Search This Blog

01/07/2018

ઍનકાઉન્ટર : 01-07-2018


*  કર્ણાટકમાં કોંગ્રેસે મોદી અને અમિત શાહનું 'ઍનકાઉન્ટર' કરી નાંખ્યું ?
હા. એ કોંગ્રેસ માટે સારૂં કહેવાય.
(
વસંત મોરથાનીયા, મુંબઈ)

* દેશના મધ્યમ વર્ગ માટે મોદી સરકારે છેલ્લા ચાર વર્ષમાં કાંઇ કર્યું ?
કરૅક્ટ. હજી સુધી તો એવું કાંઇ દેખાતું નથી... હજી એકાદ વર્ષ છે કાંઇ કરી બતાવવા માટે.
(
રાકેશ ધૈર્યકાંત દેસાઈ, વડોદરા)

* ચૂંટણી પ્રજાલક્ષી લડાવી જોઇએ કે સત્તાલક્ષી ?
ભાજપ-કોંગ્રેસ સહિત એક પણ રાજકીય પક્ષ પ્રજાના કલ્યાણ માટે એક શબ્દ ય બોલ્યો હોય તો કહો !
(
સુશીલ વાઘેલા, મંજુસર-સાવલી)

* સબસિડી જેવું જે કાંઇ જતું કરવાનું તે પ્રજાએ જ કરવાનું ? સત્તાધિશોએ કાંઇ નહિ છોડવાનું ?
સત્તાધિશોને છોડવા હોય તો આવતા વર્ષે તક તમારા હાથમાં આવી રહી છે... પણ જે કોઇ આવશે, એ પોતાનું કાંઇ જતું નહિ કરે.
(
રાજેશ ડી. લુખ્ખા, જૂનાગઢ)

* સૅલ્ફીનો વધુ પડતો વપરાશ કરનારાઓને 'સૅલ્ફિશ' કહેવાય ?
ના. 'સૅલ્ફ-ઈશ.' ઈશ એટલે ઈશ્વર. પોતાના માટે પોતે બની બેઠેલા ઇશ્વર.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* સાહિત્ય જગતમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ છે ? તમને ગર્વ થાય ?
હવે જે સમય આવી રહ્યો છે, એ જોતા વાણીયા-બ્રાહ્મણના અહંકારો છોડીને કેવળ 'ભારતીય' હોવાનું ગર્વ રાખવું પડશે... નહિ રાખો તો બીજો છુટકો ય નથી.
(
દિપક મહેશ પંડયા, બિલિમોરા)

* આપ આ સવાલોના જવાબો ક્યાંથી શોધો છો ?
એ જ શોધવાનું બાકી છે.
(
પ્રમોદરાય કાટબામણા, ધોરાજી)

* 'કૅરી' એટલે ?
કૅરી એટલે કણસાગરા.
(
આનંદ કણસાગરા, ઉપલેટા)

* પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે શું કરવું જોઈએ ?
સાયકલ
(
હિતેશ દેસાઈ, તલીયારા)

* ગાડી સ્ત્રી ચલાવે છે ને પુરૂષ બાજુમાં બેઠો હોય છે...
ઘણાના ઘરનું ય એવું જ છે.
(
હરૂભાઈ કારીઆ, મુંબઈ)

* પાકિસ્તાનને જવાબ...?
બરોબરનો અપાઇ રહ્યો છે.
 (
નીલેશ પ્રેસવાળા, ભરૂચ)

* 'ઍનકાઉન્ટર' છેલ્લા પાને જ કેમ ?
- '
'ને બદલે '' ન મૂકાય, માટે !
(
નીરા સરાડવા, હિંમતનગર)

* સોનિયા માયાવતિને ભેટી પડયા... છોકરાને સૅટ કરવા માએ શું શું કરવું પડે છે ?
હા, પણ આમાં જે કાંઇ ગૂમાવવાનું હતું, સોનિયાએ ગૂમાવવાનું હતું ને ?
 (
કુલદીપસિંહ જાડેજા, આણંદ)

* પુરૂષોના વાળ વધારવાની કેમ કોઇ જા.ખ. નહિ ? સ્ત્રીઓ માટે અનેક હોય છે.
-
પુરૂષોને આવક વધારવાની જરૂરત હોય છે, વાળ વધારવાની નહિ !
(
કિરીટ બી. રાવલ, નાલાસોપારા)

* સ્વચ્છતા માટેના બોર્ડની કોઇ અસર થાય છે ખરી ?
-
ના. બોર્ડ ડાઘાડૂઘીવાળું બની જાય છે.
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* રાજકારણમાં પ્રવેશવા માટે કઇ લાયકાત જોઇએ ?
-
ના'લાયકી.'
(
ચિરાગ સુથાર, કડી)

* તમને બીજા લગ્નની ઓફર મળે તો ?
-
સારૂં કહેવાય.
(
ભાવેશ ત્રિવેદી, જૂનાગઢ)

* તમને કઈ ભેટ મળે તો ઉત્તમ કહેવાય ?
-
આપવી હોય તો આપી દો... મજાક ના કરો !
(
યશ રૈયાણી, સુરત)

* વૈજ્ઞાનિકની ભૂલ 'રીસર્ચ' કહેવાય, દરજીની ભૂલને 'ફૅશન' કહેવાય તો નેતાઓની ભૂલ...?
-
હજી સુધી તો એકે ય નેતાની ભૂલ પકડાઇ નથી.
(
હિમાંશી સવડીયા, ભાવનગર)

* એક માણસની લાગણી બીજો માણસ કેમ નથી સમજતો ?
-
એને સાલાને મોકલો મારી પાસે !
(
નિર્મલ જે. દાતણીયા, ખંભાત)

*  હાસ્યને સૂકા આંસુ કેમ કહેવાય છે ?
તમારે ત્યાં કહેવાનું હશે... અમારે ત્યાં તો હાસ્યને હાસ્ય જ કહેવાય !
(
આફિયા ખાન, જેતપુર)

* તમે બધા સવાલના જવાબ ક્યાંથી શોધો છો ?
-
કોણી ખંજવાળીને.
(
શરદ ગોરાસવા, ટોડા-અમરેલી)

* બી.ઍડ.વાળાની રોજગારી ક્યારે દૂર થશે ?
-
એકાદ અઠવાડીયું રાહ જુઓ ને !
(
બીના ગોરાસવા, ભાણવડ)

* ઘણા કવિ-લેખકો આટલા જથ્થામાં દાઢી-મૂછ ને માથે વાળ કેમ લાંબા રાખે છે ?
-
તમે એમના કાન જોયા લાગતા નથી !
(
નવીન ત્રિવેદી, અમદાવાદ)

No comments: