૩-૪ વાર આપી છે, પણ રેફરન્સ સરખો ઊભો થતો હોવાથી ભલે રીપિટ થાય કે, શમ્મી, જયકિશન અને રફી દર રવિવારે ચર્ચગેટ પરની 'ગેલોર્ડ' રેસ્ટરાંમાં બેસતા. જયકિશનનાં દેહાંત પછી ઘણા મહિનાઓ સુધી એ રેસ્ટરાંવાળાએ એ ટેબલ. 'રીઝર્વ્ડ ફોર જયકિશન'ના નામે અનામત રાખ્યું હતું. જય શમ્મીને ખૂબ ચાહતો. એના ઘરે ભ'ઈ બપોરે બાર વાગે તો ઉઠે, ત્યારે પોતાની ફિલ્મમાં શંકર-જયકિશનનું સંગીત લેવા માંગતા નિર્માતાઓ ભ'ઈના ઉઠવાની રાહ જોઈને બેઠા હોય. અડધો ઊંઘતો જય બોલે. 'તમારામાંથી શમ્મી કપૂરવાળા જે હોય તે અંદર આવે.' શમ્મીનો નિર્માતો ન હોય તો બીજો નંબર રાજેન્દ્ર કુમારને લેવાવાળાઓનો હતો... બાકી બધા પરચૂરણ! શમ્મી કપૂર તો હતો બી કમાલની ચીજ ને? માથા ઉપર વાળનો અદ્ભૂત જથ્થો, એટલે જેવી હેરસ્ટાઈલ કરવી હોય તે સારી જ લાગે. એ સમયે શમ્મી એક હીરો એવો હતો, જે વાળને મસ્ત બનીને ઊડવા દેતો. બાકી દિલીપ, દેવ આનંદ, રાજેન્દ્ર કુમાર, મનોજ કુમાર... મજાલ છે પાંથીમાંથી પૂછ્યા વગર એક પણ વાળ આઘોપાછો થાય? શમ્મીના કપડાં યાદ કરો. અડધી બાંયના શર્ટમાં ય એ ખીલી ઉઠે. કોલર વગરની જરસી કે એ જમાનામાં બહુ ચાલેલું જર્કીન (જે એક બટનની આખી બાંયવાળી જર્સી હતી.) કે કોથળા જેવું એને પાટલૂન પહેરવા આપો. મેં પોલો નેક બ્લેક જરસી અને બ્લેક પેન્ટમાં, સૂતેલી મધુબાલાને મીઠડી ઊંઘ લાવી આપવા માટે એ રાત્રે ટેરેસ પર રફીના કંઠે ગાય છે, 'ધીરે ચલ, ધીરે ચલ અય ભીગી હવા કે મેરે બુલબુલ કી હૈ નીંદ જવાં...' ગીત અનેક વખત જોયું છે... પહેલી વખત મધુબાલાને બદલે બીજા કોઈને જોવા માટે! આ ગીત ઉપરથી લક્ષ્મી-પ્યારેએ ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા'નું 'કાટે નહિ કટતે દિન યે રાત...' બનાવ્યું હતું. શમ્મી માટે હું એ પણ લખી ગયો છું કે, એનો નાનો ભાઈ શશી કપૂર વિવિધ ભારતીના ફૌજી ભાઈયોં કા વિશેષ જયમાલા કાર્યક્રમમાં કહી ચૂક્યો છે કે, ગીતના ફિલ્માંકન વખતે શમ્મી કેમેરાની ફ્રેમમાં રહીને પોતાના ડાન્સના સ્ટેપ્સ પોતે જ બનાવી લેતો (જેને કોરિયોગ્રાફી કહે છે.) જેટલી વાર શોટમાં કોઈનાથી પણ ભૂલ થાય, શમ્મીએ બીજી વખત સ્ટેમ્પ બદલી નાખ્યાં હોય ને નવું સ્ટેપ પહેલા કરતા ય વધુ સોહામણું હોય. ફિલ્મ 'તીસરી મંઝિલ'માં આશા પારેખ સાથે 'ઓ મેરે સોના રે સોના રે સોના રે...' ગીતમાં એના હાથમાં આશાનું તૂટેલું પર્સ હોય છે, તે મૂળ દ્રષ્યમાં શમ્મી કોક ઝાડની ડાળી પર લટકાવીને ગીત ગાય છે. શોટમાં ભૂલ થતાં શમ્મી જ દિગ્દર્શક વિજય આનંદને પૂછીને હાથમાં પર્સ રમાડતા ગીત ગાય છે. વિજય આનંદના કહેવા મુજબ, પર્સ ગીતનો જ એક ભાગ હોય, એટલું વાસ્તવિક શમ્મીના સુધારાને કારણે લાગતું હતું.
મૂલ્યાંકનમાં શમ્મી કપૂરને કદી 'એક્ટર' તરીકે બહુમાન મળ્યું નહોતું. એને ઉછલમકૂદમનો હીરો માનવામાં આવતો, પણ ફિલ્મ 'બ્રહ્મચારી'માં એને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો, ત્યારે એ ભાવવિભોર થઈ ગયો હતો અને આ જ ફિલ્મ પછી હીરોગીરી છોડી દીધી હતી ને ચરીત્ર રોલ કરવા માંડયો હતો.
રવિ માટે રફી આજીવન માનિતા ગાયક રહ્યા હતા. કિશોર કુમાર ૬૯ પછી છવાઈ ગયો, ત્યારે રફીનો સાથ નિભાવનારા બે જ સંગીતકાર હતા, લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને રવિ.
ફિલ્મ 'આઈ મિલન કી બેલા'માં ધર્મેન્દ્ર વિલન હોય છે ને રાજેન્દ્ર કુમાર હીરો. આ ફિલ્મમાં ધરમ શમ્મી સામે વિલન છે. ધરમ મુંબઈમાં નવોસવો આવ્યો હતો અને એની જેમ મુંબઈમાં હીરો બનવા આવેલા મનોજ કુમાર સાથે આજના ભાવ પ્રમાણે ગણો તો મહિને બસ્સો રૂપિયાની લોજમાં સોલ્જરી કરીને રહેતા. બહુ દોસ્તી હતી, પણ તૂટી તો એવી તૂટી કે આજ સુધી બન્ને વચ્ચે બોલવા વ્યવહાર નથી.
મોહન ચોટી ડાન્સ ડાયરેક્ટર તરીકે અને તે પણ સાઈડ ફેસમાં દૂરથી દેખાઈને એક ડાયલોગ બોલીને જતો રહે છે. એના કરતા પેલા સિંધી ગોળમટોળ મૂલચંદનો અને નાટકના દિગ્દર્શકનો રોલ કરતા પૃથ્વી મહેન્દ્રનો રોલ મોટો છે. કોમેડિયન મારુતિ અને ફિલ્મ 'જ્હૉની મેરા નામ'માં ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો... પરદા ઉપર ગાનાર પૂજારીનું અસલી નામ રાધેશ્યામ હતું, તે આ ફિલ્મમાં મધુબાલા-નિશીના પિતાનો રોલ કરે છે. શમ્મી-મધુ અને શંકર-જયકિશન માટે જ આ ફિલ્મ જોવાય, બાકી સમય બહુ કિંમતી છે.
'૫૦- ના દાયકાના ક્રિકેટ જગતમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ 'ડબલ્યુ' ફેમસ હતા, વિક્સ, વોરેલ અને વોલકોટ અહી
શિકાગોમાં ય ત્રણ 'ડબલ્યૂઝ' બહુ વપરાય છે, 'વર્ક, વેધર અને વાઇફ... આ ત્રણેનો અહી ભરોસો નહિ.' નોકરી
સવારે ગયા ને સાંજે ઘેર પાછા આવ્યા, ત્યાં
સુધી જ પાકી ગણવાની. ક્યારે ઘેર બેસી જાઓ. એ કાંઇ નક્કી નહિ. હવે ઉનાળો બેસી રહ્યો
છે ને ('સોરી, અહી આવા દેસી શબ્દો નહિ
વાપરવાના...'સમર' બોલવાનુ ઉનાળાને બદલે, ઓકે ?.. વાત પતાવ્યા પછી આવું. 'ઓકે ?' પણ બોલી નાંખવાનું, નહિ તો ઘણી વાર ઓકે નાય થાય, બોલો !)
રાત્રે દસ વાગે સાંજના ૪ વાગ્યા જેવું અજવાળું હોય, પણ ૪
વાગે તો ૪ વાગ્યા જેવું જ અજવાળું હોય... હઓ !
વરસાદ તો એના ફાધરનું કિંગડમ હોય એમ ગમે ત્યારે અને બારે માસ આવતો
રહે. નય આવે. 'પહેલા વરસાદનો છાંટો વાગ્યો મુને, ને હું
તો પાટો બંધાવવાને હાલી...' તારી ભલી
થાય ચમની.. આટલી પ્રાથમિક સારવારમાં તુ પાટા બંધાવવા હાલી નીકળશ...? અહી અમેરિકામાં તારુ કામ નહી, બેન તું
આપણા ગારીયાધાર કે વિસનગરમાં જ ચાલે. અહી આવા છાંટા ગણવા જાય તો આઠમા કે બાવીસમાં
વરસાદ સુધીમાં તો તુ પતી ગઇ હોય. આખા બોડી ઉપર એવા પાટાપીંડા બંધાવવા પડે કે, કબરમાંથી બહાર આવીને હાથમાં ગુલાબ સાથે વરસાદમાં પલળેલું શબ
બસસ્ટેન્ડે ઊભું હોય એવું લાગે. વળી વરસાદની વાછટમાં ચામડી છોલાઇ જતી હોય, એવી નાજુક નમણી નારનું અહી કામ નહિ. પેલાને તો બબ્બે દહાડે એને
હાડવૈદને ત્યાં લઇ જવી પડે. એવા અણધાર્યા વરસાદો અહી પડે રાખે.
પણ અહી શિકાગોમાં તો પેટીપેક વાઇફોનાય કોઇ ભરોસા નહિ. છુટાછેડા એટલા
કિફાયત ભાવે મળી જાય કે, નવા
લગ્નનો ખર્ચો વધારે આવે. ઇન્ડિયા અને ખાસ તો પાકિસ્તાનથી આવેલી નવીનક્કોર વાઇફો
અહી આવતા જ ગમે ત્યારે ગમે ત્યાં છટકી જાય. સ્ત્રીઓ માટે કોઇ બંધનો નહિ એટલે માંડ
છટકીને પાકિસ્તાનથી આવેલી વાઇફો એમના ગોરધનોને દસના છૂટા આલતી હોય, એટલી ઝડપથી તલાક આપી દે છે. મસ્ત જીંદગી અહી બબ્બે ડોલરે ફૂટના ભાવે
મળે છે. ઇન્ડિયન વાઇફોય હમણાં હમણાંથી બહુ ચગી છે. ગામડેથી અબુધ આવી હોય ને અહી
સીધા જીન્સના ચડ્ડા પહેરવા મળે. પછી કઇ ડોબી એના વર માટે પંખો ચાલુ કરવા ઉભી રહે ? આપણા દેશની દીવાલો ઉપર હરડે ને દંતમંજનની જાહેર ખબરો લખી હોય, એમ વકીલો અહી સાચ્ચે જ કિફાયત ભાવે છૂટાછેડા અપાવી દેવાની જાહેરાતો
ચોંટાડે છે.
અહીના ધોળીયાઓ ઘણી વાર તો છઠ્ઠી વાર પરણતા હોય ત્યારે ખબર પડે કે, આ તો મારી ત્રીજીવારવાળી વાઇફ છે. સાલું નસીબ નસીબના ખેલ છે ને ? ઇન્ડિયામાં આવી લકઝરી નથી, ભાઇ
નથી...! અહી તો વર્ષો જૂનો જે માલ ગોડાઉનમાં પડયો હોય, એ જ સદીઓ
સુધી વાપરે રાખવાનો. આપણા દેશ સિવાય બધે જ, બધા
દેશોમાં બીજી વાર કે આઠમી- દસમીવારવાળી વાઇફો હોય... આપણે તે ક્યાં પાપો કર્યા
હશે...? હશે એ તો હવે.. કર્યા ભોગવવાનો છે ને ? (સૂચના :
ઉપરોક્ત માહિતીથી આકર્ષાઇને કોઇ ગુજરાતી ગોરધને એટ લીસ્ટ...પોતાની વાઇફને લઇને
અમેરિકા આવવું નહિ... વકીલોનો કિફાયત ભાવ વાઇફો માટેનો છે. આપણે તો છોલાઇ જઇએ !
કોઇ પંખો ચાલુ કરો !)
પણ મે તો આ બે મહિનામાં જોયું કે, અહી
રહેવું હોય તો એકાદી વાઇફ વસાવી રાખવી સારી. વાઇફ હોય તો જરા કામમાં આવે એવું
નહિ... હોય ને જતી રહે તો ચડ્ડા ફાડી નાંખે...! અહીના કાયદાઓ સ્ત્રીઓની ચમચાગીરી
બહુ કરે છે.. એમાં આપણા જેવા એક પત્નીવ્રતધારી સારા હસબન્ડો છોલાઇ જાય... ! (કોઇ
મને સપોર્ટ કરો... મારી વાત ઢીલી પડી રહી છે !!)
ઓહ... જેમની વાઇફો નથી જતી ને બન્નેને ભેગા રહેવાના દહાડા આવ્યા છે, એવા ઘણા બદનસીબો કમ-સે-કમ ઇન્ડિયા જેવી મનની શાંતિથી નથી રહી શકતા.
આપણે ત્યાં દહીનું મેળવણ લેવા બાજુવાળીના ઘેર જઇને બે કલાક કાઢી અવાય. એની બાય
બપોરે ઘરમાં ના હોય. અમેરિકામાં એવી જાહોજલાલી નથી. બાજુવાળો ધોળીયો-કાળીયો તો ઠીક, આપણો ગુજરાતી ય આપણી ખબર પૂછવા એની વાઇફને બે-ઘડી ન મોકલે. અહી
પોતાના અને પડોસીઓના ભેદ બહુ... માણસું ખુલ્લા મનનાં નંઇ... ભ'ઇ સા'બ !
નહિ તો બહુ ડીપ્રેશન છે. 'ડીપ્રેશન' અહી રોજનો શબ્દ છે, લંડનની જેમ.
મોટા ભાગના બધા આ ડીપ્રેશનમાં જીવે છે, એટલે કે
જીવ બળે રાખે, ટાઇમ જાય નહિ, કોઇને
ત્યાં જવાનું નહિ કે કોઇ આપણે ત્યાં આવે નહિ. ગૂ્રપ તો બધાએ બનાવ્યું હોય. પણ એમાં
તો મહિને એકાદવાર માંડ મળાય. બાકીના વીક-એન્ડ્સ (શનિ-રવિ) તો ગ્રોસરી
(કરિયાણુ-શાકભાજી) લેવા જવાનું હોય. ફિર ક્યાં ? સાંજ પડે
હરકોઇ એમના ઘરમાં બંધ.
પહેલાના વખતમાં એવું થતું કે, ઇન્ડિયાથી
જે કોઇ આવે, એ બધે ડોલરને રૂપિયામાં ગુણવા માંડે ને મોંઢા પડી જાય. ભારતમાં મળતી
કોઇ પણ ચીજ કરતા અહી ભાવ ઉધરસ ખવડાવે એવા છે. એટલે અહીના દેસીઓ આપણી મશ્કરી કરતા
કે ઇન્ડિયાવાળા બધે ગુણાકાર કરવા બેસી જાય છે. હવે મશ્કરીઓ નથી કરતા. દેશ કરતા
સવા- દોઢ ગણો ભાવ ને આપણે એક ડોલર રૂ.૬૦માં ખરીદીને આવવાનું. એ લોકોને ડોલરમાં
કમાઇને ડોલરમાં ખર્ચવાના હોય, એટલે
એમને આપણા જેટલું આકરૂં ન લાગે. અને એટલે જ શિકાગોના એક શો રૂમ પાસેથી પસાર થતો
હતો, એમાં ફેરારી, લેમ્બર્ગિની, બેન્ટલી, રોલ્સ રોયલ્સ કે મેઝેરાટી
જેવી કારો જોઇને લાલચ થઇ ગઇ કે એકાદ બે ખરીદી લઉ. બેન્ટલી ફક્ત એક કરોડ ને ૮૦
લાખમાં, મેઝેરાટીમાં તો ખાલી કરવાનો ભાવ હતો ૬૩ લાખમાં તો જોઇએ એટલી લઇ
જાઓ... યસ, લેમ્બર્ગિની તો ખાલી રૂ.૧ કરોડ ને ૨૩ લાખની જ હતી. તે આપણને એમ કે
અમદાવાદમાં રીક્ષામાં ફરતી વાઇફ માટે એકાદી લઇ લઇએ, પણ ૧
કરોડ તો આપણને પોસાય... ૨૩ લાખ જરી મોંઘા પડે, એટલે સવા
કરોડ બચાવી લીધા. બચાવ્યા એટલે કમાયા જ કહેવાય. આપણને ખોટા ખર્ચની આદત નહિ. વાઇફને
તો રીક્ષામાં ફરવાની આદત છે.
