Search This Blog

08/08/2016

ઓ કહાન, કૉલ-બેલ કોણે વગાડ્યો ?

- એ... ઉઠો... કોઇએ કૉલ-બેલ મારી.
- ઉઉઉ....છુટ્ટી મારી....? કોઇને વાગી...? લોહી-બોહી નીકળ્યું...?
-
ઓ શ્શટ..અપ...! અડધી રાત્રે એક સાથે તત્તણ સવાલો શેનો પૂછે છે, ગોદુ ....? બે સવારે નથી પૂછાતા ?
સુવા દે ને, ભ’ઇ...!
-
અરે પણ કોક બૅલ મારે છે.... જલ્દી જા ને ઉઘાડ...
તું જા. હું ઉંઘમાં છું.
-
ધીસ ઇઝ ટુ મચ ઑફ યૂ, ઓકે...? અડધી રાતે હું દરવાજો ખોલવા જઊં...?
- સારૂં. તો સવારે ખોલજે.
-
નૉન સૅન્સ. ગોદુ .... ગોદુ ..... કેમ સ્ટુપિડ જેવી વાતો કરે છે ? એક સ્ત્રી થઇને અડધી રાત્રે હું દરવાજો ખોલવા જઊં ?
- (
બેઠા થઇ જઇને) યૂ સિમ્પલી આર ઇનકૉરિજીબલ..! હું દરવાજો ખોલવા નહિ જઊં.
-
તો હું જઊં ? આર યૂ મૅડ....?
-
યૂ આર મૅડ... આઈ ઍમ નૉટ, ઑકે ? પણ... પણ અત્યારે રાત્રે અઢી વાગે કોણ બૅલ વગાડે છે ?
-
બૅલ કોઇ સંગીતકાર જ ન વગાડે, સમજ્યો ? ઓહ કમ ઑન... આપણને શી ખબર, કોણ આયું છે ?
-
ઓકે. તું જઇને જોઇ આય તો ખરી, કોણ આયું છે ? પછી દરવાજો હું ખોલી આઇશ.
-
પૅટ્સ સ્ટૂપિડ ઑફ યૂ, ગોદુ... ! વૉટ -
-
આ શું તું મને ગોદુ-ગોદુ કીધે રાખે છે ? નામથી નથી બોલાવાતું ?
-
ગૌતમ નામથી તું ક્યારેય સાંભળે છે ?
-
ડૉન્ટ બી સિલી, યાર... ! તારે લીધે સાલા ઑફિસમાં, સોસાયટીમાં, કલબમાં કે પાર્ટીઓમાં ય બધા મને ‘ગોદુ’ કહીને બોલાવવા માંડયા છે...
-
કૉલબૅલ, પ્લીઝ... આ આઠમો બૅલ વાગ્યો. પેલાને પરોઢીયે આપણા દરવાજા બહારથી ઉઠાડવો પડે, એના કરતા અત્યારે ગો-દુ... પ્લી...ઝ.. ગૅટ.. ખોલ..
-
તું ઇ આય...
તને ઇ શરમ-બરમ આવે છે કે નહિ ? અરે રાત અડધી છે, કોઇ ચોર-બોર હોય તો મરી રહું ને ?
-
એવું હોય તો એ લોકો મરવાના થાય.... તું નહિ.
-
ગોદુ પ્લીઝ, બી ઍ બ્રૅવ બૉય... આપણી લાઇટો ચાલુ છે.. બહાર પેલાને કેવું થાય કે, આ લોકો ઉઠી ગયા છે, તો ય દરવાજો ખોલતા નથી.
-
આપણને કેવું થાય અડધી રાત્રે, એનો એને વિચાર આયો હશે ખરો ?
-
અરે પણ કોઇ ઇમરજન્સી હોય તો જ માણસ અડધી રાત્રે કોઈના ઘેર જાય ને ?
-
ઓકે. ઇન ધૅટ કૅસ... આપણે બંને સાથે દરવાજો ખોલવા જઈએ...
-
આર યૂ સ્કૅર્ડ.. ! તને બીક લાગે છે એકલા જતા ? અને તે ય પાછી એક સ્ત્રીની મદદ લેવી છે ?
-
આ કૅસમાં તું સ્ત્રી નથી. એક વાઇફ છે. આઇ મીન, વાઇફ એક મરદ કહેવાય. ભલભલા ફફડતા હોય, તું સાથે હોય તો અજાણ્યાને ખાત્રી થાય કે, ઘરમાં આ માણસ એકલો નથી.
ગોદુ... યૂ આર ઇમ્પૉસિબલ....! યૂ આર ઈમ્પૉસિબલ...!! ઓકે. ચલ. આપણે બંને જઇને જોઈએ.
-
ઓહ, થૅન્કસ મીનુ... હવે તું જઇ જ રહી છું તો એકલી જોઇ આય ને ! મારૂં ત્યાં....
-
ગો ટુ હૅલ....! યૂ જસ્ટ ગો ટુ હૅલ...! હવે તો તું બહાર ને હું અંદર. હવે હું આપણા બૅડરૂમનો દરવાજો ય ખોલવાની નથી...
-
મીનુ તું આમ....
-
આઇ સૅઇડ, જસ્ટ ગો ટુ હૅલ... !
-
ઓકે બાબા ઓકે... હું ખોલી આવું છું, રાઇટ...?.... ઓહ, મીનુ.. બહાર તો કોઇ નથી.
-
વૉટ..?
-
યસ બહાર તો કોઇ નથી ઊભું.. જો !
-
ઓહ મ્મી ગૉઓ....ડ ! .....તો...તો બૅલ કોણે માર્યો ?
-
ડૉન્ટ આસ્ક મી... હું તો અંદર હતો.
-
સ્ટ્રૅન્જ.... ! બહાર તો કોઇ નથી, તો પછી બૅલ કોણે માર્યો ?
-
જો. સરકારે હવે તો આપણને કાયદેસર માહિતી માંગવાનો અધિકાર આપ્યો છે. કાલે માહિતી ખાતામાં ફૉન કરીને પૂછી જોઈશું, અમને અડધી રાત્રે બૅલ કોણ મારી ગયું ?
-
એ જો... ફરીથી બૅલ વાગ્યો... !
-
યસ. કોક લાગે છે... જા, જલ્દી જો, કોણ છે ?
-
અરે તું જા, ગોદુ.... મને શેનો કહે છે જોવાનું ?
-
ઓકે. તું હરદમ તારી જીદ પૂરી કરીને જ રહીશ... ઓહ નો...! ફરીથી અહીં તો કોઇ નથી.
કોણ બૅલ મારી ગયું ?
-
હે ભગવાન... હવે મને સો ટકા બીક લાગવા માંડી છે.... ઓહ ન્નો... ! ગોદુ... કોઇ ભૂત-બુત તો....
-
સૉરી, મારે એ લોકો સાથે કોઇ પર્સનલ સંબંધો નથી...
-
યૂ આર ઍ ક્રેબ, ગોદુ ..... ! આવા ટાઇમે આવી પીસીઓ શેનો મારે છે ?
-
ડાર્લિંગ હું તારૂં લેવલ જોઇને પીસીઓ મારૂં છું....
-
હે ભગવાન.. ફરી પાછો બૅલ વાગ્યો... હું મમ્મીને ફોન કરૂ છુ... આઇ કાન્ટ સ્ટૅન્ડ ઇટ ઍનીમોર...
-
આ મકાન જ બદલી નાંખવા જેવું છે, મીનુ... હું તને પહેલેથી કહેતો હતો.. આવા ફલૅટમાં કાં તો ભૂતો રહી શકે ને કાં તો તારા પિયરીયાઓ.. !

(
ઑલમોસ્ટ સાચી બનેલી આ ઘટનામાં બનેલું એવું કે, બાજુના બ્લૉકવાળો કોઇ પંજાબી રોજ રાત્રે પી ને આવે, એમાં આ વખતે ખોટા બ્લૉકમાં આવી ગયો. બે-ચાર વાર કોલ-બૅલ મારી જોયા પછી ય દરવાજો ન ખૂલ્યો. (જે એને માટે રોજની વાત હતી !) એટલે, ‘આજે ય વાઇફ બગડી છે, એમ સમજીને પીધેલી હાલતમાં નીચે ઉતરી જાય. પાછો ઉપર આવીને બૅલ ‘મારી જુએ.... એમાં આ બંને ભરાઈ ગયા.)

 સિક્સર
-
કોઇની દિવાળી બગાડવાનો કોઇ સચોટ ઉપાય ખરો ?
-
એકદમ સચોટ. ‘હૅપી દિવાલી’ રૂબરૂ કહેવાને બદલે SMS થી મોકલી દો... બે દિવસના દસ હજાર SMS વાંચીને એ નેહરૂ-બ્રીજ પરથી ભૂસકો જ મારશે.
-
ભલે મારતો... પણ એનો મોબાઈલ તો ઉપર મૂકીને જશે ને ?
(Published on 03-11-2010)

No comments: