Search This Blog

16/07/2017

'એનકાઉન્ટર' : 16-07-2017

દિલીપકુમાર સાહેબને નરગીસ સાથે પ્રેમ હતો કે નહિ ?
હું મારૂં કહી શકું...કે મને નહોતો.
(
કાકા પલેજા, સુરેન્દ્રનગર)

* તમે સ્મશાનોબેસણાંઓ વિશે કેમ ખૂબ લખ્યું છે ?
મુશાયરોમાં પણ રમઝટ બોલાવતા યુવાશાયર અનિલ ચાવડાનો શે'ર તમને અર્પણ.
'શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જવાનું થાય તો
?'
(
પ્રતિક એમ. શાહ, અમદાવાદ)

* શું 'ઓનલાઇન'ખરીદીમાં પ્રજા છેતરાય છે ?
આઉટલાઇનમાં છેતરાય !
(
દુષ્યંત નવલંચદ કારીઆ, મોરબી)

* 'લાતોં કે ભૂત બાતોં સે નહિ માનતે...'અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી કોઇ બોધપાઠ લેશે ?
ભૂતો માટે આડુંઅવળું નહિ બોલવાનું !
(
ગૌરીબેન વી. કાચા, અમદાવાદ)

* મેં મારા કાવ્યસંગ્રહના વિમોચનનો પ્રારંભ રાષ્ટ્રગીતથી કર્યો.
બોલો વંદેમાતરમ.
(
આઈદાન ખીમકરણ ગઢવી, ગોપાલપુરીકચ્છ)

* નરેન્દ્ર મોદી બીજા ૨૫ વર્ષો સુધી ભારતના વડાપ્રધાન બન્યા રહે, એ માટે કયા અને કેટલા જાપ કરવા ?
મને પૂછ્યું એ પૂછ્યું... આ સવાલ સોનીયાજીને ન પૂછશો.
(
વિસનજી જાદવજી ધરોડ, પત્રીમુંદ્રા)

* ટીવી પર 'મહાભારત'સીરિયલ ફરી શરૂ થઇ, એનું શ્રેય કોને જાય છે ?
જાહેર ખબરો આપનારાઓને.
(
સરલા શાહ, પૂણેંમહારાષ્ટ્ર)

* 'નો સ્મોકિંગ'ના બૉર્ડ પર સિગારેટ બુઝાવતાં વીરલાને શું કહેશો ?
એને સઉદી અરેબિયા મોકલી દેવો જોઇએ.
(
હરિશ મણિયાર, જેતપુર)

* સરકાર સૈન્યને ઈઝરાયેલ જેવું કામ કરવાની મંજૂરી કેમ આપતી નથી ?
આપણા સૈનિકો કોઇ ઇઝરાયેલ કે ફ્રેન્ચ લશ્કરથી કમ નથી.
(
મણીબેન પટેલ, ઊંટડીવલસાડ)

* 'અડધી રાત્રે ય કામ પડે, તો મને જણાવજો', એવું કહેનારને શું કહો છો ?
મારા બેડરૂમની છત પર ચોંટેલી ગરોળીને કઢાવવાનું કામ સોંપુ છું.
(
પરેશ અંતાણી, રાજકોટ)

* પોસ્ટકાર્ડમાં સવાલ પૂછી શકવાનો પુન:પ્રારંભ કરવાનો ખ્યાલ કેમ આવ્યો ?
– 'ગુજરાત સમાચાર'નાનામાં નાના ગામડે વંચાય છે, જ્યાં બધે ઈન્ટરનેટ નથી હોતું.
(
રમેશ આશર, કાલાવડ)

* અરૂંધતી રૉય જેવી દેશદ્રોહીને કાશ્મિર મોકલી દેવી ન જોઇએ...?
હું તો હજી 'ઊંચે'મોકલવાનું વિચારતો હતો.
(
શાંતહર્ષ, મુંબઇ)

* આપને સૅકન્ડહૅન્ડ માલ જ કેમ પસંદ આવે છે ? જેમ કે, ડિમ્પલ કાપડીયા, મધુબાલા, બેનઝીર ભૂટ્ટો !
બીજો કોઇ હાથ ન અડાડે.
(
જગદીશ રાવલ, રાજુલા)

* 'સુખ'નામનો છોડ કઇ નર્સરીમાં મળે છે ?
મા.
(
દિનકર ભટ્ટ, ગાંધીનગર)

* ભ્રષ્ટાચારના સમાચારો તો સાધુસંતો માટે આવે છે. કોના ઉપર ભરોસો મૂકવો ?
પોતાના સિવાય અન્ય ઉપર ભરોસો મૂકવો જ શું કામ જોઈએ ?
(
તરલ પરિમલ મહેતા, ભાવનગર)

* ઘરની વહુનું પતિ કે સાસુ કેમ સાંભળતા નહિ હોય ?
એ બન્નેને કોઇ ઈ.એન.ટી. સર્જનને અને વહુએ સ્પીચથૅરાપિસ્ટને બતાવવું જોઇએ.
(
સંધ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

* ધર્મને બદલે રાષ્ટ્રપ્રેમનો પ્રચાર કેમ નથી થતો ?
ધર્મમાં ટેકો આપનારા લાખો મળી રહે છે...
(
અરવિંદ જે. રાવલ, ગાંધીનગર)

* 'વૉટ્સઍપ'પર માબાપથી માંડીને પતિપત્નીની વફાદારી કે આધ્યાત્મિકતાના મૅસેજ વાંચીને હું તો ભાવુક થઇ જઉં છું...
ઈશ્વરને પ્રાર્થના કરૂં છું કે, તમારો સેલફોન ચોરાઇ જાય !
(
ડૉ.અમિત પી. વૈદ્ય, ડેમાઇબાયડ)

* સારા લેખક કે કવિ બનવા માટે શું જરૂરી ?
આવી ફાલતુ કૉલમો ન વાંચવી જોઇએ.
(
પ્રવિણ કે. પટેલ, ઓડઆણંદ)

* પોપટલાલની શાદી થઇ જાય એ માટે મેં દરિયા ઉપર એક કી.મી. ચાલવાની પ્રતિજ્ઞા લીધી છે...
આ હિસાબે તમારી શાદી પહેલા તો તમે સાત સમુંદર ચાલ્યા હશો !
(
રજાહુસેન બચુભાઇ, મહુવા)

* ગુજરાતભરમાં જલારામ ખમણ અને નાગરની ચોળાફળીના બૉર્ડ કેમ દેખાય છે ?
તમારે બૉર્ડ ખરીદવા છે કે ખમણ ?
(
કાનલપ્રિશા સોની, અમદાવાદ)

* તમને કયો કવિ/ગઝલકાર વધુ ગમે ?
અત્યારનો નવો અને જુવાનજોધ કવિફાલ બહુ ઉત્તમ ઉતર્યો છે..(મેં 'ઘાણ ઉતર્યો છે', એવું નથી કીધું એ બતાવે છે કે, હું એમનાથી પ્રભાવિત છું.)
(
દીક્ષિતા કુ. પટેલ, અમદાવાદ)

* 'એનકાઉન્ટર'માં સવાલ પૂછનારાઓને કોઇ સલાહ ?
એક સાથે એકથી વધુ સવાલો પૂછશો તો એ રદબાતલ થવાના છે. નામસરનામા અને સવાલ સિવાય બીજું કાંઇ પણ લખનારાઓના સવાલો કેન્સલ થાય છે.
(
સુનિધી જનુભાઈ રાવલ, વડોદરા)

No comments: