* કોઈપણ ધર્મમાં
વિશ્વાસ ઊભો કરવા માટે ચમત્કાર હોવો જરૂરી છે?
- ધર્મને વિજ્ઞાન સાથે ક્યાં કદી બન્યું છે?
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)
* તમારી સંગીત ક્લબમાં તમે ગાવાની કદી હિમ્મત કરી છે ખરી?
- કોઈ ફર્માઇશ કરવાની હિમ્મત કરે તો વાત જુદી છે.
(જયેશ અંતાણી, ભાવનગર)
* રાજકીય પક્ષોમાં પડેલા માણસનો પોતાનો અંગત મત કેમ હોતો નથી?
- અંગત મત રાખવાની સજ્જતાવાળો રાજકીય પક્ષમાં જોડાય ખરો?
(મધુકર મેહતા, વિસનગર)
* મા-બાપ જેવો પ્રેમ કરી શકે એવી પત્ની મળે ખરી?
- આપણે પત્ની જેવો પ્રેમ કરી શકે, એવી પત્ની લાવવાની હોય!
(આકાશ પી. દેસાઈ, જૂનાગઢ)
* ભારતમાં રામ મંદિર કે બાબરી મસ્જીદ જેવા મુદ્દે પ્રધાનમંત્રી કેમ રોક લગાવતા નથી?
- વૉટબેન્ક માટે બધા ધર્મોને સાચવવાના હોય.
(ફહાદ વ્હોરા, વડનગર)
* ભારતના યુવાનો ટેકનોલોજી શીખ્યા, પણ સંસ્કારો ભૂલી ગયા છે. કોઈ ઉપાય?
- ટેકનોલોજીને સંસ્કારો સાથે શું લેવાદેવા?
(આશિષ આર. વ્યાસ, ભાવનગર)
* ઈ.સ. ૨૦૧૬-માં તમારી સાથે એવી કોઈ ઘટના બની જેને તમે ભૂલી ન શકો?
- સાસણ-ગીરમાં સિંહના પગ પાસે મારું વૉલેટ (પાકીટ) પડી ગયું... ને હું પાછું લઈ ન શક્યો!
(વૃંદા હેમંતસિંહ વાઘેલા, વડોદરા)
* દારૂબંધી બાદ અઠવાડીયાની બેચૈની પછી હવે સારું લાગે છે. તમારે કેમનું છે?
- 'પરમિટ લઈને કે લીધા વગર, ક્યાં ચાલે છે કોઈને પીધા વગર?'
(મિતેશ કે. ચૌહાણ, વડોદરા)
* આ વર્ષે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થાય તો?
- આ વર્ષે જ શું કામ...? કોઈ પણ વર્ષે યુધ્ધ થાય તો તોતિંગ વિજય ભારતનો જ થાય.
(પાર્થ સોરઠીયા, સુરત)
* ડિમ્પલ કાપડીયા તમને ડેટ માટે બોલાવે અને માથામાં તેલ નાંખીને આવે તો જાઓ ખરા?
- ઘરના માણસ માટે એટલું તો જતું કરવું પડે.
(ડિમ્પલ વી. ટેલર, સુરત)
* જો તમને કલમને બદલે બંદૂક આપવામાં આવે તો?
- બંદૂક પકડીને લખતા ના ફાવે!
(માઇકલ ગોહિલ, સુરનગર-ગારીયાધાર)
* તમારી વાઇફ વિશે આટલું બધું લખો છો, તો ઘરમાં રહેવું ભારે નથી પડતું?
- બહાર રહેવું ફાવી ન જાય, માટે એ બોલતી નથી.
(ધર્મેશ સોની, નડિયાદ)
* ઘર જડબેસલાખ બંધ રાખવા છતાં ઘરમાં ધૂળ ક્યાંથી આવે છે?
- આવું બંધ રાખો તો ધુળ શું, માણસો ય ન આવે!
