Search This Blog

07/05/2012

સિંહનું દવે દર્શન

સ્કૂલમાં હતા ત્યારે એક તદ્દન ફાલતુ શેર બહુ પોપ્યુલર થયેલો.

``iTg'Í ®ZããT ÌzÁT ÕàýT Om, iTg'Í ®ZãTãT ÌzÁT ÕàýT Om,
èHV ýTg ýØ ìïýV Om, iTg'Í ÿØ ®T³ãg ÌT ÿTýT Om' 

પણ રીયલ લાઇફમાં મારે કદી સિંહની સામે થવાનું આવ્યું નહોતું. આપણને કોઇની પર્સનલ લાઇફમાં હળી કરવી ન ગમે. સંત તુલસીદાસ પણ કહી ગયા છે, ‘બે સિંહો કદાપી એકબીજાની સામે આવતા નથી.મારી સામે ઘણા થઇ જાય છે, પણ હું કોઇની સામે થતો નથી..... સ્વભાવ એ તો!

પણ તો ય, જીવનમાં એક વખત કોઇ સિંહની સાથે ફોટો પડાવવાનું સપનું ખરૂં. મન કેવું કે, ગીરના જંગલમાં હું કોક સિંહની બાજુમાં બેઠો હોઊં, એ ય બેઠો હોય, એની કેશવાળી ઉપર હું એક પિતાની જેમ વાત્સલ્યનો હાથ ફેરવતો હોઊં, કૅમેરા સામે જોઇને સ્માઇલો આપું અને ફોટો પડી જાય પછી સિંહને બાયકહીને નીકળી જઊં... મને પછી કોઇની સાથે આવા ફોટા યૂ નો... યારદોસ્તોને બતાવવાના બહુ કામમાં આવે. એક વાત તમને કહી દઊં કે, બધાની પાછી આવી હિંમતો ન ચાલે. આમાં તો મર્દનું જ કામ. ફોટો પડાવતી વખતે સિંહ જરા અમથો બગડ્યો, તો પેલાનું ઘણું બઘું બગડી જાય... સૌથી શરમની વાત એ કે, ફોટો ય બગડી જાય. કોઇને બતાવાય બી નહિ.

સિંહો આગળના હાથ લંબાવીને બેસે છે. મને હતું કે, હું પણ મારા હાથ જમીન પર લંબાવીને બેસીશ. ફોટો પડાવવાનો હોય ત્યારે અમારા ૯૮ ટકા કવિઓ-લેખકો જમણા હાથની પહેલી આંગળી લમણાને અડાડી દે છે. પછી બહુ વિચારમગ્ન થઇ ગયા હોય એમ રૂમના ઉપરના કોક ખૂણામાં નજર ટેકવીને ફોટો પડાવે. આટલા ઘરડા થયા ને આવી રીતે ફોટા પડાવે, તો એમની બાઓ ય નહિ ખીજાતી હોય? આ તો એક વાત થાય છે....! ફોટાને લમણા સાથે શી લેવા-દેવા? સિંહો કદી લમણે પંજો અડાડીને બેસતા નથી.... આપણે બી નહિ! હમણાં એક સંબંધીને ઘેર ગયા હતા. એમણે એમના કૂતરાનું નામ ભરતભપાડ્યું હતું. એ તો જો કે, પછીથી ખબર પડી હતી કે ભરતભઇ એમના સગ્ગા સસરા થાય અને નામ અમર રહે, એટલા માટે કૂતરાનું નામ ભરતભઇ પાડ્યું હતું....! આજે પણ એ કૂતરાનું નામ અમર છે. આમાં પાછું એવું હોય છે કે, જે લોકો કૂતરાં પાળે છે, એમના કૂતરાંને આપણાથી કૂતરો ન કહેવાય. એમને નથી ગમતું. ‘‘ઍક્સક્યૂઝ મી.... એ કૂતરો નથી... ભરતભઇ છે.’’

