* 'હમ્મઅઅઅઅ...'નો મતલબ
શું ?
- કોઇનું બી કપાળ !
(કેયૂર કાનપરીયા, સુરત)
(કેયૂર કાનપરીયા, સુરત)
* દેશની પરિસ્થિતિ
જોયા પછી, આપણા ધર્મગુરૂઓ ધર્મને બદલે સ્વચ્છતા, શિસ્ત કે પાણીનું મહત્વ જેવા વિષયો ઉપર જ્ઞાન
આપતા હોય તો ?
- એવા વિષયોના જ્ઞાનની દેશને જરૂર હોય તો એ લોકો
બેશક આપે.
(શારદા મકવાણા, ચકલાસી)
(શારદા મકવાણા, ચકલાસી)
* તમે 'બૅબી', 'ઍરલિફ્ટ' કે 'રૅઇડ' જેવી ફિલ્મોના વખાણ કરો છો, એવી સુંદર ફિલ્મો વિશે લખતા કેમ નથી ?
- '૭૦-'૮૦ પહેલાની ફિલ્મોનો તબક્કો પૂરો થઇ જાય, પછી આવી સુંદર ફિલ્મો માટે લખાશે.
(હિમા શુક્લ, ભાવનગર)
(હિમા શુક્લ, ભાવનગર)
* બૅન્કોને
નવડાવવાનું ક્યારે બંધ થશે ?
- 'નહાવા-ધોવા' પૂરતી બૅન્કો પગભર થશે ત્યારે.
(હર્ષ એસ. હાથી, ગોંડલ)
(હર્ષ એસ. હાથી, ગોંડલ)
* દેશમાં કૌભાંડોની
હારમાળા સર્જાણી છે... સુઉં કિયો છો ?
- પ્રાર્થના કરો કે એકાદામાં આપણું ય નામ બોલાતું
થાય !
(અનંત ત્રિવેદી, ગોરડકા-ગઢડા)
(અનંત ત્રિવેદી, ગોરડકા-ગઢડા)
* નરેન્દ્ર મોદી
ગુજરાતનો હવે વિકાસ કરી શકે એમ લાગે છે ?
- યૂ મીન... એમાં સવર્ણોનો વિકાસ આવે ?
(જનમ પટેલ, ભાવનગર)
(જનમ પટેલ, ભાવનગર)
* હાલમાં જીવંત ટૉપ
નંબરે કયા ગુજરાતી કવિ અને ેલેખક છે ?
- કવિઓમાં તો આપણે સહેજ બી નહિ.. હોં !
(મુકુંદ પટેલ, સુરત)
(મુકુંદ પટેલ, સુરત)
* ઉખાણું પૂછી શકું ?
- એવા બધા કામો રાહુલને સોંપ્યા છે.
(આનંદ કણસાગરા, ઊપલેટા)
(આનંદ કણસાગરા, ઊપલેટા)
* હકારાત્મક અને
નકારાત્મક વિચારો વિશે તમારૂં શું કહેવું છે ?
- થૅન્ક્સ ! હું વિચારી પણ શકું છું, એવું સ્વીકારો છો.
(મીરા ગોહેલ, ભાવનગર)
(મીરા ગોહેલ, ભાવનગર)
* આત્મજ્ઞાન, હરિભક્તિ અને રાષ્ટ્રપ્રેમમાં સર્વોત્તમ શું ?
- એ જે હોય તે... ત્રણે સાથે વાપરવામાં કોઇ બચકું
ભરી જાય છે ?
(હરૂભાઇ કારીઆ, મુંબઈ)
(હરૂભાઇ કારીઆ, મુંબઈ)
* આશ્રમોમાં
ઋષિમુનીઓ ભણાવતા અને આજના શિક્ષણમાં શું ફેર ?
- વાલીઓ એટલું નથી સમજતા કે શિક્ષણ તમારા માટે
છે... સ્કૂલના ટ્રસ્ટીઓ
માટે નહિ !
(સુધીર પરમાર, રાખેજ-ગીરસોમનાથ)
(સુધીર પરમાર, રાખેજ-ગીરસોમનાથ)
* સોની-મૅક્સ પર
વારંવાર 'સૂર્યવંશમ' જ કેમ
બતાવાય છે ?
- ધરપત રાખો. આજે 'સૂર્યવંશમ' બતાવ્યું... પછી 'ગાંધીવંશમ' પણ ફ્રીમાં દેખાડશે.
(મિતેશ ચૌહાણ, વડોદરા)
(મિતેશ ચૌહાણ, વડોદરા)
* કૉંગ્રેસ માટે
સૉફ્ટ-કોર્નર રાખનાર મીડિયાને શું કહેવાય ?
- '૧૯ની ચૂંટણીઓ કૉંગ્રેસના પરિણામો પછી બાપુનગર, સરસપુર કે ચમનપુરામાં નાનકડી ઑફિસો ખોલી પણ શકે..
આઇ મી, એટલા ત્રણેક સંસદ સભ્યો ચૂંટાવા જોઇએ.
(સિધ્ધાર્થ ધોળકીયા, ભાવનગર)
(સિધ્ધાર્થ ધોળકીયા, ભાવનગર)
* શ્રીદેવી અને
શંકરાચાર્યના અવસાન એક જ દિવસે થયા, પણ
રાષ્ટ્રીય-સન્માન કેવળ શ્રીદેવીને મળ્યું..
- વહેલું નામ લખાવવાની આટલી ઉતાવળે ના કરો.
(ધિમંત ભાવસાર, બડોલી-ઈડર)
(ધિમંત ભાવસાર, બડોલી-ઈડર)
* ઈન્કમટૅક્સની રૅઇડો નેતાઓને ત્યાં કેમ પડતી નથી ?
- ઉપરથી કોક પકડી ન રાખે તો માલમુદ્દો હેઠે આવે ને !
(ધવલ જે. સોની, ગોધરા)
(ધવલ જે. સોની, ગોધરા)
* 'ઍનકાઉન્ટર'નું નામ તમે બદલાવવાના છો ?
- આપણે સામસામુ રાખી દઇએ.
(ડૉ. જ્યોતિ હાથી, રાજકોટ)
(ડૉ. જ્યોતિ હાથી, રાજકોટ)
* બધુ સરકારી
અસરકારી કેમ નથી હોતું ?
- ઘેર જઇને પતંગ ફાટી જાય તો દુકાનવાળાનો વાંક ?
(ડૉ. મયંક કે છાયા, અમદાવાદ)
(ડૉ. મયંક કે છાયા, અમદાવાદ)
* 'આક્રોષ'માં
સ્મિતા પાટીલે આવો છીછરો રોલ કર્યો ?
- કડક દિગ્દર્શકે આથી આગળ જવાની ના પાડી હોય !
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)
* બાબા રામદેવની
દવાઓ લેવાય કે નહિ ?
- વિદેશી દવાવાળા આપણને લૂટી જતા હતા. આ ય લૂટતા
હશે, પણ ઘરનો પૈસો ઘરમાં તો રહે છે ને ?
(પ્રિયાંક ત્રિવેદી, ભાવનગર)
(પ્રિયાંક ત્રિવેદી, ભાવનગર)
* સાધુબાવાઓ
રાજકારણમાં જોડાય છે, એ મારી કૉલમો છે, તમારો
શું પ્રતિભાવ ?
- એ મારી કૉલમો છે. લખી આપતા હોય તો મને વાંધો
નથી.
(રાજેન્દ્ર મનજી પઢારીયા, ડૉમ્બિવલી)
(રાજેન્દ્ર મનજી પઢારીયા, ડૉમ્બિવલી)
* પ્રજા પાસે
ગેસ-સીલિન્ડરો છોડવાની અપીલો કરતા, પ
સાંસદો પોતાનો ગેસ કયાં છોડે છે ?
- એવી જગ્યા મારાથી તમને ન લઇ જવાય... બા ખીજાય !
(યોગીન ડોબરીયા, ભાવનગર)
(યોગીન ડોબરીયા, ભાવનગર)
* સોશિયલ મીડિયા ન
હોત તો ?
- તો પ્રજા પોતાની
બુધ્ધિથી ચાલતી હોત !
(જીગ્નેશ પરમાર, વડોદરા)
(જીગ્નેશ પરમાર, વડોદરા)
* નેતાઓ એકબીજાનું
ખરાબ બોલવાનું બંધ કરી દે તો ?
- આપણને શું વાંધો છે... છોને ઝગડી મરતા !
(ભવ્ય મેહતા, સુરત)
(ભવ્ય મેહતા, સુરત)
No comments:
Post a Comment