(દેવેન્દ્ર જાની, પેથાપુર-ગાંધીનગર)
* મોટી નોટો ભ્રષ્ટાચારનું મૂળ છે, તો શું ₹ ૨,૦૦૦/-ની નોટ નાની છે?
- એ તો તમે એક જમાનામાં ઈવન ₹ દસની નોટની સાઇઝ જોઈ હોત તો ખબર પડે કે આ કેટલી નાની છે!
(મનોજ ગાંધી, રાજકોટ)
* દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તમારી પાછળ કોનો હાથ છે?
- એક નહિ. ચાર. મારી મા, મારી પત્ની, મારી દીકરી અને મારી સાસુ.
(દેવાંગ જાની, નાના જાદરા-મહુવા)
* આવતી ચૂંટણીમાં તમને 'આપ'વતી ચૂંટણી લડવાનું આમંત્રણ મળે તો?
- ગાલી મત દો.
(પ્રિતેશ યાદવ, નવાપુર-મહારાષ્ટ્ર)
* ભારતમાં નાનીનાની વસ્તુઓમાં પણ ભ્રષ્ટાચાર કેમ થાય છે?
- 'રૂપિયો' બહુ નાની વસ્તુ છે.
(ફૈઝલ નેદરીયા, ગાંધીનગર)
* મોદી સાહેબ 'મન કી બાત' કરે છે કે 'મત કી બાત'?
- તમે 'મન' વગર 'મત' આપો છો?
(મૂકેશ કે. શાહ, અમદાવાદ)
* તમારા 'એનકાઉન્ટર'ના એક જવાબમાં નેહરૂને તમે કાશ્મિરી બ્રાહ્મણ કીધા છે. પણ મારી માહિતી મુજબ, એમના પિતાએ તેમને દત્તક લીધા હતા.
- એ સાચું પણ હોય તો પણ એમની ગ્રેટ પર્સનાલિટીને કોઈ ફરક પડતો નથી.
(ક્રિષ્ણા સૂચક, અમદાવાદ)
* સર્જીકલ-સ્ટ્રાઇક પછી પણ આજના જવાનો પર હૂમલા થતા રહે છે અને મોદી સાહેબ કાંઈ બોલતા નથી. શું સમજવું?
- એકલા મોદી જ શું કામ? આપણા સાધુસંતો ય એમની કથાવાર્તાઓમાં રાષ્ટ્રગીત નહિ ગવડાવીને દેશની કઇ સેવા કરે છે?
(કિશોર જે. પ્રજાપતિ, નડિયાદ)
* પહેલા લગ્ન કોના થશે? પોપટલાલના કે રાહુલ કુમારના?
- પોપટ પૈણી જાય તો એમનું કેરેક્ટર બદલાઈ જાય... રાહુલના કેરેક્ટરમાં તો પરણે કે ના પરણે...
(હરૂભાઈ કારીઆ, મુંબઈ)
* બે વખત સવાલો પૂછવા છતાં જવાબ મળ્યો નથી. હવે તો જવાબ આપો.
- લો. આપ્યો.
(કમલેશ પટેલ, અમદાવાદ)
* 'કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ...' કે દિમાગ હોવા છતાં ખયાલ દિલમાં શું કામ આવે?
- દિમાગની બાયપાસ સર્જરી ના થાય માટે.
(રોહિન્ટન બોધાનવાલા, મુંબઇ)
* મૂકેશ ઋષિ અને આદિત્યરૉય કપૂર સાથે ઊભા હોય તો બન્નેને ઓળખવા કેવી રીતે?
- શું કમાયા? આટલો ટાઇમ હીરોઈનોને ઓળખવામાં કાઢ્યો હોત તો?
(ફાલ્ગુન વૈદ્ય, ઈલિનૉય-અમેરિકા)
* તમને લોકો સાથે લમણાં ફોડવાનો કંટાળો નથી આવતો?
- એ લમણાં ફોડવાના પૈસા મલે છે.
(ભૂમિ સુથાર, કેલિફોર્નિયા-અમેરિકા)

1 comment:
Superrrrrrr Se Bhi Upar...
Post a Comment