પણ આ ભરતભઇ તો એકમાત્ર અપવાદ હતા, બાકી મને સમજ નથી પડતી કે, ભારતભરમાં પાળેલા કૂતરાઓના નામ ઇંગ્લિશ જ કેમ રખાય છે? (મને મળેલી માહિતી મુજબ, ખુદ કૂતરાઓને પણ સમજ પડતી નથી. સમજણ પડવામાં મારૂં સ્તર કૂતરાઓની કક્ષાએ પહોંચ્યું કહેવાય!) હિંદી ફિલ્મોમાં, બાંધકામ ચાલુ હોય એવા ૧૮ માળના બિલ્ડિંગ નીચે રેતી-સીમેન્ટના તગારા ઉચકીને, પાઇ-પાઇ ભેગી કરીને કૂતરાની ગરીબ માંએ એને ઇંગ્લિશ-મીડિયમમાં ભણાવ્યો હોય એમ આ મહિલા પણ આપણા દેખતા કૂતરા સાથે ઇંગ્લિશમાં અને આપણી સાથે ગુજરાતીમાં વાતો કરે, પછી આપણી હટી જાય કે નહિ? (જવાબ : આમાં તો અમારી ય હટી જાય, અશોકભાઇ...! જવાબ પૂરો) આજ સુધી કોઇ કૂતરાનું નામ અશોકભઇ સાંભળ્યું? કાકીને મેહમાનો આવે ત્યારે પાછું એ મૉન્ગોસાથે ઇંગ્લિશમાં બોલવા જોઇએ. ‘‘કમ ઑન, મોન્ગો... કમ ઓન!’’ આનાથી આગળ હરામ છે જો ડોસીને એક વાક્ય ઇંગ્લિશમાં આવડે તો! ....મોન્ગો થોડું ઘણું ઇંગ્લિશ શીખી ગયો હોય! (પીવાનું પણ....!)

ગુજરાતી વાઇફો પોતાના ગોરધન સાથે ગુજરાતીમાં અને કૂતરા સાથે ઇંગ્લિશમાં વાતો કરે છે... સરવાળે એ બન્ને એનાથી આઘા રહે છે! ગોરધનને પેલી શું બોલે છે એની કાંઇ સમજ પડતી નથી, માટે આઘો રહે છે ને કૂતરાને બધી સમજ પડે છે, માટે આઘો રહે છે! અમે ગીરના જંગલમાં જવાનું નક્કી કર્યું. હકીને પણ સાથે લીધી કે, જીવીશું કે મરીશું... રહીશું સાથે. હકી સાથે હોય તો મારે જરી સારૂં રહે અને સિંહ પાસે એક વધારાનો ચાન્સ રહે! કદાચ, આપણામાંથી વળી કોકનું નસીબ સુધરી જાય તો એક ચાન્સ લેવામાં શું વાંધો, એમ ધારીને અમારી શનિવારની સંગીતની બેઠકના તમામ ગોરધનોએ ગીરના જંગલમાં આવવાની સૉલ્લિડ તૈયારી બતાવી. કેટલીક તો વાઇફો ય મર્દનીકળી કે, ‘‘મૂવો સિંહ અમને ખાઇ જાય... આવા તીતીઘોડા જેવા હસબન્ડથી તો છુટીએ...!’’ ઈવન હકીએ આજ સુધી મારો ચેહરો કોઇ જૂની ફિલ્મના હીરો-બીરો સાથે સરખાવ્યો નથી. ‘‘અમારા અસોકની આંયખુ એકદમ ધૂવડ જેવી, હોં. અંધારામાં ય ભાળે. કદી એમની હામે ય નો થવાય... ગીરની ભેંશુ જેવું ખડતર બોડી છે. અપમાનું તો ઇ અજગરની ઘૉડે ગરી જાય, હો...’’ (કાઠીયાવાડની લિંગો મુજબ, ‘ઘોડેનહિ પણ ઘૉડેએટલે, ‘માફક’... ‘જેમ’)

‘‘દાદુ, જંગલખાતામાં કોઈની ઓળખાણ છે? ઓળખાણ હોય તો જ સિંહો જોવાની વ્યવસ્થા થાય...’’

‘‘અમારા અસોકને તો કોઇ શિંહ નો ઓરખે...!’’

‘‘હકીબેન, ઓળખાણ સિંહની નહિ, ફોરેસ્ટ-ડીપાર્ટમૅન્ટ કે જીલ્લા કલૅક્ટરની લાવવી પડે...’’

એ પછી ભારે ઉત્સાહ અને ભય વચ્ચે ગીરના જંગલની યોજના બનાવાઈ. જે લોકો અગાઉ સાસણ ગીર જઈ આવ્યા હતા, એમને સિંહો પર્સનલી ઓળખતા હોય, એવા વિશ્વાસથી કહે, ‘‘જુઓ ભઈ... ત્યાંના સિંહો બહુ ખતરનાક હોય છે એમની સાથે કાંકરીચાળો નહિ કરવાનો. એ ધુરકીયું કરે તો આપણે સામે ધુરકીયું નહિ કરવાનું.’’

‘‘પણ મહાત્મા ગાંધીએ તો કહ્યું છે કે કોઇ આપણા ડાબા ગાલ પર લાફો મારે, તો જમણો ધરવાનો’’.

‘‘એ સિંહના લાફા માટે નહોતું કીઘું.’’

, જંગલ છે ને કાલ ઉઠીને રાતવાસો કરવો પડે તો ગરમ કપડાં રાખવા સારા, વરસાદની સીઝન છે, એટલે છત્રી ને રૅઈનકૉટ્સ પણ સાથે લેવાનું નક્કી થયું. બપોરે ગીર બહુ ગરમ હોય, એટલે સૉફ્ટ-ડ્રિન્ક્સની બૉટલોના કાર્ટનો પણ લેવા. સિંહો સાથે ફોટા સારા આવે, એ માટે વાઇફોએ મૅઇક-અપનો સામાન તૈયાર કરવાની સૂચના ગોરધનોને આપી દીધી.

અમે આખું ગીર ભટક્યા. સિંહને બદલે ઉડતા પતંગીયા, ભેંસો ને એવું બઘું બહુ જોવા મળ્યું. ગાડીમાંથી નીચે ઉતરવાની હિંમત કોઈની ચાલતી નહોતી, પણ બધા ગોરધોનો પોતપોતાને ભાગે આવેલી વાઇફોને રીક્વૅસ્ટ કરતા હતા કે, ‘‘કાન્તા, તું પેલા ઝાડ પાછળ જરા જોઇ આય ને... ત્યાં કંઈ બેઠું હોય એવું લાગે છે...’’ ને મૂઇ કાન્તા ય સહેજ બી ડોબી નહિ, એટલે એ સામું સૂચન કરે, ‘‘તમે ય તે શું...? હું જઊં ને ત્યાં સિંહ બેઠો હોય તો હજી વાંધો નહિ... પણ કોક પુરૂષ બેઠો હોય તો મારે ભાગવું ક્યાં...?’’

‘‘એમાં તો પેલો ભાગે, ડાર્લિંગ...!’’

દ્રષ્ય પહેલું:
આખરે એ વૃક્ષ નીચે એક સિંહ અને સિંહણ સાથે બેઠેલા જોવા મળ્યા. સ્વાભાવિક છે કે, બન્ને હસબન્ડ-વાઇફ નહિ હોય! હવે પહેલા જેવું મૉરલ સિંહોમાં ય નથી મળતું, બને!

‘‘હકી... એક કામ કર... તું ત્યાં જા. સિંહ સાથે પહેલો ફોટો તો તારો જ આવવો જોઈએ... મારી સાથે તારા ફોટા ક્યાં સારા આવે છે?’’

આ એક વાત પર એ માની ગઇ અને પહોંચી સિંહની લગોલગ.

...સિંહ ઊભો થઈને જતો રહ્યો...! બાજુના ઝાડ નીચે બેઠો. (એ સિંહનું નામ અશોકહોવું જોઇએ!)

‘‘અસોક... આંઇ હાઈલા આવો... શીંહ આંઇ જ બેઠો છે... ફડકો મા... (ડરો નહિ) ઇ આપણને કાંય નંઇ કરે...!’’

આઘાત એ વાતનો હતો કે, હકી સિંહની બરોબર બાજુમાં ઊભી હતી, તો ય બન્ને સલામત હતા. મેં કચ્ચી કચ્ચીને સિંહના ફૅસ પરના હાવભાવ જોયા. ગભરાહટનો કોઇ ફડકો ન દેખાણો. એને તો હકી બાજુમાં ઊભી હતી, એ વાતની નોંધ પણ ન લીધી. મને તરત સત્ય સમજાઇ ગયું. મારામાં પણ આ જ નીડરતા આવવી જોઈએ. ઘેર આવતા મોડું થઇ જાય છે, ત્યારે શા માટે હું એનાથી આટલો બી જઊં છું? આખરે હકી પણ માનવી જ છે, તો ય પેલો સિંહ એનાથી સહેજ બી ડર્યો? જીવનમાં મારે સિંહ જેવા બનવાની સખ્ત જરૂરત છે.

દ્રષ્ય બીજું:
અમે અમદાવાદ પાછા આવી ગયા. અમે બધા ગાંધીનગરના ગાર્ડનમાં ફરવા ગયા. હકી એક ઝાડ નીચે બેઠી છે. મારા યાર દોસ્તો હિંમત આપી રહ્યા છે, ‘‘જાઓ દાદુ... એ કાંઇ નહિ કરે...! ખોટા ગભરાઓ છો... ફોટો પડાવી લો.’’
 (સારાંશ : હવે લગ્નના ૩૫-૩૫ વર્ષો પછી એકબીજાની સાથે તો કોઇ ઍક્સ-રે ફોટા ય પડાવતું નથી...!)

No comments: