* પચવામાં સૌથી ભારે
ખોરાક કયો ?
- શું કામ પણ પત્નીને જાહેરમાં આમ વખોડો છો ?
(ધવલ રૂપાપરા, નાના વડાળા-જામનગર)
- શું કામ પણ પત્નીને જાહેરમાં આમ વખોડો છો ?
(ધવલ રૂપાપરા, નાના વડાળા-જામનગર)
* તમને જવાબ ક્ષણમાં
સુઝે કે વિચારવું પડે ?
- મૈં પલ દો પલ કા લેખક હૂં !
(ગીરિશ શર્મા, નવસારી)
(ગીરિશ શર્મા, નવસારી)
* મંદિરમાં આવો ભેદભાવ કેમ ? પુરૂષ પહેરેલી ટોપી ઉતારીને દર્શન કરે અને સ્ત્રી માથે ઓઢીને ?
- સ્ત્રીઓ તો ફક્ત પોતાના માથે ઓઢે છે... બીજાની ટોપી ઉતારતી નથી !
(પ્રબોધ જાની, વસાઇ-ડાભલા)
* પાકિસ્તાન
આતંકવાદી દેશ છે, એ હવે કોને કોને સમજાવવાના ?
- પહેલા પાકિસ્તાન આતંકવાદી દેશ છે, એનું પ્રૂફ રાહુલબાબાને આપો !
(મધુકર એન. મેહતા, વિસનગર)
- પહેલા પાકિસ્તાન આતંકવાદી દેશ છે, એનું પ્રૂફ રાહુલબાબાને આપો !
(મધુકર એન. મેહતા, વિસનગર)
* રાવણ સાથે તમારે
એવા કેવા સંબંધ હતા કે, એના બગીચાનું નામ 'અશોક
વાટીકા' રાખ્યું ?
- આવા સંબંધો શોધવા ન જશો. એકલા ગુજરાતમાં જ બસ્સો 'અશોક હૅરકટિંગ સલૂનો' છે !
(ભદ્રેશ કે. પુરોહિત, કરમસદ)
- આવા સંબંધો શોધવા ન જશો. એકલા ગુજરાતમાં જ બસ્સો 'અશોક હૅરકટિંગ સલૂનો' છે !
(ભદ્રેશ કે. પુરોહિત, કરમસદ)
* નિવૃત્તિ પછી કઇ
પ્રવૃત્તિ કરવી જોઇએ ?
- નોકરી સરકારી કરી હોય તો આવો સવાલ ચોક્કસ ઊભો થશે... કે, 'હવે તો કંઇક કામ કરીએ !'
(સુરેશ દરજી, આણંદ)
- નોકરી સરકારી કરી હોય તો આવો સવાલ ચોક્કસ ઊભો થશે... કે, 'હવે તો કંઇક કામ કરીએ !'
(સુરેશ દરજી, આણંદ)
* નરેન્દ્ર મોદી
અમેરિકાના પ્રેસિડૅન્ટની ચૂંટણી લડે તો ય જીતી જાય કે નહિ ?
- બધે કોંગ્રેસ જેવો નબળો પક્ષ ના મળે !
(કિશન પટેલ, નિકોલ)
- બધે કોંગ્રેસ જેવો નબળો પક્ષ ના મળે !
(કિશન પટેલ, નિકોલ)
* મુંબઈના વાચકો
તમને વધુ ચાહે છે, છતાં એમના સવાલો કેમ જવલ્લે જ લેવાય છે ?
- હવે... મને લાગે છે, આવતા પાંચ-છ મહિના સુધી તમે મને નહિ ચાહવાના !
(ભગવાનદાસ મકવાણા, મુંબઈ)
- હવે... મને લાગે છે, આવતા પાંચ-છ મહિના સુધી તમે મને નહિ ચાહવાના !
(ભગવાનદાસ મકવાણા, મુંબઈ)
* અશોકભાઈ, તમારી સાથે એક મુલાકાત થાય કે નહિ ?
- વાઉ..તમારો ટેસ્ટ ઊંચો છે..!
(રાજેશ શેલત, વડોદરા)
- વાઉ..તમારો ટેસ્ટ ઊંચો છે..!
(રાજેશ શેલત, વડોદરા)
* સ્ત્રીઓને માથે
ટાલ કેમ નથી પડતી ?
- એ લોકો બહુ ઊંચુ વિચારે છે.
(જયેશ અંતાણી, ભાવનગર)
- એ લોકો બહુ ઊંચુ વિચારે છે.
(જયેશ અંતાણી, ભાવનગર)
* વૅટરીનરી ડૉકટરો
બધા બિમાર પશુઓનો ઈલાજ કરતા હોવા છતાં, એમને 'ઘોડા દાક્તર' કેમ
કહેવાય છે ?
- નથી ખબર ! મારે પર્સનલી એ લોકોનું કામ જ પડયું નથી.
(મધુકર માંકડ, જામનગર)
- નથી ખબર ! મારે પર્સનલી એ લોકોનું કામ જ પડયું નથી.
(મધુકર માંકડ, જામનગર)
* વધુ મહત્વનું શું
છે ? પૈસા કે સંબંધ ?
- મને હતું જ કે, પૈસા ખાતર તમે મારી સાથે સંબંધ બગાડવાના જ !
(ધવલ જે. સોની, ગોધરા)
- મને હતું જ કે, પૈસા ખાતર તમે મારી સાથે સંબંધ બગાડવાના જ !
(ધવલ જે. સોની, ગોધરા)
* વિજય માલ્યા ધંધો
કરતો નથી, છતાં બધાને ધંધે વળગાડી દીધા છે...!
- કેટલા બાકી નીકળે છે ?
(બાબુ પટેલ, અમદાવાદ)
- કેટલા બાકી નીકળે છે ?
(બાબુ પટેલ, અમદાવાદ)
* શું નરેન્દ્ર મોદી
ઇ.સ. ૨૦૧૭માં પ્રાઇમ મિનિસ્ટર બનશે ?
- તમને હું ક્યાંય દેખાતો જ નથી ?
(નમિક પ્રજાપતિ, અડાલજ)
- તમને હું ક્યાંય દેખાતો જ નથી ?
(નમિક પ્રજાપતિ, અડાલજ)
* ગૌરીવ્રત જેવું
વ્રત છોકરાઓ કેમ રાખી ન શકે ?
- હું ય એ જ કહું છું કોઇ ગૌરી રાખવા કરતા એનું વ્રત સસ્તું પડે !
(મેહૂલ વાઘેલા, વડોદરા)
- હું ય એ જ કહું છું કોઇ ગૌરી રાખવા કરતા એનું વ્રત સસ્તું પડે !
(મેહૂલ વાઘેલા, વડોદરા)
* સાચી લાગણી
જાણવાનું કોઇ મશીન મળે ખરૂં ?
- કોઇ સહૃદયી પાસેથી ૨૦-૨૫ લાખ લઇ આવો... એને સાચી લાગણી હશે તો માંગવા નહિ આવે !
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)
- કોઇ સહૃદયી પાસેથી ૨૦-૨૫ લાખ લઇ આવો... એને સાચી લાગણી હશે તો માંગવા નહિ આવે !
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)
* તમે ભારત ભૂષણને 'ભા.ભૂ.' કહીને
બોલાવો છો, એમાં ઉપર બેઠા એમના બા ખીજાતા નહિ હોય ?
- એમના વાઇફને હું 'ભાભી' કહેતો હતો.
(ભરત સતાવત, ભિવંડી-મહારાષ્ટ્ર)
- એમના વાઇફને હું 'ભાભી' કહેતો હતો.
(ભરત સતાવત, ભિવંડી-મહારાષ્ટ્ર)
* પાવર હાઉસ ઉપર લાલ
લાઇટ થાય છે, પણ વિમાનના પાયલટે લાઇટ લીલી થવાની રાહ ક્યાં
સુધી જોવાની ?
- એ તો વિમાનને રીવર્સમાં લઇ લેવાનું હોય !
(પકેશ સાયમન ઠાકોર, ગાંધીનગર)
- એ તો વિમાનને રીવર્સમાં લઇ લેવાનું હોય !
(પકેશ સાયમન ઠાકોર, ગાંધીનગર)
* 'ફિલ્મ ઈન્ડિયા' વિશે
તમારૂં પુસ્તક વાંચીને અભિપ્રાયો કેવા આવે છે ?
- જેને ગિફટમાં આપ્યું છે, એમાંથી કોઇએ હજી ખોલીને જોયું પણ નથી કે, આ કોઇ પુસ્તક છે કે, સ્કૂટરની પાછલી સીટ ! દરેક લેખક પોતાનું પુસ્તક દોસ્તોને ગિફ્ટ આપવાની મોટી ભૂલ કરતો હોય છે!
(કૌશલ્યા જ. પરીખ, વડોદરા)

* હાથીની કિડની અને
કીડીની કિડનીની સાઇઝ વચ્ચે બહુ તફાવત હશે ?
- જરૂર પડે, બેમાંથી એકને તમે કિડની-દાન કરવાના હો તો હું આગળ વધુ ?
(સ્મિત આચાર્ય, અમદાવાદ)
- જરૂર પડે, બેમાંથી એકને તમે કિડની-દાન કરવાના હો તો હું આગળ વધુ ?
(સ્મિત આચાર્ય, અમદાવાદ)
* તમે ગુરૂ કોને
માનો છો ?
- મારા સ્વ. પિતાજીને.
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)
- મારા સ્વ. પિતાજીને.
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)
* આ 'એનકાઉન્ટર' રવિવારે
જ કેમ રાખ્યું છે ?
- આડે દિવસે તો બીજા કામધંધા હોય કે નહિ !
(મુસ્તુફા કુત્બુદ્દીન દાહોદવાલા, અમદાવાદ)
- આડે દિવસે તો બીજા કામધંધા હોય કે નહિ !
(મુસ્તુફા કુત્બુદ્દીન દાહોદવાલા, અમદાવાદ)
* સવાલ ઍટૅચમૅન્ટમાં
કેમ ના પૂછાય ?
- બા ખીજાય.
(દીપક એસ. માછી, વડોદરા)
- બા ખીજાય.
(દીપક એસ. માછી, વડોદરા)
* ગુજરાતમાં
પ્રવર્તતી ફિક્સ-પગારની પ્રથા હાસ્યાસ્પદ અને અમાનવીય નથી લાગતી ?
- ટૅબલ નીચેથી 'પગાર' લેતા શીખો... જરાય હાસ્યાસ્પદ નહિ લાગે !
(સોનું શર્મા, રાજકોટ)
- ટૅબલ નીચેથી 'પગાર' લેતા શીખો... જરાય હાસ્યાસ્પદ નહિ લાગે !
(સોનું શર્મા, રાજકોટ)
* મારે પાયલટ બનવું
છે. શું કરૂં ?
- છુટ્ટા હાથે સાયકલ ચલાવતા શીખી જાઓ. વિમાન એમ જ ચલાવવાનું હોય છે.
(વીર કૌશિક રબારી, ત્રાજ-ખેડા)
- છુટ્ટા હાથે સાયકલ ચલાવતા શીખી જાઓ. વિમાન એમ જ ચલાવવાનું હોય છે.
(વીર કૌશિક રબારી, ત્રાજ-ખેડા)
No comments:
Post a Comment