આમ તો ફેરારી ફક્ત રૂ.૬ કરોડમાં મળતી હતી. એ ય માંડી વાળ્યું. સાસુજી
જતા જતા જમાઇઓ માટે ૬૦ રૂપિયા ય જુદા મુકતી ગઇ નહોતી. હવે પહેલા જેવી સાસુઓના
જમાના તો ગયા, ભ'ઇ !
યુએસએમાં કોઇ ચીજ મફત મળતી નથી. મારે ડીટ્રોઇટથી શિકાગો ટ્રેનમાં
જવાનું હતું. ટિકીટ ૮૫ ડોલર્સ એટલે ગુણો સાઇઠે કેટલા થયા ? રૂ.૫૧૦૦/-
થયાં ? (આવવા-જવાના) જૂના કાઠીયાવાડમાં મોરબી-વાંકાનેર પટ્ટામાં રેલ્વેના
મોટા ભાગના ગાર્ડર્સ અમારા શ્રીમાળી બ્રાહ્મણો હતા, એમાં
મારા દૂરના એક ફૂઆય ખરા. કોઇ દિવસ અમારા બ્રાહ્મણોની ટિકીટ ન લેવડાવે. ઘણી વખત તો
અડધી ટ્રેન અમારાઓથી ભરી હોય. તે મેં 'કૂ...
અહી ડેટ્રોઇટના સ્ટેશને એ લોકોને યાદ અપાવી જોઇએ કે, મારા
ફૂવા વાંકાનેર રેલ્વેમાં હતા... ને ટિકીટ નહોતા લેવડાવતા.
પણ હવે તો અમેરિકામાંય પહેલા જેવા બ્રાહ્મણો ક્યાં થાય છે ? ને આ તો કોઇ કાળીયો, ગૂંચળા
જેવા વાળ અને બાલ્કનીમાં લેંઘો સૂકવવા મૂક્યો હોય, એવા
હોઠમાંથી બહાર લટકતા દાંત. અમારા બ્રાહ્મણો આવા ન હોય..! મોટું મન રાખીને ટિકીટ લઇ
લીધી.
પણ 'એમટ્રેક'ને નામે ઓળખાતી ટ્રેનોમાં અંદર બેસો, એટલે
પ્લેન જેવી લાગે. ટ્રેન-હોસ્ટેસો ન હોય, એટલું
આપણે ચલાવી લેવું પડે. સમજો ને, આખી
ટ્રેન ખાલી હોય. ડ્રાયવર સિવાયની જે સીટ ઉપર બેસવું હોય ત્યાં બેસો. સ્ટેશનો આવતા
જાય ને માંડ બે-ચાર ટ્રેન ઊભી રહે, પણ
ટ્રેનો મોડી પડવામાં તો આપણી ટ્રેનોનીય આ લોકોમાં થાય, બોલો.
ચોખ્ખાઇમાં કોઇ કોમ્પ્રોમાઇઝ નહિ. વેફર્સના પડીકાનો કાપેલો ખૂણો ધોળિયાઓ ઊભા થઇને
ટ્રેનના કોચના ગાર્બેજ-બીનમાં નાંખવા જાય.
'ગાર્બેજ' અમેરિકાભરના લોકોનો રોજ
વપરાતો શબ્દ છે. એંઠવાડ માટે 'ગાર્બેજ' વપરાય, પણ નહિ ગમતા માણસો માટે ય 'ગાર્બેજ'. પૈડા ઉપર ખેંચીને લઇ જવાય
એવા ટ્રેશ-બીનને લેવા સરકારની ટ્રક આવે. ઘરે ઘરે ફરીને એ પિપડું સફાઇ- કામદાર મશીન
વડે ઊંચકીને ટ્રકની પાછળ નાંખી દે... ઘણા ગુજરાતીઓ મોટી આશાઓ સાથે એમની સાસુઓને
ત્યાં ઊંભી રાખી જુએ છે...!
સિક્સર
અમેરિકામાંય ઇન્ડિયાના લે-ભાગુ જ્યોતિષીઓ બહુ પડયા છે, પણ એ પોતાને 'એસ્ટ્રોલોજર' કહેવડાવી શકતા નથી.. 'સાયકીક' કહેવડાવવું પડે છે. ઇન્ડિયામાં ગાંડાને સાયકીક કહે છે.
- રફી સાહેબના ચાહકો હોવાનો દાવો હજારો કરે છે, પણ એમાંનો એકે ય રફી સાહેબને આ એવોર્ડ મળે, એ માટે કેમ હજાર ચાહકોને ય ભેગા કરી શક્તો નથી ?... ખાલી વાતો જ કરવી છે બધાને...!
(બિમલ જાની, વડોદરા)
* અકબરના દરબારમાં બિરબલને સ્થાને તમે હોત તો ?
- હા, પણ અહીં કોણ સંભાળત ? બિરબલ કરતાં આ કામ અઘરૂં છે.
(દિવ્યેશ વાંઝા, નડિયાદ)
* અશોકભાઈ, અમેરિકામાં ગુજરાતી ભોજનનો સ્વાદ ઇન્ડિયા જેવો કે...?
- સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા...
(મહાવીર રામાનૂજ, જોરાવરનગર)
* 'ખુદા મેહરબાન, તો ગધા પહેલવાન', પણ 'ગધા મહેરબાન... તો ?'
- મારા ઉપર તો કોઈ ગધેડો જ મેહરબાન નથી થતો.
(કિર્તી ધામી, ડોમ્બિવલી)
* રાહુલ ગાંધી...હવે ?
- રાધેરાધેરાધે... શીરા- પુરી ખાજે...!
(હર્ષવદન પુરોહિત, જૂનાગઢ)
* સ્ત્રીઓનું છેલ્લું હથિયાર આંસુ, તો પુરૂષનું ?
- બેવકૂફોને હથિયાર રાખવાની સૂઝ હોત તો દહાડા આ જોવાના આવ્યા હોત?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)
* હવે અમેરિકાને કહેતા આવો કે વિઝાના નિયમો બદલી નાંખે..
- એના કરતાં હવે આપણા વિઝાના નિયમ બદલાશે.
(યશ મહેતા, અમદાવાદ)
* આપે લખ્યું હતું કે, ડિમ્પલના પહેલા ગોરધને રાજકારણમાં બહુ માર ખાધો હતો...પહેલાં તો સમજ્યા, રાજેશ ખન્ના, પણ બીજો કોણ ?
- ... તારી ભલી થાય, ચમના...!
(જયદેવ એચ. વ્યાસ, અમદાવાદ)
* રાખી સાવંત ચૂંટણીમાં ઊભી હતી... કેમ હારી ગઈ ?
- પ્રજામાં હજી અક્કલ છે.
(રાજ પટેલ, ખણસોલ-આણંદ)
* કેજરીવાલ પીએમ બનત તો શું થાત ?
- મૈંને ચાંદ ઔર સિતારોં કી તમન્ના કી થી, મુઝકો રાતોં કી સિયાહી કે સિવા કુછ ના મિલા... હોઓઓઓ!
(જય શાહ, વડોદરા)
* ઉનાળો ધખધખતો હોવા છતાં કેરીની સીઝન ફિક્કી કેમ ?
- કહે છે કે, હવે તો કેરીના સુંદર રંગીન ફોટા ય મળે છે.
(ચિંતન પી. વ્યાસ, ધોરાજી)
* તમને અમેરિકાનું વાતાવરણ વધારે ફાવે છે કે ઇન્ડિયાનું ?
- સુંદર પડોશણના ઘેર ચા-પાણી માટે જવાય... રહેવા નહિ !
(ધ્રુવ ચાંદલાવાલા, હાલોલ)
* સમ્રાટ અશોક જેવી તલવાર છે તમારી પાસે ?
- કાતર છે.
(હેતુ ટેલર, હિંમતનગર)
* સોનિયાજી હવે ભાજપમાં ક્યારે જોડાય એવું લાગે છે ?