Search This Blog

23/07/2017

ઍનકાઉન્ટર : 23-07-2017

* ડૉનાલ્ડ ટ્રમ્પ અને બરાક ઓબામા વચ્ચે શું ફર્ક છે?
- અમેરિકાનું 'બ્લેક હાઉસ' ફરીથી 'વ્હાઇટ હાઉસ' થઈ ગયું.
(
જય વૈદ્ય, અમદાવાદ)

* શ્રી. નરેન્દ્ર મોદી એમના 'મન કી બાત' ફક્ત રેડિયો ઉપર કેમ કરે છે, ટીવી પર કેમ નહિ?
- એમ તો હમણાં 'ધન કી બાત' પણ GST માટે કરી ને?
(
ભગવાનજી ભાલોડીયા, નવસારી)

* મારે રાજકારણમાં જોડાવવું છે
, પણ કઇ પાર્ટીમાં તેની સમજ પડતી નથી.
- રાજકારણને 'સમજ' સાથે શું લેવાદેવા?
(
નિરાલી ચૌહાણ, ચોટીલા)

* મણીનગરમાં યોજાયેલા ચેટીચંદ નિમિત્તે રાષ્ટ્રગીત ગવાયું.
- સિંધીભાઈઓનો દેશપ્રેમ મિસાલરૂપ છે.
(
જયદેવ વ્યાસ, અમદાવાદ)

* તમે સાચા જવાબો ક્યારે આપો છો
?
- જૂઠ્ઠું બોલતો હોઉં ત્યારે.
(
રથિન હિંગૂ, અમદાવાદ)

* આજના જમાના માટે તમારું શું માનવું છે
?
- મજ્જા પડી જાય એવો જમાનો ચાલી રહ્યો છે...
(
રજક પરમાર, બાબરા- અમરેલી)

* ગુજરાતમાં ગૌવંશ હત્યાનો કાયદો કેટલો અમલ થશે
?
- કાયદો- બાયદો જવા દો... ગાયનું દૂધ પી પી ને જ આપણે મોટા થયા છીએ અને આપણા બાળકોને એક ટંક પણ ગાયના દૂધ વિના ચાલે એમ નથી.
(
મનિષ એન. વર્મા, ગોધરા)

* વૉટ્સએપ- સેલ્ફીથી લોકોને ફાયદો થઈ રહ્યો છે કે નુકસાન
?
- લોહી પી ગયા છે એ લોકો!
(
ધવલ જે. સોની, ગોધરા)

* અલી અસગર (કપિલ શર્માનો શો)થી વધુ બોરિંગ કોણ
?
- આટલું તગડું હ્યૂમર કપિલ શો પાસે હોવા છતાં હવે વલ્ગેરિટી આવતી જાય છે. પુરૂષો સ્ત્રી બને એ તો ભવાઈમાં જોયું હતું.
(
સુનિલ નાણાવટી, રાજકોટ)

* સોશિયલ
  મીડિયા બંધ થઈ જાય તો પ્રજા આંદોલન કરે ખરી?
- આપણા દેશમાં 'ન્યુસન્સ- વેલ્યૂ'ના ઊંચા દામ બોલાય છે.
(
બિજલ ભરવાડ, લીમડા- ઊમરાળા)

* ધંધામાં સફળતાનો મંત્ર શું
?
- કરી નાંખો.
(
દર્શન સોની, અમદાવાદ)

* પહેલાના જમાનામાં વાનરો માણસ બનતા હતા.... હવે કેમ નહિ
?
- ...પછી તો વાનરોમાં ય અક્કલ આવી ગઈ ને?
(
રોહન ઝવેરભાઈ મકવાણા, ચકલાસી- નડિયાદ)

* ઉનાળો પૂરજોશ હોવા છતાં તમે પંખો કેમ ચાલુ કરતા નથી
?
- ન છૂટકે એ.સી.થી ચલાવી લેવું પડે છે.
(
અક્ષય એ. ધ્રૂવ, રાજકોટ)

* આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કોઈ ચાન્સ લાગે છે
?
- આ મને પૂછ્યું એ પૂછ્યું... કોઈ કૉંગ્રેસવાળાને ન પૂછશો.
(
ચિરાગ બદીયાણી, જામખંભાળીયા)

* તમે લેખકને બદલે રાજકારણી હોત તો શું કરો
?
- કરી નાંખું.
(
કેતન જે. સુથાર, પડસ્મા- માણસા)

*
'કચ્છ નહિ દેખા, તો કુછ નહિ દેખા.' આપને દેખા હૈ?
- પ્રાસ સારો બેસે છે.
(
દેવેન્દ્ર ધોળકીયા, ભૂજ- કચ્છ)

* તમે સુઉં કિયો છો
રાહુલ ગાંધી જીતશે?
- 'કોણ રાહુલ ગાંધી...?' એવું પૂછવું ન પડે, તો જીતશે.
(
અમિતગીરી ગોસ્વામી, જામનગર)

* જેનો કોઈ જવાબ ન હોય
, એવો સવાલ કયો?
- 'તમે બહુ ઈન્ટેલિજન્ટ' સવાલ પૂછ્યો, નહિ?
(
મહેશ ધાવલીયા, મુંબઈ)

* આ વખતે તમને કોઈએ એપ્રિલ-ફૂલ બનાવ્યા હતા
?
- જેમાં બહુ મેહનત ન પડે, એવું કામ લોકો કરતા નથી.
(
ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)

* તમને અમિતાભ બચ્ચનની કઈ ફિલ્મ વધારે ગમી
?
- 'ચીની કમ'.
(
મોર્કેલ જાદવ, ગઢડા)

*
'ઍનકાઉન્ટર'નું ગુજરાતી શું થાય?
- 'ઉપાડીને દીધી'.
(
અંજલિ મયંક રાજગોર, અમદાવાદ)

* શું ધર્મ વિશે ચર્ચા કરવી યોગ્ય છે
?
- ધર્મના રક્ષકો રાષ્ટ્રગીતનો આદર કરે તો બધું યોગ્ય છે.
(
સીમા મલિક, ગાંધીનગર)

*
'આજકલ પાંવ ઝમીં પર નહિ પડતે મેરે...' એવું ગાનાર બેન જીવતા કેવી રીતે હશે?
- વ્હિલ-ચેરમાં.
(
દિપક આશરા, ગાંધીનગર)

*
'મફત' શબ્દ કેવો લલચામણો છે, નહિ?
- હશે... પણ એમ મારાથી દરેક સવાલ પૂછવાના પચ્ચા- પચ્ચા રૂપિયા તો ન મંગાય ને?
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* આજના રાજકારણમાં કૂંવારા હોય તો સીએમ/પીએમ જલ્દી બનાય
, નહિ?

- આવી ઈર્ષા કરવાથી શું ફાયદો, ભાઈ? જે થવાનું હતું, એ થઈ ગયું!
(
દેવેન્દ્ર જાની, ગાંધીનગર)

No comments: