Search This Blog

15/07/2018

એનકાઉન્ટર : 15-07-2018


* મળવામાં પહેલી પ્રાયોરિટી કોને ? અક્ષય કુમાર કે શાહરૂખ ખાન... ?
-
અક્ષય ડિમ્પલનો જમાઈ છે... એટલે એને ! અમારે ય વ્યવહારમાં રહેવું પડે!
(
નિકુંજ આર. ગોર, મોડાસા)

* '
નવરો બેઠો મોબાઈલ મચડે...' નવી કહેવત ?
-
નવરી બેઠી સેલ્ફી પાડે!
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* સાચા ધર્મની વ્યાખ્યા શું ?
હજી સુધી એક પણ ઘર્મ પેદા થયો નથી , જે બીજા ઘર્મનું પોતાના ઘર્મ જેટલું સન્માન કરે.
(
હિતેશ કે. વ્યાસ, ભાવનગર)

* નજર સામે ખોટું થતું જોઈ રહેનારાઓ શું સાબિત કરે છે ?
-
આપણા બાપનું શું જાય છે?
(
સંકેત કે. વ્યાસ, રાલીસણા)

* 'એનકાઉન્ટર' માટે સવાલ પસંદ થયો છે, એની જાણ કરવામાં આવે છે ?હા. જે રવિવારે સવાલ પસંદ થયો ન હોય, તેનાથી ખબર પડે !
(
જગદિશ કપૂરીયા, જૂનાગઢ)

* જગતનું સૌથી મોટું જૂઠ ક્યું ?
-
એ ફક્ત પાકિસ્તાનીઓને આવડે છે, કે 'કાશ્મિર અમારૂં છે.'
(
વિશાલ માધડ, અમરેલી)

* ભાજપ કેટલા વર્ષો સુધી રાજ કરશે ?
-
એ લોકોને ભાજપ-ફાજપમાં રસ નથી. મોદી કેટલા વર્ષ રાજ કરશે, એની ચિંતા  છે.
(
ગોપાલ સોલંકી, પડોદર-કેશોદ) અને (દીપક પંડયા, બિલિમોરા)

* ગાયક-સંગીતકાર હેમંત કુમાર વિશે કાંઈ નહિ કહો... ?
-
લતા મંગેશકરે કહેવાનું એવું મધુરૂં કહી દીધું છે કે, બીજાને બોલવાનું રહેતું જ નથી. હેમંત દા ના પવિત્ર સ્વર માટે લતાએ કીધું હતું, 'હેમંત દા ગાતા હોય ત્યારે કોઈ ટેકરી ઉપરના મંદિરમાં પૂજારી સ્તુતિ ગાતા હોય એવું લાગે !'
(
નિલેષ પ્રેસવાળા, ભરૂચ)

* ભારતને સાચા અર્થમાં આઝાદી ક્યારે મળશે ?
-
આઝાદી તો ચાલે જ છે, ગુલામી નો આવે એ જોવાનું ?
(
મુકેશ ખંડોર, મુંબઈ)

* આજના જમાનામાં સુપરમેન ન હોય ?
-
મારા ખોટા વખાણ ન કરો... !
(
મનિષ નિરંજન વર્મા, ગોધરા)

* કોઈ છોકરીને ક્યાં સુધી પ્રેમ કરવો જોઈએ ?
-
એના બાપા બોચી પકડે નહિ ત્યાં સુધી.
(
શૈલેષ લશ્કરી, ભાવનગર)

* ઈ.સ. ૨૦૧૯-ની ચૂંટણીનો શંભુમેળો સફળ થશે ?
-
સફળ થાય તો પણ એ લોકો એકબીજા સાથે ટકે છે કેટલા કલાક... એ જોવાનું!
(
અશ્વિન મોરે, વડોદરા)

* પોતાનું નામ 'ગુજરાત સમાચાર'માં છપાવવા માટે 'એનકાઉન્ટર' કરીને રાહ  જોવાની ?
-  
તમે આનાથી વધુ સારૂં કામે ય કરી શકો છો.
(
સરફરાઝ શેખ, અમદાવાદ)

* કેવા સવાલોને તમે ઊડાડી મારો છો ?
-  
જસ્ટ... પોતાનું નામ છપાવવા ચારે બાજુના છાપાં-મેગેઝીનોમાં નિયમિત સવાલો મોકલતા રહે, એ અહીંથી પોતાનું સ્થાન ગૂમાવે છે.
(
શ્રેયા કે. પટેલ, વડોદરા)

* જો તમને રીયલ લાઈફમાં કોઈનું એનકાઉન્ટર કરવાનો મોકો મળે તો કોનું કરો ?
-
ભગવાને શબ્દો આપ્યા છે, શસ્ત્રોની જરૂર ના પડે.
(
કરણ સોની, રાજકોટ)

* ભારતમાં અભણો રાજ કરે ને શિક્ષિતો બેકાર રહે, એનું કારણ શું ?
-
ભારતમાં તો એ બન્ને રાજ કરે છે.
(
શેહજાદ આઈ. શેખ, લુણાવાડા)

* આપણે શ્રીફળ વધેરીએ, એ બલિદાન છે કે સમર્પણ ?
-  
અંધશ્રધ્ધા.
(
ઉમંગ કંસારા, માધવપુર-ઘેડ)

* કાશ્મિરની સમસ્યાનો ઉકેલ કોણ લાવી શકશે ?
-
ઉકેલ આવી જાય તો ભલભલી રાજકીય પાર્ટીઓ ઘેર બેસી જાય... ઉકેલમાં કોને   રસ છે ?
(
જગદિશ સભાડ, શેઢાવદર-ભાવનગર)

* શુક્રવારની તમારી 'ફિલ્મ ઈન્ડિયા' કોલમમાં ગુજરાતી ફિલ્મો વિશે કેમ લખતા  નથી ?
-  
કોલમનું નામ 'ફિલ્મ ગુજરાત' કરીએ, ત્યારે એવું થશે !
(
વિનોદ ની. શુકલ, વડોદરા)

* સલૂનમાં દાઢી કરાવતી વખતે પરમ શાંતિનો અનુભવ કેમ થાય છે ?
-  
અમને તો છોલાય છે... !
(
નીતિન જોશી, વડોદરા)

* 'યૂ-ટયૂબ'ના નિર્માતા પહેલા ટાયર-ટયૂબનો ધંધો કરતા હતા ?
-
અજમેરમાં તપાસ કરો... નહિ તો પછી આણંદમાં !
(
આદિલ શકીલ એહમદ અજમેરી, આણંદ)

* રોટલીનો આકાર ગોળ જ કેમ વણવાનો ? બીજો કોઈ આકાર કેમ ન ચાલે ?
-  
ધેટ્સ ફાઇન... દાળ છરી-કાંટા વડે પીવાનું રાખી શકાય !
(
અપર્ણા ભદ્રેશ દેસાઈ, નાલાસોપારા)

* 'ખુશ્બૂ તેરે બદન સી, કિસી મેં નહિ નહિ...' આમાં ભાઈસાહેબના સુધરવાના  ચાન્સ કેટલા ?
-  
સંબંધિત બહેનજી પણ આવી સામી ખુશ્બુઓથી ટેવાઈ ગયા હોય !
(
મયૂર અંજારીયા, રાજકોટ)

* સવાલ વાંચતી વખતે જવાબનો વિચાર કરવા બેસવું પડે છે કે, જવાબ સ્વાભાવિક સૂઝી જાય છે ?
-
પરણ્યાને ૪૨-વર્ષ થયા.
(
જીજ્ઞાસા માંકડ, મુંબઈ)

* બ્રાહ્મણ ગમે તેટલો ધનવાન હોય, છતાં આજીવન ગરીબ જ કેમ ?
-  
મારે તો હજી સુધી એકે ય ગરીબ બ્રાહ્મણને મળવાનું થયું નથી.
(
ડૉ. મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ)

No comments: