Search This Blog

18/02/2018

ઍનકાઉન્ટર : 18-02-2018


* તમને કેમ ખબર પડે કે તમારા ગ્રહો સારા ચાલે છે કે ખરાબ?
- સાંજે દરવાજો ખોલવા કોણ આવે છે, એની માહિતી મળ્યા પછી ઘરમાં દાખલ થઉં છું.
(
અજય જોશી, નાસિક-મહારાષ્ટ્ર)

* વિધાનસભાની ચૂંટણીમાં, એક સ્ટાર તરીકે તમે કોને મત આપ્યો હતો?
- જે સ્ટાર બની શકે એવા નહોતા, એવાને!
(
નાઝનીન કૌકાવાલા, સુરત)

* હૅલ્લો સર... જવાબ તો આપો.
- સવાલ તો પૂછો.
(
મિતલ છાટબાર)

* એક નાની અમથી ભૂલ ને સમજદાર માણસોની સમજદારીનો અંત... સુઉં કિયો છો?
- માણસનો અંત આવી શકે છે... સમજદારીનો નહિ.
(
દવ દિવ્યાંશ, ગઢડા (સ્વામી)

* ઘણા ડૉક્ટરો- સર્જનોનું વિસર્જન કરી નાંખે છે...
- આવો સાલ કોઈ ગાયનેક ડૉક્ટરને ન પૂછશો... નવસર્જન એમની પાસે ન કરાવાય.
(
અશ્વિન મોરે, વડોદરા)

* સર્જરી વખતે ડૉક્ટરોને... કદાચ, આત્મા મળી આવે!
- એ કેટલામાં પડયો... એ જોવું પડે.
(
ઋજુતા મનિષાબેન પારેખ, વલસાડ)

* સી.રામચંદ્રની 'શારદા'નાં બે ગીતો સારાં હતાં, ઓ ચાંદ જહાં વો જાયે (લતા-આશા) અને મૂકેશનું 'જપજપજપજપજપ રે...'
- ૮- રને આઉટ થઈ જનાર વિરાટ કોહલીએ બે ચોગ્ગા તો માર્યા જ કહેવાય... આપણને એ અપેક્ષા નહોતી.
(
રેખા ઓઝા, ભાવનગર)

* લાંચરુશ્વતનું નામ પડે ને લોકો પોલીસનું નામ કેમ દેતા હોય છે?
- હાસ્તો વળી... કોઈ પ્રધાનોનાં નામ દેવાય? બા કેવાં ખિજાય?
(
ડીપેન જે. શિધીવાલા, ગોંડલ)

* 'દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે', તો નરેન્દ્ર મોદીની પાછળ કોણ?
- એમનાં પૂજ્ય માતુશ્રી.
(
દીપક એમ. પંડયા, બિલિમોરા)

* આજકાલ સંતો-મહંતો કે ફિલ્મીહસ્તિઓ રાજકારણીઓને વહાલા થવા કેમ દોડાદોડ કરે છે?
- આપણા દેશમાં ધાર્મિક ગુરુઓની એટલી વિરાટ બોલબાલા છે કે, નેતા- અભિનેતાઓએ એમની પાછળ ગાન્ડા કાઢવા પડે છે.
(
જગજીવન ગોહિલ, અમદાવાદ)

* પુસ્તક મેળામાં ખરીદીનું મહત્ત્વ કેમ ઘટતું જાય છે?
- ઈ- બૂક્સનો જમાનો લાંબુ ચાલવાનો નથી. હાર્ડ-કૉપી પુસ્તકો સિવાય છૂટકો નથી.
(
જ્યોતીન્દ્ર એન. માંકડ, રાજકોટ)

* શું 'ઍલિયન્સ' સાચ્ચે જ હોય છે?
- મારું વિઝિટિંગ-કાર્ડ તમારી પાસે ક્યાંથી આવ્યું?
(
પરાગી રામકૃષ્ણ પટેલ, સુરત)

* મારે પણ હાસ્યલેખક બનવું છે. સૌ પહેલા શું કરવું જોઈએ?
- બીજા હાસ્યલેખકોનું સન્માન કરતા શીખો.
(
કેવલ જાદવ, વડોદરા)

* આવતી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ- બન્ને તમને ટિકિટ આપવા તૈયાર હોય તો કોને પસંદ કરો?
- એકે ય ને નહિ. કાશ્મીરમાં આપણા આટલા જવાનો શહીદ થાય છે... બેમાંથી એકે ય પક્ષ પર દેશની સુરક્ષાનો ભરોસો મુકાય એવો છે?
(
સુધીર બી. સોનેજી, રાજકોટ)

* તમારા ફૅમિલી સાથે કેટલો સમય વિતાવો છો?
- મને અન્ય ફેમિલીમાંથી ઑફરો નથી આવતી, ભાઈ...
(
સંકેત કે. વ્યાસ, રાલીસણા)

* ફિલ્મ 'પદ્માવત' વિશે તમારે શું કહેવું છે?
- એ જ કે... મેં હજી જોઈ નથી.
(
સંયમ વઘાસીયા, સુરત)

* નિબંધ લખવામાં માસ્ટરી મેળવવી હોય તો શું કરવું?
- માસ્ટરી શું કામ મેળવવી છે? જે લખો, એને જ 'માસ્ટર- કૉપી' બનાવો.
(
હમ્ઝા મકવાણા, ભાવનગર)

* આપણા ભારતીયોનું માનસ ગુલામ કેમ છે?
- આપણને બાદશાહત ભોગવવા દે, એ માટે આજુબાજુના કોઈ દેશે તૈયાર થવું પડે ને?
(
નયન વિરોજા, વાપી)

* શું ભાજપની વિજયયાત્રામાં રાહુલબાબાનું યોગદાન હતું?
- હારવા માટે ભાજપ સંપૂર્ણ સ્વાવલંબી થઈ ચૂક્યું છે. એને રાહુલબાબા કે રામરહીમબાબાની જરૂર પડે એમ નથી.
(
મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)
* દેશભક્તિ એટલે શું?
- જેનું ખાઇએ, એનું ખોદીએ નહિ... ગર્વ લઈએ, એ!
(
ભદ્રેશ પી. પટોલીયા, સુરત)
* તાર- ટેલિગ્રામની જેમ પોસ્ટકાર્ડસ પણ બંધ થવાનાં હતાં, પણ તમારી 'એન્કાઉન્ટર'     કૉલમના પ્રોત્સાહનને કારણે એ જીવિત રહ્યા...
- 'હમ જાનતે હૈં જન્નત-એ-હકીકત લેકીન, દિલ કો બહેલાને કે લિયે 'ગાલિબ', યે ખયાલ અચ્છા હૈ...'
(
રાજુ પરિયાણી, આણંદ)

* મૉર્નિંગ-વૉકમાં મેં જોયું કે, ગાર્ડનમાં એક ગૂ્રપ એમનું સૅશન પતાવીને નિયમિતપણે રાષ્ટ્રગીત ગાય છે... શું ભારત બદલાઈ રહ્યું નથી?
-  રાષ્ટ્રગીત એ લોકો ફખ્રથી ગાય છે, જેઓ મફતનું નથી ખાતા-પીતા... દેશે આપણને બધું જ આપ્યું છે, ને બદલામાં રાષ્ટ્રગીતનું બસ... ગૌરવ જળવાવું જોઈએ.
(
ડિમ્પલ ટેલર, અમદાવાદ)

* 'ઍનકાઉન્ટર'માં સવાલ પૂછનારાઓને કોઈ સલાહ...?
-
મોટા ભાગના નવા વાચકો બાજુનું બૉક્સ વાંચતા નથી, પરિણામે એમના સવાલ ડબ્બામાં જાય છે.
(
શ્રીરામ જે. પટેલ, વડોદરા)

No comments: