Search This Blog

18/06/2017

ઍનકાઉન્ટર : 18-06-2017

* નોટબંધીમાં તમને શું તકલીફ પડી ?
-
આખું ઘર ફેંદી વળ્યા. નવી કે જૂની એકે ય નોટ ન મળી. હોય તો મળે ને ?
(
રવિ પ્રકાશભાઈ ઠકરાર, રાણાવાવ-પોરબંદર)

* આજ સુધી તમને પુછાયેલો સૌથી સહેલો સવાલ કયો ?
-
બુદ્ધિમાં કોણ ચઢે ? રાહુલ કે કેજરીવાલ ?
(
સંજય મેહતા, બોટાદ)

* ઍક્ઝામ્સના તમારા અનુભવ વિશે જણાવશો ?
-
', અમારા વખતમાં કાપલી- બાપલી કાંઇ નહોતું. સીધી ગાઇડ જ પરીક્ષા શરૂ થતા પહેલાં ટૉયલેટમાં મૂકી આવીએ...
(
નફીસા માકડા, મહુવા)

* પત્નીની હાજરીમાં અન્ય સુંદર સ્ત્રીની પ્રશંસા કરવી એટલે
?
- ઓહોહોહો... તો તો રોજની કેટલી પ્રશંસાઓ આવે ?
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* રાહુલ ગાંધીનાં લગ્ન હજી સુધી નહિ થવાનું કારણ
?
- 'હજી સુધી...?' તમે તો જાણે એ ૭૦ની ઉંમરના થઇ ગયા હોય, એવી વાતો કરો છો ?
(
મયંક પંચાલ, અમદાવાદ)

* મોદી શાસનમાં ઊછરેલી અમારી જનરેશન વિશે શું કહો છો
?
- એ જ કે, એમાં તમારાં મમ્મી-પાપા જવાબદાર છે.
(
ચિરાગ કટારીયા, ટંકારા- મોરબી)

* મારી ગર્લફ્રેન્ડનાં લગ્ન એક મહિના પહેલાં થઇ ગયાં
, તો હવે મારે શું કરવું ?
- આઠ મહિના તો રાહ જુઓ.
(
આશિક શેઠ, અમદાવાદ)

* લાગે છે કે
, ભારતીય તહેવારો હવે પછી વિદેશોમાં જ ઊજવાશે. ભારતમાં તો ખાલી નામની રજાઓ જ રહેશે.
- ક્યાંક તમારી વાત સાચી લાગે છે. હું જે જે દેશોમાં ગયો છું, ત્યાંના ભારતીયો આપણા કરતાં વધુ દેશભક્તો છે.
(
ચિંતન ગાંધી, બોસ્ટન અમેરિકા)

* તેજીને ટકોર ને ગધેડાને ડફણું. આ કહેવત કોને લાગુ પડે
?
- અનુક્રમે, તેજીને અને ગધેડાને !
(
નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* ઇ.સ. ૨૦૫૦માં ઇન્ડિયા કેવું હશે
?
- હું તો લાંબી રજાઓ ઉપર હોઇશ... તમે હો તો બધું સંભાળી લેજો.
(અમિલ શેલીયા, સુરત)

* દેશને આવા ૮- ૧૦ યોગી મળી જાય તો
?
- એટલા બધાની જરૂર જ નથી. આ એકલા કાફી છે.
(
ધીમંત ભાવસાર, બડોલી- ઇડર)

* શું કરવાથી દેશમાં બેરોજગારી ઓછી થાય
?
- આપણે નોકરી નહિ કરવાની.
(
કુલદીપ કે. ત્રિવેદી, પાટણ)

* મુલાયમે મોદીના કાનમાં શું કીધું હશે
?
- 'પુરુષો માટે' કઇ બાજુ છે ?
(રાકેશ પરમાર, કિલ્લા પારડી -  વલસાડ)

* બ્રહ્માંડનો જન્મ એક વિરાટ બિગ-બેન્ગથી થયો હતો
, એ જોવા કોણ ઊભું હતું ?
- બધા ડાઉટો મારી ઉપર નહિ લાવવાના !
(
જગજીવન બી. મેતલીયા, ભાવનગર)

* તમારા ઘરની સામે જ પોલીસ ચોકી હોવાનું કોઇ કારણ
?
- દરેક મહાપુરુષના ઘર પાસે પોલીસ-પ્રોટેક્શન તો હોવાનું જ !
(
પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* સાડા પાંચની ફ્લાઇટ પાંચ ને ત્રીસે જ કેમ ઊપડતી હોય છે
?
- ને તો ય, રોજ સાડા બે કલાક મોડી પડે છે.
(
પકેશ સાયમન ઠાકોર, ગાંધીનગર)

* હમણાં કોક ટીવી-ડીબેટમાં કોક પત્રકારે કીધું
, 'રાહુલ ગાંધી ઈન્ટેલિજૅન્ટ અને સિન્સિયર છે.મને તો આખી વાત બધી ઉપરથી ગઇ. તમને સમજાઇ ?
- એ પત્રકાર સિન્સિયર જરૂર હશે... ઈન્ટૅલિજન્ટ નહિ !
(
મૂકેશ નાયક, એથાણ- જલાલપોર)

* તમારો મનગમતો હાસ્યલેખક અને ફિલ્મ જણાવશો
?
- એકાદ-બે મજબૂરીઓને બાદ કરતાં મને યાદ નથી, આજ સુધી એકે ય હાસ્યલેખકને મેં વાંચ્યો હોય ! ફિલ્મ તો આ દેશમાં એક જ સર્વોત્તમ આવી છે, 'મુઘલ-એ-આઝમ'.
(
સંદીપ પુરાણી, હથિથાના- દેવગઢબારીયા)

*
'ભદ્રંભદ્રજેવી નવલકથા ગુજરાતી સાહિત્યને હવે ક્યારે મળશે ?
- મને એમ કે, તમારે જોઇતી હશે !
(ઉષા વિજય ઢોલરીયા, વાપી)

* લોકો તો કહે છે
, 'પ્રેમ આંધળો હોય છે', તો પછી લગ્ન પછી એ 'લવ' મૂંગો કેમ થઇ જાય છે ?
- અપંગ માનવોની સેવા કરવી એ હરએક પરણેલાની ફરજ છે.
(
ધ્રૂવ ચાંલ્લાવાળા, હાલોલ)

* બૅન્કોના નવા નિયમો બાબતે તમને શું લાગે છે
?
- પહેલાં બપોરે બે- અઢી વાગે બૅન્કનો પૂરો સ્ટાફ ખાલી થઇ જતો. હવે છ વાગે ઘેર જવા ય દયામણા બનવું પડે છે.
(
ધર્મેશ વેકરીયા, જૂની ચાવંડ- વિસાવદર)

* તમારી પ્રિય સીરિયલ
'તારક મેહતા કા ઊલટા ચશ્મા'માં સુંદર આટલું મોટેથી કેમ બોલતો હશે ?
- એ ખૂબ પ્રતિભાવંત કલાકાર છે. ઊંચું કે નીચું તો મને ખબર નથી, પણ એ હસાવી શકે છે ચોક્કસ !
(
જયેશ અંતાણી, ભાવનગર)

No comments: