Search This Blog

27/10/2017

'બ્લફ માસ્ટર '('૬૩)

ફિલ્મ: 'બ્લફ માસ્ટર '('૬૩)
નિર્માતા : સુભાષ દેસાઈ
દિગ્દર્શક : મનમોહન દેસાઈ
સંગીત : કલ્યાણજી- આણંદજી
ગીતકાર : રાજિન્દર કિશન
રનિંગ ટાઈમ : ૧૩૫- મિનિટ્સ
થીયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો : શમ્મી કપૂરસાયરા બાનુપ્રાણલલિતા પવારમોહન ચોટીરશિદખાનનિરંજન શર્મા

ગીતો
૧.... ગોવિંદા આલા રેઆલા જરા મટકી સંભાલ.. મુહમ્મદ રફી
૨... હુસ્ન ચલા કુછા ઐસી ચાલદીવાને કા.. લતા- રફી
૩... અય દિલઅબ કહીં ન જાના કિસી કા મૈં.. હેમંત કુમાર
૪... સોચા થા પ્યાર હમ ના કરેંગેસૂરત પે યાર હમ... મૂકેશ
૫... બેદર્દી દગાબાજ જાતૂ નાહિ બાલમ મોરા... લતા મંગેશકર
૬... જબ સે તુઝે જાન ગઈહાય મેરી જાન ગઈ.. લતા મંગેશકર
૭... ઓય ચલી ચલી કૈસી હવા યે ચલી.. શમશાદ- ઉષા મંગેશકર

શમ્મી કપૂરને આવા અળવીતરાં ટાઈટલ્સ માફક આવી ગયા હતા. જંગલીજાનવરબદતમીઝબ્લફ માસ્ટર (જુઠ્ઠો)બ્રહ્મચારીરાજકુમારપ્રોફેસરપ્રીતમપ્રિન્સમુજરીમ બૉય ફૅન્ડ અને લાટ સાહબ. નામ પર ફિલ્મો ચાલતી હતી અને એની ઉછળકૂદને તહેદિલથી પસંદ કરનારો બહુ મોટો યુવાવર્ગ હતો. એની જાયગૅન્ટિક પર્સનાલિટીથી છોકરીઓ બી પણ જાયએટલે દેવ આનંદ જેટલો એનો ચાહકવર્ગ યુવતીઓમાં નહિ.

પણ ફિલ્મ 'બ્રહ્મચારીપછી શમ્મી કપૂરનો યુગ પૂરો થયો અને નવો ફાલ હીરોલોગમાં ઉતરવા માંડયોત્યારે હવે બુઢ્ઢા થવા આવેલા-પેલા જૂના ચાહકોજેને શમ્મીની ઉછળકૂદ નહોતી ગમતીએ બધાને નવા હીરોલોગની સરખામણીમાં તો શમ્મી સો ટકા વધુ મનગમતો હતો. આમે ય કપૂર-લોકોએ કોઈની નકલ કરી સમજાવા માંડયું.

આજના કે ગઈ કાલના હીરો જેવા ટૉપમોસ્ટ કે બ્રાન્ડેડ કપડાં પણ નહિ કે બહાર સૂસવાટાભર્યા પવનમાં ય વાળ ઊડી જાય એની ચિંતા ન કરતા શમ્મી કપૂરને ફિલ્મોમાં ડાન્સ કરવા માટે ક્યારેય કોરિયોગ્રાફર (ડાન્સ- ડાયરેક્ટર)ની જરૂર પડી નથી ને છતાં ય વૈજ્યંતિમાલાની જેમ ભારતની જ સર્વોત્તમ ડાન્સર કહેવાય છે (વૅસ્ટર્ન કે ઇન્ડિયન કલાસિક્લ- બધામાં) તે હૅલન હમણાં કપિલના શો માં આવી અને એને પૂછવામાં આવ્યું કેહિંદી ફિલ્મોનો આજ સુધીનો સર્વોત્તમ ડાન્સર કોણ છે, તો પલક ઝપકતા જ તેણે કહી દીધું હતું, ''શમ્મી કપૂર''. આ ફિલ્મ 'બ્લફ માસ્ટર'ના તોફાની ગીતગોવિંદા આલા રે..'માં શમ્મી મન મૂકીને નાચ્યો છે અને સોહામણો લાગ્યો છેછતાં એકે ય સ્ટેપમાં તમને ડાન્સિંગની ટૅકનિકાલિટી ન દેખાય.

સાયરા બાનુને પણ શમ્મી કપૂરે પહેલો બ્રૅક આપ્યો, 'જંગલી'મા. આશા પારેખ અને શર્મિલા ટાગોરને પણ પહેલી વાર ચમકાવનાર શમ્મી. કોઈ કહેએમાં શું હીરોઈન કોઈ બી હો.. ફિલ્મ તો ફિલ્મ જ છે ને ર્સારીનવા હીરો કે નવી હીરોઈન સાથે કામ કરવા આજે ય ભાગ્યે જ કોઈ તૈયાર થાય છે, ત્યાં એ જમાનાનો તો શમ્મીના સગા ભાઈ શશી કપૂરનો જ દાખલો છે કેનંદાને બાદ કરતા પોતાની ખુશીથી કોઈ હીરોઈન એની સાથે કામ કરવા તૈયાર નહતીકારણકેશશી બાબાની બધી ફિલ્મો ફર્લાપ જતી. ત્યારે શમ્મીએ પહેલીવાર ચમકાવેલી બધી ફિલ્મો જંગલીદિલ દે કે દેખો કે કાશ્મિર કી કલી સુપરહિટ ગઈ. આશા પારેખ એની તાજી આત્મકથામાં શમ્મી કપૂરના વખાણ કરતા થાકી નથી. કેવળ હીરો તરીકે નહિએક દોસ્ત તરીકે.

વાસ્તવમાં તો આશા પારેખ શમ્મીને ચાચા અને એની પત્ની ગીતા બાલીને ચાચી કહેતી. તો બીજી બાજુશર્મિલા ટાગોર પણ અંગત જીવનમાં શમ્મી માટે કુરબાન છે. પણ પેલું હિંદીમાં કહેવાય છે ને, 'વક્ત વક્ત કી બાત હૈ...જે સાયરાને એની પહેલી ફિલ્મ 'જંગલી'માં પ્રેમિકાનો રોલ મળ્યોએ જ સાયરા વર્ષો પછી અમિતાભની હીરોઈન બની અને શમ્મી કપૂરની દીકરી ! હિંદી ફિલ્મોમાં આવું તો બધું બહુ ચાલે'ઇ !

એમાં યઆપણા ગુજરાતી નિર્માતા- દિગ્દર્શક ભાઈઓ સુભાષ દેસાઈ અને મનમોહન દેસાઈ સાથે શમ્મીની વર્ષો પુરાણી દોસ્તી સગપણમાં ય પલટાઈ. શમ્મીની દીકરી કંચન મનમોહન દેસાઈના પુત્ર કેતન સાથે પરણી છે. મનમોહન દેસાઈ ગુજરાતી હોવાનું ગર્વ કરતા ફિલ્મી હસ્તિ હતા. એ જ્યાં રહેતાએ ખેતવાડી મોટા ભાગના ગુજરાતીઓની વસ્તીવાળો ઍરિયા છે અને 'ગોવિંદા આલા રે'નું શૂટિંગ પણ ત્યાં જ કર્યું છે.

બહુ થર્ડ- કલાસ ફિલ્મો બનાવી શક્તા મનમોહન ! જરા સોચો. ફિલ્મ 'બદતમીઝએમણે બનાવી હતી. લોકો આ 'બ્લફ માસ્ટર'ને બગતમીઝ કરતા થોડી વધુ સહન કરી શકાય એવી કહેતા હોય તો 'બદતમીઝ'કેવી હશે ?

સાથે સાથે એ વાતે ય ખોટી નથી કેપ્રેક્ષકોના પૂરા મનોરંજન માટે દેસાઈ ફિલ્મો બનાવતાએમાં લોકો શું કહે છેએની એમને ફિકર નહોતી અને છતાં યસિલ્વર- જ્યુબિલી ફિલ્મો બનાવી. આ ફિલ્મ 'બ્લફ માસ્ટરબેવકૂફીભર્યા દિગ્દર્શન અને શમ્મી કપૂરની અત્યંત પેલું શું કહે છે હા ઑવરઍક્ટિંગથી પ્રેક્ષક તરીકે આપણને ગુસ્સો કરાવે એવી બની છે.

છેલ્લે તો આપણને મનમોહન દેસાઈની 'અમરઅકબરએન્થની'ગમી હતી. એમની એ સિવાયની પણ કોઈ ફિલ્મ યાદ કરોફિલ્મઉદ્યોગમાં મનમોહન એક ધોરણ બની ગયા હતા. ફિલ્મના હીરો કે હીરોઈન નાનપણમાં ગૂમ થઈને જુદા પડી જાય( જેને પોપ્યુલર ભાષામાં, lost & faound ફોમ્યૂૅલાની ફિલ્મો કહે છે.) વાસ્તવિકતા અથવા તો જેને અર્થપૂર્ણ ફિલ્મો કહે છેએવી એ નહોતા બનાવતા.

એ ચોખ્ખુ કહેતાત્રણ કલાક માટે પ્રેક્ષકો મનોરંજન માટે આવે છેમાથું દુ:ખાડવા નહિ ! આપણા સૌને માટેની ગ્રેટ ઍકટ્રેસ નંદા સાથે તો મનના લગ્ન થવાના હતા ને આજ સુધી કોઈ જાણી શક્યું નથી કેક્યા કારણોસર મનમોહને ખેતવાડીના પોતાના બિલ્ડિંગની અગાસીમાંથી નીચે છલાંગ મારી દીધી. એમની જ ફિલ્મ 'કૂલી'માં અમિતાભને ઑલમોસ્ટ જીવલેણ અકસ્માત થયો હતોએ તો સહુ જાણે જ છે.

ફિલ્મ એના ટાઈટલ મુજબશમ્મીને એક જુઠ્ઠો માણસ બતાવે છે. નોકરી મેળવવા કે ઇવન મેળવ્યા પછી જુઠ્ઠું બોલવું એની હરકત થઈ ગઈ હતી. ગામને ઉલ્લુ બનાવવાની ફિતરતમાં સાયરા બાનુ સાથે પ્રેમ થઈ જાય છેપણ એના જુઠ્ઠાણાઓની ખબર પડતા સાયરા તેને છોડી દે છે. પોતાની ભૂલ સમજાતાહવે જ્યારે એ તદ્દન સાચું બોલવા જાય છેતો કોઈ સાચું માનતું નથી. એમાં વિલન પ્રાણ પોતાની રીતે હળકડીઓ કરતો રહે. છેલ્લે સત્યનોએટલે કેભૂતપૂર્વ જૂઠનો વિજ્ય થાય છે.

એટલે વાર્તામાં કોઈ નવીનતા નથી. આજ ટાઈટલ પરથી 'શોલે'વાળા રમેશ સિપ્પીએ અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરાને લઈને ઇ.સ.૨૦૦૫માં ફિલ્મ બનાવી હતી. શમ્મીવાળી બ્લૅક-ઍન્ડ- વ્હાઇટમાં ઉતરી હતી ને બોક્સ-ઓફિસ પર તદ્દન નિષ્ફળ ગઈ હતી. જે કાંઈ ચાલીતે શમ્મી કપૂર અને મુંબઈમાં સદીઓથી ગવાતા લોકગીત 'ગોવિંદા આલા રે'ને કારણે ચાલી હતી.

એ જમાનાના ફિલ્મી ફાઈટ- માસ્ટરો તદ્દન ફાલતુ હતા. અઝીમભાઈશેટ્ટી કે વીરૂ દેવગણની ફાઈટ- સીક્વન્સ આજે તો એ ફિલ્મો જુઓ તો હસવું ન આવેએ જ ફાઈટ- માસ્ટરો સાથે મારામારીઓ કરવા જઈ આવવાનું ઝનૂન ઉપડે- ભલે માર આપણે ખાઈએ !

કઈ કમાણી ઉપર ફેંટે- ફેંટે 'ઢીશૂમબોલવું જ પડે મોટી ફાઈટ હોય તો વિલને ગોડાઉનમાં પિપડું ઊંચું કરીને હીરો તરફ ફેંક્યું જ હોય. હવે તો ડીવીડી- ઉપર ફ્રીજ કરીને ફિલ્મો જોઈ શકાય છે એટલે ચોખ્ખી ખબર પડે કે મુક્કો વિલનના મોંઢાથી ચાર ફૂટ દૂરથી ફંગોળાયો છેછતાં પેલો ગુલાંટો ખાઈ જાય છે.

અલબત્તએ સમયના ૃનૃત્ય - નિર્દેષકો બેશક પરિપૂર્ણ હતા. મૂંગી ફિલ્મોના જમાનામાં 'અઝૂરી'નામની ડાન્સ-ડાયરેક્ટર હતીજેણે સાયગલની ફિલ્મ 'શાહજહાન'અને 'પરવાના'માં નૃત્યો કર્યા હતા. આપણી હૅલનને ફિલ્મોમાં લાવનાર ડાન્સર 'ક્ક્કુહતીપણ ક્કકુને લાવનાર આ અઝૂરી હતી. મૂળ જર્મનીની (એનેટ મેરી ગિઝીલોર)ઉદયશંકરગોપીકૃષ્ણમા.કમલ અને હરબન્સ માસ્ટર સુધી બધું સારૂં હતું.

વિજ્ય- ઓસ્કરે વેસ્ટર્ન પર વધારે ભાર મૂક્યો પણ ખરી ખિચડી બગડી 'આઈટમ-સૉન્ગ્સ'થી. ડાન્સની વિવ્ધ મુદ્રાઓ તો બાજુ પર રહીહવેના તો બધા ફિલ્મી આઈટમ- ર્સાન્ગ્સમાં કેમેરા એક જ જગ્યાએ ઉભેલો હોય ને સામે સ્ટેજ જેવા લાગતા સ્ટેજ પર એક સાથે હુડુડુડુ પચાસ ડાન્સરો અમિતાભઅભિષેક અને ઐશ્વર્યા સાથે 'કજરા રેગાતા- નાચતા હોય !

એ અમિતાભની સિધ્ધિ તો નહિ પણ વટ જરૂર કહેવાય કેએને ડાન્સ આવડતા નથી અને ફિલ્મ 'અલબેલા'વાળા મા. ભગવાનના પાસેથી એ એક જ સ્ટૅપ શીખ્યોઊભા ઊભા ઢીંચણ વાળી વાળીને રીક્ષા ચલાવતો હોયએ બસ એક જ સ્ટાઈલ આજ સુધી ચાલી આવે છે અને બીજા હીરોલોગે એને અનુસરવું પડે છે.

અલબત્તહિંદી ફિલ્મોનો હાલનો જે યુગ ચાલી રહ્યો છેતેમાં સૌથી ઊંચા આસને બેસે છે ખાસ કરીને સંજય લીલા ભણસાલીની ફિલ્મોના ડાન્સીઝ. પ્રિયંકા ચોપરાદીપિકા પદુકોણ ('બાજીરાવ મસ્તાની'માં આ બન્નેનો 'પિંગા-ડાન્સ'કેવો અદભુત છે !),'દેવદાસ'માં માધુરી દીક્ષિત અન ઐશ્વર્યા રાય કે 'ગૂઝારિશ'ની એકલી ઐશ્વર્યા હોયઆટલી ઊંચી કક્ષાના નૃત્યો કમ સે કમ મેં તો નથી જોયા.

આ ફિલ્મ 'બ્લફ માસ્ટર'ની જેમ ફરી એક વાર પ્રાણ હીરોઈન સાથે નાનપણથી જોડાયેલો મંગેતર બને છે. હીરોઇને તો એને જોયો જ ન હોય અને જુએ ત્યારે પ્રાણમાં પ્રેમ કરવાને બદલે નફરત કરવા જેવી વૃત્તિ વધારે લાગે. એ તો ઠીક છેઆવી દરેક ફિલ્મોમાં ૯૨- લાખ માળવાના ધણીસમો હીરો હીરોઈનને પહેલેથી બૂક કરી ચૂક્યો હોય છે. પ્રાણ નિહાયત એક અદભુત ઍક્ટર હતો પણ આવી બધી તમામ મસાલા ફિલ્મોમાં સંવાદો બોલવાની એની સ્ટાઈલમાં ફેર ન પડયો.

ફિલ્મમાં '૬૩ની સાલનું કાલબાદેવીસી.પી.ટૅન્કખેતવાડી અને રીગલ સિનેમા જોવા મળે છે. એ દિવસોમાં મુંબઇની સડકો પર ઘોડાગાડીઓ (તાંગા) ચાલતા.

જમીન પર પાટા નાંખેલી રસ્તા વચ્ચેથી જતી ટ્રામો ચાલતી મુંબઈ એ જમાનામાં ય ઠેલાવાળાઓનું બનેલું હતું અને આજે પણ ! ફૉક્લૅન્ડ રોડ પરથી પહેલી વાર પસાર થાઓ અને કોઈ વેશ્યા તમને એની ગલીમાં પરાણે ખેંચી જઈ શકે. કોઈ બચાવવા ન આવે. ઉપરથી આની તાકાત ઓછી પડતી હોય તો મદદ કરવા આવે. ઘરનીઊ બહાર નીકળેઓ બમ્બઇયો મુંબઈના બૂ મારતી હવા ખાય કે ન ખાયવડાપાઉં ચોક્કસ ખાવાના.

ફિલ્મના અન્ય અજાણ્યા કલાકારોને ઓળખવાનો શોખ હતો તો શમ્મી કપૂર જે ખેંખોટી અને તદ્દન સળકડી જેવા મંકોડી પહેલવાનને ઉલ્લુ બનાવીને મોંઘો ક્રીમ પધરાવી દે છે તે પતલો 'જેરી'છે. હીરો અશોક (શમ્મી)નો જે તંત્રી છેતે 'રવિકાંત'છે.સાયરાનો કાકો બનતો વૃધ્ધ નિરંજન શર્મા છે.

રાશિદ ખાનની ઓળખાણો આ કૉલમમાં બહુ વખત અપાઈ છેજે ફિલ્મ 'ગાઈડ'માં ખંડેર પાછળ રાયફલથી ઉંદર મારીને પૂછડી પકડીને બહાર લાવે છે. કમનસીબેઅથવા તો લાયકાત મુજબ જ.. આ સામાન્ય કક્ષાના કલાકારો દેખાતા ઘણી ફિલ્મોમાંપણ યા તો એમને પૈસા એસ.ટી.ના બસભાડાં જેટલા મળતાયા તો એ ય ન મળતા.. પેટને કલ્હાતરઆવા નાનકડા કલાકારોને કામ મળતું રહે, એ માટે પોતાની લાયકાતને બદલે ચમચાગીરી વધુ ફાયદા કરાવતી. એ હિસાબે હવે યાદ કરી જુઓ રાજ- દિલીપ-દેવ કે અન્ય હીરોની ફિલ્મોજેમાં આવા જુનિયર આર્ટિસ્ટો કાયમ જોવા મળશે. ચમચાગીરીથી ફિલ્મોમાં કામ મળતુંપૈસા નહિ... પરિણામેમોટા ભાગના આવા જુનિયર આર્ટિસ્ટો દારૂ પી પીને અત્યંત શરમજનક ગરીબીમાં ગૂજરી ગયા.

જોવાની કરૂણા ત્યાં છે કેઆસિસ્ટન્ટ્સ તરીકે લક્ષ્મીકાંત- પ્યારેલાલને ફિલ્મના ટાઈટલ્સમાં મોભાનું સ્થાન આપવા છતાં કલ્યાણજી-આણંદજી દર વખતની જેમ આ ફિલ્મમાં ય કશું ઉકાળી શક્યા નથી. ગીતો લખવામાં એમને જોડીદાર રાજિંદર કિશન મળી જાય પછી તો જોઈ લો ભાયડાના ભડાકા... નીચા વળી વળીને તમે સિનેમાની સીટ આખી દાંત વડે કોતરી ખાઓ એવા ફાલતુ ગીતો પેલાએ લખ્યા છે ને આમણે બનાવ્યા છે !

યસ. હેમંત કુમાર પાસે ગવડાવેલું 'અય દિલઅબ કહીં ન જાના કિસી કા મૈં..કર્ણપ્રિય ગીત બન્યું છે અને આજ સુધી લોકોને યાદ રહ્યું છે. નવાઈ તો પછીઆઘાત પહેલા લાગે કેફિલ્મમાં જેને સ્પૅનિશડાન્સ કહેવામાં આવ્યો છે 'જબ સે તુઝે જાન ગઈહાય મેરી જાન ગઈ..એ લતા મંગેશકરના ગીતમાં સ્પૅનિશ તો જાવા દિયોસૌરાષ્ટ્રના સણોસરાની છાંટે ય નથી આવતીનહિ સંગીતમાંનહિ નૃત્યમાં !

લતા તો પાછી જે ગીત ગાવામાં મર્યાદા જળવાતી ન હોયએ ગાતી જ નહોતી. આશા ભોંસલેના શંકર- જ્યકિશને બનાવેલા ફિલ્મ 'શિકાર'નું પરદે મેં રહેને દોપરદા ના ઉઠાઓ... ગીતના શબ્દ લતાબાઈને વાંધાજનક લાગ્યા હતાએટલે એણે આ ગીત ગાવાની ના પાડી દીધીજે એની બહેન આશા ભોંસલેને ફાળે ગયું અને એ ગીતને તે વર્ષના સર્વોત્તમ ગીતનો 'ફિલ્મફૅર એર્વોડમળ્યો.

સંગીતકારો મદન મોહનરોશનખૈય્યામ કે જ્યદેવ એવા સંગીતકારો નહોતા જેમને મોટા હીરો કે મોટી ફિલ્મો મળી હોય ! કલ્યાણજી- આણંદજીને દિલીપ કુમારદેવ આનંદરાજ કપૂરએ આટલા વર્ષ શું કર્યું કે રાજદિલીપ અને દેવ આનંદ ઉપરાંત રાજેશ ખન્નાવિનોદ ખન્નાઅમિતાભ બચ્ચન જેવા હીરો હોવા છતાં કેવું રદ્દી સંગીત આપી બેઠા છે ?

એક 'સરસ્વતિચંદ્ર'ને બાદ કરતા આપણને અભિમાન થઈ આવેએવી એમની કેટલી ફિલ્મો આવી અમારી વાત સાથે સહમત ન થવું હોય તો ઓનેસ્ટલીતમારી દ્રષ્ટિએ હિંદી ફિલ્મોના સર્વોત્તમ પહેલા પાંચ સંગીતકારો કહો.. પાંચ શુંસાત- આઠ સુધીમાં કલ્યાણજી- આણંદજી આવે છે અમારા મત પ્રમાણેશ્રેષ્ઠ સગીતકારોનો ક્રમ આ મુજબનો છે.
(૧) શંકર- જ્યકિશન ૨) ઓપી નય્યર ૩) નૌશાદ ૪) લક્ષ્મીકાંત- પ્યારેલાલ ૫) મદન મોહન ૬) રોશન ૭) ચિત્ર ગુપ્ત ૮) ખય્યામ ૯) રવિ અને ૧૦) હેમંત કુમાર. આ ક્રમ પૂરી નિષ્ઠાપૂર્વક કે કોઇ પણ 'બ્લફ માસ્ટર'માં તો આસિસ્ટન્ટ સંગીતકારો તરીકે લક્ષ્મીકાંત- પ્યારેલાલ હોવા છતાં ચારે જણા કાંઈ ઉકાળી શક્યા નથી.

શમ્મી કપૂરની એક વધુ નિષ્ફળ ફિલ્મએ સિવાય બીજો કોઈ પરિચય આપી શકાય એમ નથી આ ફિલ્મને!

5 comments:

Anonymous said...

As usual informative, I believe Rashid Khan was working with Navketan Films, I disagree with your views on Kalyanji A , Shammi ji one and only fully in agreement with you.
Mukesh Joshi 🙏👌👍

Deepak Dave said...

અશોક ભાઈ,સચીનદા નુ નામ પણ ન લીધુ? ખુબ દુખ થયું, SJ પછી SD નુ નામ લીધું હોત તો આવા મહાન સંગીતકાર ને ન્યાય મળ્યો હોત, તમારા લેખો માં તો સચીનદા ના ખુબ વખાણ કરો છો અને આજે દસ માં પણ ન મુકવા પાછળ કોઇ કારણ? હું પણ SJ પ્રેમી છું પણ સચીનદા ને સત પ્રણામ.. સીચ્યુએશન મુજબ ખુબજ ઓછા વાદ્યો સાથે અત્યંત મધુર સંગીત પીરસવામાં સચીનદા ની તોલે કોઇ ન આવે..ખેર તમારો મત બીજો હોઇ શકે.

Ashok Dave said...

Thanks Mukeshbhai...

Ashok Dave said...

Yes Sir. It's obviously a huge but unintended mistake. You certainly are right, as I too am a great fan of Burman Da. I forgot to edit that article or else I would have incorporated his name among the first five. I admit the grave mistake on my part.
I am literally honoured to have a reader like you.
Thanks

Deepak Dave said...

આભાર