Search This Blog

02/05/2012

તમે ૩૪૫-પટેલને ઓળખો છો ?

આપણે ત્યાં કે કોઇને ત્યાં, હજી સુધી માણસો કે ઢોરોના નામ જ પાડવામાં આવે છે, નંબરો નહિ. કોઇનું નામ ‘‘૩૪૫-પટેલ’’ સાભળ્યુંઅમારી વહાલસોયી દીકરી ૨૫૬-ના શુભ લગ્ન પોરબંદરના શ્રીમાન ૨૮,૯૮,૫૬૪ના સુપુત્ર ‘‘૩૬-કુમાર સાથે યોજાયા છે...’’ અમિતાભવાળી રેખાએ એની બિલ્લીનું નામ પિસ્તીરાખ્યું હતું, પિસ્તાળીસ-નહિ. બચ્ચનને તો અમથો ય નંબર અપાય એવું નહતું. રેખાને એમ કાંઇ બચ્ચનનો નંબર કેટલામો છે, તે કાંઇ યાદ ન આવે.

દુનિયા મારૂં સૂચન સ્વીકારશે તો ભવિષ્યમાં નામને બદલે આવા નંબરો પડશે. ‘‘ડો.- ગુણ્યા - ૧૭ ભાગ્યા - ૨૩૫ = ઝૂનઝૂનવાલા’’ 

પાળેલા ડોગી (કૂતરાઓ)ના નામો સુમો’, ‘ભરતકુમારકે મેડોનારખાય છે. નવરંગપુરાની એક મહિલાનો કૂતરો ભસતા-ભસતા ય શરમાતો હતો, તો એનું નામ કરણ જોહરપાડ્યું છે, પણ આજ સુધી કોઇ ડોગીના નામને બદલે નંબર રાખીને, ‘‘આ તમારો ૩૬-૩૬ તો ગમે તેને - ગમે ત્યાં બચકું તોડી લે છે.... જરા સારા સંસ્કાર આપો.’’ એવું સાંભળ્યું નથી. અહીં એવું ન કહી શકાય કે, ‘‘૩૫-માં હોય તો ૩૬-માં આવે ને....?’’ એટલે કે, કૂવામાં હોય તો હવાડામાં આવે ને

મહાન સંગીતકાર નૌશાદ સાથે બીજા એવા જ જીનીયસ સંગીતકાર સજ્જાદ હુસેનને ઊભે ય બનતું નહિ, એટલે એમની ઉપર રોજ ઝેર ઓકવા સજ્જાદે પોતાના કૂતરાનું નામ નૌશાદરાખ્યું હતું. ‘‘બેટે નૌશાદ, આ ....જરા મેરે જૂતે ચાટ લે!’’ 

ઇન ફેક્ટ, બહુ ઓછાઓને પોતાનું નામ ગમતું હોય છે, કારણે કે એ પોતે પાડ્યું નથી ને? અમે કોલેજમાં હતા ત્યારે (હા.... હવે! એટલું તો ભણ્યા હોઇએ ને ? .... જવાબઃ તમને જોઇ-સાંભળીને લાગતું તો નથી ! જવાબ પૂરો) ખાસ કરીને ઉત્તર ગુજરાત બાજુથી આવનારાઓ ઇંગ્લિશમેનો જ હોય. કોઇ આર.કેતો કોઇ સી.એમ. તો કોઇ સીસી’. પહેલા તો ફક્ત નામ સાંભળ્યું હોય કે સ્પોટ્‌ર્સ-રૂમમાં કોઇ આર.કે. ટેબલ-ટેનિસ સારૂં રમે છે. આર.કે. એટલે આપણને તો એમ કે, હશે કોઇ રાજ કપૂરના ખાનદાનનો કે એના જેવો દેખાતો હશે. એ તો નંદુની કિટલી પર ખબર પડે કે, ઇનું મૂળ નામ રૂઘનાથભઇ ખોડાભઇ છે, એનું આર.કે. કર્યું છે. સી.સી. એટલે ચંપક ચણીબોર’. ‘સી.એમ.એટલે ચીફ મિનિસ્ટર નહિ.... ચિરાગ મણીલાલ.

નવાઇઓ એ વાતની લાગે કે, કાં તો કોઇએ પાડ્યા ન હોય એવા નામ પાડવા અથવા તો સદીઓથી ચાલ્યા આવતા નામો પાડી દેવામાં આપણી બે જ્ઞાતિઓ મશહૂર છે. નાગરોએ પાડેલા નામોના અર્થ.... જરૂરી નથી કે, જગતની કોઇ પણ ભાષામાં નીકળતા હોય. ઘૂન એક જ કે, કોઇએ ન પાડ્યું હોય એવું નામ પાડવું. બીજી બાજુ, પટેલોને માણસોમાં રસ એટલો એમના નામકામમાં નહિ, એટલે આખી દુનીયાની અડધી વસ્તી જેટલા તો રમેશ પટેલોછે. મારા મોબાઇલમાં બઘુ મળીને ૧૮-તો ભરત પટેલો નીકળે. લોહાણામાં બાળક જન્મ્યું હોય, એટલે બીજી કોઇ તપાસ જ નહિ કરવાની, છોકરાનું નામ તો ઘનશ્યામજ પાડવાનું. ઉપર પહોંચી ચૂકેલાઓનો આંકડો ય લઇએ તો, દુનિયાભરમાં ૮૦૦-કરોડ તો એકલા ભરત ઠક્કરોછે. નવાઇ જૈનોની લાગે કે, આમ પોતાને હિંદુ ગણવાના નહિ અને પોતાના ભગવાન માટે મુસલમાનોના ખુદા જેવું ઝનૂન, છતાં હજારો જૈનોનું નામ ક્યા મેળનું મહેશ શાહરખાય છે, તેની ખબર નથી.

હવે હિસાબ તપાસો, તો એ જ લોકો બધા વર્ષોથી અમેરિકા સેટલ થયા છે. ત્યાં મહેશનો મૅક્સ અને જયેશનો’ ‘જેક્સથઇ ગયો છે, એમાં પાકી ખબર નથી કે સુરેશનો સેક્સને ફાલ્ગુનનો ફેક્સથયો છે કે નહિ.

આમે ય અમારા કાઠીયાવાડમાં કે એ લોકોના ઉત્તર ગુજરાતમાં કોઇએ શુઘ્ધ રહેવા જ દીધો નથી. (આઇ મીન.....’ ‘સુઘ્ધરહેવા દીધો નથી!) હું ગામમાં કહેતો ફરૂં કે, ભાષા અને ઉચ્ચારો શુઘ્ધ હોવા જોઇએ, પણ મારા ઘેરથી જ મને અસોકકહેવામાં આવે છે અને તે ય જામનગરી ઉચ્ચાર મુજબ, ‘સળંગનો બે વાર બોલાય.... અઅસોક....તારી ભલી થાય ચમના.... વાઇફૂં દેખાવમાં ગમે એવીઓ હાલે, પણ ઉચ્ચારમાં તો હરખીની લાવવી જોઇ કે નય....મોટા લેખકું થઇને હાલી નીકર્યા છો, તી ?

અ બન્ને પ્રદેશો ની જેમ પણ સ્વીકારતા નથી.....નરમાં પાણી આવતું નથી....!વળી સૌરાષ્ટ્રમાં મરદો તો ઘણા, પણ બોલવા-ચાલવામાં નાન્યતર જાતિનો મહિમા ઘણો ઊંચો. તીયાં બઘ્ધાં સબદોનું રૂપાંતર નાનીયતર ઝાતિમાં થઇ જાય!આજકાલની કોલેજું ને સ્કુલુંમાં ભણાવાય છે જ કિયાં ? બાળકુમાં શારા શન્શકારૂં (સંસ્કારો) દેવા હોય, તો જાવું કિયાં ? ત્યાં તો મરદનું બહુવચન પણ નાન્યતરમાં..... ‘‘બેશણામાં ઘણા મરદું આઇવાતા......!!’’ ભલભલા મરદ માણહને વચલી જાતિમાં ફક્ત અમારૂં કાઠીયાવાડ જ મૂકે....!

વર્ષો પહેલા અમદાવાદમાં દૂરદર્શનશરૂ થયું, ત્યારે એક હીરોને બોલવામાં તકલીફ. ડાયરેક્ટર એની સામે હન્ટર લઇને ઊભો રહે, તો ય એ નો ઉચ્ચાર જ કરે. ‘‘આ નાટક અફોક દવેએ લખ્યું છે.... ફિલ્મ ફોલેમાં ફંજીવકુમારનું કામ એક્ફેલન્ટ છે, બોલો. પણ ફિલ્મ ફિલફિલામાંબચ્ચન પાસે ફફી કપૂર જામતો નથી’’.

ડાયરેક્ટર દીપક બાવસ્કરના ય દિવસો ભરાઇ ગયા હશે કે, શિક્ષણના એક કાર્યક્રમમાં આને બોલાવ્યો. હીરોએ શરૂ કર્યું, ‘‘આજકાલ ફિક્ફણમાં દમ નથી. બાળકોને હજી ફાતડે-ફાતડે ફિત્યોતેરઅને બે ફાતડા-ફિત્યોતેરજ બોલાવાય છે.....!’’

મુંબઇવાળા મહારાષ્ટ્રીયનો આપણાં કરતા ઇંગ્લિશ વધારે સારૂં બોલે છે અને એમનો ભાષાપ્રેમ મને ગમે છે. ભારતમાં બંગાળીઓ અને મરાઠીઓએ જ પોતાની માતૃભાષાનું ગૌરવ જાળવ્યું છે. વ્હી. શાંતારામનો વ્હીએટલે રાજારામ વાનકુદ્રે શાંતારામ’, પણ ઇંગ્લિશ અક્ષર V નો મરાઠીમાં ઉચ્ચાર व्हीકેવી રીતે થઇ શકે, એ તો લોકો જ જાણે! છતાં, આજની તારીખે મરાઠીઓ પોતાના ઘરની બહાર નેઇમ - પ્લેટ ઇંગ્લિશમાં લખવાને બદલે માતૃભાષામાં લખે છે. કિશોરકે ‘K. C. Tamhane’ને બદલે એ લોકો મરાઠી લિપીમાં की. चं. ताम्हाणे ' લખશે. व. पु. काळे  કે पु.ल. देशपांडे. 

આપણા દેસીઓ અમેરિકામાં સેટ થઇને પોતાના નામો અમેરિકનાઇઝ્‌ડ કરી નાંખીને દાવો કરે છે કે, આપણા ગુજરાતી નામો એ લોકોને બોલતા ફાવતા નથી, માટે અમારે મહેશનું મૅક્સકરવું પડે છે. આ હિસાબે દેસીઓ જગતમાં ભાઇચારાની કેવી ઉન્મત્ત ભાવના ફેલાવી રહ્યા છે... વાહ! ઇન્ડિયનોને એ લોકોના નામો બોલતા ન ફાવે, એ મજબુરી ઘ્યાનમાં રાખીને હજી સુધી એકે ય ધોળીયાને પોતાનું નામ શ્વોર્ઝેનેગરમાંથી સુબોધચંદ્રકર્યું નથી. ‘Dorothy’ નું દમયંતિક્યાંય સાંભળ્યું ? આપણી દમયંતિઓ ત્યાં જઇને ડેમથઇ ગઇ છે, એ જુદી વાત છે.

શેક્સપીયર ગમે તે કહી ગયો હોય, પણ જે કાંઇ હોય, તે બઘું નામમાં જ છે. ચીજ પોતાની હોવા છતાં આપણે જ બોલી/વાપરી શકતા નથી, તે આપણું નામ.

સિક્સર
આ યોગાનુયોગ હશે, પણ છાપામાં છેલ્લા પાને છપાતા બેસણાંના ફોટાઓમાં એકે યનું મોઢું કદી હસતું જોયું ?
- અર્થ સ્પષ્ટ છે..... આવો ફોટો જલ્દી ન છપાવવો હોય તો મોઢું હસતું રાખો !

No comments: