Search This Blog

01/07/2017

'દીવાર' ('૭૫)

કૉલમ લખવા માટે વર્ષની ઑલમોસ્ટ ૫૦-ફિલ્મો અને મોટા ભાગની બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ અને બીજી વાર ' ' મોટા ભાગની ભંગારના પેટની હોય છે. અર્થાત્, મેં કન્ડમ ફિલ્મોની તો વણઝાર જોઇ છે. પણ આખી જિંદગીમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ''સરકાર-'થી વધુ કચરાછાપ ફિલ્મ હજી સુધી જોઇ નથી. અમિતાભ મારી સમજ મુજબ, ભારતનો સર્વોત્તમ ઍક્ટર હોવા છતાં આવી ફિલ્મ એણે સ્વીકારી કેમ, હેડકી તોતિંગ આવે છે.'

એમ તો હું બચી ગયો હતો કે, રામગોપાલ વર્માની 'શોલે' જેમાં બચ્ચન ગબ્બરસિંઘ બને છે, તો આવનારા હજાર વર્ષો સુધી એનાથી ફાલતુ ફિલ્મ કોઇ બનાવી નહિ શકે. પણ 'સરકાર' અને 'સરકાર-' તો ખૂબ ગમી હતી અને રામગોપાલ વર્મા પણ મારા ફૅવરિટ દિગ્દર્શકો પૈકીનો એક સર્જક.....

પણ બન્નેની 'સરકાર-' પહેલા તો એટલા માટે માથે પડી કે, પૂરી ફિલ્મ સંપૂર્ણ અંધારામાં ઊતરી છે. તમારા ડ્રૉઇંગ- રૂમમાં પૂરો અંધકાર કરીને માત્ર એક દિવાસળીના અજવાળે જેટલું જોઇ શકો, એટલું અજવાળું તો ફિલ્મ માટે ઘણું કહેવાય.

જેમ કે, પરદા પર અંધારામાં અમિતાભ દેખાય તો, ચેહરો આખો નહિ.... બધું અંધારામાં હોય. ફક્ત એના નાક ઉપર જે કાંઇ પ્રકાશ પડતો હોય જોઇ લેવાનો. રડી પડાય એવી વાત તો છે કે, ફિલ્મ પહેલાથી છેલ્લા દ્રષ્ય સુધી આવી અંધારામાં રમે રાખે છે. આખા અંધારા પરદામાં તમને દિવાસળીના ટોપકાં જેટલું લાઇટ દેખાય તો સમજી લેવાનું, બચ્ચન ત્યાંથી બોલતો લાગે છે.

રામગોપાલ પોતે કેવો વાસ્તવવાદી સર્જક છે, એટલું સાબિત કરવા આવા ધખારા રાખ્યા હોય, પણ મરી તો ત્યાં જવાય છે કે, ફિલ્મનું દરેક પાત્ર એકદમ ધીમી લય (સ્પીડ)માં સંવાદો બોલે છે અને લગભગ તો દરેક સંવાદ બોલાઇ ગયા પછી સામે વાળો કાંઇ તરત જવાબ આપે. અંધારામાં આઠ-દસ સેકંડ કૅમેરા ફરતો રહે, પછી પેલો દોઢ કે બે અક્ષરનો જવાબ આપે.

આવી ફિલ્મ જોયા પછી તો તમને કેજરીવાલના ભાષણો સારા લાગે !

પણ અમિતાભ બચ્ચનને તમે ફિલ્મ 'દીવાર'માં જુઓ, એટલે પૈસા પૂરા વસૂલ ! યશ ચોપરા યશસ્વી દિગ્દર્શક હતો. લોકોને ગમી જાય એવી ફિલ્મો અને એવા ઍક્ટરો કયા કયા પકડી લાવવા, એનું મહાજ્ઞાાન મનમોહન દેસાઇ પાસેથી એમણે લીધું હશે. 'દિવાર' પણ જે જુએ, એને ગમી જાય એવી ફિલ્મ હતી. અમિતાભને 'ધી ઍન્ગ્રી યંગ મૅન' બનાવનાર અસલી ફિલ્મ તો 'ઝંજીર' હતી, પછી અને બીજી બધી ફિલ્મો આવી.

બિઝનૅસ પણ સમજી લેવા જેવો છે. અમિતાભ 'ઍન્ગ્રી યંગમૅન', રાજેશ ખન્ના 'સુપર સ્ટાર', જીતેન્દ્ર 'જમ્પિંગ જૅક', દિલીપ કુમાર 'થૅસ્પિયન' (એટલે, નાટકનો બાદશાહ) વગેરે વગેરે ટાઇટલો માટે કે આજના જમાનાના હીરો/હીરોઇનો પત્રકારોને ખૂબ રાજી રાખે છે. એક તો ફિલ્મી-મૅગેઝિનો આપણે ત્યાં એક, બે કે ત્રણ માંડ...અને એકના એક કલાકાર માટે આવું એકનું એક ટાઇટલ વપરાતું રહે, એટલે નામનો પર્યાય બની જાય.

યાદ હોય ત્યારે હેમા માલિની નવી નવી આવી, ત્યારે ભારતભરના હૉર્ડિંગ્સ/પોસ્ટરોમાં એને માટે 'ડ્રીમ ગર્લ' ટાઇટલ વપરાતું. ફાયદો એટલો કે, પછી મારા કે તમારા સપનામાં રોજ આઠ-આઠ વાર ડિમ્પલ કાપડિયા આવતી હોય તો એને પાછી ડ્રીમ ગર્લ કહેવાય...બાકીની કોઇ પણ 'ગર્લ' કહી દો.

અલબત્ત, અમિતાભ બચ્ચન વાસ્તવિક જીવનમાં તો ઍન્ગ્રી યંગ કે ઑલ્ડમૅન નથી, પણ એણે પોતાની પ્રતિભાનું એવું મૅજીકલ જાળું બનાવ્યું છે કે, ઍરપૉર્ટના સોફા ઉપર એકલો ઢીંચણ ઉપર પગ ચઢાવીને બેઠો હોય તો પણ એની પાસે જવાની બહુ હિમ્મત થાય.

ફોટાઓ કે યૂ- ટયૂબ પર તમે આજે પણ ફિલ્મી પાર્ટીઓ જોતા હશો, તો કલાકારો પોતાની ગરિમા જાળવ્યા વિના બહુ સામાન્ય રીતરસમોથી બધાને હળતા- મળતા હોય કે દારૂ ઢીંચતા હોય. હીરોઇનો જાણે આખા વર્લ્ડમાં આવો ડ્રેસ તો કોઇની પાસે હોય, એમ એના ડ્રેસ પાછળ પોતે પાગલ થઇને ફોટા પડાવતી હોય.

દિલીપ કુમાર, રાજ કપૂર, દેવ આનંદ કે સમજો ને સમયના લગભગ બધા કલાકારો એમના ચાહકોથી એક ચોક્કસ ડિસ્ટન્સ રાખતા હતા, ચીપ નહોતા થઇ જતા. તમને મન થયું ને ચલો દિલીપ સા'બના ઘેર બટાકાપૌંવા ખાઇ આવીએ કે, ટ્રાફિક- સિગ્નલ પર રાજેન્દ્ર કુમાર બાજુની ગાડીમાં બેઠો છે તો ચાલો બે ઘડી વાતો કરતા આવીએ....નૉ વૅ ! પ્રાણ કહેતો કે, અમારા જમાનાનો સામાન્ય ઍક્ટર પણ જાહેરમાં બેધડક નહોતો ફરતો.

જેની ને તેની સાથે વાતે કરે... અને આજના કલાસ- વન હીરોલોગ તો ચોપાટી ઉપર ખુલ્લેઆમ પાણી - પુરી ખાતા હોય ! પછી, પ્રજાને તમારામાં અંજાવા જેવું કાંઇ રહે. હજી કાલે જોયેલી ફિલ્મમાં તમે એને અબજો ડૉલર્સનો સ્મગલિંગનો બિઝનૅસ કરતો જોયો હોય, એને તારદેવ પર 'બૅસ્ટ'ની બસની લાઇનમાં ઊભેલા જુઓ, તો એનો તો ઠીક.... આપણો નશો ઉતરી જાય ને ?

તમને વધુ નશો ચઢાવવા માટે એટલે કે, ગેલમાં લાવવા માટે 'દીવાર'ની એવી માહિતીઓ આપું જે પહેલા વાંચી/સાંભળી હોય ! (સાંભળી હોય તો મને ફોન નહિ કરવાનો કે, 'અમિતાભ અને જયા ભાભી હસબન્ડ ને વાઇફ થાય !' એની તો અમને ખબર હતી)

ઈન ફૅક્ટ,  'દીવાર'ના અંતિમ દ્રષ્ટમાં યશ ચોપરાએ બચ્ચને મરતી વખતે બોલવાના કોઇ ડાયલૉગ્સ નહોતા આપ્યા. એને જે બોલવું હોય, સ્વયંભૂ બોલે અને એમ થયું. મૃત્યુવેળાના સંવાદો બચ્ચને ચાલુ શૂટિંગે પોતે અનાયાસ બોલી નાંખ્યા હતા.

'
શોલે' અને 'દીવાર'ના શૂટિંગ્સ એક સમયે ચાલતા હતા. 'શોલે'માં બધા દ્રષ્યો દિવસના હતા ને 'દીવાર'માં રાતના, એટલે બચ્ચન દિવસે 'શોલે'નું શૂટિંગ પતાવીને સાંજે 'દીવાર' તોડી આવે....આઈ મીન, શૂટિંગ કરી આવે.

આમ તો, યશ ચોપરા પોતાના માનિતા હીરો રાજેશ ખન્નાને 'દીવાર'માં બચ્ચનવાળો રોલ આપવા માંગતા હતા, પણ ખન્નાએ સલિમ- જાવેદ સાથે ઘણું બધું બગાડી નાંખ્યું હતું. એટલે જીદ ઉપર આવીને બંન્ને લેખકોએ બચ્ચનને લેવડાવ્યો હતો.... (ઓહોહો.... લેખકોનું આટલું જોર ચાલતું હશે ?)

બચ્ચનબાબુની અગાઉની ફિલ્મો 'ઝંજીર' ('૭૩) અને 'મજબૂર' ('૭૫)ની તોતિંગ સફળતાને કારણે એની લોકપ્રિયતા હદે વધી ગઈ હતી કે, 'દીવાર'ના પ્રીમિયર વખતે ચાહકોની લાઇન મરિન લાઇન્સથી મિનરવા ટૉકીઝ સુધી લંબાઇ હતી.

ફિલ્મમાં બચ્ચન- શશીની મા નો રોલ મૂળ તો વહિદા રહેમાનને ફાળવાયો હતો, પણ દરમ્યાન ફિલ્મ 'કભી કભી' રીલિઝ થવાની હતી, જેમાં વહિદા એની વાઇફ બને છે. આમાં વાઇફ અને 'દીવાર'માં મા ના રોલમાં દર્શકો નહિ સ્વીકારે, એટલે છૂટકે વૈજ્યંતિમાલાને કિરદાર ઑફર થયો, પણ મા ના રોલ સ્વીકારતી હોવાથી એણે ના પાડી પછી નિરૂપા રૉયને 'મા બનાવાઇ હતી.'

શશી કપૂર ફિલ્મમાં પણ બચ્ચનો નાનો ભાઈ બને છે. વાસ્તવમાં શશી -વર્ષ મોટો છે. એક 'સિલસીલા'માં શશીને મોટો ભાઇ બનાવાયો હતો, બાકીની બધી શશી-બચ્ચનની ફિલ્મોમાં શશી નાનો ભાઈ બને છે. ફિલ્મમાં શશી કપૂરની પ્રેમિકા તેની સગી ભત્રીજાવહુ (રિશી કપૂરની પત્ની) નિતુ સિંઘ બને છે.

હજી તમે ફરીથી 'દીવાર' જોવાના હો, તો દેવ આનંદની ફિલ્મ 'જોશીલા' અને બચ્ચનની ફિલ્મ 'યારાના'નું ટાઇટલ-મ્યુઝિક 'દીવાર'માં વપરાયું છે, એનું !

'
દીવાર'ને - 'ફિલ્મફૅર ઍવૉર્ડ્સ' મળ્યા, પણ 'બેસ્ટ ઍક્ટર'નો વર્ષનો ઍવૉર્ડ ફિલ્મ 'આંધી' માટે સંજીવ કુમાર લઇ ગયો હતો.

જેને ઇંગ્લિશમાં (Goofs) કહે છે, એટલે કે, ફિલ્મમાં રહી ગયેલી ભૂલો અહીં પણ જોવા મળી છે. ફિલ્મની શરૂઆતમાં નિરૂપા રૉય સ્ટૅજ પર ઍવૉર્ડ લેવા જાય છે, વખતે પાછી ઑડિયન્સમાં પણ બેઠેલી બતાવાઇ છે. શશી કપૂર અમિતાભને ગોળી મારે છે, ત્યારે બચ્ચન તેના ડાબા હાથનો ખભો પકડી રાખે છે, જ્યારે ગોળી તો તેની પીઠમાં વાગી છે. પાછું બીજા દ્રષ્યમાં ડાબો હાથ પકડાઇ જાય છે.

ફિલ્મની હીરોઇન પરવિન બાબી આપણા જૂનાગઢની હતી પણ સ્કૂલ અમદાવાદની માઉન્ક કાર્મેલ અને કૉલેજ સેન્ટ ઝેવિયર્સથી એમ.. થઇ હતી. જૂનાગઢના શાહી ઘરનાની હોવાને નાતે તે જીવનભર ઠાઠથી રહી. ઝૅવિયર્સથી એમ.. થઇ હતી.

જૂનાગઢના શાહી ઘરનાની હોવાને નાતે તે જીવનભર ઠાઠથી રહી. ઝૅવિયર્સમાં હતી, ત્યારે અમદાવાદના રુપાલી સિનેમા (જે હવે નથી)ને અડીને આવેલી નાનકડી રેસ્ટરાં 'બાંકુરા' ( પણ હવે નથી.)માં નિયમિત બેસતી સિગારેટો પીતી. લગ્ન તો કરવા મળ્યા પણ એનો પ્રેમગ્રંથ ભારે તગડો હતો. પહેલા આલિયા ભટ્ટના પપ્પા મહેશ ભટ્ટ, પછી કબિર બેદી, પછી ડૅની ડૅન્ઝોંગ્પા અને છેલ્લે અમિતાભ બચ્ચન સાથે પરણી હોય સ્તરે સંબંધો હતા. કહે છે કે, છેલ્લે છેલ્લે સાયકિક થઈ ગઇ હોવાથી અમિતાભ બચ્ચન એનું ખૂન કરવા માંગે છે, જાહેરાત કરવા પરવિને પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી હતી.

આજે આશ્ચર્ય લાગે પણ પરવિન બાબીએ ફિલ્મોની શરૂઆત સિક્સર-સ્પેશિયાલિસ્ટ મારા જામનગરના ક્રિકેટર સલિમ દુરાણી સાથે કરી હતી. ફિલ્મોમાં હીરોઇનને પૂરી ફેશનેબલ બનાવનાર સૌથી પહેલી પરવિન હતી. તો આજે માનવામાં ના વે, પણ છોકરીઓ પાછળ છુટા વાળ રાખે છે, એક માત્ર પરવિન બાબની શોધ હતી.

ઍપ્રિલ-૧૯૮૪ના રોજ અમેરિકાના કૅલિફૉર્નિયાના ઍરપૉર્ટ પર પોતાના કાગળીયા સાથે લાવી હોવાથી ઍરપૉર્ટના ઑફિસરોએ એની તપાસ કરી, તો લાગ્યું કે આને ગાંડાની હૉસ્પિટલમાં ભરતી કરવી પડશે. એને હાથકડીઓ પહેરાવીને ધરપકડ કરાઇ અને હૉસ્પિટલમાં મોકલી અપાઇ, જ્યાં તેના આધ્યાત્મિક ગુરૂ યુ.જી. ક્રિષ્નમૂર્તિને કારણે છુટી શકી.

છેલ્લે તો પરવિન બાબીએ ઇસ્લામ છોડીને ક્રિશ્ચિયાનિટી અપનાવી હતી. જુહુના કાલુમલ ઍસ્સેટમાં અચાનક ગુજરી ગઇ, તેની ખબર - દિવસ સુધી કોઇને ખબર પડી, પણ લાશની બૂ આવવા માંડી, એટલે પડોસીઓએ પોલીસને જાણ કરી.

ગયા હપ્તામાં લખ્યું હતું, તેમ 'દીવાર' અમદાવાદના શિવ સિનેમામાં નહોતી આવી, રીલિફ અને ઇલોરામાં આવી હતી. હજી નવો નવો સમય હતો કે, ફિલ્મ એક હોય ને શહેરના - કે - થીયેટરોમાં આવે. આપણા જમાનામાં લગભગ 'મુગલ--આઝમ'થી શરૂઆત થયેલી કે ફિલ્મ એક હોય ને બે થીયેટરો (કૃષ્ણ અને નૉવેલ્ટી)માં એક સાથે રીલિઝ થઇ હોય.

પછી તો શહેરો તગડા થવા માંડયા, વસ્તી વધતી ગઇ અને આજની જેમ કમ્પ્યુટર, વિડીયો કે ટીવી નહોતા, એટલે બધો દારોમદાર સિનેમા ઉપર રાખવો પડતો, એટલે એખ ફિલ્મ આટલા બધા થીયેટરોમાં એક સાથે રીલિઝ થવા માંડી. આશ્રમ રોડ ઉપર તદ્દન બાજુબાજુમાં હોવાને કારણે ઉપરાંત લેખો તાબડતોબ પહોંચાડવાના હોવાથી 'કુરબાની' શિવમાં આવ્યું હતું, એમ મેં લખ્યું હતું. વાંચકો છાપું ખરીદવા ઉપરાંત 'વાંચતા પણ' હોય છે, એની સાબિતી ગયા શુક્રવારે સવારે મળી ગઇ.

એમણે તરત અમને ફોન કર્યો કે, 'કુરબાની' ઇલોરામાં નહિ, 'રીલિફ'માં આવ્યું હતું. અલબત્ત, એમાંના મોટા ભાગના પાછા નહોતા જાણતા કે, 'કુરબાની' ફક્ત રીલિફમાં નહિ, ઈલોરા, મિલન, અનુપમ, પ્રિયા, ગૌરી, રોશની, સપના, મીરાં અને ડ્રાઇવ- ઇનમાં પણ આવ્યું હતું. આશ્રમ રોડના ચારે (ને સામે પાછું પાંચમું 'દીપાલી' અને નટરાજ) સિનેમાઓ આજુબાજુમાં હોવાથી મારાથી ગરબડ થઇ ગઇ હતી-ઇલોરાને બદલે શિવ)

જરા જાણવાની ગમ્મત પડે એમ છે, માટે લખું છું કે, આજની જેમ વખતે સૅટેલાઇટ્સથી સિનેમા ઘરોમાં ફિલ્મો દર્શાવાતી હોવાથી, મોટે ભાગે તો એક શહેરમાં એક ફિલ્મની એક પ્રિન્ટ આવી હોય. ધ્યાનથી જોયું હોય તો ફિલ્મ શરૂ થતા પહેલાં દર્શાવાતા સૅન્સર સર્ટિફિકેટની વચમાં રીલ્સ ૧૫, ૧૬ કે ૧૭ લખ્યું હોય. મતલબ, ઍલ્યુમિનિયમના એવા ૧૬-ગોળ થાળી જેવા ડબ્બા હોય. આટલા બધા થીયેટરોમાં લોકો કરે એવું કે દરેક થીયેટરના શો વચ્ચે પંદર મિનિટ કે અડધો કલાકનો ફરક રાખે.

પહેલો શો રીલિફમાં ૧૨ વાગે શરૂ થઇ જાય, એનું પહેલું રીલ ૧૫-મિનિટ્સમાં પૂરું થઈ જાય કે તરત થીયેટરવાળાએ રીક્ષા તૈયાર રાખી હોય, જે સીધી કાંકરીયા અનુપમ ટૉકીઝમાં પહોંચે, (ત્યાં સુધીમાં તો અહીં બીજું રીલ શરૂ થઇ ગયું હોય,) ત્યાંની ૧૫-મિનિટ પતાવીને રીક્ષાવાળો મીરાં ટૉકીઝ પહોંચે.

પછી રોશની, સપના વગેરે વગેરે... ઇલોરામાં તો પહેલા રીલની બપોરે સુધી જરૂર પડવાની નહિ, એટલે રીક્ષા ફરતી રહે. પહોંચાય એવું હોય તો શહેરમાં ફિલ્મની બબ્બે પ્રિન્ટો આવે, રીક્ષાઓ બધે પહોંચી વળતી, કારણ કે, જમાનામાં ક્યાં આજના જેવા ટ્રાફિક જામ હતો ?

1 comment:

Unknown said...

Ashok bhai AaVi Rite Didhe Rakhjo
Halayve Rakho