Search This Blog

24/06/2016

'ઝીદ્દી' ('૬૪)

ફિલ્મ :'ઝીદ્દી' ('૬૪)
નિર્માતા-દિગ્દર્શક : પ્રમોદ ચક્રવર્તી
સંગીત : સચિનદેવ બર્મન
ગીતો : હસરત જયપુરી
રનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ
થીયેટર : મૉડેલ ટૉકીઝ (અમદાવાદ)
કલાકારો : જૉય મુકર્જીઆશા પારેખમેહમુદશોભા ખોટેધૂમલઉલ્હાસરાજ મેહરામદન પુરીનાઝીમામોહન ચોટીસુલોચનાબેલા બૉઝલતા સિન્હામહેન્દ્રઅસિત સેનમુમતાઝ-બેગમમોહિની અને મજનૂ (હાથી)

ગીતો
૧ તેરી સૂરત સેનહિ મિલતીકિસી કી સૂરત મુહમ્મદ રફી
૨ જાનુ ક્યા મેરા દિલ અબ કહાં ખો ગયા... મુહમ્મદ રફી
૩ પ્યાર કી મંઝિલ મસ્ત સફરતુમ હો હંસિ.... મુહમ્મદ રફી
૪ ચંપાકલી દેખો ઝૂકી ગઇ રેજાદુ કિયા આશા ભોંસલે-રફી
૫ રાત કા સમાઝૂમે ચંદ્રમાતન મોરા નાચે રે... લતા મંગેશકર
૬ યે મેરી ઝીંદગીએક પાગલ હવાઆજ ઇધર લતા મંગેશકર
૭ મૈં તેરે પ્યાર મેં ક્યા ક્યા ન બના દિલબર... ગીતા દત્ત-મન્ના ડે
૮ પ્યાર કી આગ મેં તનબદન જલ ગયાજાને ક્યું સતાતી....મન્ના ડે

ફિલ્મ બિલકુલ બકવાસ હતી.

ઉફ...આટલું વાંચીને ફિલ્મ જોવાનો કે આ લેખ વાંચવાનું માંડી ન વાળશો. અનેક બકવાસ હિંદી-ફિલ્મોએ આપણને અનેક રીતે બહુ ખુશ કર્યા છે. મેં તો 'કન્વેન્શનલીઆ ફિલ્મ 'ઝીદ્દી'ને હૉપલૅસ કીધી છે અને હૉપલૅસ હતી ય ખરીપણ બીજી ૪-૫ સિધ્ધિઓ આ ફિલ્મની એવી હતી કેડીવીડી-મંગાવીને ફરીથી જોવી પડેતો ય પૈસા વસૂલ છે...ચાલોજોઇ લઇએએવી તે કઇ કઇ સિદ્ધિઓ હતી !

(૧) સચિનદેવ બર્મનદાદાના પગમાં આળોટીને પ્રણામ કરવા પડેએવા એક એકથી વધુ મીઠા લાગેએવા ગીતોએ આ ફિલ્મને આજ સુધી જીવંત રાખી છે. તત્સમયના લગભગ બધા ગાયકો પાસેથી દાદાએ મધુરીયું કામ લીધું છે. મુહમ્મદ રફીના ત્રણ અને લતા મંગેશકરના બે સોલોની એકએક લાઈન આપણે આજ સુધી ક્યાં ભૂલ્યા છીએ ! એમાં યરફીની હરકત ઊડીને કાને વળગે એવી છે. 'બોલો બોલો...ગાઇ લીધા પછી 'રફી હી બ્બોલોશબ્દો ગાઈને જે હરકત કરે છેએ માટે જ્યારે આ ગીત સાંભળીએ ત્યારે રાહ જોવી પડે કેક્યારે ફરીથી રફી આ 'હી બ્બોલોગાય ! એ જ ઢબેલતા મંગેશકરના બન્ને સોલોમાં બર્મન દાદાએ રૅકૉર્ડિંગ પહેલા લતાને શું પીવડાવી દીધું હશે કેબન્ને ગીતો સાંભળતી વખતે નશો આપણને ચઢે ! એ વાત તો આ કૉલમમાં પચ્ચાસ વખત લખી ચૂક્યા છીએ કેદાદા બર્મનની એક ખૂબી એક શંકર-જયકિશન સિવાય ભાગ્યે જ કોઇ સંગીતકારમાં નિરંતર જોવા મળતી હતી કેગીતના બધા અંતરાના ઇન્ટરલ્યૂડ મ્યુઝિકલ પીસ એકબીજાથી અલગ અલગ હોય. આ વાતને સિધ્ધિમાં ફેરવીને વાંચવાનું કારણ એ કેખુદ ઓપી નૈયરે કહ્યું હતું કે, 'હું કાંઇ પાગલ નથી કે ગીતના બે અંતરા વચ્ચે જુદી જુદી ધૂનો બનાવીને બે નવા ગીતોની ધૂન વેડફી નાંખુ !'

(૨) વળી આપણે એ ય ભૂલવાનું નથી કેદાદા બર્મને એ જમાનાથી એમના ગીતોમાં વૅસ્ટર્ન વાદ્યોનો ભારતીય સંગીતમાં અનુવાદ કરીને આપણને ડોલાવ્યા છે. એ.આર.રહેમાન જે હવે કરે છેએ ખૂબીઓ તો દાદાએ '૫૦-ના દાયકાથી બતાવવા માંડી હતી. એટલો તો વિચાર કરો કેકહેવાય કૉમેડી ગીતોછતાં મન્ના ડે ના આ ફિલ્મના બન્ને ગીતોમાં શાસ્ત્રોક્તતાનો પૂરો ઉપયોગ થયો છે. મેહમુદને મુહમ્મદ રફી કરતા મન્ના ડે વધુ માફક આવતા હતાપણ દાદાએ એ વાત હસવા હસાવવામાં કાઢી નહોતી નાંખી. મન્ના દા એ પણ પૂરી શાસ્ત્રોક્ત ઢબે બન્ને ગીતો ગાયા છે. ગીતા દત્તને પણ મન્ના દા સાથે એક યુગલ ગીતમાં સ્થાન મળ્યું છેએનું એક વધારાનું કારણ એ પણ હોય કેફિલ્મના નિર્માતા-નિર્દેશક ચક્કી દા (પ્રમોદ ચક્રવર્તી) ગીતા દત્તના બનેવીલાલ થાય ! આ પછીની એમની ફિલ્મ 'લવ ઇન ટોક્યો'માં પણ ગીતા-મન્નાનું યુગલ ગીત હતું જ ! સચિનદેવ બર્મને આસિસ્ટન્ટ તરીકે સુપુત્ર રાહુલદેવ બર્મનને લીધા છેજેનો તોફાની ગીતોના વાદ્યસંગીતમાં સીધો સ્પર્શ જોવા મળે છે.

(૩) મેહમુદ-શોભા ખોટે-ધૂમલની ત્રિપુટીએ કેટકેટલી ધૂમ અનેક ફિલ્મોમાં મચાવી છે. મને તો સ્થૂળ કૉમેડી પણ એટલી જ ગમેજેટલી સૂક્ષ્મ ! હસવું હોય તો આવા બધા ભાગ ન પાડવાના હોય કેઆ તો બફૂનરી છે. હું આ ફિલ્મ 'ઝીદ્દીજોતા જોતા મન મૂકીને હસ્યો છું. આ ત્રિપુટીના નામો ય લગભગ બધી ફિલ્મોમાં નક્કી જ હોય...મેહમુદનું મહેશશોભાનું 'શીલાઅને શીલાના પિતામાં ધૂમલ. હિંદી ફિલ્મોમાં એક ધૂમલ અને બીજા પોપટલાલ (રાજેન્દ્રનાથ) બન્ને એવા સ્થૂળ કૉમેડિયનો હતા કેહું એમને જોઉંત્યાં જ હસવાનું શરૂ થઇ જાય. ધૂમલ મહારાષ્ટ્રીયન હતો અને પોપટલાલની જેમ અંગત જીવનમાં વધારે પડતો સીરિયસ માણસ હતો. ધૂમલની દીકરીના કહેવા મુજબએ બહુ શિસ્તબધ્ધ પિતા હતા અને દીકરીઓને ઘરની બહાર આવવા-જવામાં લશ્કરી શિસ્તના આગ્રહી હતા.

આ ફિલ્મની '૬૪ની સાલ એટલે મેહમુદ તો હિંદી ફિલ્મોમાં હીરો તરીકે ય આવતો હતો અને આ 'ઝીદ્દીજેવી અનેક ફિલ્મોમાં ભલે એ હીરો ન હોયએનું મહત્ત્વ હીરોથી એક દોરો ય કમ નહોતું. ફિલ્મ 'દિલ તેરા દીવાના'માં એની કૉમેડીની સફળતા પછી એ સાતમા આસમાને ચઢી ગયો હતો અને જીદ કરતો કેએ જે ફિલ્મમાં હોયએના હીરો કરતા એને એક રૂપિયો વધારે મળવો જોઇએ. એની સારી સાથે એક બિગડેલ ક્વૉલિટી પણ આવી ગઇ હતી કેએ અત્યંત તોછડો બની ગયો હતો. સ્ત્રીઓનો શોખિન તો એ જમાનો હોય કે આજનોહરકોઇ ફિલ્મવાળો હોય જપણ મેહમુદ તો ફિલ્મમાં એના નૃત્ય-ગીતમાં પાછળ ડાન્સ કરતી કોરસની છોકરીઓને ય સૅક્સ માટે સીધું જ પૂછી લેતો (અને મોટા ભાગની તૈયાર પણ હતી !) અલબત્તજે પરિવાર અને ખાસ તો ભાઇ-બહેનો માટે એ જીવનભર પૈસેટકે ખૂબ ઘસાયોએ બધાએ પાછલી જિંદગીમાં એને ભારે ખાંગો કરી નાંખ્યો હતો !

(૪) ગુરૂદત્તના કાયમી કૅમેરામૅન વી.કે. મૂર્તિની રંગીન ફોટોગ્રાફી '૬૪-ની સાલમાં તો હરકોઇને પાગલ-પાગલ કરી દે એવી મનોરમ્ય હતી. ખાસ કરીનેબાહરી દ્રષ્યો (આઉટડૉર)માં તો આંખો ઠરે એવા રંગોથી છમછમાછમ દ્રષ્યો ઝડપવામાં આવ્યા છે. કૅમેરાના જાણકારો આજે ય માને છે કેહિંદી ફિલ્મોમાં વી.કે. મૂર્તિથી વધુ કાબેલ બીજો કોઈ સિનેમેટોગ્રાફર નહતો.

(૫) જૉય મુકર્જી પાછળ હું પહેલેથી પાગલ. એ મારો ખૂબ માનીતો હીરો હતો. અઢળક વાચકોને મારી આ વાત નહિ ગમેપણ હું મારી વાત કરી રહ્યો છું...એમને કોણ ગમે છેએની નહિ ! ઑલમોસ્ટ પરફૅક્ટ ફિગર સાથે જૉયના હાઇટ-બૉડીએની બિફિકરી હૅરસ્ટાઇલઅમિતાભ બચ્ચન જેવો મર્દાના અવાજ અને ખૂબસુરત ચેહરો મને ખૂબ ગમતો માલસામાન હતો. યસ. ઍક્ટિંગમાં એને માટે ગૌરવ લેવાય એવો અભિનેતા નહતો. અશોક કુમારનો સગો ભાણો હોવાને નાતે એના ચેહરામાં અનેકવાર દાદામોનીની છાંટ દેખાય-ખાસ કરીને ત્રિકોણ હડપચી અને અણીયારી દાઢીમાં ! જૉય મુકર્જીને મળવાની મને બહુ ખેવના હતી.... કમનસીબેએકવાર ફોન પર જ એની સાથે વાત થઇ શકી હતી. એનો સૌથી નાનો ભાઈ શુબિર મુકર્જી અમદાવાદ આવ્યો ત્યારે મારી સાથે જૉયની વાત કરાવી હતી. શુબિરની પત્નીએ મારી પત્નીને 'ઘરની વાતકીધા મુજબઆખા મુકર્જી-પરિવારમાં 'જૉય ભાઈસા'બ જેવો ઉત્તમ સ્વભાવ અન્ય કોઇનો નહતો. એ નસીબવાન પણ ખરો કેએ જમાનામાં 'આખીરંગીન હિંદી ફિલ્મ ભાગ્યે જ ઉતરતી.

(આખીનો મતલબહોમી વાડીયા જેવા સ્ટંટ ફિલ્મોના નિર્માતાઓ ક્યારેક આખી બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મના ટોટલ બે રીલ્સ રંગીત બનાવતા. એ પત્યા પછી ફરીથી ફિલ્મ કાળી-ધોળી થઇ જાય. ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં પણ મધુબાલાના નૃત્યગીત 'પ્યાર કિયા તો ડરના ક્યા....કે.આસીફે રંગીન બનાવ્યું હતું.) રંગીન ફિલ્મમાં ચમકવાનું સદ્ભાગ્ય હરકોઇના નસીબમાં નહોતું. ખુદ રાજ કપૂરને ફિલ્મ 'સંગમસુધી અને દેવ આનંદને ફિલ્મ 'ગાઇડસુધી રાહ જોવી પડી હતી.) દિલીપકુમાર વધુ નસીબદાર કે મેહબૂબ ખાને ૧૯૫૨-માં ફિલ્મ 'આનરંગીન તો બનાવીપણ ફિલ્મને પ્રોસેસ કરાવવા લંડન મોકલી હતી. જૉય વધારે નસીબદાર કે સાધનાના પતિ આર.કે. નૈયરે જૉયની સાથે સાયરા બાનુને લઇને બનાવેલી ફિલ્મ 'આઓ પ્યાર કરે'ના બે રીલ્સ રંગીન બનાવ્યા હતા. જૉયનો પ્રવેશ જ કલર ફિલ્મ 'હમ હિંદુસ્તાની'થી થયો હતો.)

ફિલ્મ 'ઝીદ્દીનૉનસૅન્સ હતીએના મુખ્ય કારણમાં એની બેવકૂફીભરી વાર્તા ય ખરી. અશોક (જૉય) પૈસાદાર માતા-પિતા (ઉલ્હાસ અને મુમતાઝ બેગમ)નો પુત્ર નોકરીની તલાશમાં અચાનક આશા (આશા પારેખ)નો ફોટો જોઈને જ મોહિત થઇ જાય છે અને ગમે તેમ કરીને (મેહમુદ-શોભા ખોટેની મદદથી) આશાના ટી-ઍસ્ટેટના માલિક રાય સાહેબ (રાજ મેહરા અને સુલોચના લટકાર)ને ત્યાં મૅનેજરની નોકરી લે છે. પણ આશા અત્યંત ગુસ્સાવાળી અને ઝીદ્દી કિસ્મની મૉડર્ન છોકરી હોય છેજે લપટાતી ન હોવાથી અશોક આશાની નાની બહેન સીમા (નાઝિમા)ને પ્રેમજાળમાં ફસાવવાનું નાટક કરે છેએ જોઇને આશા જૉયના પ્રેમમાં પડી જાય છે. આ તો બન્નેના લગ્ન માટે એકે ય મમ્મી-પાપાને વાંધો હોતો નથીપણ ફિલ્મના અંત ભાગમાં ખબર પડે છે કેરાય સાહેબના જૂના દોસ્ત મદન પૂરી પોતાની તવાયફ પત્નીનું ખૂન કરીને ભાગ્યો હોય છે અને આશા એની પુત્રી હોવા છતાં રાય સાહેબ એને પોતાની દીકરીની જેમ ઉછેરે છે. તવાયફ અને ખૂનીની પુત્રી હોવાને કારણે જસ્ટિસ ઉલ્હાસ પોતાના દીકરા અશોકને આશા સાથે પરણાવવાની ના પાડી દે છે. થોડી નાટકબાજીને અંતે ફિલ્મનો સુખદ અંત આવે છે.

ફિલ્મમાં કેટલીક ગરબડો ઉઘાડી આંખે દેખાય છે. જૉયના ગીત 'પ્યાર કી મંઝિલ મસ્ત સફરદરમ્યાન આશા પારેખ આખા અંતરા સુધી બે હાથ પકડીને ઝાડની ડાળી ઉપર લટકતી દેખાય છે. પોતાના શરીરનો ભાર ઉંચકીને આટલી વાર સુધી લટકતા રહેવું પુરૂષ માણસ માટે ય લગભગ અશક્ય છે. એવી જ રીતેમોહન ચોટી ચાલુ ટ્રેનમાંથી જૉય મુકર્જીની બે બૅગો લઇને ભાગે છે એ બન્ને બૅગો તદ્દન ખાલીખમ હોય છેએ તો સામાન્ય પ્રેક્ષકે ય પકડી શકે એવી ભૂલ છે. જૉય મુકર્જીએ આખી ફિલ્મમાં અનેકવાર લાલ રંગની જુદી જુદી જર્સીઓ પહેરે રાખી છે. કારણ કદાચ એ હોય કેરંગીન ફિલ્મો નવી નવી આવી હતી અને લાલ રંગ ઊડીને આંખે વળગે એવો હોવાથી દિગ્દર્શકે આવું પરાક્રમ કરાવ્યું હોય. મને યાદ છેઅમે નાના હતા ત્યારે પ્રતાપ સિનેમા અને અશોક ટૉકીઝની ગલીમાં ફિલ્મી ગીતોની ચોપડી કે ફોટા મળતાએમાં ફિલ્મની કૅમેરાની પટ્ટીના એક એક ટુકડા પણ દસ-દસ પૈસામાં મળતા. ઝીણી આંખે જોઈને અમે રાજી થતા કેજોઆ લાલ જર્સીવાળો જોય મુકર્જી આંખ ઝીણી કરવી ન પડેએટલે સાયન્સમાં ભણેલો એક પ્રયોગ પણ અમે લાઇટનો ઊડી ગયેલો બલ્બ લાવીને એના મોંઢાનો સીસમ જેવો કાળો ભાગ ખોતરી ખોતરીને બલ્બ ખાલી કરી નાંખતા. એમાં ચોખ્ખું પાણી ભરીને દર્પણ વડે સૂર્યપ્રકાશ એ બલ્બ ઉપર ફેંકતા અને બલ્બને અડીને ફિલ્મની આ પટ્ટી ઊંધી મૂકતાજેથી સામે ભીંત ઉપર મોટી સાઇઝનું પિક્ચર રીફ્લૅક્ટ થઇને દેખાય. એમ કહેવાય ને કેએ જમાનામાં ફિલ્મનો શોખ આ હદનો હતો.

ચક્કી દા ને આ ફિલ્મમાં ગંજાવર સફળતા મળી, (આ વર્ષમાં સૌથી વધુ નફો કરનારી 'ઝીદ્દીચોથા નંબરની ફિલ્મ બની હતી. એટલે એણે આ જ સ્ટારકાસ્ટ સાથેની બીજી ફિલ્મ 'લવ ઈન ટોક્યોઉતારીતે એટલે સુધી કે એમાં ય તમામ પાત્રોના નામ આ જ બધા... અશોકઆશામહેશ અને શીલા ઉપરાંત ધૂમલઉલ્હાસમદન પૂરીમોહન ચોટીઅસિત સેન અને મુરાદ. ચક્કી દા એ અગાઉ નોંધપાત્ર ફિલ્મો બનાવી હતી. પ્રદીપ કુમારની ફિલ્મ 'સંજોગ' (ભૂલી હુઇ યાદોંમુઝે ઇતના ન સતાઓ) અને 'પાસપૉર્ટ' (સાઝે દિલ છેડ દેક્યા હંસિ રાત હૈ), 'તુમ સે અચ્છા કૌન હૈ,' 'નયા ઝમાના,' 'જુગનુ,' 'વૉરન્ટ', 'બારૂદ', 'ડ્રીમ ગર્લ,' 'આઝાદ,' 'જ્યૉતિઅને 'નાસ્તિક'. પણ 'ઝીદ્દી'નું સંગીત આટલું મધુરિમ હોવા છતાં 'લવ ઇન ટોક્યો'માં બર્મન દા ને રીપિટ કરવાને બદલે 'લવ ઈન ટોક્યો'માં શંકર-જયકિશનને કેમ લીધાએ સવાલનો જવાબ એ છે કેદાદાએ પોતે ફિલ્મની આવી ફાલતુ વાર્તા સાંભળીને એમાં સંગીત આપવાની ના પાડી હતી. શમ્મી કપૂરની 'તુમ સે અચ્છા કૌન હૈપણ ના સ્વીકારીપણ કાકા પાછા ધર્મેન્દ્રની ફિલ્મ 'નયા ઝમાનાઅને 'જૂગનુ'માં આવી ગયા હતાત્યારે પ્રમોદ ચક્રવર્તીએ ના પાડવી પડેએવું બન્ને ફિલ્મોનું સામાન્ય સ્તરનું સંગીત આપ્યું હતું.

એક નવાઇ લાગે ખરી કેફિલ્મમાં મેહમુદ અને શોભા ખોટેના લગ્નસમારંભ વખતે બર્મન દાદાએ કલ્યાણજી-આણંદજીએ બનાવેલી ધૂન 'મેંહદી લગી મેરે હાથ રે...વગાડી છે. ટૂંકમાંફિલ્મ બિલકુલ બકવાસ હોવા છતાં ખડખડાટ હસવું ગમતું હોય તો સીડી મંગાવવામાં જોખમ નથી.

No comments: