Search This Blog

23/09/2012

ઍનકાઉન્ટર : 23-09-2012

1. ‘હું તો કાગળીયા લખી લખી થાકી’... કાંઈ જવાબ મળે ?
- ‘
વીણી વીણીનેથાકનારીઓ પણ આવું જ પૂછે છે...!
(
મીના નાણાવટી, રાજકોટ)

2. લાલુ યાદવ રેલમંત્રી હતા ત્યારે કુશળ વહીવટકર્તાની છાપ હતી. તો આજે એમના જ્ઞાનનો લાભ કેમ લેવાતો નથી ?
-
લાલુની તો ખબર નથી. પણ તમે આશાસ્પદ રાજકારણી હો, એવું લાગે છે.
(
સાધના નાણાવટી, જામનગર)
3. સ્ત્રીને શક્તિનું સ્વરૂપ કહેવાય, તો પુરૂષને સહનશકિતનું સ્વરૂપ ન કહેવાય ?
-
આવી સહનશક્તિવાળાને પુરૂષપણ ક્યાંથી કહેવાય ?
(
પલક નાણાવટી, ઓખા)

4.
શું આ દેશને બરબાદ કરીને જ જંપીશ’, એવા ડૉ. મનમોહનસિંઘે શપથ લીધા હશે ?
-
શપથ એમણે કોંગ્રેસને બરબાદ કરવાના લીધા છે.... અને સફળ થવાની ખૂબ નજીક પણ છે.
(
સુધીર ઠક્કર, જામનગર)

5.
અશોકભાઈ, શાહજહાને એમની પત્ની માટે તાજમહલ બંધાવ્યો. તમારી બેગમ માટે શું બનાવવા માંગો છો ?
-
ઉલ્લુ.
(
સીમરન દિલીપકુમાર, મહેસાણા)
6. ખોટું હસતી વ્યક્તિને તમે શું કહેશો ?
-
કમ સે કમ... એ હસે તો છે ? આજકાલ હસનારા છે ક્યાં ?
(
રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)
7. ડિમ્પલ સાથે ગૂજારેલી કોઇ અતિ યાદગાર ક્ષણ ?
-
પૅરિસના આયફલ ટાવરની અગાશીમાં બેઠા બેઠા અમે બંને દાળવડાં ખાતા હતા, ત્યારે કાગળનો ડૂચો ક્યાં નાંખવો, એની અમને બંનેને ખબર પડતી નહોતી, ત્યારે ડિમ્પુએ કીઘું, ‘આયફલ ટાવર ઇન્ડિયામાં બનાવ..! કમ-સે-કમ કાગળના ડૂચા ફેંકવાનો તો પ્રોબ્લેમ નહિ !
(
અજય વ્યાસ, બિલખા)

8.
તમારે તો બોલવું છે, ‘પંખો ચાલુ કરો...બિલો અમારે ભરવા પડે છે. એનું શું ?
-
થૅન્કસ, મારા બિલો મોકલાવું છું.
(
પ્રહલાદ જે. રાવળ, રાજપિપળા)

9.
તમારા મતે પાપી અને પૂણ્યશાળી વચ્ચે તફાવત શો ?
-
આવો તફાવત કેવળ પૂણ્યશાળીઓ શોધવા માંગતા હોય છે.
(
નિર્મેશ/રીતેશ/આશિષ, રાજપિપળા)
10. ગુજરાતમાં દારૂબંધી કેમ છે ?
-
પીધો લાગે છે !
(
હિતેશ ચૌધરી, ઝંખવાવ-સુરત)

11.
પરિવર્તન સંસારનો નિયમ છે. તો આપનામાં શું પરિવર્તન આવ્યું છે ?
-
નથી આવ્યું. હું હજી પુરૂષ જ છું.
(
શીતલ કે. દેવલૂક, કોડિનાર)

12.
અમેરિકા મંદીમાંથી બચી ગયું.. નાદાર થતા થતાં રહી ગયું. હવે તો ભારત અમેરિકા જેવું થઇ ગયું કહેવાય ને ?
-
ના. હજી આપણા કરતા ય એને નીચું લઇ જવું હોય તો, ડૉ. મનમોહનસિંઘને એકાદ આંટો ત્યાં મારી આવવા દો.
(
મેઘાવી હેમંત મહેતા, સુરત)

13.
ચાણક્યએ દુશ્મનને મૂળમાંથી પતાવી દેવાની હિમાયત કરી હતી. તમે શું માનો છો ?
-
મારા દુશ્મનોને આટલો મોટો દોસ્ત ગૂમાવવો પડ્યો છે, એનાથી વધારે એમને સજા કઇ ?
(
ધ્રૂવ પંચાસરા, વિરમગામ)
14. સંસારીઓ કરતા સંન્યાસીઓ પાસે માયાની આટલી બધી માયા કેમ હોય છે ?
-
નિરંતર ગુરૂઓના સાનિઘ્યમાં રહેતી સ્ત્રીઓને એમના ગોરધન એ સુખ ન આપી શકતા હોય, એટલે માયાને સન્યાસીઓ પાસે પ્રગટ થવું પડે ! સબ માયા કા ખેલ હૈ, બાબા !
(
સલમા મણિયાર, વિરમગામ)
15. સદા યુવાન દેખાવાનો કોઇ ઉપાય ખરો ?
-
યુવાન દેખાવવું નહિ, યુવાન સાબિત થવું જરૂરી છે.
(
હિતેશ એસ. દેસાઇ, તલીયારા-નવસારી)

16.
હવે તો ગાંધી ટોપીના ય બ્લૅક બોલાય છે... સુઉં કિયો છો ?
-
હવે નહિ બોલાય... ! અન્નાવાળું પતી ગયું !
(
રમેશ સુતરીયા, મુંબઇ)

17.
બાપુ પહેલા કેડે તલવાર રાખતા..  હવે મોબાઇલ રાખે છે, શું સમજવું ?
-
બેમાંથી ક્યાં કાંઇ વાપરવું હોય.. !
(
રૂદ્રેશ અઘ્વર્યૂ, અમદાવાદ)

18.
ભ્રષ્ટાચાર માટે નોબેલ પારિતોષિક શરૂ થાય તો આપણા દેશમાં કોને મળે ?
-
નોબેલ નહિ, ‘ગોબેલ્સ પ્રાઇઝ !
(
રાજેશ જાની, ખાંભા)

19 . ‘
ઍનકાઉન્ટરમાં મહિલાઓ માટે પત્રથી નહિ, મોબાઈલથી સવાલ પૂછવાની છુટ આપો.
-
લખી લો મારો મોબાઈલ નંબર....૦૦૦૦૦-૦૦૦૦૦.
(
વિભૂતિ નાણાવટી, રાજકોટ)

20.
અખબારોમાં મૃત્યુનોંધ અને બેસણાંની જા.ખ. આવે છે.. બાળક જન્મની કેમ નહિ ?
-
રોજ દસ હજાર પાનાનું છાપું તો ના કઢાય ને ?
(
વંદિત નાણાવટી, રાજકોટ)

21.
આપના ચાહકો વધતા જ જાય છે, છતાં ઍનકાઉન્ટરબમણું કેમ કરતા નથી?
-
ચાહકો અડધા ન થઇ જાય માટે.
(
અસગરઅલી નોમાનઅલી, બારીયા)
22. પુરૂષો મહિલાઓમાં આખરે શું શોધે છે ?
-
એ મહિલા છે કે નહિ, તે !
(
ભરત ડી. સાંખલા, ડીસા)

23.
બાને દીકરા ઉપર જેટલો પ્રેમ હોય, એટલો વહુ ઉપર કેમ નથી હોતો ?
-
પહેલેથી વહુને દીકરી ગણી હોય તો દીકરા કરતા ય વઘુ પ્રેમ હોય !
(
બચુભાઈ સોની, ધોરાજી)

24.
ચુંટણી વખતે આપેલા વચનો પછી નેતાઓ નિભાવતા કેમ નથી ?
-
નેતાઓ પ્રેમિકા જેવા હોય છે.
(
દિવ્યાંગ જોશી, અગિયોલ-હિંમતનગર)

25.
સાસુ-વહના ઝગડામાં પતિએ કોનો પક્ષ ખેંચવો ? મા નો કે પત્નીનો ?
-
જે બાજુ હિંમત રહી હોય, એનો !
(
ચેતના પી. જોશી, આગિયોલ-હિંમતનગર)

26.
અન્ના અને રામદેવની નિષ્ફળતા પછી અમને તમારા ઉપર શ્રઘ્ધા છે.. આગેવાની લેશો ?
-
મને આટલો બધો ફાલતુ માન્યો... ?
(
કૌશિક એ. દવે, સુરેન્દ્રનગર)

27. ‘
ઍક્યુપ્રેશર’... એ કયું પ્રેશર ?
-
ગમે ત્યાં ના દબાવી મરાય, એ પ્રેશર.
(
દિલીપ જે. ધંઘૂકીયા, અમદાવાદ)

28
કોલસા-કૌભાંડમાં ડૉ. મનમોહનની લાચારી શું છે ?
-
એમને માટે વિપ્લવી કવિ કૃષ્ણ દવેનો શેર કાફી છે :
ફાઈવ સ્ટાર વૃક્ષની સામે, પંખી કરે દલીલ,
એક પળ ડાળીએ બેઠા ને આવડું મોટું બિલ ?’

No comments: