Search This Blog

12/03/2017

ઍનકાઉન્ટર : 12-03-2017

* પ્રાઈમ મિનિસ્ટરનું નવું સૂત્ર.... 'ઊંઘતો નથી ને ઊંઘવા દેતો નથી.'
-
હું જાગું, ત્યારે આ સવાલ મને પૂછજો.
(
ધવલ જે. સોની, ગોધરા)

* સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રગીતને ફરજીયાત બનાવ્યું...
-
દેશના તમામ કથા- કિર્તનકારો જંગી મેદની ઊભી કરી શકે છે, એમની કથામાં રાષ્ટ્રગીત ફરજીયાત બનાવવું જ પડે. રામધૂન કે નવકાર મંત્રજાપ સાથે રાષ્ટ્રગીત હોવું જ જોઈએ. સંતોએ કોર્ટના આદેશની રાહ જોવાની ક્યાં જરૂર છે ? આ હવે મારૂં એકલાનું અભિયાન છે.
(
કેવલ કાછીયા, ઉમરેઠ)

* 'વાંદરો ઘરડો થાય, તો ય ગુલાંટ ન ભૂલે', એ કહેવત પુરૂષોને સંબંધિત જ કેમ ?
-
ઘયઢે ઘડપણ આવી તંદુરસ્તી તો પુરૂષોની જ હોય, માટે !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* નોટબંધીની અસર તમારા ઉપર શું થઈ ?
-
બે ઘડી ગમ્મત એ તો... !
(
દિવ્યા સાણંદીયા, સુરત)

* ખાખી કપડાં જોઈને કૂતરાં કેમ ભસે છે ?
-
સમદુખીયાઓ.
(
ડૉ. અભિલાષ એ. વસાવડા, જૂનાગઢ)

* તમને અમારા સવાલો ગમતા નથી ?
-
ચલો, બીજો સવાલ...
(
રોહિત દરજી, હિમતનગર)

* મમતા બેનર્જી સત્તા માટે કેટલા નીચે જશે ?
-
રામાયણમાં એક કૈકેયી તો જોઈએ !
(
મધુકર મહેતા, વિસનગર)

* આપણી હિંદી ભાષા બગડી રહી છે ?
-
હજી અમિતાભ બચ્ચન કે આશિષ વિદ્યાર્થી જેવાઓ સુંદર હિંદી બોલી રહ્યા છે, ત્યાં સુધી વાંધો નહિ આવે.
(
ધર્મેશ વેકરીયા, જૂની ચાવંડ- વિસાવદર)

* સમય બદલાવા છતાં લોકોનો હિંદી ફિલ્મો જોવાનો શોખ ઓછો કેમ નથી થતો ?
-
રોજે રોજ યુ.પી.ની ચૂંટણીઓના સમાચારો ટીવી પર જોવા કરતા ફિલ્મ જોવી સસ્તી પડે.
(
ધ્રૂવ પંચાસરા, વીરમગામ)

* લાઈનોમાં ઊભા રહી હેરાન થવા છતાં લોકો મોદીના હજી વખાણ કેમ કરે છે ?
-
કોઈનો એવો સ્વભાવ... !
(
નિધી રાજેશભાઈ શાહ, વલ્લભીપુર)

* તમારે તો 'એનકાઉન્ટર ટ્રાવેલ્સ'ની બસો શરૂ કરવી જોઈએ... આના કરતા વધારે કમાશો.
-
ચાલુ બસે ડ્રાયવિંગ કરતા કરતા ઝોકાં ખાવા સારા... પેસેન્જરોના સવાલોના જવાબો આપવા ના પોસાય.
(
હેમલ માંકડ, જામનગર)

* તમે કદી ભૂત જોયું છે ? તમારી સામે ભૂત આવી જાય તો શું કરો ?
-
બિનશરતી શરણાગતી... વર્ષો પહેલા આમ જ અચાનક મારા સાસુ સામે આવી ગયા હતા.
(
માધવ જે. ધ્રૂવ, જામનગર)

* તમારા મતે સાચો દેશભક્ત કોણ ?
-
તમે.
(
જયદીપસિંહ ચુડાસમા, દેવગાણા- રાણપુર)

* સૌથી વધુ ચાલે એ શું ? મિત્રતા કે લગ્નજીવન ?
-
તમે સ્પષ્ટતા કરી નથી કે, એ બન્ને એક જ વ્યક્તિ સાથે કે જુદી જુદી બે વ્યક્તિઓ સાથે ?
(
મયૂરી પંચાલ, અમદાવાદ)

* ઈન્ડિયામાં રોડ બનાવતા પહેલા બમ્પ બનાવવાની ઉતાવળ કેમ ?
-
કોઈ પણ બમ્પ પછી નજીકમાં હાડકાના ડૉક્ટર (ઓર્થોપેડિક)ના દવાખાના હોય છે...
(
પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

* પરીક્ષામાં સારા માકર્સે પાસ થવા શું કરવું જોઈએ ?
-
સારો વિદ્યાર્થી શિક્ષકને જાણતો હોય છે અને સફળ વિદ્યાર્થી સ્કૂલના ટ્રસ્ટીને.
(
જય પરમાર, બોટાદ)

* અનામત ભારતની કમનસીબી છે, પણ એના વિરૂદ્ધમાં કેમ કોઈ બોલી શકતું નથી?
-
બોલવાનું ક્યાં... ? હું તો લખી ય શકતો નથી.
(
ડૉ. નિકુંજ સખીયા, આણંદ)

* આપણે પરમિટ લઈ લીધી છે... ક્યારેક આવો, બોસ.
-
બા ખીજાય.
(
મુકેશ નાયક, નવસારી)

* યુપીએ (બારામતી)ના એક મિનિસ્ટરે રૃા. સાત કરોડ બિનહિસાબી જાહેર કર્યા... કોઈ સજા નહિ. 'સમર્થ કો નહિ દોષ ગુસાંઈ... ?'
-
૨૦- ૨૫ વર્ષમાં મોદીસાહેબ વિફરશે તો આ બધા ઊંચા થઈ જશે... હઓ !
(
પ્રણવ કારીઆ, મુંબઈ)

* મારૂં સામાન્ય જ્ઞાન બરોબર નથી. સુધારવા શું કરવું જોઈએ ?
- '
એનકાઉન્ટર' જેવી કોલમો ન વાંચવી જોઈએ.
(
ડૉ. મયંક છાયા, અમદાવાદ)

* તમે સ્મોકિંગ છોડી દીધું, એ ફિલ્મ 'હમદોનો'માં સાધનાથી પ્રેરાઈને... ?
-
હા, પણ એ પછી શરાબ પીતા પીતા દેવ આનંદ ગાય છે, 'કભી ખુદ પે, કભી હાલાત પે રોના આયા...' પણ જોવું પડે એમ હતું ને ?
(
વિપુલ ચપલા, વડોદરા)

* મંદિરમાં ન જઈએ અને હૃદયપૂર્વક ઈશ્વરભક્તિ કરીએ, તો નાસ્તિક કહેવાય ?
-
કોઈ તમને નાસ્તિક કે આસ્તિક માને, તેથી તમને કે ઈશ્વરને શું ફરક પડે ?
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* જૂનાં ફિલ્મી ગીતો હવે તો રેડિયો કે ટીવી પર એકના એક ચવાયેલા આવે છે. શું કરવું?
-
જાતે ગાઈ લેવા સારા...
(
દીપ્તિ ચેતન દવે, અમદાવાદ)

* દેશને મહાન બનાવવા આજના યુવાનોએ શું કરવું જોઈએ ?
-
યુવાન રહેવું જોઈએ.
(
સુશીલ વાઘેલા, મંજુસર- સાવલી)

* સવાલ પૂછનારનું સરનામું તો એવી રીતે માંગો છો, જાણે તમે મારા ઘેર આવીને ચા- નાસ્તો કરવાના હો !
-
મુંબઈ આવીને 'ચા' ન પીવાય !
(
આદિશ શાહ, મુંબઈ)

No comments: