Search This Blog

14/08/2017

ઍનકાઉન્ટર : 13-08-2017

* શું આપણી રાજ્યસભામાં બહારની વ્યક્તિઓને જ મોકલવાની? કોઈ ગુજરાતી સક્ષમ નથી?
- ગુજરાતી હોય કે પરપ્રાંતીય... રાજ્યસભામાં કોણ કામ કરવા જાય છે? બધાને મફત ભથ્થાં અને સ્ટેટસનો લાભ લેવો છે. લતા મંગેશકર કે સચિન તેંડુલકરે તો માંડ એકાદ- બે વખત હાજરી આપી છે.
(
રોહિત ઈન્દ્રવદન દવે, હાલોલ)

* ભારતમાં માનું સ્થાન કેમ સર્વોચ્ચ ગણાય છે?
- કેવળ જન્મ આપનારી મા જ નહિ, ભારતભૂમિને પણ આપણે સગી મા ગણીએ છીએ.
(
દુષ્યંત નવલચંદ કારીઆ, મોરબી)

* આપણાં હિંદુ દેવી દેવતાઓનું એક યા બીજી રીતે અપમાન કરનારાઓને શું સજા થવી જોઈએ?
- માત્ર આપણા જ નહિ, વિશ્વના કોઈપણ ધર્મના ભગવાન સામે આંખ ઊંચી કરનારને પ્રજાએ જ સજા કરવી જોઈએ.
(
ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઈ- બાયડ)

* કોંગ્રેસના અંદરોઅંદર ઝગડાથી પ્રજાએ શું સમજવાનું?
- પ્રજાએ સમજવી પડે, એટલી મજબુત હજી કોંગ્રેસ થઈ નથી.
(
નલિન હ. ત્રિવેદી, જામનગર)

* લાલકૃષ્ણ અડવાણીનું હાલનું સ્ટેટસ શું છે?
- 'કબ સે તન્હા ઘુમ રહા હૂં, દુનિયા કે વીરાને મેં
ખાલી જામ લિયે બૈઠા હૂંકબ સે ઈસ વીરાને મેં
કોઈ તો હોગા, મેરા સાથી, કોઈ તો પાસ બુલાયેગા...'
(હરીશ મણીયાર, જેતપુર)

* મોબાઈલ ફોનની અસરકારકતા વિશે શું માનો છો?
- સૉશિયલ- મીડિયા જ એક દિવસ દેશને ડૂબાડશે. અફવા ફેલાવવા કેવો બિભત્સ ઉપયોગ થઈ રહ્યો છે!
(
પંકજ એન. દફ્તરી, રાજકોટ)

* અન્ય ભગવાનોમાં 'રાધે- શ્યામ' કે 'સીતા- રામ' બોલાય છે... માત્ર 'શંકર- પાર્વતી'માં જ પહેલા 'શંકર' કેમ આવે છે?
- શિવભક્તોમાં ઘરમાં પતિનો દબદબો વધારે હોય!
(
પુષ્કર ગઢીયા, જૂનાગઢ)

* તમે જામનગરના પાનના તો વખાણ કરો છો, પણ પાન ખાનારાઓએ ગમે ત્યાં મારેલી પિચકારીઓ માટે શું કહેશો?
- પોલીસે પહેલા દસને જ પકડીને એમની પાસે બધાના દેખતા એ પિચકારીઓ સાફ કરાવવી જોઈએ.
(
નૈષધ દેરાશ્રી, જામનગર)

* આજકાલ યુવાનો મોબાઈલમાં જ કેમ વધુ ધ્યાન આપે છે?
- પૉસ્ટમેનો ચતુર થઇ જાય તો કુછ બાત બને!
(
ચતુરભાઈ પોસ્ટમેન, અંકલેશ્વર)

* સોનિયાજી વિદેશી હોવા છતાં દેશના સૌથી જૂના રાજકીય પક્ષના સર્વેસર્વા કેમ? એમનું પ્રદાન શું?
- રાહુલ ગાંધી.
(
અશોક ર. પરીખ, પાટણ)

* કાગડો દહીંથરૂં લઈ જાય તો કાગડી શું લઈ જાય?
- કાગડો.
(
કરણ જોબનપુત્રા, જૂનાગઢ)

* મનગમતું કરવાનો સમય ન મળતો હોય તો શું કરવું?
- હરિહરિ...
(
શ્રીમતી સ્વીટી બારોટ, વડોદરા)

* ટીવી- સીરિયલો સ્ત્રીઓ કેમ વધારે જુએ છે?
- કારણ કે, એ સ્ત્રીઓ છે.
(
શાંતિલાલ ચંદારાણા, વડોદરા)

* ફેસબૂક પર લોકો આટલું બધું ચેટિંગ..?
- અડધા કલાક પહેલા કરતા અત્યારે પોતે કેટલા વધુ સુંદર દેખાય છે, એની જાહેરાત કરવા સેલ્ફીઓ મોકલાય માટે.
(
ખૂશ્બૂ જોબનપુત્રા, જુનાગઢ)

* ખેડૂતો આત્મહત્યા કરે જાય છે... કયા મોઢે વિકાસની વાતો?
- આપણને છીંક-ઉધરસ પણ આવે, તો ય ઢોળવાની સરકાર ઉપર!
(
હર્ષદ ત્રિવેદી, ભાવનગર)

* બધા ધર્મોના સારા તત્ત્વો ભેગા કરીને એક માનવ- ધર્મ ન સ્થાપી શકાય?
- એવો એક ધર્મ સ્થપાઈ ચૂક્યો છે. 'ભારત- ધર્મ'.
(
દિવાન ઈબ્રાહિમશા ઉસ્માનશા, કરજણ)

* આપની મુહિમ પછી હવે અનેક સંસ્થાઓ એમના કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત ગવડાવે છે... પણ ધાર્મિક કાર્યક્રમોમાં કેમ નહિ?
- ઈગો.
(
વિદ્વત્તા જી. મેહતા, વડોદરા)

* વીતેલા જમાનાની વિવાદાસ્પદ અભિનેત્રી રેહાનાનું સરનામું આપશો?
- લખી લો. 'જહન્નૂમ'.
(
સુરોમા કાયસ્થ, સુરત)

* મા- બાપને વૃધ્ધાશ્રમમાં મૂકી આવનાર સંતાનો શું વિચારતા હશે?
- આને 'વૃધ્ધાશ્રમ કહેવાય', એવી અમારા સંતાનોને ખબર પડવી ન જોઈએ.
(
જયકાંત પી. ઠાકર, અમદાવાદ)

* કાને ઓછું સાંભળનારાઓ માટે મશિન કે ઓછું દેખનારાઓ માટે ચશ્મા.... પણ મગજ ઢીલું હોય એનો શું ઉપાય?
- એની પાસે 'એન્કાઉન્ટર' વંચાવો.
(
ઉષા જે. સોતા, મુંબઇ)

* ચાની 'પત્તી' કહેવાય છે, તો 'પતિ'ને શું કહેવાય?
- કૂચો.
(
માલતી ચંદ્રકાંત વોરા, પોરબંદર)

* શનિ, રાહુ, મંગળ નડે... તો માયા, મમતા, કેજરીવાલ... લાલુ... કયા ગ્રહો કહેવાય?

- આકાશને અભડાવો નહિ!
(
વિશનજી નરભેરામ ઠક્કર, મુંબઇ)

No comments: