Search This Blog

23/08/2017

નૈયા પાર કરા દે, ભૈયા...

(ગયા અંકથી ચાલુ)
બુધ્ધિમાનો રસ્તો ક્રોસ કરે છે અને બેવકૂફો પાર કરાવે છે, એ ધારણા ક્યારેક અવળી પણ પડે છે. રસ્તો ક્રોસ તો ગમે તે કરવા માંગતું હોય, એને પાર કોણ કરાવે છે, એની ઉપર જોનારાનો મોટો આધાર છે. અહીં આપણે ધારી લેવાનું છે, એક વડીલ સામે પાર જવા માંગે છે, એમનો બેડો પાર કરાવવા કઇ કઇ હસ્તિઓ આવે છે, તે જોઇ લઇએ :

અમિતાભ બચ્ચન : દાદાજી, આપકે લિયે ચાર ઓપ્શન્સ હૈ (૧) આપ રસ્તે પે સો જાય. કોઈ ઉઠાકે પાર લે જાયેગા (૨) ફોન કીજીયે ઔર આપ ઘર સે કિસીકો બુલા લેં (૩) આપ યે રાસ્તા છોડ કર કોઈ દૂસરા રાસ્તા પાર કરે લે ઔર (૪) ઓડિયન્સ લિફ્ટ... આઇ મીન, યહાં આનેજાનેવાલોં સે કહીએ, આપકો રાસ્તા પાર કરાયેં...

અરવિંદ કેજરીવાલ : મોદી યે નહિ ચાહતે કે એક બુઢ્ઢા આદમી રાસ્તા પાર કરે. આજ દેશ કે સારે બુઢ્ઢે રાસ્તા પાર કરના ચાહતે હૈં, લેકીન મોદી ને સારે રાસ્તોં પર ગઢ્ઢે ખુદવા રખ્ખે હૈં. ઇનકા બસ ચલે... તો ઇન ગઢ્ઢોં મેં હી સ્મશાન કા પ્રબંધ કરવાયેંગે... મૈં દેશ કી જનતા સે કહેના ચાહતા હૂં... અગર મરના હી હૈ, તો આપ મેરે પાસ ચલે આઈયે... મોદી કે પાસ ક્યું જા રહે હૈં...?

સોનિયા ગાંધી : મૈં છાતીસઘર (છત્તીસ ગઢ) ગઇ તો વહાંભી 'નર-માદા' (નર્મદા) કા પાની નહિ મિલ રહા થા. લેકીન હમેં અપની કાંગ્રેસ પાર્ટી પર 'ગર્ભ' હૈ (ગર્વ) કિ દેસમેં અસલી ગઢ્ઢે કહાં હૈ, વો દેખા રહી હૈ. મૈં યે કહુંગી... સાબ સે શાસ્તા નાંઈ, સાબ સે આચ્ચા ગઢ્ઢા હમારી કોંગ્રેસ મેં હી મિલેગા...

પપ્પુ યાની રાહુલ ગાંધી : આજ મોદીજી દેશ કા કિતના નુકસાન ભર રહે હૈં (સૉરી... 'કર રહે હૈં') અપને બુઢ્ઢે દેશ કો સહિ રાસ્તા દિખાને કે બદલે સહિ ખડ્ડે ભી દિખા નહિ રહે. અગર આપ કો રસ્તા પાર કરનાર હૈ, તો મેરે પાસ આઇયે... મૈં પૂરા રાસ્તા હી હટા દૂંગા... સૉરી, 'પૂરા ખડ્ડા હી હટા દૂંગા...'

વિજય રૂપાણી : જય જીનેન્દ્ર. માર્ગ પર ઊભેલા મુમુક્ષુને સામે પાર દેરાસર જવા માટે હવે રસ્તો ક્રોસ કરવાની જરૂર નહિ પડે. આપણી રાજ્ય સરકાર રસ્તાની આ બાજુ પણ એક અદ્યતન દેરાસર બનાવી આપશે. અમારૂં સ્વપ્ન છે, ઘેર ઘેર એક દેરાસર બનાવવું.

શક્તિસિંહ ગોહિલ : ભાવનગરથી ગાંધીનગરનો રસ્તો ક્રોસ કરતા મને ૩૦- વર્ષ લાગ્યા, પણ ગુજરાતની ગૌરવવંતી જનતાને હું દિલ્હીના રસ્તે બે જ વર્ષમાં - એટલે કે ઇ.સ. ૨૦૧૯-માં પહોંચાડી દઇશ. ભાજપે ખોદેલા ખાડા પૂરવાનું કામ કોંગ્રેસ કરશે.

વિરાટ કોહલી : રસ્તે ઊભેલા વડીલ કુંબલેદાદાને એવો રસ્તો પાર કરાવી દીધો કે, હવે મારા નામે જેટલા વર્લ્ડ રેકોર્ડ્સ બનશે, એટલા જ રવિજી શાસ્ત્રીજી માટે બનશે. દાદા ગલી મેં ખડે થે... હમને સ્ટેડિયમ કે બાહર ભેજ દિયા...!

મ્યુનિ. કમિશનર (અમદાવાદ) : વરસાદના પાણીને કારણે શહેરભરમાં જે ખાડાટેકરા પડી ગયા છે, તે કોન્ટ્રાકટરોએ વાપરેલ ખરાબ માલનું પરિણામ છે. આવા સંજોગોમાં ફૂટપાથ ઉપર ઊભેલા વડીલને નમ્ર વિનંતિ કે, રસ્તા ક્રોસ કરવાનું કાયમ માટે માંડી વાળે. એ પડી-બડી જશે તો ય રોડ ઉપર નવા ખાડા પડશે.

લાલુ યાદવ : ઇ ખડ્ડે મેં કિસીકા કુચ્છ ગીર ગયા હૈ, કા ? નીતિશ બુઢ્ઢા હો ચલા હૈ... તનિક દેખો તો કહીં વો તો કીચડ મેં સોતે ખર્રાટે નહિ લે રહા...! ઇસ દેસ મેં, બુઢ્ઢે-બચ્ચે તો કા... હમરી ભૈંસવા ભી રાસ્તા પાર નહિ કર સકતી... ચારે કી જગહ... હમરી ભૈંસો કો... કા કીચડ-મિટ્ટી ખિલાયેં ?

માયાવતિ : મુઝે દુ:ખ હોતા હૈ કિ મોદી કે રાજ મેં દલિતો કો રાસ્તા પાર કરાના તો બાજુ પર રહા... ઉનકો ધક્કે દિયે જાતે હૈ... જબ દેસ કા એક એક દલિત જાગેગા, તબ ન યે ખડ્ડે રહેંગે, ન મોદી રહેગા... હમારે દલિત ભાઈયોં કો દુ:ખ હો રહા હૈ કિ સડક કે કિનારે મેરા-યાને કી, માયાવતિ કા પૂતલા ક્યું નહિ રખ્ખા ગયા...? જય ભીમ.

શક્તિ કપૂર : આ...ઉંઉંઉં...! બુઢ્ઢે કો કહીં દેખા હૈ. લગતા હૈ ઉસકી જવાન બેટી બુઢ્ઢે કે સાથ હોતી તો બુઢ્ઢે કો છોડ... બેટી કો રાસ્તા ક્યા, પૂરી દુનિયા પાર કરા દેતા. હાં, લોગ કહેને લગે હૈં, કિ મેરી બેટી શ્રદ્ધા કપૂર ભી એક બુઢ્ઢે કી હી બેટી હૈ...! આ...ઉંઉંઉં...!

રજત શર્મા : 'બાપ કી અદાલત'મેં આપ સભી કા સ્વાગત હૈ... હમારે આજ કે ખાસ મહેમાન હૈ એક ઐસે બુઢ્ઢે આદમી, જીન્હેં ઉનકે બેટે મુંબઇ-દિલ્હી કા કોઈ રાસ્તા નહિ, સ્વર્ગ કા રાસ્તા પાર કરવાના ચાહતે હૈં... તો શ્રીમાનજી, આપ પર હમારા પહેલા આરોપ હૈ કિ આપ જાનબૂઝ કર બુઢ્ઢે હો ગયે હૈં. આપ કે બેટોં કા કહેના હૈ કિ જીંદગી કે રાસ્તે પાર કરને કે લિયે આપ અપને બેટોં કી ભી બલિ ચઢાના ચાહતે હૈં... યાની કિ બેટોં કો ભી સાથ લે જાના ચાહતે હૈ...! ક્યા આપ અકેલે કો રીક્ષા નહિ મિલતી ?

દાઉદ ઇબ્રાહિમ : અરે મુન્ના... જરા દેખના તો અપની રીવૉલ્વર કહાં પડી હૈ...! નહિ, હમેં બુઢ્ઢે કો નહિ ઠોકના હૈ... જો ભી ઇસકો રાસ્તા ક્રોસ કરને સે ઇતરાતા હૈ... ઉસકે ભેજે મેં ઉતાર દે પૂરી ગોલીયાં ! બુઢ્ઢે બાપ કી જગહ હોતે હૈં, સમજે ક્યા ?

ડૉનાલ્ડ ટ્રમ્પ : આઈ પર્સનલી બીલિવ, આઈ માયસૅલ્ફ શૂડ ક્રોસ માય ઓન રોડ્સ... અનલૅસ, આઈ ઍમ હૅલ્પ્ડ બાય એ બ્યુટીફૂલ લૅડી... ! આઈ ડોન્ટ માઈન્ડ, ઈવન ઈફ શી ઇઝ એ નૉર્થ કોરિયન...!

આરટીઓ ઓફિસર : શહેરના ભરચક રસ્તા ઉપર એક ડોહો સામે પાર જવા માંગે છે... તો એને ધક્કે ચઢાવવાને બદલે રસ્તો ક્રોસ કરાવવાના રૂ. ૧,૦૦૦/- ઠોકી લો... ડોહો ઊભો રહેશે તો બીજી વાર હજાર આપશે...

ઑર્થોપેડિક ડૉક્ટર : આઈ એમ સોરી... બટ, મેં મારી હોસ્પિટલ ટ્રાફિક-જામવાળા ચાર રસ્તે જ રાખી છે. રસ્તો ક્રોસ કરતા કાકાઓને સીધા અહીં લાવવામાં ખોટો ટાઈમ ન બગડે. દેશના વૃધ્ધો દેશ જ નહિ, અમારી હોસ્પિટલો ય ચલાવે છે.

ધર્મેન્દ્ર : બસંતીઇઇઇ...ઈન કુત્તોં કે સામને રસ્તા ક્રોસ મત કરના... મૈં ઇનકા ખૂન પી જાઉંગા ! ઓહ, ગલત હો ગયા. રાસ્તા તો બસન્તી કે પાપા ક્રોસ કરનેવાલા હૈ... કૂત્તોંઓઓઓ...બસન્તી કે બાપ કો બીચ રાસ્તે મેં હી ટપકા દેના... વર્ના, એક એક કો ભૂન કે રખ દૂંગા...

નરેન્દ્ર મોદી : મિટ્રોં... હમારા યહ પહેલા કર્તવ્ય હૈ કિ બુઝુર્ગો કો સહિ રાસ્તા દિખાયેં. નહિ, મૈં સોનિયાજી કી બાત નહિ કર રહા હૂં... દેશ કે સારે બુઝુર્ગો કો ભાજપ કી ઓર જાનેવાલા રાસ્તા દિખાયેં, યે મેરે મન કી બાત હૈ. આજકલ દેશ મેં જો કુછ ભી ગરબડી હોતી હૈ, દોષ ભાજપા કો દિયા જાતા હૈ, યહાં તક કિ રાસ્તે મેં પડે હુએ ગઢ્ઢે ઔર ગંદે પાની કે નાલે કે લિયે હમેં દોષી ઠહરાયા જાતા હૈ.


લેકીન, મૈં આપકો સૂચિત કરતા હૂં કિ યે સબ ગઢ્ઢે-નાલેં પિછલી સરકારોં ને પચાસ સાલોં સે બનાયેં હૈં, જો ઉન્હોંને ન કભી સાફ કિયે, ન રોકા... ઉપર સે નયે ગઢ્ઢે ખુદવાયેં... મેરા 'સ્વચ્છતા અભિયાન' ઐસી ગંદકી કો દૂર કરના હૈ... આઈયે, હમ સબ મિલકર ઉન સબકો યાદ દિલાયેં કિ આપકી કરની કી સઝા હમેં ક્યુંદે રહે હો...? ભારત માતા કી જય.

સિક્સર
'
યે જો કુછ લોગ, ફરિશ્તે સે બને ફિરતે હૈં,
જિસ દિન મેરે હત્થે ચઢેંગે, ઈન્સાન બના દૂંગા !'

2 comments:

Mitul said...

Kaka have maja nathi avti.. joye evi.. bija pase lakhava nu chalu karyu ke su??.. outsourcing?

Ashok Dave said...

Thanks, Mitul for your honest opinion.
-Ashok Dave