Search This Blog

03/07/2017

એન્કાઉન્ટર

* લગ્નના ૩૮ વર્ષ બાદ મારી પત્નીને મને 'બુધ્ધુ' કહ્યો. આવી દિવા જેવી વાત સમજતા એને આટલા વર્ષો કેમ થયા હશે?
-  કાંઈ નહિ. તમે તો સમજુ છો ને ? એની વાત માની જજો.
(શાંતીભાઈ ઠક્કર, બિલિમોરા)

* મંગળ ઉપર જમીન લેવાય કે નહિ
?
-  ત્યાં પહેલા શૌચાલય બાંધવાની અરજી કરો... એ બાંધવું નહિ પડે અને જમીનનું જલ્દી પતી જશે.
(
રાજુ નંદાણીયા, ચૌટા- કુતિયાણા)

* રોડ ઉપર આટલા બધા બમ્પ મૂકવાનું કારણ શું
?
-  રેલવેના પાટા ઉપરે ય બમ્પ આવી રહ્યા છે.
(
પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

* દરેક વાઈફને એના પતિ નક્કામા કેમ લાગે
  છે ?
-  દરેક પતિ નથી લાગતા.
(
ડૉ.રાજવી સુનિલ ટેલર, વાપી)

* ધાર્મિક સ્થળોની ભીડ ઇશ્વરની આસ્થા સૂચવે છે કે આત્મવિશ્વાસમાં ઘટાડો
?
-  દેશભક્તિમાં ઘટાડો.
(
જયેશ અંતાણી, ભાવનગર)

* મોદી અને ટ્રમ્પ
, બન્ને એકસરખા મગજના છે ?
- તો જ પોતાના દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજે ને ?
(ભારતી ગજ્જર, કેલિફોર્નિયા- અમેરિકા)

* હું માનું છું કે
, લોકો પ્રેમનો અસલી અર્થ જાણતા નથી. તમે જાણો છો ?
- ના.
(
ચેતન ત્રિવેદી, અમદાવાદ)

* કહે છે
, દીવાલોને કાન હોય છે... હશે, પણ એમને જીભ હોતી નથી, તો પછી વાત બહાર જાય ક્યાંથી ?
-  દિવાલોની પાછળ પડોસી રહેતા હોય છે. એમને કાન હોય છે.
(
રોહિન્ટન બાંધાનવાલા, મુંબઇ)

* માત્ર 'એનકાઉન્ટર' વાંચવા છાપું મંગાવવું પડે છે.
-
મારે 'લખવા' મંગાવવું પડે છે.
(
સોનલ પ્રદીપ જોશી, ભાવનગર)

* તમે ફ્રેન્ચ- કટ દાઢી વધારી ? છાપામાં ફોટો તો મૂકો ?
-
હું પછી બહુ હૅન્ડસમ લાગું, એ મને ના ગમે...!
(
પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* તમને લોકો સાથે લમણાં ફોડવાનો કંટાળો નથી આવતો?
-
એ લમણાં ફોડવાના પૈસા મલે છે.
(
ભૂમિ સુથાર, કેલિફોર્નિયા- અમેરિકા)

* ભારતના યુવાનો ટેકનોલોજી શીખ્યા, પણ સંસ્કારો ભૂલી ગયા છે. કોઈ ઉપાય?
-
ટેકનોલોજીને સંસ્કારો સાથે શું લેવાદેવા?
(
આશિષ આર. વ્યાસ, ભાવનગર)

* આ વર્ષે ભારત- પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થાય તો?
-
આ વર્ષે જ શું કામ...? કોઈ પણ વર્ષે યુધ્ધ થાય તો તોતિંગ વિજય ભારતનો જ થાય.
(
પાર્થ સોરઠીયા, સુરત)

* ગુજરાતમાં ટ્રાફિક- સૅન્સ ક્યારે આવશે ?
-  
મોટા ભાગની રિક્ષાઓ પોલીસવાળાઓની માલિકીની છે.
(
વિજય પટેલ, સુરત)

* મોટા ભાગનાં હિંદુ દેવી- દેવતાઓના હાથમાં વિનાશક શસ્ત્ર કેમ હોય છે ?
-  
હાથમાં ચા- કોફીના કપ સારા ન લાગે.
(
જુભેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* મારા સવાલમાં એવું શું છે કે જવાબની રાહ જોવી પડે છે ?
-  
કશું જ નથી.
(
દર્શિલ આર. જેઠવા, ભાવનગર)

* વાહન- વ્યવહારનું પ્રદુષણ દૂર કરવાનો કોઇ ઉપાય ખરો ?
-  
સાઇકલ.
(
ભૂમિ સોપારીયા, ભાવનગર)

* ઘર જડબેસલાખ બંધ રાખવા છતાં ઘરમાં ધૂળ ક્યાંથી આવે છે?
-
આવું બંધ રાખો તો ધુળ શું, માણસો ય ન આવે!
(
દેવેન્દ્ર જાની, પેથાપુર- ગાંધીનગર)

* રોજ બદામ ખાવાથી શું થાય?
-
મેં તો બદામને ફોટામાં જ જોઈ છે.
(
ધવલ રૂપાપરાનાના વડાળા- કાલાવડ)

* હું ૨૨- વર્ષનો છું ને મેં તમારી 'જેન્તી જોખમ' બુક વાંચી છે...
- એ ૨૨- વર્ષ પહેલાં લખાઈ હતી... તમે તો 'મેચ્યોર' થઈ ગયા...!
(
દક્ષ મણિયાર, માંડવી- કચ્છ)

* મંદિરોમાં સ્ત્રી- પુરુષ માટે ડ્રેસ- કોડ હોવો જોઇએ કે નહિ
?
-  એમને એમે ય ખબર પડી જાય કે, આ સ્ત્રી છે કે પુરૂષ... !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* આજકાલ શું ચાલે છે
?
-  પહેલા ચાલતું'તું એ જ !
(
અપર્ણા ભદ્રેશ દેસાઇ, નાલા સોપારા)

* તમારા જવાબ અને અમારા સવાલ... કદી ધારી શકાતા નથી.. ખરૂં ને
?
-  ત્યાં સુધી જ આ કૉલમ ચાલુ રહેશે.
(
મધુલતા માંકડ, મુંબઇ)

* યુવાનો વિદેશોની ફેશન અપનાવે છે... ત્યાં જેવી ચોખ્ખાઈ કે સમયપાલન કેમ નહિ
?
- ચોખ્ખાઈને ફેશન બનાવો.
(
જયેશ અંતાણી, ભાવનગર)

* તમને કેવા સવાલો વધુ ગમે
?
- જવાબોનું સ્તર ઊંચુ લાવી શકે એવા.
(
જગજીવન મેતલીયા, ભાવનગર)

* વરસાદ વગર વાઇફ દાળવડાં બનાવે એ શું કામના
?
-   અડોસપડોસમાં સંબંધો રાખતા જાઓ, ભાઈ !
(
દીપક એસ. કાળે, અમદાવાદ)

No comments: