Search This Blog

15/06/2012

‘અલબેલા’ (’૫૧)

ફિલ્મ : અલબેલા’ (’૫૧)
નિર્માતા-દિગ્દર્શક-વાર્તા : ભગવાન
સંગીત : સી. રામચંદ્ર
ગીતકાર : રાજીન્દર કિશન
રનિંગ ટાઈમ :  ૧૪ રીલ્સ
થીયેટર :  ખબર નથી
કલાકારો : ગીતા બાલી, માસ્ટર ભગવાનદાસ, પંડિત બદ્રીપ્રસાદ, પ્રતિમાદેવી, બિમલા, નિહાલ, દુલારી, બાબુ રાવ, સુંદર, ઉષા શુકલ, મારૂતિ અને શ્યામ.
****
ગીતો
૧. મહેફીલ મેં મેરી કૌન યે દીવાના આ ગયા લતા-રફી (ગીતાબાલી-ભગવાન)
૨. શોલા જો ભડકે, દિલ મેરા ધડકે, દર્દ જવાની કા સતાયે – લતા-ચિતલકર (ગીતા બાલી-ભગવાન)
૩. ભોલી સૂરત દિલ કે ખોટે, નામ બડે ઔર દર્શન છોટે – લતા-ચિતલકર (ગીતા બાલી - ભગવાન)
૪. હસિનોં સે મુહબ્બત કા અંજામ બુરા હોતા હૈ, મેરી જાં – ચિતલકર (ભગવાન)
૫. શામ ઢલે, ખીડકી તલે, તુમ સીટી બજાના છોડ દો – લતા-ચિતલકર (ગીતા બાલી-ભગવાન)
૬. ધીરે સે આજા રી અખીયન મેં, નીંદીયા આજા રી આજા – લતા મંગેશકર (બિમલા)
૭. ધીરે સે આજા રી અખીયન મેં, નીંદીયા આજા રી આજા – ચિતલકર (ભગવાન-બિમલા)
૮. ઓ બેટા જી, કિસ્મત કી હવા કભી નરમ, કભી ગરમ – ચિતલકર (ભગવાન)
૯. બલમા બડા નાદાન હૈ, પ્રીત કી ના જાને પહેચાન રે – લતા મંગેશકર (ગીતા બાલી)
૧૦. દીવાના, પરવાના, શમા પે આયા લેકે દિલ કા નજરાના – લતા-ચિતલકર (ગીતા બાલી-ભગવાન)
૧૧. મેરે દિલ કી ઘડી કરે ટીક ટીક હો બજે રાત કે બારા – લતા-ચિતલકર (ગીતા બાલી - ભગવાન)
૧૨. દિલ ધડકે નજર શરમાયે તો સમજો પ્યાર હો ગયા
****

મા. ભગવાન એટલે માસ્ટર ભગવાન એટલે ભગવાન દાદા એટલે ઠેઠ મૂંગી ફિલ્મોના જમાનાના હીરો. અમિતાભ બચ્ચનની ઓલમોસ્ટ બધી ફિલ્મોમાં એના ડાન્સ આ ભગવાનને આભારી છે. બચ્ચનને મૂળ વાંધા નાચવાના. આવડે-બાવડે કાંઈ નહિ, પણ ભગવાન એની ફિલ્મોમાં જે સ્ટેપ્સ લઈને આસાનીથી નાચતો, એ બચ્ચનને ફાવી ગયા. બચ્ચને આજ સુધી ભગવાનના સ્ટેપ્સને ડીફોલ્ટ-ડાન્સબનાવી રાખ્યો છે. હેલનના વર્લ્ડ-ફેમસ ફિલ્મ ઇન્તેકામમાં ડાન્સ-સોંગ, ‘આ જાને જાં, આ મેરા યે હુસ્ને જવાં, જવાં, જવાં...એ આખા નૃત્યનું દિગ્દર્શન (કોરીયોગ્રાફી... જેને સ્પેલિંગ મુજબ, ઘણા ગુજ્જુ ભાઈઓ ચોરીયોગ્રાફીકહે છે !) જોવા નરગીસ રોજ સ્ટુડિયો પહોંચીને શુટિંગ જોવા બેસી જતી. એ વાત જુદી છે કે, સ્વયં ભગવાનના ય આ ડાન્સ-સ્ટેપ્સ, મૂળ ધોળી ચામડીના પરદેશી ડાન્સ ડાયરેક્ટર સૂર્યકુમારની નિપજ છે.

ભગવાને એ જમાનાના ફિલ્મી કલ્ચર પ્રમાણે બધી ઢીશૂમ-ઠીશૂમ ફિલ્મોમાં જ કામ કર્યું હોવાથી લાડમાં એ ભગવાન દાદાકહેવાયા. તા. ૧-૮-૧૯૧૩ના રોજ ભગવાન આભાજી પાલવના નામે એક મિલકામદારના ઘેર જન્મેલા દાદા, રોજ ચિક્કાર દારૂ પી પી કરવા છતાં, બહુ લાંબું જીવીને તા. ૪-૨-૨૦૦૨ના રોજ ગુજરી ગયા.. સમજોને, ભલે ભિખારી કહેવાય નહિ, પણ જે લેવલની ઝુંપડપટ્ટીમાં એમણે છેલ્લા વર્ષો કાઢ્‌યા, એવા ઝૂંપડામાં કદાચ ભિખારીઓ ય ન રહે. બહુ ખોટી માહિતી મુજબ, ફિલ્મી લેખકો લખે છે કે, ’૪૨ની સાલમાં લલિતા પવારને ભગવાનનો ફિલ્મી લાફો સાચો વાગી જવાને કારણે લલિતાની એક આંખ કાયમ માટે ફાંગી થઈ ગઈ હતી. ભગવાન આ ફિલ્મનો હીરો જરૂર હતો, પણ આ લાફો મરાઠી અભિનેતા ચંદ્રકાંત કદમનો વાગ્યો હતો, ભગવાનનો નહિ. દ્રશ્યમાં વાસ્તવિકતા લાવવા ખુદ લલિતાએ કદમને સાચો લાફો મારવા આગ્રહ કર્યો હતો... જોર જરી વધારે બતાવાઈ ગયું ! ચંદ્રકાંતને લલિતામાં... શક્ય છે પોતાની સાચી વાઈફ દેખાણી હશે.

અગાઉની આખી કરિયર માત્ર ઢીશૂમ-ઢીશૂમ ફિલ્મો બનાવવાને કારણે ફિલ્મોમાં હવે બોરસાબિત થવા માંડેલા ભગવાનને હવે ગીતા બાલીને લઈને એક સામાજીક ફિલ્મ બનાવવાની સલાહ રાજ કપૂરે આપી હતી, એ પરથી ફિલ્મ અલબેલાબની ને ઘૂમ મચાવી ગઈ... ખાસ તો મૂંગી ફિલ્મોના જમાનાના એના બારમાસી સંગીતકાર દોસ્ત સી.રામચંદ્રના અણમોલ સંગીત અને ગીતોને કારણે. અલબેલાબધી વાતે સંપૂર્ણ ફિલ્મ હતી. વાર્તા ભગવાને પોતે લખી હતી, સંગીત ઉત્તમ કક્ષાનું, હીરોઈન ગીતા બાલી જેવી ટોપ-સ્ટાર, ફોટોગ્રાફી ચોખ્ખી અને મનમોહક, કોમેડી ભરપૂર, ફાઈટિંગ પણ રાબેતા મુજબની...! બસ, એક એનો હીરો આંખને જોવો ય ગમે નહિ એવો ફાલતુ હતો - એટલે ભગવાન પોતે. ગુસ્સો ગીતા બાલી ઉપર ચઢે કે, આટલા કદરૂપા માણસ સાથે પ્રેમ-દ્રશ્યો ભજવાય જ કેવી રીતે ? ગીતાની બા ય ના ખીજાય ? ભગવાન એક્ટર તરીકે બસ્સો ગ્રામ હજી ચલાવી લેવાય, પણ બહુ ગંધાતા દાંત અને મ્હોં-ફાડ લંબચોરસ હોવા છતાં એને અનેક ફિલ્મોમાં હીરો બનવા મલ્યું. ચહેરો ચલાવી લેવાય તેવો પણ નહિ અને હાઈટ-બોડીમાં દરેક દ્રશ્યે હીરોઈનને બદલે પગમાં આને હાઈ-હિલ્સ પહેરવી પડે, એ તો ક્યાંથી ચલાવી લેવાય ? (જવાબ : જરાય ન ચલાવી લેવાય. જવાબ પૂરો)

નહિ તો, એમણે પોતે ઉતારેલી ફિલ્મ અલબેલાઆમ જુઓ તો આત્મકથારૂપ હતી. ભારતભરના થીયેટરોમાં આજ સુધી દરેક ગીતે પ્રેક્ષકો સિનેમા હોલમાં ચાલુ ગીતે ઊભા થઈને નાચે, એવું હજી બીજી કોઈ ફિલ્મોમાં બન્યું નથી. આઝાદી પછીનો એ આખો જમાનો ફિલ્મી રંગે રંગાયેલો હતો. વાતવાતમાં સાયગલની નકલ કરવી કે પંકજ મલિકના ગીતો ગાવા, એક ફેશન બની ગઈ હતી. એ તો આજે આપણે એ વખતની બનેલી ફિલ્મો જોઈએ ત્યારે ખબર પડે કે, સામાન્ય માણસ પણ ઘરની બહાર સૂટ પહેરીને નીકળે. ભલે સુતરાઈ અને કધોણીયો હોય. અંબોડાને બદલે સ્ત્રીઓ ચોટલો રાખતી, એ જૂનવાણીઓને ગમતું નહિ. ચોટલો રાખવો સંસ્કારી ઘરની સ્ત્રીઓ માટે છીછરાપન કહેવાતું. બે ચોટલામાં તો આખા ગામની બાઓ ખીજાતી, બોલો !

જમાનો એવો હતો કે, મૂછમૂન્ડાઓ હતા જ નહિ. મૂછો બધાને રાખવી પડતી (પૂરૂષોની વાત થાય છે. સ્ટુપિડ !) કોઈએ સફાચટ કરાવી હોય તો રસ્તે જનારો ય પહેલો સવાલ એ પૂછતો કે, ‘ફાધર ગયા...???’ બ્રાહ્મણોને તો માથે ચોટલી રાખવી પડતી. માથે તિલક અને પાગડી વિનાનો વાણીયો જોવા ન મલે... પછી તે જૈન હોય, ખડાયતા, મોઢ કે લાડ. હું પૂરી સભાનતાથી અનેકવાર કહી ચૂક્યો છું કે, વાત તમે અભિનયની કરતા હો તો, નૂતન, મીના કુમારી કે બીજી કોઈ બી કુમારી કરતા ગીતા બાલી શ્રેષ્ઠોત્તમ અભિનેત્રી હતી. સાવ આયાસ વિનાનો અભિનય તમને એના એકલામાં જોવા મળે. મૂળ તો સરદારજીની આ દીકરીનું નામ હરકીર્તન કૌરહતું. નાનપણથી ઇવન મોટી અભિનેત્રી થઈ, ત્યાં સુધી એને સાપ-નાગ પકડવાનો ખૂબ શોખ હતો. આ મામલે એ જાણકાર પણ હતી... એ જ કદાચ કારણ હશે કે, ફિલ્મ અલબેલામાં હીરોને બદલે જીવતા જાગતા એનાકોન્ડા સાથે પ્રેમ-દ્રશ્યો ભજવવાના આવે, એમાં ઝેર આપણને ચઢી ગયું હતું, એને નહિ. શમ્મી કપૂર સાથે ગીતા બાલી, એક ફિલ્મના ચાલુ શૂટિંગે, સ્ટુડિયોમાં બધાને અમે હમણાં આવીએ છીએકહીને ભાગી જઈ, કલાકમાં આખ્ખે આખા લગ્ન પતાવીને પાછા ય આવી ગયા ને શૂટિંગ પણ પતાવી લીઘું. કાચી ઉંમરે શીતળા જેવા એ જમાનામાં અસાઘ્ય ગણાતા રોગમાં ભરાઈ જઈને ગીતાનું મૃત્યુ થયું. રોગ એવો મનહૂસ હતો કે, કદાચ મટે તો મોઢાં ઉપર લાઈફ-ટાઈમ ચાઠા રહી જાય.

ગીતા એના સગા બનેવી જસવંતસાથે પણ હીરોઈન તરીકે કામ કરી ચૂકી છે. આ જસવંત એટલે મિથુન ચક્રવર્તીના સસુરજી... આઈ મીન... યોગીતા બાલીના ફાધર. સોનમના ફાધર અનિલ કપૂરના ફાધર સુરિન્દર કપૂર ગીતા બાલીના સેક્રેટરી હતા. ફિલ્મમાં ગીતા બાલીની નોકરાણી બનતી કલાકાર ઉષા શુકલ છે. એ ખૂબ સુંદર હતી અને શક્ય છે, ક્યારેક હીરોઈન પણ બનત, પણ એની સુંદરતાનો લાભ લેવા ફિલ્મી લોકો હર ઘડી તૈયાર હતા, એમાં આ સંસ્કારી છોકરીએ ફિલ્મ લાઈન જ છોડી દીધી.

નિર્માતા, દિગ્દર્શક, ગીતકાર, હીરો (?) કેદાર શર્માની માફક મા. ભગવાન પણ ગીતા બાલીના પ્રેમમાં પડી ગયા હતા. વો હંસ કે મિલે હમ સે, હમ પ્યાર સમઝ બૈઠે...ગીતાને પામવા ભગવાને આબરૂ ઉપરાંત પણ ઘણું બઘું ગુમાવી દીઘું... નહિ તો પોતાની આ ફિલ્મ અલબેલાના હીરોની જેમ પૈસો અને પ્રસિદ્ધિ એને બહુ વર્ષો અને મહેનત પછી મળ્યા હતા. અલબેલાની વાર્તા સરળ હતી. લોઅર મિડલ-ક્લાસના પ્યારેલાલ (ભગવાન)ને ચસકો નાટ્યજગતના પ્રસિદ્ધ હીરો બનવાનો ઉપડ્યો હતો. બુદ્ધિ તદ્દન ઓછી ને સપના ૨૪-કલાક હીરો બનવાના જોવાના, એમાં ઓફિસમાંથી કાઢી મૂકાયો. ઘેર વૃદ્ધ પિતા (પંડિત બદ્રીપ્રસાદ), માતા (પ્રતિમાદેવી), બહેન બિમલા (બિમલા), ભાઈ (નિહાલ) અને ભાભી (દુલારી) પણ બિમલાના લગ્ન કરવાની ત્રેવડમાં ન હોવાથી મૂંઝાય છે ને આ બાજુ પ્યારેને એની બેવકૂફ હરકતોથી ત્રાસીને પિતા ઘરમાંથી કાઢી મૂકે છે, જ્યાં એનો ભેટો નાટ્યજગતની મશહૂર અભિનેત્રી આશા (ગીતા બાલી) અને થિયેટરના માલિક (સુંદર) સાથે થાય છે. પ્યારે હીરો બની જાય છે, પણ માં-બાપને ભૂલી જાય છે, જે દુર્દશામાં જીવે છે. જ્યાં સુધી હીરો નહિ બનું, ત્યાં સુધી ઘેર પાછો નહિ ફરું, એવી હઠ લઈને બેઠેલા પ્યારે ઘેર મની-ઓર્ડરો નિયમિત મોકલાવે છે, પણ એ પૈસા મેળવનાર એની ભાભી (દુલારી)ને એનો સગો ભાઈ (બાબુરાવ) છેતરીને મની-ઓર્ડરોના તમામ પૈસા લૂંટતો રહે છે. આખરે પસ્તાવો થતા ઘેર પાછા ફરેલા પ્યારેને થોડી ડ્રામાબાજી બાદ પરિવાર અને પ્રેમિકા પાછા મળે છે. ગીતા બાલી તો ફિલ્મ ફેરમાં આપણા રવિવારના એન્કાઉન્ટરની જેમ વાચકો સાથે સવાલ-જવાબની કોલમ પણ ચલાવતી. આઈ.એસ.જોહરનું ક્વેશ્ચન-બોક્સતો ઠેઠ ૫૮ની સાલમાં શરૂ થયું. નવાઈ કરતા આઘાતો વધારે લાગે પણ, ‘ફનીસવાલ-જવાબનું આવું કોલમ ફિલ્મફેરમાં અગાઉ કિશોર કુમાર, પ્રદીપ કુમાર, ભારત ભૂષણ, નૂતન, કામિની કૌશલ.... અરે, ખુદ અશોક કુમાર પણ ચલાવતા... સફળ એક માત્ર જોહર થયો. ભગવાનની બહેન બનતી અભિનેત્રી બિમલા (ફિલ્મમાં પણ એનું નામ બિમલાછે). કોક ખૂણેથી નિમ્મી જેવી દેખાતી હશે ને આ વાતની એને ય ખબર હોવી જોઈએ, એટલે એ નિમ્મીની નકલ કરતી દેખાય છે. સુંદર ખૂબ સારો મિમિક હતો. એ ક્લાસિકલ ગાઈ પણ શકતો. સુંદર જીભ અચકાતા તોતડાની મિમિક્રી પરફેક્ટ કરતો. બાકી ભાગ્યે જ કોઈ કોમેડિયન સાચ્ચે જ જીભ અચકાતી હોય, એવું પરફેક્શન લાવી શક્યો છે. સ્પીચ-થેરાપિસ્ટસ્‌ માને છે કે, કોઈ ચોક્કસ અક્ષરો ઉપર જ હકલાઓની જીભ તોતડાય છે, ગમે ત્યાં નહિ. ખાસ કરીને , , , , અને મઅક્ષરો ઉપર. બારાખડીની સિરીઝ ઉપર તેમના તોતડાવાનો આધાર હોય છે, એ હિસાબે ઘણા સળંગ, ‘, , દ અને ધઉપર અટકે છે, પણ ફિલ્મોમાં ફાલતુ કોમેડિયનો અટકે છે, એમ ગમે તે અક્ષરે સાચા હકલાઓ અચકાતા નથી. અલબેલાનામ ફળ્યું, એમાં ભગવાનભાઈ પોમાઈ ગયા ને બીજી ને ત્રીજી એવા નામોની ફિલ્મો ઉતારી. લાબેલાઅને ઝમેલા’...! આ ફિલ્મો હિટ ગઈ હોત તો છેવટે ભગવાનદાસે પીધેલાય ઉતારી હોત ! આપણે ત્યાં આઉટરાઈટ સંગીતપ્રધાન ફિલ્મો ઘણી બની છે. એમાંની એક આ. જે ૬૨-વર્ષો પછી ય આપણને એના ગીતો મોંઢે છે ને ?

No comments: