Search This Blog

07/05/2017

ઍનકાઉન્ટર : 07-05-2017

* તમે ટીવી શો કેમ નથી કરતા ?
-
ટીવી કોઇ સેકન્ડ-હૅન્ડ લેતું નથી માટે.
(
મહર્ષિ પટેલ, વડોદરા)

* એકને ગોળ ને બીજાને ખોળ...એટલે શું ?
-
યોગી આદિત્યનાથ અને માયાવતીની વાત થાય છે.
(
નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* ગામડાના લોકો હવે શહેરની તરફ કેમ જવા માંડયા છે ?
-
માણસ પરણે તો ખરો કે નહિ ?
(
સુફિયાન પટેલ, ચાવજ-ભરૂચ)

* અમદાવાદના ટ્રાફિક બાબતે આપનો અભિપ્રાય શું છે ?
-
હું તો... અમદાવાદમાં એકાદો દરિયો નંખાવવાનું વિચારું છું.
(
રાકેશ બી. ભાવસાર, ભરૂચ)

* જ્યાં ડાહ્યાઓ જવાની હિંમત કરતા નથી
, ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે...એટલે ?
-
મેં ક્યારેય આ કૉલમમાં પ્રશ્ન પૂછ્યો ?
(
પી.એમ. જોશી, નેત્રામલી-ઈડર)

* આપણા દેશના લોકો કાયદાને અનુસરવાને બદલે છટકબારીઓ શોધવામાં કેમ મેહેનત કરે છે
?
-
એ જરી સસ્તું પડે છે.
(
પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

* આપની સદાબહાર જવાનીનું રહસ્ય સમજાવશો ?
-
સદા ય બહાર જ જમવાનું !
(
જીતેન્દ્ર કેલ્લા, મોરબી)

* તમારા ઉપર
'ઇચ્છાપ્યારી નાગણ' પ્રસન્ન  થાય તો શું માંગો ?
-
એને કહું, 'તારી ઈચ્છા પૂરી કરવા હું નવરો નથી !'
(
વર્ષાબેન જે. સુથાર, પાલનપુર)

* સવાલ ગુજરાતીમાં જ કેમ
? હિંદીનો વિકલ્પ પણ આપી શકાય.
-
તમે તો 'બ્રેઇલ-લિપિ' પણ માંગી શકો છો.
(
ભૌમિક શાહ, વડોદરા)

* આજકાલ સગાંસંબંધી કરતા મિત્રો સાથે વધુ આત્મીયતા જોવા મળે છે...શું કારણ હશે
?
-
કોકનો ટેસ્ટ વળી એવો...!
(
દીપક પંડયા, બિલિમોરા)

* મોબાઇલમાં
'વૉટ્સઍપ' પછી શું ?
- ''
વ્હાયઅપ...?''
(
અપર્ણા ભદ્રેશ દેસાઇ, નાલાસોપારા-મુંબઇ)

* બીજાની સફળતાની ઇર્ષા કરવાનું કારણ શું
?
-
મનની શાંતિ માટે.
(
રોનક મસાણીરાજકોટ)

* મારી બહેન ઈર્ષાળુ છે. શું કરવું
?
-
હવે પપ્પા-મમ્મીને કાંઇ ન કહેવાય !
(
રોનક ડી. જોશી, પોરબંદર)

* તમારા સિવાયના તમામ હાસ્યલેખકો સુકલકડી....અને તમે ! આ તો એક વાત થાય છે.

-
એ બધા તો પોતાના જ ઘેર જમતા'તા !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* વારેઘડીએ જેને મૃત્યુનો ડર સતાવે
, એને શું કહેશો ?
-
તમે 'કોના' મૃત્યુનો....એ ચોખવટ કરી નથી !
(
ખાપરીવાલા મિશામ  મેંહદી ચાંદમુહમ્મદ, ડભોઇ)

* દીકરાના જન્મે પેંડા અને દીકરીના જન્મ વખતે કાંઇ નહિ. આવો ભેદ કેમ
?
-
દીકરો કે દીકરી, પેંડા કે જલેબી જ વહેંચાય...કોઇ સોપારીના કટકા તો ન વહેંચે ને?
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* મુહમ્મદ રફી સાહેબ માટે ત્રણ શબ્દો બોલવા હોય તો ક્યા બોલાય
?
-
રફી ભારતીય હતા.
(
શકીલ આઇ.કાઝી, લાઠી-અમરેલી)

* હાલના સમયે તમારા મતે ધો.૧૨ પછી કઇ લાઇન લેવી જોઇએ
?
-
સારી.
(
જય જાની, રાજકોટ)

* મારે મારું બાળપણ પાછું જોઇએ છે. શું કરવું
?
-
પાટલૂનના બદલામાં બાળોતિયાં અને શર્ટને બદલે લાળિયા લઇ આવો.
(
ભાવેશ ફળદુ, સુરત)

* તમારું મગજ રીસર્ચ માટે મરણોત્તર દાન કરશો
?
-
કામમાં આવે એવું લાગતું હોય તો અત્યારે જ લઇ જાઓ ને ! નક્કામી ચીજોને હું ય રાખતો નથી.
(
તાહેરી વાસણવાલા, માંડવી-સુરત)

* પતિ-પત્ની ઝઘડયા વિના રહ્યાં હોય
, એવાં કેટલાં કપલ્સ હશે ?
-
આવું હોય તો મકાન આપણે બદલી નાંખવું, પણ એ લોકોની બાજુમાં ન રહેવું.
(
પ્રજ્ઞોશ પંડયા, મહિસાગર)

*
'ઍનકાઉન્ટર' કૉલમનો સાચો વારસદાર કોણ છે ?
- '
આ માલ વેચવાનો છે,' એવી ક્યાંય જાહેર ખબર તમે વાંચી ?
(
વિનાયક શુક્લ, ગોધરા)

* ડાયરામાં નોટો ઉછાળવી
, એ લક્ષ્મીજીનું અપમાન નથી ?
-
એ નોટો શુભ કાર્ય માટે વપરાય છે, માટે કાંઈ ખોટું નથી..નોટોને બદલે કલાકારોને ઉછાળે ત્યારે ચિંતા કરજો.
(
ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* આપના છાપામાં ટૂંકી વાર્તાનો વિભાગ શરૂ કર્યો તેનો આનંદ થયો....

-
ટૂંકી વાર્તાનો આનંદ પણ તમે ટૂંકો જ કર્યો.
(
દીપ્તિ ચેતનકુમાર દવે, અમદાવાદ)

*
'હું કોણ છું ?' પ્લીઝ, જવાબ આપશો.
-
ઘરમેળે વાત પતી જતી હોય તો બહાર બધાને પૂછ પૂછ ન કરવું.
(
નીલેશ સી. શાહ, મુંબઇ)

* હું ડિમ્પલ કાપડિયા અને અશોક દવેનો ફૅન છું. બન્નેને સાથે મળવું છે. કોઇ ઉપાય
?
-
પહેલાં મારું તો પતવા દો....
(
મિલિંદ ગંગર, મુંબઈ)

*
'મોદી' વિશે એક જ શબ્દમાં કહો. તમારો જવાબ, 'નરેન્દ્ર' એકદમ સાચો.
-
વાહ.
(
બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

No comments: