Search This Blog

12/02/2012

ઍનકાઉન્ટર : 12-02-2012

* શું કસાબને સાત ખૂન માફછે?
- કોંગ્રેસ-કલ્ચર માટે જેમ ફાવે તેમ ના બોલો, બેન!
(
સાધના પી. નાણાવટી, જામનગર)

* ‘
ભારત રત્નમાટે તમારો કોઈ ચાન્સ ખરો?
-
મને જ્વૅલરીનો ખાસ કોઈ શોખ નહિ!
(
ઈલ્યાસ એસ. તરવાડી, ચલાલા)

* ‘
પુસ્તક ચોરને ચોર કહેવાય?’
- ‘
ચોર કો ચોર હી રહેને દો, કોઈ નામ ન દો... હોઓઓઓ!
(
ભરત ડી. સાંખલા, ડીસા)

સ્વપ્રશંસા અને પ્રસિઘ્ધિમાં રાચતા નેતાઓ પ્રજાના પ્રશ્નો સમજશે ખરા?
- ‘
કલ જીસકો બાઝાર મેં હમને બીકને સે બચાયા થા, વો શખ્સ આજ હમેં પૂછ રહા હૈ, ‘બતા તેરી કિમત ક્યા હૈ?’’
(
રવિરાજ વાળા, છત્રિયાળા-ચુડા)

બધી જ્ઞાતિઓ પોતાના ઈશ્વરોનાં મંદિરો બનાવે છે... આમાં એકતા શું ખાખ આવે?
-
હું ચુસ્ત હિંદુ છું, છતાં મને એક દિવસનો સરમુખત્યાર બનવા મળે તો હિંદુઓના તમામ ધર્મો પર પ્રતિબંધ મૂકાવી, એક માત્ર ભારતમાતાના મંદિરો બનાવવાની છુટ આપું.
(
નૈમેષ સિઘ્ધપુરા, મૅલબોર્ન, ઓસ્ટ્રેલિયા)

માણસ ૫૦-પહેલા જે ખાતો હતો, તે પચી જતું, પણ ૫૦-પછી જે પચે છે તે કેમ ખાતો નથી?
-
૫૦-પછી એ પીવા ઉપર ચઢી ગયો હોય છે!
(
નૈષધ દેરાશ્રી, જામનગર)

લુચ્ચાઈમાં શરદ પવાર ચઢે કે શિયાળ?
-
શિયાળ કો ગાલી મત દે... બે!
(
નિસર્ગ ખત્રી, ભરૂચ)

પ્રેમ અને પૈસામાં તમે કોને મહત્વ આપો છો?
-
અફ કોર્સ પૈસાને જ! પ્રેમને શું ધોઈ પીવો છે ? પ્રેમના બદલામાં સાલો ફૂટપાથનો લારીવાળો અડધી ચા ય નથી આલતો...!
(
જીજ્ઞેશ, મુંબઈ)

વકીલની ભૂલ અને ડૉક્ટરની ભૂલ વચ્ચે કોઈ સામ્ય?
-
બન્ને પરણી બેઠા હોય છે... ગામના સારા કૅસો પડતા મૂકીને!
(
સલમા મણિયાર, વિરમગામ)

આપણા ઉપરાષ્ટ્રપતિના પત્ની સલમા અન્સારીએ, ‘બાળકીઓને પેદા થતા જ મારી નાંખવી જોઈએ’, એવો અભિપ્રાય વ્યક્ત કર્યો... તમે સુઉં કિયો છો?
-
એ આવું બોલ્યા હોય, એની મને જાણ નથી... ને જો બોલ્યા હોય તો આ નિર્ણય એમના માતા-પિતાએ લેવા જેવો હતો!
(
વિનોદ બી. વ્યાસ, ઉમરેઠ)

પત્ની મૂંગી સારી કે બહેરી?
-
આપણી હોય તો બહેરી ને બાજુવાળાની હોય તો મૂંગી.
(
દીપ પરીખ, રાજકોટ)

શું ભારતમાં ઈજિપ્ત જેવો બળવો ના થઈ શકે?
-
જ્યાં ભાજપ જેવા નપુંસક વિરોધ પક્ષો અને અન્ના હજારે જેવા કામચલાઉ ભૂખ્યાઓ આળોટતા હોય, એ દેશમાં બળવા-ફળવા ના ફાટે!
(
પિનાકીન ઠાકોર, અમદાવાદ)

ઘરઘાટી અને ઘરવાળી વચ્ચે શું ફરક?
-
બન્ને એકબીજા માટે જીવે છે...! (સમજણ : ઘરઘાટી પોતાની ઘરવાળી માટે અને ઘરવાળી પોતાના ઘરના ઘાટી માટે! આ વ્યવસ્થામાં વચ્ચે ક્યાંય ગોરધન આવતો નથી.)
(
સુનિલ જે. શાહ, કલોલ)

શું મોદી મોદી કરો છો મોદી જેવા તો સોનિયા ગાંધીને ચાપીવડાવે છે...!
-
લકવાગ્રસ્ત દર્દીની સેવા કરવી દરેક ભારતીયની ફરજ છે.
(
ભરત સી. સોલંકી, સોખડા)

સતયુગ પછી કલયુગ... પછી?
-
જે હાલમાં ચાલી રહ્યો છે તે... ઈન્ટરવલ.
(
પારૂલ એસ. શાહ, કલોલ)

ઘરવાળી અને બહારવાળી વચ્ચ શું ફરક છે?
-
હૉસ્પિટલમાં લાંબા થઈને પડ્યા હો, ત્યારે બહારવાળી કપાળે પોતાં મૂકવા આવી શકતી નથી!
(
જસવંત એન. શાહ, કલોલ)

* ‘
૨૯ ફેબ્રુઆરીદર ચાર વર્ષે એક વાર જ કેમ આવે છે?
- ‘
પરફેક્શનનું તો આવું જ રહેવાનું.
(
રાજ નરેશભાઈ વ્યાસ, અંજાર-કચ્છ)

શરીરમાં ઘણાં અંગો બબ્બે છે... ફક્ત હૃદય એક જ કેમ?
-
ઈશ્વરની મૅન્યુફેક્ચરીંગ ડીફૅક્ટ...!
(
સંગીતા કે. ડાભી, રોહિશાળા-ભાવનગર)

* ‘
સ્ક્રીન ઍવોડ્‌ર્ઝમાં શાહરૂખખાન માઘુરી દીક્ષિત સાથે માની ન શકાય એટલું બિભત્સ બોલ્યો હતો...
-
નાનપણથી ઘરમાં માં-બાપને એવા જ સંસ્કારમાં જોતો આવ્યો હોય ને!
(
પૂર્વી મેહતા, સુરત)

દરેક ક્ષેત્રે ગુજરાતીઓ જ કેમ આગળ પડતા હોય છે?
-
આગળ નડતાપણ હોય છે... ખાસ કરીને શિવસેનાને.
(
પિંકલ પટેલ, રોહીશાળા-ભાવનગર)

આપને ત્યાં ઈન્કમટૅક્સની રેડ પડે તો?
-
એવા નસીબ ક્યાં, ભાઇ... એવા નસીબ ક્યાં? પડે તો આજની જેમ લોકો મને ગરીબ તો ન ગણે!
(
અનિલ દેસાઈ, નિયોલ-સુરત)

અશોકભાઈ, સ્વિસ-બૅન્કના ખાતામાં કેટલા નાણાં જમા છે?
-
થૅન્ક્સ... સ્વિસ તો ઠીક, સિઘ્ધપુરની ય બૅન્કમાં મારા પણ પૈસા જમા હોઇ શકે, એવી ધારણા કરવા બદલ!
(
રશિદા હકીમ, સવઈ, મુંબઈ)

આજકાલ ઘડિયાળ બધા પાસે છે, સમય કોઇની પાસે નથી. કોઈ ઉપાય?
-
૧૫-માળની અગાસી પરથી આપઘાત કરવા જતા બાબુભઈને કોઈએ પૂછ્‌યું, ‘કેટલા વાગ્યા?’ બાબુભઈએ ગુસ્સાથી કહ્યું, ‘‘જસ્ટ શટ અપ...! મારે પાસે મરવાનો ય ટાઈમ નથી.’’
(
પ્રદીપ જાની, અમદાવાદ)

પડોસી દુશ્મન દેશો સાથે હવે આરપારની લડાઈ કરી લેવી જરૂરી નથી લાગતી?
-
હું એકલો નહિ પહોંચી વળું.
(
દેવેન્દ્ર જે. ભટ્ટ, ઢેમાભાઈ, જામનગર)

No comments: