Search This Blog

20/05/2018

ઍનકાઉન્ટર : 20-05-2018


* વિધાનસભામાં ગાળાગાળી, છુટ્ટા હાથની મારામારી... ! શું શીખવાનું ?
- સામસામા ગોળીબાર કે છુટ્ટા હૅન્ડગ્રેનૅડ્સ ફેંકે, તો કાંઇ ટૅમ્પો આવે ! આટલામાં તો 'નવા છોકરાં' શું શીખે ?
(
પ્રફૂલ્લ દવે, ભાવનગર)

*
તમારા મતે સુખી જીવનની વ્યાખ્યા શું ?
-
તમે ટીવી-ન્યૂસ ન જોતા હો, છાપાં ન વાંચતા હો, વૉટ્સઍપ ફાડફાડ કરતા ન હો કે ફૅસબૂક ખોલતા ન હો, એ સુખી જીવન.
(
શશીકાંત દેસલે, સુરત)

*
આ બધા બે કોડીના નેતાઓએ, ભારત મહાસત્તા બને એ માટે કાંઇ કાર્ય કર્યું છે ?
- '
મહાસત્તા' તો બહુ અઘરો શબ્દ પડશે.... એમને કેવળ 'ભારત'નો અર્થ તો પૂછી જુઓ !
(
મોહિત જનોડીયા, નડિયાદ)

*
મોરચા ઉપર રોજના આટઆટલા જવાનો શહીદ થાય છે.. મોદી કર્ણાટકમાં ફરે રાખે છે !
-
ઇ.સ. ૨૦૧૯ની ચુંટણીઓ પછી એમને પોતાને શહીદ થઇ જવું ન પડે, માટે આવા મામુલી પ્રવાસો તો કરવા પડે.
(
તેજસ હરિપ્રસાદ પંચાલ, અમદાવાદ)

*
ઇ.સ. ૨૦૧૯ની ચુંટણી કોણ જીતશે ?
-
જે જીતે, એમાં પ્રજાને કોઇ ફાયદો નથી.... હા, કૉમેડી જોવા મળશે. રાહુલબાબાએ તો અત્યારથી પોતાને વડાપ્રધાન માની લીધા છે... એ થાય (!) તો રોજ દેશમાં કેવી કૉમેડીઓ ઊભી થશે !
(
દર્શન સુતરીયા, સુરત) અને (ઋષિ વૈષ્ણવ, જામનગર)

*
ભારતની જ કંપનીઓ ભારતમાં કમાય, એવું સરકાર કેમ નથી કરતી ?
-
પહેલા પતંજલી, પછી શ્રીશ્રી... અને હવે રાહ જુઓ રાધેમા, રામરહીમ, આસારામ બાપૂની કંપનીમાં બનેલી બૅન્કો, રેલ્વેના પાટા બનાવતી કંપનીઓ, બુગાટી-ફેરારી જેવી કારો... આ પૂજનીય લોકો તો વિદેશથી નવા બાબાઓ કે માઓ પણ નહિ આવવા દે...
(
હેલી સુનિલ પટેલ, અમદાવાદ)

*
સ્ત્રી સ્ત્રીની જ દુશ્મન કેમ હોય છે ?
-
પુરૂષ સામી ચોપડાવી શક્તો નથી, માટે !
(
જીજ્ઞા દમા, ગાંધીનગર)

*
શ્રીદેવીએ દેશના એવા કયા કામો કર્યા હતા કે, એના પાર્થિવ દેહને તિરંગો ઓઢાડવો પડયો ?
-
એણે નહિ, દેશના બધા પક્ષોએ સાઉથની ચુંટણીઓમાં જંગી વૉટ શ્રીદેવીની 'આવી' વાહવાહીથી જ મળે, એવી પવિત્ર શ્રીદેવી... આઇ મીન, ભાવના રાખી હતી. એક પણ પક્ષે વિરોધ કર્યો ?
(
ભરતકુમાર ઠક્કર, વડોદરા)

*
તમને ખડખડાટ કોણ હસાવી શકે છે ?
-
કપિલ શર્મા, તારક મેહતા અને રાહુલ ગાંધી.
(
સીમા સુબંધુ ત્રિવેદી, અમદાવાદ)

*
હાઇ-વે પર દોડતી ગાડીઓ વિશે કાંઇ કહેશો ?
-
ગાડી ચલાવનારના હાથમાં બાજુમાં બેઠેલાઓની જીંદગી એના હાથમાં ગીરવે છે, એટલો ખ્યાલ એણે રાખવો.
(
રાકેશ ભાવસાર, ભરૂચ)

*
ચિદામ્બરમને હવે ઍરપૉર્ટની રૂ. ૧૩૫/-ની કૉફી મોંઘી લાગે છે..!
-
દેશને આખેઆખો ચિદુ મોંઘો પડયો છે !
(
મધુકર મેહતા, વિસનગર)

*
હવે ચાલુ ડ્રાઇવિંગે વાહન ચલાવનારાઓનું લાયસન્સ જપ્ત થશે...!
-
ફાંસીની સજા કેમ ન થાય ? આવો બેવકૂફ તો અનેકના જીવન દાવ પર લગાવે છે !
(
પ્રકૃતિ જયમલ શાહ, વડોદરા)

*
રોજ સરહદે આપણા આટલા જવાનો શહીદ થવા છતાં, આંતરરાષ્ટ્રીય ફલક પર છવાઇ જવા, મોદી મોંઢા પર કેવળ શાંતિભર્યું સ્માઇલ આપે છે... શાંતિનું 'નૉબેલ' લેવા માટે ?
-
જમ્મુ-કાશ્મિરની સરકાર સાથે હજી ભાજપે ભેટવાનું ચાલુ રાખ્યું છે... બીજું શું જોઇએ ?
(
અશોક જમોડ, જૂનાગઢ)

*
તમારે કોઇ બૅન્કમાં ઓળખાણ છે ? લોન લેવી છે. પાસપૉર્ટ તૈયાર છે...
-
શાહ અટક ના ચાલે... મોદી કે ચોક્સી કરાવો.
(
દેવાંગ આર. શાહ, ગોધરા)

*
તમે પીએમ હો તો પાકિસ્તાનને નાથવા શું કરો ?
-
અત્યારે જે કરૂં છું એ જ....! ''કાંઇ નહિ.''
(
કેતન મનુભાઇ મોદી, પાટણ)

*
તમને ખાખરા ભાવે કે પાસ્તા ?
-
એ કોણ ખવડાવે છે, એના ઉપર બધો આધાર છે.
(
આમરિન અને સલમાન, વડોદરા)

*
ભારતમાં અમેરિકા જેવી મૅડિક્લૅમની સરળતા ક્યારે શરૂ થશે ?
-
તે હશે, પણ એનો લાભ લેવા મરવા માટે અમેરિકા તો ન જવાય ને ?
(
સંકેત કે. વ્યાસ, બાલીસણા)

*
ફેબ્રુઆરીમાં ૨૮-દિવસ જ કેમ હોય છે ?
-
બે દહાડા પગાર વહેલો આવે, એ તમારાથી નથી ખમાતું ?
(
હિતેશ તળપદા, અલીણા-ખેડા)

* બધાને આટલો બધો પ્રેમ અંગ્રેજી ભાષા ઉપર રાખવાનું શું કારણ ?
-
છોકરાને ભણાવી-ગણાવીને પરદેશ મોકલવો હોય તો ની વાત છે.
(
રાજેશ ડી. લુખ્ખા, જૂનાગઢ)

*
આપના મત મુજબ હાલનો 'ભદ્રંભદ્ર' કોણ છે ?
-
કલ્પનાને બદલે 'પરિકલ્પના' કે 'સંકલ્પના' જેવા શબ્દો સાથે સાહિત્ય રચનાર બધા ભદ્રંભદ્રો છે.
(
અનિરૂધ્ધસિંહ રહેવર, રણાસણ-તલોદ)

* અમારી સોસાયટીના વૃક્ષ પર બેઠેલી કોયલ રોજ ૪ વાગ્યામાં સતત ટહૂકે રાખે છે...ઉપાય ?
-
એ ટહૂકા રૅકૉર્ડ કરીને રોજ સવારે એની સામે વગાડો...સોસાયટીવાળાનું જે થવું હોય એ થાય !
(
દમન પુરોહિત, મુંબઇ)

No comments: